________________ ( 20 ) मोहनचरिते द्वितीयः सर्गः। कालेन यस्मिन् बहवोऽ-भूवन माण्डलिका नृपाः। . तेषां कतिपयेऽद्यापि विद्यन्ते जनविश्रुताः // 19 // કાલે કરીને તેમાં ઘણું માંડલિક રાજાઓ થઈ ગયા, તેમાંથી કેટલાક હજુ પણ લેકમાં પ્રખ્યાત છે. 19. ख्यातं नाम्ना जयपुरं जयश्रीकेलिमन्दिरम् / तथा योधपुरं नाम योधवृन्दविभूषितम् // 20 // राजधानीद्धयमिदं पुरग्रामादिसंकुलम् / भारतश्रीविशालोर कल्पे तस्मिन् विराजते // 21 // જ્યરૂપી લક્ષ્મીનું જાણે ક્રીડામંદિર જ હોયની શું એવું પ્રસિદ્ધ ક્યપુર તથા સુભટના ધણું સમુદાય જેને શોભાવે છે એવું જોધપુર, એ બે રાજઘાનીઓના તાબામાં ધણાં શહેર તથા ગામો છે. આ ભરતખંડ તે એક લક્ષ્મી છે, અને મારવાડ દેશ તો તેની પહોળી છાતીમાફક છે, ઉપર કહેલી બે રાજધાનીઓ હારની વચમાં આવેલા ગુચ્છામાફક છે, અને તે રાજધાનીની અંદર આવેલાં શહેર તથા ગામડાંઓ મોતીના હાર બરાબર છે. 20-21. द्वयोर्विरत्योः सर्वस्मा-द्विरतिर्यद्वदुत्तमा / तथैतस्मिन्वये योध-पुरं सर्वपुरोत्तमम् // 22 // દેશવિરતિ (શ્રાવકપણું) અને સર્વવિરતિ (સાધુપણું) એ બેમાં જેમ સવેવિરતિ શ્રેષ્ઠ છે, તેમ આ બે રાજધાનીમાં જોધપુર બધાં કરતાં વખાણવાલાયક છે. 22. तत्र भद्रासने राज-पुत्राख्यान्वयजा नृपाः। चिरादशासुस्तं देशं रघवः कोशलं यथा // 23 // જેમ રધુવંશના ઘણા રાજાઓ કોશલ દેશનું રાજ્ય કરતા હતા, તેમ આ જોધપુરની રાજગાદી ઉપર રજપૂત વંશના ઘણા રાજાઓ મારવાડ દેશનું રોજ પૂર્વકાલથી ચલાવતા આવ્યા. 23. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust