________________
અભયવ્યાણ
અભયાદિ ધર્મની સિદ્ધિ હોવાથી=અભય-ચક્ષુ-માર્ગ-શરણ આદિ ધર્મની પ્રાપ્તિ હોવાથી, ભગવાન જ કલ્યાણના હેતુ છે એમ યોજન છે, વ્યતિરેકને કહે છે–પૂર્વમાં અવયથી ભગવાન કઈ રીતે કલ્યાણના હેતુ છે તેને બતાવેલ તેના વ્યતિરેકથી=અભયાદિ ધર્મની સિદ્ધિના અભાવથી, વિશ્રેયસ ધર્મનો અસંભવ હોવાને કારણે=નિઃશ્રેયસ ફલવાળા સમ્યગ્દર્શન આદિ ધર્મોનું અઘટન હોવાને કારણે, અરિહંત સ્વરૂપ ભગવાન જ તે તે પ્રકારે=અભયદાનાદિ પ્રકારથી, સર્વકલ્યાણના હેતુ છે=સમ્યક્વાદિ કુશલ પરંપરાના કારણ છે. ભાવાર્થ :
અભયદયાણ આદિ પાંચમી સંપદાનું ઉત્થાન કરતાં બતાવે છે – ભવનિર્વેદ દ્વારા અર્થથી જીવોને ભગવાનનું બહુમાન પ્રગટ થાય છે; કેમ કે ભગવાન ભવથી અતીત અવસ્થાવાળા છે, તેથી જેઓને ભવ નિર્ગુણ જણાય છે તેઓને અર્થથી ભવથી અતીત અવસ્થા પ્રત્યે બહુમાન થાય છે, જે ભગવાનના બહુમાન સ્વરૂપ જ છે. કઈ રીતે જીવોને નિર્વેદ થાય છે ? તે બતાવતાં પંજિકાકાર કહે છે –
જે જીવોની મતિ કંઈક નિર્મળ થયેલી છે તેઓને કાયા સંનિહિત અપાયરૂપે દેખાય છે અર્થાતુ પૂર્વમાં મૂઢતાને કારણે કાયા સુખનું સાધન દેખાતી હતી, વસ્તુને વાસ્તવિક જોનારી કંઈક દૃષ્ટિ પ્રગટ થવાથી તેને દેખાય છે કે કાયાને કારણે જ મારે પરવશ થઈને સર્વ પ્રવૃત્તિઓ કરવી પડે છે અને રોગાદિ થાય ત્યારે આ જ કાયા મહાશત્રુનું કાર્ય કરે છે, જો કાયા ન હોત તો કોઈ ઉપદ્રવ થાય નહિ અને સંસારી જીવો કાયાના ઉપદ્રવના નિવારણ માટે જ સર્વ જીવનવ્યવસ્થામાં યત્ન કરે છે.
વળી, પુણ્યથી પ્રાપ્ત થયેલી સંપત્તિઓ આપત્તિઓનું સ્થાન છે; કેમ કે ચોરાદિથી નાશ થવાનો ભય રહે છે, વળી, સંસારમાં જેટલા સુંદર સમાગમો છે તે નાશ થનારા હોવાથી અપગમથી યુક્ત છે, આથી જ સુંદર એવા સ્વજનાદિનો સમાગમ હોય અને તેઓનું મૃત્યુ થાય છે ત્યારે સંતાપ પ્રગટે છે, આ રીતે અનુભવ અનુસાર પદાર્થને જોવાથી કાયા પ્રત્યેનું મમત્વ કંઈક શિથિલ થાય છે, સંપત્તિઓ પ્રત્યેનું મમત્વ કંઈક શિથિલ થાય છે અને સુંદર સમાગમો નાશવંત હોવાથી તેના પ્રત્યે પણ મમત્વ કંઈક ઘટે છે, વળી, વિચારે છે કે સર્વ ઉત્પાદિત વસ્તુ ભંગુર છે સર્વ ઉત્પન્ન થનારી વસ્તુ નાશવંત છે, આ પ્રકારે વાસ્તવિક સ્વરૂપને વિચારવાથી ભવ પ્રત્યે કંઈક અંશે નિર્વેદ થાય છે, તેથી જેમ રોગીને રોગ પ્રત્યે નિર્વેદ થાય તો અર્થથી આરોગ્યનું બહુમાન થાય છે, તેમ ભવ પ્રત્યે નિર્વેદ થવાથી ભવથી અતીત અવસ્થાવાળા ભગવાન પ્રત્યે બહુમાન થાય છે. આ બહુમાનનો પરિણામ જીવના વિશિષ્ટ ક્ષયોપશમનું કારણ બને છે અર્થાત્ પૂર્વમાં ઉત્કટ મિથ્યાત્વને કારણે માત્ર ભોગાદિમાં જે સારબુદ્ધિ હતી તે હવે કંઈક શિથિલ થાય છે અને ચિત્ત સંસારની અતીત અવસ્થાને અભિમુખ બને તેવો મંદ મિથ્યાત્વજન્ય જ્ઞાનાવરણ આદિ કર્મોનો ક્ષયોપશમભાવ વર્તે છે, જેનાથી અભયાદિ ધર્મોની સિદ્ધિ થાય છે અને અભયાદિ ધર્મોની સિદ્ધિ વગર મોક્ષનું કારણ બને એવા ધર્મનો અસંભવ છે અર્થાત્ પૂર્વમાં પણ જીવ ક્યારેક દયાદિ ભાવો કરે છે ત્યારે