Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
સંઘવી બળવંત સૌરીશંકર -સંજાણા જતાંગીર એદલજી
કાર. જન્મ અમદાવાદમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ કરી કોલેજપ્રવેશ, પરંતુ અભ્યાસ છોડવા પડવો, ઈડર સ્ટેટમાં અગિયાર વર્ષ નોકરી. ‘મહાકાલ’ માસિકની સ્થાપના.
“બેડાણા અથવા વિજયસિંહ વિજય’(૧૮૮૩), ‘પદ્યસંઘ’ (૧૮૯૨), ‘પાખંડપચીશી’, ‘અમલદાર અષ્ટાદશી’, ‘પાખંડમંડપખંડન પપદાવલી' વગેરે એમના પદ્યગ્રંથો છે. “કેસરી કર્યમંડળ” એમનું કુંડળો છંદમાં લખાયેલું રાજનીતિનું પુસ્તક છે. ચારચિત્રા' (૧૯૧૩)એમની નવલકથા છે. આ ઉપરાંત ‘મોરારજીનું ચરિત્ર’(૧૯૦૮) તથા નાટકો ‘કલાધરની કીતિ’(૧૯૨૭) અને ‘શિશુપાલ મદમર્દન’ પણ એમણે આપ્યાં છે.
લ.દ.
સંઘવી બળવંત ગૌરીશંકર, 'અગ્નિકુમાર', 'પ્રોનૉસ' (૨૪-૮-૧૯૦૦, ૧૯૬૯) કવિ, નિબંધલેખક. જન્મ પાણ (જિ. મહેસાણા)માં. ૧૯૨૦માં મૅટ્રિક. ૧૯૪૫માં એમ.એ., બી.ટી. મુંબઈની નાણાવટી હાઈસ્કૂલમાં અને અમદાવાદની યુટોરિયલ હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૨૩માં નિવૃત્ત.
એમણે હાસ્યનિબંધોના સંગ્રહ ‘ઓલિયાની આરસી’(૧૯૩૧) અને ‘હાસ્યનવલ’(૧૯૩૯) હાસ્યનાટક ‘શસ્ત્રહીન શૂરવીર અને પ્રહસન ત્રિપુટી’(૧૯૩૨) તથા વાર્તાસંગ્રહ 'પત્રપુષ્પ' (૧૯૩૩) અને ‘પરાક્રમી પેઢી’(૧૯૪૬) આપ્યાં છે. ‘આનંદવિનોદ'(૧૯૫૬), 'હાસ્યસાધના'(૧૯૫૩), 'હાસ્યમાક' (૧૯૬૫) અને 'હાપોથી (૧૯૬૬) જેવા હાસ્યકવિતાનો સંગ્રહો ઉપરાંત ‘સમાજશાસ્ત્રી મનુ'(૧૯૪૭) અને ધાર્મિક સ્તવનાનો સંગ્રહ ‘આત્મદર્પણ’(૧૯૪૭) પણ એમનાં પુસ્તકો છે.
૨.ર.દ.
સંઘવી મતલાલ અમુલખ, 'જિનદાસ', 'મણિરત્ન' : 'કલાસૃત'ના કર્તા.
૨.ર.દ. સંઘવી રમેશ : નાઝીવાદનો વિરોધ કરી આઝાદીને ઝંખતી રશિયન નારીઓનાં ગરબાનો સંગ્રહ “સોવિયેટ વીગિનામો'(૧૯૪૩)ના કર્તા.
૨.ર.દ.
સંઘવી સુખલાલ સંઘજી, ‘પંડિત સુખલાલજી’(૮-૧૨-૧૮૮૦, ૨-૩-૧૯૩૮): ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક. જન્મ સુરેન્દ્રનગર નજીકના લીમલી ગામમાં. સાત ધોરણ સુધીનો અભ્યાસ વતનમાં. સોળમા વર્ષે શીતળાથી આંખ ગુમાવી. ૧૯૦૪થી ૧૯૨૧ સુધી કાશી-મિથિલામાં ભારતીય દર્શનના અભ્યાસ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગુજરાત વિદ્યાપીઠમાં અને ૧૯૩૩ થી ૧૯૪૪ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપન. ૧૯૪૪ -માં બનારસ હું યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં અને પછી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપન.૧૯૫૧માં અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદના પ્રાકૃત અને જૈન ધર્મવિભાગની તથા તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ. ૧૫૭માં ગુજરાત યુનિવર્સિટી તરફથી, ૧૯૬૭માં સરદાર પટેલ
૧૧: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
યુનિવર્સિટી તરફથી અને ૧૯૭૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની 1.વિ.ની માનદ પદવી. ૧૯૫૮માં સાહિત્મ્ય અકાદમી, દિલ્હીના પુરસ્કાર. ૧૯૭૪ માં ભારત સરકાર તરફી પદ્મભૂષણનો ખિતાબ. ગાંધીવાદી તત્ત્વજ્ઞાની આ લેખકે ભારતીય દર્શનશાસ્ત્ર પર મૂળભૂત વિચારણા કરી છે; અને તત્વજ્ઞાનને શાો અને ધર્મની જડ સીમાઓમાંથી મુકત કરવાને યત્ન કર્યો છે. એમની તત્ત્વવિચારણા પાછળ અનુકંપા અને તર્કનું સારું બળ પડેલું છે અને તેથી જ ધર્મ અને સંસ્કૃતિનું હમેશાં માનવકલ્યાણના માનથી જ એમણે મૂલ્યાંકન કર્યું છે. ક્રિયાકાંડથી મુકત અને સમન્વયથી ધર્મનું સ્વરૂપ એમની વિચારણાનું મુખ્ય બળ છે.
‘ચાર તીર્થંકર’(૧૯૫૯), ‘સમદર્શી આચાર્ય હરિભદ્ર’ (૧૯૬૧) અને ‘મારું જીવનવૃત્ત’ (મરણોત્તર, ૧૯૮૦) એમના ચરિત્રગ્રંથા છે. આ ઉપરાંત ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરેને આવરી જેના લેખો દર્શન અને ચિંતન'- ભા. ૧-૨ (૧૯૫૭)માં ચિત થયા છે. ‘તત્ત્વાર્થસૂત્ર’(૧૯૩૨) એમનો જૈન ધર્મ-દર્શનનો પ્રમાણભૂત પાથગ્રંથ છે. ‘અધ્યાત્મવિચારણા’(૧૯૫૬), ‘ભારતીય તત્ત્વવિદ્યા’(૧૯૫૯), ‘જૈન ધર્મના પ્રણ’(૧૯૬૨) વગેરે એમના અન્ય ગ્રંથ છે. એમણે સંપાદન અને સંશાધન ક્ષેત્રે અનેકવિધ દિશામાં કામ કર્યું છે; તેમાં ભારતીય દર્શનશાસ્ત્રનો સંદર્ભગ્રંથ સમાન સિદ્ધસેન દિવાકરકૃત ‘સન્મતિ તર્ક’- ભા. ૧-૬ (૧૯૨૦-૧૯૩૨)નું સંપાદન મૂલ્યવાન પ્રદાન છે. ચં.ટા. સંઘવી સુધા : પદ્યકૃતિઓનો સંગ્રહ 'હંયા-અંકુરો’(૧૯૭૨) નાં કર્તા.
૨.ર.દ.
સંઘવી હરિપ્રસાદ મોહનલાલ, 'દિલહર સંઘવી’(૧૬-૧૧-૧૯૩૨): કવિ. જન્મ મુંબઈમાં, મૅટ્રિક, રિહારનગર પંચાયતમાં કળાક એમણે ગીતા અને મુક્તકોનો સંગ્રહ ‘ગૌતમી’(૧૯૬૫) તવા ગઝલસંગ્રહો 'કસ્તૂરી'(૧૯૬૮)ને 'દિશા'(૧૩) આપ્યા છે.
૨.ર.દ.
સીંચત : જુઓ, ઓઝા રૂપશંકર ઉદયશંકર સંજ્ય: જો, પરીખ કિલોગ છેાગાળ, સંજાણા ખશરૂ રૂસ્તમજી : નાટક 'ભૂંડો ભરથાર'(૧૯૩૯)નાં કર્યાં,
૨.ર.દ.
સંજાણા જહાંગીર એદલજી, 'અનાર્ય’(૧૪-૫-૧૮૮૬, ૧૭-૧-૧૯૬૪) : વિવેચક. જન્મસ્થળ આકોલા. પ્રામિક અને માધ્યમિક શિક્ષણ મરાઠીમાં. મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. થઈ ફેગોશિપ મેળવી, મુંબઈ સરકારનો ભાષાંતર વિભાગમાં ારંભે મદદનીશ, પછીની મુખ્ય અનુવાદક.
સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દૂ અને ગુજરાતી ભાષાના વિપુલ વાચનલેખનની લત સ્વરૂપે એમણે કરેલાં વિવેચનોમાં ‘કલાન્ત કવિ કલાન્ત કવિ !’(૧૯૪૪) અને ૧૯૪૨માં એમણે આપેલાં ઠક્ક.ર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનોનો સંચય “ડીઝ ઇન ગુજરાતી લિટરેચર'(૧૯૫૦) વિશેષ ઉલ્લેખનીય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org