Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
કાકા ડોસાભાઈ ફરામજી –કપૂર વિજયજી
કાકા ડોસાભાઈ ફરામજી (૧૮૩૦, ૧૯૦૨):બોધાત્મક ‘બુદ્ધિપ્રકાશ નિબંધ' (૧૮૫૬), પ્રવાસપુસ્તક ‘ગ્રેટબ્રિટનની મુસાફરી' (૧૮૬૧) ઉપરાંત બે ભાગમાં પ્રગટ ‘પારસીઓની તવારીખના કર્તા.
કરાણી જહાંગીર બેજનજી: ‘કિસ્મતની કરામત' (૧૯૫૦), દિલાવર સૈયદ (૧૯૫૨), 'દરજી અને શાહજાદે' (૧૯૫૨), બગલારૂપી ખલીફ' (૧૯૫૨), ‘મૂક વહેંતિયો' (૧૯૫૨), 'ભૂતાવળું વહાણ (૧૯૫૨), ફાતિમાં અને ખુદની હાડમારીઓ' (૧૯૫૨) વગેરે નવલકથાઓના કર્તા.
રાં.. કરાણી નૌશેરવાનજી રૂસ્તમજી: “ઢોંગસાંગ વાર્તામાળા' (અન્ય ત્રણ લેખકો સાથે, ૧૯૧૫) ના કતાં.
કરાણી પેસી : ‘ભારતીમાતા' અને 'દગાબાજ આશક વાતના ક.
૨.ર.દ. કરાણી મહેર: નાટયલેખક. એમણે ડ. દારાં રૂ. હકીમની સાથે નકદિલ', “ધીરજનું ધન’, ‘રાહે રાસ્ત', “ખદાઈ ઇન્સાફ' અને અમીરણ કોણ?” જેવાં બોધક નાટકો લખ્યાં છે.
ર.ર.દ. કરામજી કાવસજી: “સરકસની શાહજાદી' (૧૯૧૭) નવલકથાના
મુંબઈની એક શાળામાં શિક્ષક બન્યા અને વચ્ચે ૧૮૫૭માં થોડાક માસ ડીસામાં હેડમાસ્તર રહી આવ્યા. આ સિવાય ૧૮૫૫ થી ૧૮૬૩ “સત્યપ્રકાશ’, ‘
રાસ્ત ગોફતાર’ અને ‘સ્ત્રીબોધ'નું તંત્રીકાર્ય સંભાળ્યું ને ધાર્મિક-સામાજિક બદીઓ વિરુદ્ધ નિર્ભીકતાથી લખ્યું. એના એક પરિણામ રૂપે, એમના પર ૧૮૬૧માં ‘મહારાજ લાયબલ કેસ' થયા જે એકલે હાથે લડીને એ જીત્યા. ૧૮૯૩ માં અને એ પછી ૧૮૬૭ માં, એમ બે વાર વ્યવસાયનિમિત્તે ઈંગ્લેંડ ગયા. ૧૮૬૭ થી ૧૮૭૧ સુધી, પહેલાં રાજકોટમાં અને પછી લીંબડીમાં સરકારી પ્રશાકની કામગીરી કરી. ત્યાં એમની સુધારકપ્રવૃત્તિઓ વિતરી. લીંબડીમાં અવસાન.
બુદ્ધિવર્ધક રામામાં વંચાયા અને પછી એના વાર્ષિકમાં પ્રગટ થયો એ દેશાટણ વિશ નિબંધ' (૧૮૫૩) એમનું પ્રથમ જાહેર લખાણ. ત્યારપછી ‘સત્યપ્રકાશ', રાસ્ત ગોફતાર’ અને ‘ી બાધ'માં એકધારી રીતે પ્રગટ થતાં રહેલાં એમનાં લખાણો મુખ્યત્વે ધામિક, નૈતિક કે સામાજિક સુધારા વિષે હતાં. આ લખાણાને રામાવતા એમના ગ્રંથો પ્રધાનપણે એમની સુધારક તરીકેની અને ગૌણ પણ વિચારક તરીકેની પ્રતિભા ઉપસાવે છે. આવા ગ્રંથામાં વ્યકિતગત અને સામાજિક નીતિ પ્રબોધતા નીતિસંગ્રહ' (૧૮૫૬) અને (નીતિવચન' (અનુવાદ, ૧૮૫૯); સ્ત્રી-ઉપયોગી, બધપ્રધાન તથા નર્મશકિનની ચમકવાળા લખેને રાંચશ્ય ‘સાંસાર-રાખ' (૧૮૬૦); હાસ્યકટાક્ષભય, હેતુલક્ષી, સંવાદપ્રધાન પ્રસંગને સંગ્રહ કુટુંબમિત્ર' (૧૮૮૧): લિંક અને બ્રાહ્મણોની સ્વાધતાને ઉઘાડી પાડતી પુસ્તિકા વેદધર્મ તથા વેદધર્મ પછીનાં ધર્મપુસ્તકો' (૧૮૬૬) અને રાધારણવિષયક નિબંધોને સંગ્રહ 'નિબંધમાળા' (૧૮૭૦) વગરને સમાવેશ થાય છે. મહારાજ લાયબલ કેર” (૧૮૬૨) જદનાથજી મહારાજ એમની રમે માંડેલા બદનક્ષીના કેસને સમગ્ર અહેવાલ આપે છે, તો 'મહારાજાનો ઇતિહાસ' (૧૮૬૫) અને એ જ વર્ષે અંગ્રેજીમાં લખેલ ‘
હિરી ઑવ ધ સેકટ ઑવ. મહારાજઝ ઑર વબ્રભાચાર્યાઝ' વલ્લભ સંપ્રદાયના મહારાજની અનીતિને ઐતિહાસિક તથ્યો સાથે નિરૂપે છે.
એમની સૌથી વધુ નોંધપાત્ર કૃતિ છે “ઈંગ્લેંડમાં પ્રવાસ (૧૮૬૬), ઈંગ્લેંડનાં મહત્ત્વનાં સ્થળોનાં વિવિધરંગી ચિત્રો ધરાવતો આ ગ્રંથ ઇંગ્લંડનાં વિવિધ રથળેનાં રોચક ને ચિત્રાત્મક વર્ણને સાથે ત્યાંની પ્રજા, સંસ્કૃતિ અને તત્કાલીન સામાજિકરાજકીય પરિવેશ વિશેનાં લેખકનાં નિરીક્ષણોને વિગતે નિરૂપે છે.
એથી, ગુજરાતી પ્રવાસસાહિત્યમાં એનું સ્થાન વિશિષ્ટ છે. આશરે ૧૦૦ શબ્દો ધરાવતે શાળાપગી લધુકોશ “ધ પોકેટ ગુજરાતી-ઈંગ્લીશ ડીક્ષનરી' (૧૮૬૨) એમનું બીજું મહત્વનું કામ ગણાયું છે. ઉપરાંત, નીતિબોધક' (૧૮૫૭), 'રામમહનરાય” (૧૮૫૮), ‘સુધારો અને મહારાજ' (૧૮૬૧) વગેરે પત્રિકાઓ; 'મુંબઈબજાર' (૧૮૫૯) અને “ધર્મબોધક પાખંડખંડન’ (૧૮૬૦) એ અલ્પકાલીન સામયિકો તથા ‘ડાંડિયો'માંનાં એમનાં લખેલાં કહેવામાં કેટલાંક અનામી લખાણ એટલું એમનું અન્ય લેખનકાર્ય પણ સુધારક-પત્રકાર તરીકેની એમની જીવનપ્રવૃત્તિને જે નિર્દેશ છે.
બા.મે.
એ.ટો. કરીમઅલી જાફર: કાણીસંગ્રહ' (૧૮૮૪)ના કર્તા.
૨.ર.દ. કરુણાશંકર કાલિદાસ: પદ્યકૃતિ 'છપ્પનીઆ કાળની ઉત્પત્તિ' (૧૯૮૦)ને કર્તા.
૨.ર.દ. કર્ણિક માધવરાવ ભાસ્કરરાવ: બાળસાહિત્યકાર,
એમણે સ્વામીભકત સૂરપાળ' (૧૯૨૧), ‘મરાજ' (૧૯૩૮), પન્નાકમારી” અને “મનરંજન” જેવાં બાળનાટકો; 'મહર્ષિ પરશુરામ' (૧૯૨૩), “સતી સાવિત્રી' (૧૯૩૫), “અમૃતલાલ ઠક્કર' (૧૯૪૦), 'ઉદયન વત્સરાજ' (૧૯૪૭) અને 'દ્વિજેન્દ્રનાથ રોય' (૧૯૪૮) જેવાં ચરિત્રો અને કાવેરીને જળધોધ' (૧૯૪૭) તથા ચન્દ્રભાગા' (૧૯૪૮) જેવાં પ્રવાસ-વર્ણનનાં પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત શરદચન્દ્રની નવલકથા 'ચરિત્રહીન' (૧૯૩૮) અને શિષપ્રશ્ન’ (૧૯૩૮)ના અનુવાદો પણ કર્યા છે.
કપૂરવિજયજી (૨૦મી સદીને સંધિકાળ): 'જૈન હિતબોધ' (૧૯૬૬), ‘જૈન તત્ત્વપ્રવેશિકા' (૧૯૦૯), પ્રશમરતિ' (૧૯૦૯), ‘શુદ્ધાશુદ્ધિ ઉપાય' (૧૯૦૯), ‘શત્રુંજય મહાતીર્થાદિ યાત્રાવિચાર' (૧૯૧૩), ‘શ્રાવક કલ્પતરુ' (૧૯૧૩), કામઘટ કથા પ્રબંધ' (૧૯૧૫) અને ‘ગÇલીસંગ્રહ' (૧૯૨૫) જેવાં પુસ્તકો એમણે લખ્યાં છે.
પા.માં.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org