Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ડાકોર બળવંતરાય ક્લાય
છે. એમણે મુકતકો, બાધકાવ્યા, અર્પણકાવ્યો, પ્રાસંગિક કાવ્યો પણ રચ્યાં છે. તેઓ વિચારપ્રધાન કવિતાને દ્વિજોત્તમ જાતિની કવિતા ગણે છે, પણ કવિતા વિશેની એમની સમગ્ર વિવેચનાના સંદર્ભમાં વિચારના અર્થ કલ્પના, પ્રસાદ, દર્શન, પ્રતિભા સુધી વિસ્તરે છે. એમની કાવ્યશૈલી બરછટ, ખરબચડી, વિગતપ્રધાન, ચિંતનપૂર્ણ અને અગેય પદ્યરચનામાં રાચતી હોઈ તે વિદ્વદ્ભાગ્ય બની છે તેટલી લાકપ્રિય બની શકી નથી. તિભંગ અને શ્લોકભંગ સાથે શુદ્ધ અગેય પ્રવાહી પદ્ય ઠાકોરનું ઉલ્લેખનીય પ્રદાન ગણી શકાય.
એમણે ગદ્યનાં અનેક સ્વરૂપોમાં બેંણ કર્યું છે. વિવેચનક્ષેત્રે એમણે કરેલું ખેડાણ વિશેષ નોંધપાત્ર છે. સિદ્ધાંતવિચાર અને કૃતિપરીક્ષણ રૂપે પ્રાપ્ત થતું એમનું વિવેચન મુખ્યત્વે વ્યાખ્યાનો, પ્રવેશકો, ટિપ્પા સ્વરૂપે થયું છે. એમનું વિવેચન ‘કવિતા શિક્ષણ’(૧૯૨૪), ‘લિરિક’(૧૯૨૮), ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’(૧૯૪૩), ‘વિવિધ વ્યાખ્યાના’: ગુચ્છ પહેલા (૧૯૪૫), ગુચ્છ બીજો (૧૯૪૮), ગુચ્છ ત્રીજો (૧૯૫૬), ‘ભણકાર : પ૬ વિવરણ' (૧૯૫૫), ‘પ્રવેશકો’: ગુચ્છ પહેલો (૧૯૫૯), ગુચ્છ બીજો(૧૯૬૧) વગેરે સંગ્રહામાં છે. વિવેચનક્ષેત્રે એમનું મુખ્ય પ્રદાન અર્થપ્રધાનતાવાદ ા વિચારપ્રધાનતાવાદનો ગણી શકાય. કાવ્યમાં નિરૂપ વિચાર કે અર્ચમાં તેઓ એકતા, નવીનતાનો આગ્રહ કાવ્યમાં રાખે છે અને તેને ‘પ્રતિભા’ સાથે સાંકળે છે. વિચારપ્રધાન કવિતા માટે સળંગ અગેય પ્રવાહી પદ્યરચનાને તેઓ આવશ્યક માને છે. કવિતાવિચાર અને એનાં મુખ્ય ઘટકતત્ત્વોની પણા એમની વિવેચનામાં મુખ્ય ભાગ રોકે છે.
એમણે લખેલાં બે નાટકો પૈકી પ્રથમ ઊગતી જુવાની’ (૧૯૨૩) નાટ્યગુણરહિત, વિચારપ્રધાન સંવાદોવાળું, રંગભૂમિ પર ભાગ્યે જ ટકે એવું છતાં મૌલિક વસ્તુવાળું નાટક છે. કુલ બાર સળંગ પ્રવેશામાં લખાયેલા આ નાટકમાં સંવાદોનું પ્રાચુર્ણ છે, પણ નાટચ-નિર્માણ માટે અપેક્ષિત સૂત્રબદ્ધતા નથી. બીજા નાટક ‘લગ્નમાં બ્રહ્મચર્ય અથવા સંયોગે વિયોગ’(૧૯૨૮) -માં પાત્રાચિત ભાષા યોજવાના પ્રયત્ન છે, પણ કેટલીક ઉકિતઓમાં ઠાકોરી ગદ્યની છાયા આવી ગઈ છે. નાટકનો ઉપક્રમ પાત્રકિતત્વપ્રકાશક આગિયાને નાટયાત્મક રૂપમાં આલેખવાનો લાગે છે. જોકે પાત્રા ચરિત્રરૂપમાં પરિણત થઈ શકયાં નથી.
‘દર્શનિયું’ (૧૯૨૪) એમના મૌલિક અને અનૂદિત વાર્તાઓનો સંગ્રહ છે. પાત્રો અને પ્રસંગોના આલેખનમાં અપ્રસ્તુત વિગતોનો ખડકો, અનાવશ્યક લંબાણ, યિત તરફનો વધુ પડતા ઝોક, હાનાપાદાનના વિવેકનો અભાવ – એ સર્વ એમની વાર્તાઓને પ્રભાવહીન બનાવી દે છે, ‘રમણી પ્રફુલ્લુ' નામે નવલકથા એક પ્રકરણથી આગળ લખાઈ નથી.
અંબાલાલ સાકરલાલ દેસાઈથી પ્રભાવિત થયેલા આ લેખકે ‘અંબાલાલભાઈનાં ભાષણા અને લેખા'ના પ્રવેશક રૂપે લખેલા ડંખ પછીથી ‘અંબાલાલભાઈ’(૧૯૨૮) નામક સ્વતંત્ર પુસ્તક તરીકે છપાયો છે. એમાં એમણે આવશ્યકતાનુસાર ચરિત્રનાયક
૭૬ : ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education International
ના સમયનાં તેમ જ તેમના જીવનનાં પરિબળને પશ્ચાદ્ભૂમાં મૂકી આપ્યાં છે. ‘પંચાતરમ' (૧૯૪૬)ના મિતાકાર ના નામક વિભાગમાં એમણે પાતાનાં વડીલાની, જીવનની, કારકિર્દીની કેટલીક ‘ત્રુટક સ્કૂલ હકીકતા'નું, મહદંશે આત્મસભાન કહી શકાય તેવું કથન કર્યું છે.
‘ઇતિહાસ દિગ્દર્શન’(૧૯૨૮) અને ‘યુનાઇટેડ સ્ટેટ્સ' (૧૯૨૮) એમની ઇતિહાસવિક કૃતિઓ છે. ‘વિધવાવિવાહ' (૧૮૮૬), ‘કુન્તી’ (૧૯૦૭), ‘સંક્રાન્તિ સમયમાં સ્ત્રીઓ’(૧૯૨૮) અને ‘શરીર સ્વાસ્થ્ય'(૧૯૩૬) એમની અન્ય કૃતિઓ છે. એમની ડાયરી ‘બ. ક. ઠાકોરની દીન્કી’–ભા. ૧ : વર્ષ ૧૮૮૮ (૧૯૬૯) અને ભા. ૨: વર્ષ ૧૮૮૯થી ૧૯૦૦ (૧૯૭૬) ગુજરાતના અલ્પ ડાયરીસાહિત્યમાં ધ્યાનપાત્ર છે. એમણે ચાર અંગ્રેજી કૃતિઓ પ્રકાશિત કરી છે; અપ્રકાશિત કૃતિઓની સંખ્યા પણ મોટી છે.
કાન્તના સ્મારકગ્રંથરૂપે પ્રગટ થયેલ ‘કાન્તમાળા’(૧૯૨૪) -ના આઠ સંપાદકો પૈકી ઠાકોર એક હતા. એમણે માહનલાલ દેસાઈ તથા મધુસૂદન મોદી સાથે ‘ગુર્જર રાસાવલી’ (૧૯૫૬) -નું સંપાદન કરેલું. મંગલમાણિકપકૃત 'બડ વિદ્યાધર એ (૧૯૫૩), ઉદાભાનુકૃત 'વિક્રમચરિત્ર કાશ’(૧૯૫૭) એ એમનાં મધ્યકાલીન સાહિત્યનાં બીજા બે સંપાદનો છે. બંનેની
સંપાદિત વાચનાઓમાં સંખ્યાબંધ અશુદ્ધિઓ રહી ગઈ છે. આ ઉપરાંત ગાવર્ધનરામ ત્રિપાઠી-રચિત ‘સાક્ષર જીવન’(૧૯૧૯) નું સંપાદન અને નવલરામ પંડપાકૃત રોજ લોકનો સંક્ષિપ ઇતિહાસ' (ત્રી. આ. ૧૯૨૨)નું પૂર્વેક્યુન સંપાદન એમણે આપ્યાં છે. માસિક ‘પ્રસ્થાન'માં પ્રગર થયેલી અર્વાચીન કાવ્યો અને એનાં વિવરણાની લેખમાળા ‘આપણી કવિતાસમૃદ્ધિ’ (૧૯૩૧)રૂપે પ્રાપ્ત થઈ છે. ૧૯૩૯ માં થયેલ બીજી આવૃત્તિમાં કાવ્યોને વિષયવાર નવ વિભાગામાં વહેંચીને છાપ્યાં હતાં. કાવ્યવિષયક ચર્ચા કરી, કવિતા વિશે સૂઝ ફેલાવવાના આશયથી થયેલું આ સંકલન સારું એવું લોકપ્રિય થયું હતું.
'શાકુન્તલના અનુવાદ 'અભિજ્ઞાન શકોલા નાટક’(૧૯૦૪) માં અને 'માલવિકાગ્નિમિત્ર'(૧૯૩૩)માં મૂળ કૃતિ પ્રત્યેની ભારોબાર વફાદારી છતાં ઘારીય લાક્ષણિકતાઓએ મૂળનાં પ્રસાદ અને રુચિતાને અહીં અનુવાદમાં હાનિ પહોંચાડી છે. ‘વિક્રમોર્વશી’(૧૯૫૮)માં ગદ્યોકિતઓને પાત્રાચિત ભાષાવાળી, ભાવાચિત છટાઓવાળી તથા બાલચાલના લહેકાવાળી બનાવવા પ્રયત્ન કર્યો છે. એમણે ભગવદ્ ગીતા' અને 'મેઘદૂત'ના અનુ વાદો આળેલા, પણ તે પૂર્ણ થઈ શકવા નહીં. એમણે શન ના ‘સંસ્કૃત લિટરરી ક્રિટિસિઝમ’ના પૂરો અને એબરક્રોમ્બીના પ્રિન્સિપÄ ઑવ બ્રિટરી ક્રિટિસિઝમ'નો અધુરો સારગ્રાહી વિવરણાત્મક અનુવાદ કર્યો છે. અનુવાદ નિહ પણ અનુ” રાર્જન કરવાનું એમનું વગણ મુક્ત પૃથ્વીમાં વખાયેલ "ગોપીહ્રદય' (૧૯૪૩)માં દૃષ્ટિગોચર થાય છે. એમણે રિશયન નાટકકાર વેલેંટાઇન કેલેવના રશિયા, યુરોપ અને અમેરિકાની રંગભૂમિ પર સફળ નીવડેલા પ્રહસન ‘સ્કવેરિંગ ધ સર્કલ’નો અનુ
For Personal & Private Use Only
www.jainelibrary.org