Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 640
________________ સાની જગજીવનદાસ જયારામજી : પદ્યકૃતિઓ ‘દેશમાન્ય ટિળક મહારાની યાદગીરીનું ગીત’(૧૯૦૮), ‘શ્રીયુત દેશમાન્ય ટિળક મહારાજનો તથા નવરાત્રના ગરબા’(૧૯૦૮) તથા ‘હિંદીઓની માજ યાને ચતુરનાં ચશ્માં’(૧૯૦૯)ના કર્તા. ૨... સાની પ્રેમાનંદ બાપુભાઈ : ‘પતઈ આખ્યાન’(૧૭)ના કર્તા. ૨.૩.૬. સાની ભગવાનજી હરિલાલ, કાન્ત' : પદ્મકિત વિધનું વળ૬૩ (૧૯૨૩)ના કર્તા. 2.2.3. સોની રમણ કાન્તિવાસ(૩-૭ ૧૪૬): વિવેચક, સંપાદક. જન્મ ઈડર તાલુકાના ચિત્રા ગામમાં, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ચિત્રોડામાં. ૧૯૬૩ માં એસ.એસ.સી. ૧૯૬૭માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજમાંથી બી.એ. ૧૯૬૯માં એમ. ૧૯૮૯માં પીએચ.ડી. ૧૯૭૦-૭૧માં પેટલાદની આર્ટ્સ ઍન્ડ સાયન્સ કોલેજમાં અધ્યાપક. ૧૯૭૧થ; ઈડરની આર્ટ્સ-કોમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ, ૧૯૮૦-૮૪ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યકોશ વિભાગમાં સંપાદકની કામગીરી. ‘કવિતાનું શિક્ષણ’(અન્ય સાથે, ૧૯૭૯) કવિતાનાં આંતરબો તત્ત્વો વિશે સમજ આપનું પુસ્તક છે. પુસ્તિકા “ખબરદાર’ (૧૯૮૧)માં ખબરદાર વિશેનો સંક્ષિપ્ત પણ સમદર્શી અભ્યાસ તેમજ તેમની કવિતા વિશે ફનપાન કરનું સ્વતંત્ર મુાંકન છે. નિબંધ ઉશનો સર્જક અને વિવેચક (૧૯૮૪)માં એક અભ્યાસી વિવેચક તરીકેની એમની સંનિષ્ઠ અભ્યાસશીલતા અને સૂક્ષ્મ સંવેદનપટ્ટુતાનો પરિચય મળે છે. આ ઉપરાંત, ‘ગુરાતી વ્યાકરણવિચાર' (અન્ય સાથે, ૧૯૮૪) પુસ્તક પણ પ્રગટ કર્યુ છે. એમનાં સંપાદનોમાં સ્વ. ભૂપેશ અધ્વર્યુની વાર્તાઓનું હનુમાનલવકુશ મિલન’(૧૯૮૨) નામે અન્ય સાથે કરેલું સંપાદન તેમ જ ગુજરાતીનો અધ્યાપક સંઘ'નાં વાર્ષિકો અપીન’-૩(૧૯૮૩) અને ‘અધીત’- ૮(૧૯૮૪)નાં અન્ય સાથેનાં સંપાદનો મુખ્ય છે. પ્ર.પ. સાની રમણલાલ પીતાંબરદાસ, ‘સુદામા’(૨૫-૧-૧૯૦૮) : બાળસાહિત્યકાર, અનુવાદક. જન્મ મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મોડાસામાં. ૧૯૪૦માં આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૪૫માં બી.ટી, મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય. સત્યાગ્રહની લડતમાં સક્રિયતા અને જેલગમન. ૧૯૪૫માં નાકરી છેાડીને સાહિત્ય અને સમાજહિતનાં કાર્યોમાં વધુ સક્રિય. ખેડૂતો તથા હરિજનોના ઉદ્ધાર માટે અનેક પ્રવૃત્તિઓનું સંચ ગન. ૧૯૫૨થી ૧૯૫૭ સુધી મુંબઈ ધારા સભાના સભ્ય. એમના બાળસાહિત્યમાં કલ્પના, વસ્તુ અને નિર્માણનું વૈવિધ્ય છે. ‘શિશુકથા’(૧૯૩૫), ‘શિશુસંસ્કારમાળા’(૧૯૪૬), ‘ગલબા Jain Education International સાની જગજીવનદાસ જયારામજી - સોની રમણલાલ પીતાંબરદાસ શિયાળનાં પરાક્રમા’(૧૯૪૭), ‘શિશુભારતી ગ્રંથમાળા’(૧૯૫૦), ‘ખડાવીને ખાવું-જિવડીને જીવવું’(૧૯૬૨), ‘ખાટી દ્રાક્ષ’, ‘પૂંછકટ્ટો’, ‘રોહત અને નંદિય’(૧૯૭૨), ‘ધનોતપનોતની ધડાધડ’ (૧૯૭૭), ‘ભોળા ભાભા'(૧૯૭૭), ‘ચટકરંદ ચટણી’(૧૯૭૭) વગેરે મૌલિક અને અનૂદિત-રૂપાંતરિત બાળવાર્તાપુસ્તકો એમણે આપ્યાં છે. ‘રામાયણ કથામંગલ'(૧૯૪૬), 'ઉપનિષદ કથામંગલ' (૧૯૪૬), ‘ભાગવત કથામંગલ', 'રામરાજાનાં મોતી’(૧૯૬૨) વગેરે પુસ્તકોમાં પૌરાણિક વાર્તાઓને બાળભાગ્ય શૈલીમાં નિરૂપી છે. ‘સિંહાસનબત્રીસી’(૧૯૪૨), ‘અરેબિયન નાઇટ્સની વાતો’ (૧૯૪૬), 'વીર વિક્રમ', 'ઇસપની બાલવાતો' (૧૯૮૨) વગેરેમાં સિક બાળવાર્તામાળાઓ છે. 'છીથો ગાવ'(૧૯૫૯), ‘થાથા ! થેઈ ! થેઈ!’(૧૯૫૯), ‘અમથા કારભારી ને ફૂલો ઠાકર' (૧૯૫૯), ‘ભગવો ઝંડો’(૧૯૫૯) અને ‘બાલમંદિરનાં નાટકો' (૧૯૬૨)માં બાળમાનસમાં ઉચ્ચતર જીવનભાવનાનાં બીજ વાવે તેવી અભિનયક્ષમ નાટિકાઓ છે. આ બધાં નાટકોનું સંપાદન “રમણ સોનીનાં બાળનાટકો'(૧૯૭૯)માં થયું છે. 'રમણ સનીનાં બાળકાવ્યો'(૧૯૭૯)માં બાળકોને ગાવાં ગમે તેવાં સરળ, પ્રેરક અને પ્રાસાદિક કાવ્યો-ગીતો છે. એમનાંઅભિનય-ગીતો બાળકોની કલાભિરુચિને જાગ્રત કરે તેવાં છે. ‘રમણ સાનીનાં બાળજોડકણાં' (૧૯૭૯)ના લય-પ્રાસ અને તાલ આકર્ષક છે. 'કિશોર રહસ્યકથામાળા’(૧૯૬૭), ‘ટાગેારની દૃષ્ટાંતકથાઓ’, ‘કુમારકથા’(૧૯૭૯) વગેરે કિશોરો માટેના વાર્તાસંગ્રહે છે. ‘જગતના ઇતિહાસની વીરકથાઓ’ તથા ‘પૂંછડિયાના પ્રદેશમાં’(૧૯૩૫)ની વાર્તાઓ બાળકોને શૂરવીર અને સાહસપ્રિય બનવા પ્રેરણારૂપ છે. ‘શંકરાચાર્ય’ (૧૯૪૮),‘શ્રી કેશવચંદ્રસેન’(૧૯૪૮),‘શ્રી દાદાભાઈ નવરોજજી’ (૧૯૪૮), ‘ગુરુદેવ રવીન્દ્રનાથ’(૧૯૬૪), ‘આણદાબાવા’ (૧૯૭૯) વગેરે ચરિત્રકૃતિઓ બાળકોની વૃત્તિઓને સંસ્કારે, ૐળવે અને ઉઠા બનાવે તેવી છે. અમૃતકથા' (૧૯૭૯)માં પ્રાચીન જાતકકથાઓ સંચિત થઈ છે. ‘વિશ્વની લોકકથાઓ’ (૧૯૮૨), ‘પ્રબોધક કથાઓ’(૧૯૮૨) અને ‘વિશ્વનો લોકકથાભંડાર’(૧૯૮૩)માં દેશપરદેશની લાકકથાઓ સંકલિત થઈ છે. એમના વાર્તાસંગ્રહ ચબૂતરો’(૧૯૩૨)માં બાઇબલ ભધિત પ્રેમ, દયા, ક્ષમા આદિ ગુણોને સ્વતંત્ર વાર્તારૂપે આલેખવાનો પ્રકાર છે. પુરીનો બ્રાહ્મણ'(૧૯૬૬) ચરિત્રાત્મક લાંબી વાર્તા છે. ગુજરાતનાં યાત્રાધામો'(૧૯૭૫) એમનું પ્રવાસપુસ્તક છે. ‘ભારતીય કામગલ’(૧૯૨૪)માં ઉપનિષદો, મહાભારત, રામાયણ, ભાગવત વગેરે સંસ્કૃત ગ્રંથોની પ્રસંગકથાઓનું લાક ભાગ્ય શૈલીમાં આલેખન થયું છે. બંગાળી સાહિત્યની ઉત્તમ કૃતિઓના અનુવાદક તરીકે એમનું આગવું સ્થાન છે. શરદબાબુ, રવીન્દ્રનાથ, દેવેશદાસ, નરેશબાબુ વગેરેની વાર્તા નવલકથાઓના અનુવાદો એમણે આપ્યા છે. ‘સ્વામી’(૧૯૩૪), ‘ક્રાંીકાંત’(૧૯૩૭), ‘કયા ઓ કાહિની (૧૯૪૧), ‘સંન્યાસિની’(૧૯૪૩), ‘ચોમેરવાલી' (૧૯૪૬), ‘ગારા’- ભા. ૧ ૨(૧૯૪૬), ‘પહેરાબી’(૧૯૫૭), વિરાવ,’ (૧૯૫૭), 'બડી દીદી' (૧૯૫૭) વગેરે એમના સફળ અને સૌનિક ગુજરાતી સાહિત્યકાશ - ૨ : ૬૨૯ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654