Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
સ્વામી મનસુખભાઈ મોહનલાલ – હકીમ દારાં રૂ.
સ્વામી મનસુખભાઈ મેહનલાલ, ‘નાવિક' (૧૯-૭ ૧૯૩૯) : ચરિત્રકાર, જન્મ પાટણ (સૌરાષ્ટ્ર)માં. ડી.ટી.સી., ડી.એમ. વીરનગરની વી. પી. હાઈસ્કૂલમાં આર્ટ-માસ્ટર.
‘પાળિયા બોલે છે' (૧૯૮૨), “ધરમની ધજા' (૧૯૮૩), ‘શકિતની જયોત'(૧૯૮૪) વગેરે એમનાં ચરિત્રપુસ્તકો છે.
ચંટો. સ્વામી મહાપુરુષદાસ : જીવનચરિત્ર ‘સદગુરુ શ્રી મુકતાનંદ સ્વામી’ (૧૯૬૩)ના કર્તા.
સ્વામી મુનીશાનંદજી: પદ્યકૃતિ મનાવલી' (અન્ય સાથે,૧૯૧૨) -ના કર્તા.
સ્વામી હેમાનંદજી : કુંડળિયા, દોહા-ચોપાઇ સ્વરૂપની તથા અન્ય પદ્યરચનાઓના સંચય 'કાવ્યસંગ્રહ અથવા જ્ઞાનબોધ' (૧૯૩૨) અને ‘ભજનસંગ્રહ અથવા કાવ્યચિંતામણિ'ના કર્તા.
નિ.વા. સ્વામીનારાયણ ચમનલાલ મણિલાલ : પદ્યસંગ્રહ ‘સગુણી સવિતા અને છૂટક કાવ્યા'(૧૯૧૬)ના કર્તા.
૨.ર.દ. સ્વામીનારાયણ જેઠાલાલ ચીમનલાલ (૨૮-૮-૧૮૮૪, ૨૬-૪-૧૯૪૧): નાટયલેખક. જન્મ અમદાવાદમાં. ૧૮૯૯માં મૅટ્રિક. ૧૯૦૪માં વડોદરા કોલેજમાંથી બી.એ. અને ફલે. ૧૯૦૫ -માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં એમ.એ.ના અભ્યાસ માટે જોડાયા પણ નાદુરસ્ત તબિયતને લીધે પાછા આવી ગણિતના શિક્ષક થયા. ૧૯૦૯ માં ફરી પ્રયત્ન કરી ગણિતમાં એમ.એ. થયા. ગુજરાત કોલેજમાં પ્રાધ્યાપક. ૧૯૨૧ માં અસહકારની લડત સંદર્ભ નોકરી છોડી. ૧૯૩૦ સુધી મુંબઈની ધારાસભામાં. દાંડીકૂચ વેળા રાજીનામું અને જેલવાસ. નિવૃત્તિ પૂર્વે ચારેક વર્ષ અમદાવાદની એલ. ડી. કોલેજમાં ગણિતનું અધ્યાપન. ‘
ઉધન’ નામના માસિકનું સંપાદન.
એમણે મહારાણા પ્રતાપસિંહ' (૧૯૧૫) અને પરાક્રમી પરવ' (૧૯૨૦) નામનાં નાટકો આપ્યાં છે.
સ્વામી રવિદાસજી રાધિકાદાસજી : ‘શ્રી રવિગીતા' (૧૯૧૬)ના કર્તા.
સ્વામી રામપુરી ઉકાપુરી : પદ્યકૃતિ ‘વિચારતરંગ ભજનાવલી | (૧૯૨૯) તથા “સોલંકી વિનય નાટકનાં ગાયને' (૧૯૮૬)ના કર્તા.
સ્વામી વિનાયક વેગીમહારાજ : ‘જીવનજયોતિ રસામૃત કાવ્ય (૧૯૩૧)ના કર્તા.
સ્વામી શ્રીભદ્ર: પોતાન: પૂર્વાશ્રમના અમૃતરંગી જીવનપ્રસંગોને આલેખતી આત્મકથા “આત્મકથા કે યોગમાયા?” (૧૯૬૬)ના કર્તા.
૨.ર.દ. સ્વામી સચ્ચિદાનંદ ગુરુ સ્વામી મુકતાનંદજી ‘પરમહંસ' (૨૨-૪-૧૯૩૨): જન્મ ઉત્તર ગુજરાતના મોટી ચંદુર ગામે. પૂર્વાશ્રમનું નામ ત્રિવેદી નાનાલાલ મેતીલાલ. વારાસણી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્ય.
‘મારા અનુભવો' (૧૯૮૫) અને “વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગ’ (૧૯૮૫) એમના ચરિત્રલક્ષી ગ્રંથ છે. ‘ભારતીય દર્શન’ (૧૯૭૯), “સંસાર રામાયણ’(૧૯૮૪), ‘વેદાન્ત સમીક્ષા' (૧૯૮૭) વગેરે અધ્યાત્મ અને સંસ્કૃતિવિષયક ગ્રંથો છે.
ચં.. સ્વામી સાઈ શરણાનંદ : જુઓ, પટેલ વામનરાવ પ્રાણગોવિંદ. સ્વામી સારદાનંદ : પદ્યકૃતિ ‘રામકૃપાલીલા પ્રસંગ’- ભા. ૧-૨ (૧૯૩૦)ના કર્તા.
ર.ર.દ. સ્વામી સ્વયંતિતીર્થ : જુઓ, પાઠક રતિલાલ છોટાલાલ. સ્વામી સ્વયંપ્રકાશતીર્થ : ‘જ્ઞાનગીતા(૧૯૧૪)ના કર્તા.
સ્વૈરવિહાર - ભા. ૧, ૨ (૧૯૩૧, ૧૯૩૭) : રામનારાયણ વિ. પાદકના નિબંધોના સંગ્રહે. 'પ્રસ્થાન” નિમિત્તે અને સ્વૈરવિહાર અર્થે લખાયેલા આ લેખે છે. યદૃછાથી વિષય, વ્યકિતઓ, વસ્તુઓ, પ્રસંગોને થતા યત્કિંચિત્ સ્પર્શ અને એ નિમિત્તે રચાતાં રાદામાંથી ઊભા થતો સ્વૈરવિહાર આ લેખોનો ઘાટ રચે છે. સપાટી પરથી મર્મ તરફ અને મર્મથી સપાટી તરફ સરકતા વિનોદ સાથે હળવાશને એક પુટ આ લેખમાં જોવાય છે. એમાં તરંગતુકા, તર્કોતર્કનાં સ્થિત્યંતરો, વ્યંગકટાક્ષ-વિડંબનાના અનેકાનેક સ્તરો અને આંતરબાહ્ય આવાગમનનાં સંકમણા આહલાદક છે. વિવિધ વાકયપ્રયોગે, શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગ, અલંકારો, અવતરણે, કહેવતોથી ઉદ્ભધન, ચિંતન, સંવાદ અને કથનનાં શૈલીરૂપમાં સરતું એમનું ગદ્ય નર્મ-મર્મની અનેક સીમાઓમાં અનુનયશીલ છે. રમતિયાળપણાથી, છટકિયાળપણાથી અને જીવંતપણાથી આ સ્વૈરવિહારોએ નિબંધના સ્વરૂપની નવી તરેહા નિપજાવી છે. “ખરાબ કરવાની કળા’, ‘જેલવિહાર’, ‘મુંબઈ વિશે જેવાં લખાણો એ હકીકતનાં સુંદર ઉદાહરણ છે.
-
ચં.ટો.
સ્વૈરવિહારી : જુઓ, પાઠક રામનારાયણ વિશ્વનાથ.
સ્વામી સ્વરૂપાનંદતીર્થજી : “શ્રીકૃષ્ણકીર્તન' (૧૯૨૮)ના કર્તા.
૨.ર.દ
હકીમ દારાં રૂ. : નીતિ, બધ અને સામાજિક પ્રશ્નોની ચર્ચા કરતાં નાટકો ‘નેકદીલ’, ‘રાહે રાસ્ત’, ‘ધીરજનું ધન’, ‘ખાદાઈ ઇન્સાફી, ‘અમીરણ કોણ?” વગેરેના કર્તા.
નિ.વા.
ગુજરાતી સાહિત્યકાશ - ૨ : ૬૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 644 645 646 647 648 649 650 651 652 653 654