Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 643
________________ સોલંકી શામળદાસ મૂળદાસ – સ્નેહમુદ્રા અથવા હૃદયમાં મુદાંકિત થતા સ્નેહની છાયા ખેતી, વર્ધાના ગાંધી આશ્રમમાં ગ્રામોદ્યોગકાર્ય, દવાખાનામાં | નોકરી, પછી સ્વતંત્રરૂપે તબીબી સેવા. એમણે ૨,૫૦૦ કડીનું ‘રામાયણ મહાકાવ્ય' (૧૯૮૨) તથા ‘પૂ.મોટાની મૂડી મેહાન' (૧૯૮૪), ‘ગામની વહારે ધાજો' (૧૯૮૪), ‘ભામાએ ભીંસ્ય ભૂપ' (૧૯૮૫), 'જય રુદ્રમહાલ' (૧૯૮૫), કનૈયાની વસમી વિદાય' (૧૯૮૫) વગેરે નાટકો તથા સંવાદો આપ્યાં છે. આ ઉપરાંત ગળચટ્ટાં ગુલાબ' (૧૯૮૩) નામે આત્મચરિત્ર પણ એમણે આપ્યું છે. સોલંકી શામળદાસ મૂળદાસ, ‘શ્યામ સાધુ' (૧૫-૬-૧૯૪૧) : કવિ. જન્મ જૂનાગઢમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. પહેલાં કટ્રોય કલાર્ક, અત્યારે સાયકલ ભાડે આપવાની દુકાન. ‘ધાયાવરી' (૧૯૭૩) એમને કાવ્યસંગ્રહ છે. એમણે મુખ્યત્વે ગઝલો અને અછાંદસ કાવ્યો લખ્યાં છે. એમની પ્રયોગશીલ ગઝલેએ તથા વિશિષ્ટ ભાવોને નવતર રીતિમાં નિરૂપતી અછાંદસ કૃતિઓએ ધ્યાન ખેંચે છે. મ.પ. સોલંકી હકા આંબા : કબીરનાં પદોનું ભાષ્ય કરતા ‘સત્ય શબ્દ મૂળ વિચાર પારેખર ચિંતામણિ' (૧૯૧૧)ના કર્તા. ‘ગોવર્ધનરામની મનનનાંધ'(૧૯૬૯) નામે આપ્યો છે. રૂઢ અર્થમાં આ સ્કેપબુકસ છાપાં વગેરેમાંથી કાપલીઓન-વાચનનન સંગ્રહ નથી. શરૂમાં ૧૮૮૫ નાં જાન્યુઆરીમાં એનું એવું રૂઢ સ્વરૂપ હતું, પણ ૫-૨-૧૯૮૮થી ૩-૧૧-૧૯૮૬ સુધીનું, જીવનના છેલ્લા બે મહિના બાદ કરતાં, એનું સ્વરૂપ મનનનનું જ છે. ગવર્ધનરામે નિરૂપ્યું છે તેમ પોતાને વાત કરવા પૂરતોય કોઈ મિત્ર હોય તો તે પોતે જ હોઈ, અહીં તેઓ જાત સાથે હૃદયગોષ્ઠિ, આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણ કરતા જણાય છે. એમને માટે આ નાંધા સ્મૃતિસહયક, સાત્વન આશ્વાસનદાયક, બળ અને ધૃતિનો સંચાર કરનાર તમ એમની નિર્બળતાઓની નિદર્શક નીવડી છે. પોતાનું કુટુંબ અને તેને લગતા પ્રશ્ન, તત્કાલીન દેશિક અને અન્ય ઘટનાઓ તેમ જ જીવનનિયામક અધ્યાત્મચિતન અહીં કેન્દ્રસ્થાને છે. સમષ્ટિના હિતાર્થે વ્યષ્ટિનું સમર્પણ –ઉત્સર્ગસિદ્ધિનો એમને પ્રિય સિદ્ધાંત – આ માંધામાં પડેલી જ વાર ફુટ થયો છે. નિવૃત્તિપ્રેમી, સંન્યોરશીલ, કુટુંબવત્સલ, દેશહિતૈષી, કડક આત્મપરીક્ષક અને ધર્મજાગ્રત આત્માની આ નાં એમના આંતરજીવનની સ્પષ્ટ છબી છતી કરે છે. ઉ.પં. સ્ત્રીત્વ: બલ નહિ પણ કોમળતા અને પ્રવૃત્તિમાં સ્ત્રીત્વના મહિમા જોત મણિલાલ નભુભાઈ દ્વિવેદીને નિબંધ. ચંટો. સ્થપતિ વસંતરાય : પદ્યકૃતિઓને સંગ્રહ ‘શનકારો'ના કર્તા. સોલિડ મહેતા: જુઓ, મહેતા હરીશ પુરષોત્તમ. સેસા કિશન નાથુભાઈ, “અનામય' (૪-૪-૧૯૩૮): કવિ. ઇન્મ સુરતમાં. ગુજરાતી સાત ધોરણ સુધીનો અભ્યાસ. સુરત મહાનગરપાલિકામાં નોકરી. સહરા' (૧૯૭૭), ‘અવનિ-તનયા' (૧૯૮૩) અને “અનસ્ત સૂર્ય' (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહો છે. ચંટો. સેહલો ગામડિયો: ‘નવનું દોઢ' (૧૯૪૨) નવલકથાના કર્તા. એ.ટી. સૌજન્ય: જુઓ, પટેલ પીતાંબર નરસિહભાઈ. સૌરાષ્ટ્રની રસધાર - ભા. ૧ થી ૫ (૧૯૨૩-૧૯૨૭): લોકસાહિત્યસંશોધનના પરિણામરૂપે પ્રાપ્ત થયેલા ઝવેરચંદ મેઘાણીના આ ગ્રંથોમાં કાઠિયાવાડની સૌરાષ્ટ્રની પિછાન આપવાને, પ્રાચીન સૌરાષ્ટ્રના હાર્દને પ્રગટ કરવાને અભિલાષ છે. કેવળ પ્રાંતીય અભિમાનનું નહિ, પણ લોકસાહિત્યના ખંતનું એમાં બળ છે. સૌરાષ્ટ્રની શૌર્યવંતી વ્યકિતઓના ઇતિહાસ અને એમનાં કૌવત રજૂ કરતી, અહીં ગ્રંથસ્થ થયેલી સો જેટલી કથાઓમાં યુદ્ધશૌર્ય, પ્રેમવેર અને દગાવફાદારીને ઘણુંખરું કથ્ય કથાના અંશોથી, ત્વરિત-ગતિચિત્રોથી અને ભરપૂર રંગદર્શિતાથી ઉપસાવ્યાં છે. કથાઓ, લેખકનાં પુન:સર્જને છે. ચં... સ્કેપબુકસ (૧૯૫૭-૧૯૫૯): ગોવર્ધનરામ ત્રિપાઠીની અંગ્રેજી રોજનીશી; જેને સારગ્રાહી ગુજરાતી અનુવાદ રામપ્રસાદ બક્ષીએ સ્નેહતિ : જુઓ, પાઠક રતિલાલ છોટાલાલ. સ્નેહમુદ્રા અથવા હૃદયમાં મુદ્રાંકિત થતા સ્નેહની છાયા (૧૮૮૯) : ૧૧૦ કાંડમાં પથરાયેલી ગોવર્ધનરામ ત્રિપાઠીની વૃત્તાંતમૂલક પરલક્ષી પદ્યરચના. વૃત્તાંત ઘણું નાનું, કંઈક વિલક્ષણ તેમ અસાધારણ છે; પૂરું પ્રતીતિકર પણ નથી. કથામાં મુખ્ય ચાર પાત્રો છે : કથાનાયક ચેતન પથિક (મૃત્યુ પછી હૃદયભૂત), તેની પત્ની, નાયકને મિત્ર (ચેતન-મિત્રો અને મિત્રપત્ની. નાયકનાયિકા ઉત્તરધ્રુવ તરફનાં છે, જેઓ ભારતમાં વિજયાત્રાએ આવતાં કોઈ યુવતીને સતી થતી જુએ છે. લેકવન્સલ નાયિકા એથી દુ:ખી દુ:ખી થઈ, ભારતીયો પરદેશીઓના જુલમને ભેગ થશે એવો શાપ આપે છે. વિદ્યાકિન પશ્ચિમમાં અવતાર થયા બાદ એના પ્રતાપે હિંદમાં સારાં વાનાં થશે એવું શાપનું નિવારણ પણ દર્શાવે છે. વ્યષ્ટિને અતિક્રમી જતા ઊદ્ઘભૂત સમષ્ટિનેહની–વદેશપ્રેમની કથા આ ચિતનસભર કૃતિમાં આલેખાઈ છે; પણ અહીં સંવેદનની ઉત્કટતા અને કાવ્યક્ષમ અભિવ્યકિતની અસરકારકતા બહુ ઓછી દેખાય છે. દેશી ઢાળ, માત્રામેળ છંદો, વૃત્તો, નાટકના ઢાળનાં ગાયને, ભજનોના ઢાળ વગેરેનો વિવેકહીન હારડા તથા અરૂઢઅપરિચિત કિલષ્ટ સંસ્કૃત શબ્દપ્રયોગો સાથે ગ્રામ્ય શબ્દોનું મિશ્રણ વગેરે કારણે કૃતિ રસાવહ બની શકી નથી; છતાં કેટલાંક પ્રતિવર્ણને તથા ‘સ્નેહનિદાન', 'કોકિલાને રાંધન’ જેવા ખંડ ૬૩૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education Intemalional For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654