Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
માહેશ્વર વીરજી ગંગાધર – માંકડ ડોલરરાય રંગીલદાસ
શાળાઓમાં શિક્ષક. ૧૯૫૬-૫૭માં અલિયાબાડાની કૅલેજમાં, ૧૯૫૭થી ૧૯૬૫ સુધી અમદાવાદની લા. ઉ. કોલેજ ફોર વિમેનમાં અને ૧૯૬૫-૬૬ માં મોડાસાની કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક. ૧૯૬૬-૬૯ દરમિયાન વઢવાણ અને દ્વારકાની કોલેજોમાં આચાર્ય. ૧૯૬૯થી અમદાવાદની સરદાર વલ્લભભાઈ આર્સ કોલેજમાં અધ્યાપક. ૧૯૮૯ થી નિવૃત્ત.
‘આમેદ' (૧૯૬૫) અને ‘આમેદ’નાં કાવ્યોમાં બીજા કાવ્યો ઉમેરી પગટ કરેલા ‘મુખર મૌનને લય' (૧૯૭૫)નાં કાવ્યો સંવેદન અને અભિવ્યકિત પરત્વે ગાંધીયુગની કવિતાનું અનુસંધાન વિશેષ કરે છે. સોનેટ, ગીત અને છંદોબદ્ધ કાવ્યરૂપમાં પ્રગટ થતું કવિનું સંવિનું જીવન પરની શ્રદ્ધા ને એમાંથી જન્મતી પ્રસન્નતાનું છે. પ્રણય, પ્રકૃતિ, રાષ્ટ્રપ્રેમ અને ઈશ્વર એના મુખ્ય વિષયો છે. આ કાવ્યોમાં ભાષા અને લયની સફાઈ ધ્યાનપાત્ર છે. આ ઉપરાંત લેખકના કેટલાક વિવેચનલેખે સામયિકોમાં પ્રગટ થયા છે.
૪.ગા. માહેશ્વર વીરજી ગંગાધર : આત્મકથી ‘હિલેાળા' (૧૯૫૪) તથા
અશોકના રસમયથી માંડીને છેક વીસમી સદી સુધીને મુંબઈને ઇતિહાસ કહેવું પુસ્તક 'જૂનું મુંબઈ' (૧૯૫૬) ના કર્તા.
મૃ.મા. માહેશ્વર શાંતનુ: વિવેચનસંગ્રહ ‘ત્રીજું લોચન' (૧૯૬૭)ના કર્તા.
મૃ.મા. માળવી (વીમાવાળા) નટવરલાલ મૂળચંદ, ‘કે. જી. પંડિત’, ‘પ્રયોગી',
મયૂરક, ‘મંગ પાર્ક', ‘સુધન્વા' (૩૦-૯-૧૯૦૦, ૧૬-૪-૧૯૭૩) : બાળસાહિત્યલેખક. જન્મ સુરતમાં. વિલ્સન, ફર્ગ્યુસન અને સુરત કોલેજમાં શિક્ષણ, જુનિયર બી.એ. દરમિયાન અસહકારની લડતમાં જોડાઈ ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા. બારડોલી સત્યાગ્રહમાં જોડાવા વિદ્યાપીઠની સ્નાતક પદવી જતી કરી. ૧૯૨૧ માં મેટાભાઈ ઈશ્વરલાલ વીમાવાળા સાથે ગાંડીવ સાહિત્ય મંદિરની સ્થાપના. ૧૯૨૩માં નિર્દોષ વિનોદસાહિત્ય પીરસતા સામયિક ‘તોપ’નું પ્રકાશન; પછીથી તેનું “ગાંડીવ' નામે રૂપાંતર. મરાઠી-બંગાળી ભાષાઓના જાણકાર.
એમણે ‘બલિદાન', 'કુરબાનીની કહાણીઓ, ‘ભવાટવી’ વગેરે સામાજિક કથાઓ તથા તોફાની ટિપુડો', કચુંબર’, ‘ધૂપસળી',
એક હતો કૂતરો', ‘મેઘધનુષ’, ‘ચપગની ચતુરાઈ’, ‘હાથી ધમ ધમ ચાલે' જેવી બાળસાહિત્યની શ્રેણીબદ્ધ પુસ્તિકાઓ આપી છે.
“રાષ્ટ્રીય ગરબાવળી' (૧૯૨૪), “ચાલો ભજવીએ' (૧૯૫૫) અને “અમીઝરણાં' (૧૯૫૫) એ એમના અનુક્રમે ગરબા, બાળનાટકો અને ગીતાનાં સંપાદનો છે. આ ઉપરાંત એમણે મરાઠી, બંગાળી અને અંગ્રેજી ભાષાઓમાંથી ‘શિરહીન શબ' (૧૯૧૫), “સોનેરી શિર' (૧૯૧૯), ‘બાંબયુગનું બંગાળા' (૧૯૨૩), ‘હાય આસામ !' (૧૯૨૩), કલકત્તાને કારાગાર' (૧૯૨૩), 'પંજાબનું પ્રચંડ કાવતરું (દ૯૨૪), બંગાળાને બળવો' (૧૯૨૯), ડાર (૧૯૩૧) વગેરે અનુવાદો પણ આપ્યા છે.
૨.ર.દ.
માંકડ કિશોરકાન્ત બી. :નાટક તુફાન શમ્' (૧૯૫૬) અને 'તુફાન ના શમ્યાંના કર્તા.
પૃ.માં, માંકડ ગુણવંતરાય ભગવતીદાસ: વિજયરામ પ્રીતમરામ ઓઝાનાં
જીવન, કવન અને સંસ્મરણોને આલેખતું પુસ્તક “વિજય-વીણા' (૧૯૩૫)ના કર્તા.
મૃ.મા. માંકડ ડોલરરાય રંગીલદાસ (૨૩-૧-૧૯૦૨, ૨૯-૮-૧૯૭૦): વિવેચક, સંશોધક, કવિ. જન્મ કચ્છ જિલ્લાના જંગી-વાગડમાં. વતન જોડિયા (જિ. જામનગર). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જોડિયા અને રાજકોટમાં. ૧૯૨૦માં મૅટ્રિક. ૧૯૨૪માં કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાંથી સંસ્કૃત-ગુજરાતી વિષય સાથે બી.એ. અને ૧૯૨૭માં એમ.એ. અભ્યાસકાળ દરમ્યાન થોડો સમય કરાંચીની શાળામાં શિક્ષક અને આચાર્ય. ૧૯૨૭ થી ૧૯૪૭ સુધી ડી. જે. સિંધ કોલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના અધ્યાપક. ૧૯૪૭થી ૧૯૫૩ સુધી વલ્લભવિદ્યાનગરની વિઠ્ઠલભાઈ પટેલ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. વચ્ચે બે વર્ષ એ જ સંસ્થામાં આચાર્ય. ૧૯૫૩ થી ૧૯૬૪ સુધી જામનગર પાસે અલિયાબાડામાં
સ્થપાયેલા દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલયમાં આચાર્યપદે. ૧૯૬૦થી ૧૯૬૬ સુધી અલિયાબાડાના હરિભાઈ સંશોધન મંદિરના નિયામક. ૧૯૬૬ થી ૧૯૭૦ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ. ૧૯૪૬ માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૪માં સાહિત્ય અકાદમી, દિલ્હીને પુરસ્કાર, ૧૯૫૨ માં ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારીમાં મળેલા અઢારમા અધિવેશનમાં સાહિત્યવિભાગના પ્રમુખ. “ગુજરાતીને અધ્યાપક સંઘની સ્થાપનામાં પ્રેરક.
એમની વિવેચનપ્રવૃત્તિનો પ્રારંભ આમ તો ૧૯૨૭ થી થયા, પરંતુ એમનું પ્રથમ પુસ્તક ‘સંસ્કૃત નાટ્યસાહિત્યના વિકાસની રૂપરેખા ૧૯૪૩માં પ્રગટ થયું. એમાં એમણે ઐતિહાસિક દૃષ્ટિએ સંસ્કૃત નાટયવિવેચનને અભ્યાસ કર્યો છે. એમને બીજો વિવેચન -ગ્રંથ “કાવ્યવિવેચન' (૧૯૪૯) પ્રગટ થયો ત્યારે ગાંધીયુગના અગ્રણી ગુજરાતી વિવેચકોમાં એમનું નામ પ્રતિષ્ઠિત થઈ ગયેલું. સંસ્કૃત સાહિત્ય અને વિવેચન સાથેના ઘનિષ્ઠ સંબંધ, સાહિત્યને સામાજિક-સાંસ્કૃતિક-નૈતિક ભૂમિકાએ જોવાનું વલણ, વિષયની પાછળ રહેલા તાત્વિક મુદ્દાને પકડવા તરફનું લક્ષ, દૃષ્ટિમાં શાસ્ત્રીયતા, મૌલિકતા અને વિશદતા એ એમના વિવેચનગુણો આ ગ્રંથમાં પૂરેપૂરા ઊપસી આવે છે. સાધારણીકરણ વ્યાપાર’, ‘ઊર્મિજન્ય ભાવાભાસ', 'ધ્વનિના પ્રભેદો’, ‘અનુભાવના શકિત', 'સંગીતકાવ્યો' ઇત્યાદિ સૈદ્ધાંતિક ચર્ચાના લેખે, કેટલીક કાવ્યસમીક્ષાઓ અને ગ્રંથાવલેકને એનાં દ્યોતક છે. પછીના ગ્રંથોમાં એમની આ વિવેચનદૃષ્ટિ એવી ને એવી એકનિષ્ઠ ચાલુ રહી છે. સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો' (૧૯૫૮) નામક પુસ્તિકામાં ‘રસાભાસનું સ્વરૂપઅને ‘અલંકારની બંગતા” એ વ્યાખ્યાનરૂપે અપાયેલા બે અભ્યાસલેખે છે. “નૈવેદ્ય' (૧૯૬૨)માં “કલામાં ધ્વનિ', ‘એકાંકી
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૮૬
Jain Education Interational
For Personal & Private Use Only
www.ainelibrary.org
Loading... Page Navigation 1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654