________________
લલિતવિસ્તા ભાગ-૨
પંજિકા -
'भवनिर्वेदमित्यादि, भवनिर्वेदः-संसारोद्वेगो, यथा, 'कायः संनिहितापायः, सम्पदः पदमापदाम्। समागमाः सापगमाः, सर्वमुत्पादिभङ्मुरम्।।'
एवंचिन्तालक्षणः, स एव द्वारम् उपायस्तेन, भगवन्त एव तथा तथा सर्वकल्याणहेतव इत्युत्तरेण सम्बन्धः, कथमित्याह अर्थतः तत्त्ववृत्त्या, भगवद्बहुमानादेव-अर्हत्पक्षपातादेव, भवनिर्वेदस्यैव भगवद्बहुमानत्वात्। ततः किमित्याह-विशिष्टकर्मक्षयोपशमभावाद-विशिष्टस्य मिथ्यात्वमोहादेः कर्मणः क्षयोपशमः उक्तरूपस्तद्भावात्, ततोऽपि किमित्याह- अभयादिधर्मसिद्धेः-अभयचक्षुर्मार्गशरणादिधर्मभावात्। व्यतिरेकमाह- तद्व्यतिरेकेण=अभयादिधर्मसिद्ध्यभावेन, नैःश्रेयसधासम्भवात्=निःश्रेयसफलानां सम्यग्दर्शनादिधर्माणामघटनात्, 'भगवन्त एव' अर्हल्लक्षणाः, 'तथा तथा' अभयदानादिप्रकारेण, 'सर्वकल्याणहेतवः'सम्यक्त्वादिकुशलपरंपराकारणमिति। પંજિકાર્ચ -
ભવનિર્વેદિ'ચારિ .... શતપરંપરાવરિપમિતિ ભવનિર્વેદ ઈત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, ભવનો નિર્વેદ=સંસારનો ઉદ્વેગ, કઈ રીતે ભવનો ઉદ્વેગ થાય તે યથાથી બતાવે છે –
કાયા સંનિહિત અપાયવાળી =કાયાને કારણે સર્વ પ્રકારના અનર્થી પ્રાપ્ત થઈ શકે છે, સંપત્તિઓ આપત્તિઓનું સ્થાન છે; કેમ કે ગમે તે પ્રકારે નાશ થવાનો સંભવ છે, સમાગમો અપગમ સહિત છે= જે સુંદર સમાગમો થાય છે તેનો અવશ્ય વિયોગ થાય છે, સર્વ ઉત્પન્ન થનારી વસ્તુ નાશવંત છે, આવી ચિંતાના સ્વરૂપવાળો ભવનિર્વેદ છે, તે જ=ભવનિર્વેદ જ, દ્વાર છે=ઉપાય છે, તેનાથી=ભવતિર્વેદથી, ભગવાન જ તે તે પ્રકારે સર્વકલ્યાણના હેતુ છે, એ પ્રમાણે ઉત્તરની સાથે=લલિતવિસ્તરામાં ઉત્તરના કથનની સાથે, સંબંધ છે.
કેવી રીતે ? એથી કહે છે=ભગવાન ભવનિર્વેદાદિ દ્વારા સર્વકલ્યાણના હેતુ કેવી રીતે છે? એથી કહે છે –
અર્થથીતત્વવૃત્તિથી=શબ્દથી નહિ પરંતુ શબ્દના પારમાર્થિક અર્થનો વિચાર કરવાથી, ભગવાનના બહુમાનથી જ=અરિહંતના પક્ષપાતથી જ, વિશિષ્ટ કર્મનો ક્ષયોપશમ થાય છે એમ હેતુનું ભોજન છે; કેમ કે ભવનિર્વેદનું જ ભગવાનનું બહુમાનપણું છે. તેનાથી શું=ભગવાનના બહુમાનથી શું પ્રાપ્ત થાય છે? એને કહે છે –
વિશિષ્ટ કર્મનો ક્ષયોપશમભાવ થવાથી–વિશિષ્ટ મિથ્યાત્વ મોહાદિ કર્મોનો ઉક્તરૂપવાળો ક્ષયોપશમ તેનો ભાવ હોવાથી, અભયાદિ ધર્મની સિદ્ધિ છે એમ હેતુનું યોજન છે.
તેનાથી પણ=વિશિષ્ટ કર્મના ક્ષયોપશમના ભાવથી પણ, શું ?=શું પ્રાપ્ત થાય છે? એથી કહે