Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
મજુરી ગુલામ મહીયુદ્દીન રસુલભાઈ –મરણોત્તર
થઈ છે. ગતિશીલ શબ્દચિત્રથી મંડિત લાંબાં-ટુકાં છાંદસ-અછાંદસ કાવ્યો અને કેટલાંક ચોટદાર મુકતકો પણ એમણે આપ્યાં છે.
‘હાથપગ બંધાયેલા છે' (૧૯૭૦) એમને આધુનિક જીવનની અસંગતિને અવનવી રચનાછટાથી દર્શાવતાં ઍબ્સર્ડ એકાંકીઓને સંગ્રહ છે. જે નથી તે (૧૯૭૩) એમને બીજો એકાંકીસંગ્રહ છે.
મજૂરી ગુલામ મહીયુદ્દીન રસુલભાઈ (૩૧-૮-૧૯૩૩): નાટયકાર,
નવલકથાકાર, જન્મ અમદાવાદમાં. શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૨ -માં ગુજરાત યુનિવર્સિટીમાંથી મને વિજ્ઞાન વિષયમાં એમ.એ. ૧૯૬૨ થી ૧૯૬૪ સુધી ટયુટર અને ૧૯૬૪ થી વ્યાખ્યાતા. હાલ સહજાનંદ આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં મને વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ.
એમના પ્રથમ એકાંકીસંગ્રહ ‘ન' (૧૯૭૦)માં ત્રણ એકાંકીઓ અને એક દ્વિઅંકી નાટક 'ઝંખનાને સમાવેશ થાય છે. મુખ્યત્વે કરુણ-ગંભીર પ્રકૃતિનાં આ નાટકો છે. છ અભિનેય એકાંકીઓને સંગ્રહ ‘કેન્સર” (૧૯૭૪)માં પ્રથમ સંગ્રહમાંનું ‘ઝંખના’ નાટક એકાંકી તરીકે રૂપાંતરિત છે. એમાં બે નટીશૂન્ય એકાંકીઓ પણ છે. સંગ્રહનાં ‘નાથી’ સિવાયનાં એકાંકીઓમાં મુખ્યત્વે શહેરી જીવનની આસપાસના કથાવસ્તુનું આલેખન છે. કેન્સરનું સિંધી ભાષાંતર ૧૯૮૨માં પ્રગટ થયું છે. “અંતરછાયા' (૧૯૭૪) નવલકથા તેમ જ માનસિક રોગ વિશેના લેખેને સંગ્રહ ‘અસાધારણ વ્યકિતત્વ પરિચય' (૧૯૮૩) પણ એમની પાસેથી મળ્યાં છે.
૫.ના. મસૂરી ફકીરમહમ્મદ ગુલામનબી, ‘આદિલ'(૧૮-૫-૧૯૩૬) : ગઝલકાર, કવિ, નાટ્યકાર. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજની શાળામાં અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે અમદાવાદની જે. એલ. ન્યુ ઇગ્લિશ સ્કૂલમાં તથા કરાંચીની મેટ્રોપોલિટન હાઈસ્કૂલમાં. ઘણા વ્યવસાય કર્યા. પહેલાં કરાંચીમાં પિતા સાથે કાપડને અને પછી અમદાવાદમાં સૂતરને અને કાપડને વેપાર; એ પછી ‘પિક’ અને ‘અંગના' જેવાં અંગ્રેજી-ગુજરાતી સામયિકોમાં પત્રકારની કામગીરી અને પછી ૧૯૭૨માં જાણીતી ઍડવરટાઇઝિંગ કંપની ‘શિલ્પી'માં કોપીરાઇટર રહ્યા. છેવટે ભારત છોડી કાયમ માટે અમેરિકામાં વસવાટ.
તેઓ નવી પ્રયોગશીલ ઝગલના અગ્રણી છે. 'વળાંક' (૧૯૬૩), ‘પગરવ' (૧૯૬૬) અને ‘સતત’ (૧૯૭૦) એમના ગઝલસંગ્રહ છે. એમાં ગઝલની બાની, તેનાં ભાવપ્રતીકો અને રચનારીતિમાં નવીનતા છે. અંદાજે બયાનની આગવી ખૂબીથી તેમ જ પતીકા અવાજથી તેઓ નોખા તરી આવે છે. એમની ગઝલમાં મુખ્યત્વે વિચ્છિન્નતા, નિર્ભાન્તિ અને કલાન્તિના ભાવે શબ્દબદ્ધ થયા છે. મૌન, શૂન્યતા, અંધકાર, ઘર, મકાન, સૂર્ય આદિને આ કવિએ પિતાના કથનાથે તેમ જ કોઈ રહસ્યના કે વિશિષ્ટ અનુભૂતિના સૂચનાર્થે ઉપયોગમાં લીધાં છે.
ગઝલના રચનાક્સબનું એમનું પ્રભુત્વ ઉર્દૂ ગઝલના એમના અભ્યાસને આભારી છે. ઉર્દૂમાં પણ એમણે એક સંગ્રહ થાય એટલી ગઝલ રચી છે. “પગરવ/સંભવ/પાલવ' તથા 'મૂંગો/ભડકો લહિયો' જેવા કાફિયામાં અને વરસાદમાં', ‘સૂર્યમાં’, ‘ભીંડીબજારમાં તથા “અ”, “પરંતુ” જેવા રદીફમાં તેમ જ ગુજરાતી-સંસ્કૃતની સાથોસાથ ફારસી અને અંગ્રેજી શબ્દના યથોચિત ઉપયોગમાં એમની પ્રયોગશીલતા પરખાય છે. અમદાવાદની સંયોગાધીન વિદાયવેળાએ રચાયેલી “મળે ન મળે' રદીફવાળી ગઝલ લોકપ્રિય
મજૂરી ફકીરમહંમદ જમાલભાઈ (૧૦-૧૨-૧૯૨૬): કવિ, સંપાદક. જન્મ વિસનગર (જિ. મહેસાણા)માં. ૧૯૦૦માં ગુજરાતી અને ઇતિહાસ વિષયો સાથે એમ. એન. કોલેજમાંથી બી.એ. ૧૯૫૮ માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૫૯થી ૧૯૬૨ સુધી વિ. ૫. મહાવિદ્યાલય, વલ્લભવિદ્યાનગરમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૬૨થી ત્યાંની જ નલિની-અરવિંદ ઍન્ડ ટી. વી. પટેલ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક. અત્યારે નિવૃત્ત.
એમના એંશી જેટલી કાવ્યરચનાઓના સંગ્રહ ઇજન' (૧૯૬૮) -માં છંદોબદ્ધ, ગીત અને ગઝલ સ્વરૂપની રચનાઓ છે. કવચિત્ પ્રયોગશીલતા તરફની ગતિ સૂચવતાં અને મુખ્યત્વે પરંપરા સાથે અનુસંધાન જાળવતાં એમનાં કાવ્યો આધુનિક જીવનની વિફળતાને વિષય બનાવે છે. કાવ્યમધુર (દિલાવરસિંહ જાડેજા અને જશવંત શેખડીવાળા સાથે, ૧૯૬૧) અને “કાવ્યપરિમલ' (દિલાવરસિંહ જાડેજા અને રમેશ ત્રિવેદી સાથે, ૧૯૭૦) એમનાં અર્વાચીન કવિતાનાં સંપાદન છે; તે ‘ભાઈકાકાનાં સંસ્મરણો' (અન્ય સાથે) એમનું સ્વ. ભાઈકાકાની આત્મકથાનું સંપાદન છે.
મપારા હરકિશનદાસ દુર્લભરામ : 'સુરતના હુલ્લડને ગરબે' (અન્ય સાથે, ૧૯૩૪)ના કર્તા.
મફત રણેલાકર : જુઓ, રબારી મફતલાલ ચેલાભાઈ. મયાણી ધીરજબહેન : પ્રકૃતિ, પ્રણય અને દેશભકિત વિશેનાં ગીતકાવ્યો અને ગરબાઓને સંગ્રહ ‘ગીત ગેરસી' (૧૯૪૯)નાં કર્તા.
નિ.. મયૂખ: જુઓ, શાહ ચંદ્રકાન્ત જેઠાલાલ. મયૂર: જુઓ, ત્રિવેદી મગનલાલ શામજી. મયૂરાનંદ વર્મા: જુઓ, વૈઘ વિજયરાય કલ્યાણરાય. મરણોત્તર(૧૯૭૩): સુરેશ જોષીની પ્રકાર નિષ વિવેચને માટે પડકારરૂપ બનતી આ લઘુનવલ લલિતનિબંધ, કવિતા અને નવલ જેવાં સ્વરૂપનું સંયોજન છે; છતાં અહીં એમની ‘જનાન્તિકે’ની નિબંધૌલીનું વર્ચસ્ છે. આ રચનાના પિસ્તાલીસ જેટલા નાના નાના ખંડો કોઈ ધારે તો ભિન્ન આનુપૂર્વીમાં પણ વાંચી શકે. પાંખું કથાનક આવું છે: 'હું' અને અન્યનું સુધીરને ત્યાં આવવું; “હું” સિવાયનાંઓનું ચાંદનીટે ઘૂમવું; પણ ફરી વ્હીસ્કીની પાર્ટીમાં ચૂર થવું; પછી ઊંઘના ઊકરડામાં ધરબાઈ જવું; પ્રભાત સુધી હું'નું રહેવું અને છેવટે “હું'માંથી મરણનું ફેંકાઈ જવું. અહીં કૃતિના કેન્દ્રમાં મરણ છે એ મરજી વ્યકિતનું, સંસ્કૃતિનું પણ હોઈ શકે;
૪૪૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org