Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
સેરઠ તારાં વહેતાં પાણી - સોલંકી શંકર ભગવાન
સોરઠ તારાં વહેતાં પાણી (૧૯૩૦): ઝવેરચંદ મેઘાણીની સોરઠી
જીવનની વાતાવરણપ્રધાન નવલકથી. ‘નાયક નહિ, નાયિકા નહિ, પ્રેમને ત્રિકોણ નહિ' એવી આ કથામાં નાયક આખા જનસમાજ છે. કેટલીક જીવતી વ્યકિતઓની છાયા અહીં પાત્રો પર પડેલી છે; પરંતુ એકંદરે ઐતિહાસિકતા, સામાજિકતા અને તળપદાપણાને સંયોજિત કરી વાતાવરણને ઉપસાવવાનો પ્રયત્ન જ પ્રમુખ રહ્યો છે. ઈડરના બ્રાહ્મણ મહીપતરામની ભેખડગઢમાં થયેલી નિમણૂકથી શરૂ થઈ આગળ વધતી ને છેવટે એના દૌહિત્રથી અંત સુધી પહાંચતી આ કથાનું વરસ્તુવિધાન પાંખું છે; છતાં ગોરાનાં દમન અને દરબારોના જુલમ વચ્ચે જીવતી પ્રજાની આંતરબાહ્ય જીવનરીતિ અને એનું રાચરચીલું રંગદર્શી શૈલીમાં રસ જમાવે છે. વીગત કરતાં પણ વાતાવરણની જરૂર ઇતિહાસમાં વિશેષ છે એવા અભિગમ સાથેન, જનસમૂહનો એવો ઇતિહાસ લોકકથાનાં ઘટકોના સંયોજનથી અહીં જીવંત બન્યો છે.
ચં.દો.
એમણે રઝળતા દિવસ' (૧૯૭૭) અને ઋતુ' (૧૯૭૭) જેવી લઘુનવલ ઉપરાંત વિન્યાસ'(૧૯૮૧) કાવ્યસંગ્રહ આપ્યો છે.
ચં.. લકી ચતુરભાઈ ડાહ્યાભાઈ, કર્મરાજ', ‘શીતલ' (૨૬-૧૦-૧૯૪૯): નવલકથાલેખક. જન્મ મહેસાણા જિલ્લાના દેવરાસણમાં. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. અમદાવાદમાં બસ-કંડકટર. ‘આરજ' (૧૯૭૭), ‘ચંબલની સનસનાટી (૧૯૮૦), ‘ચંબલને અવાજ' (૧૯૮૨), “શરણાગતિ' (૧૯૮૪) વગેરે એમની નવલકથાઓ છે.
ચં.ટો. સોલંકી નારાયણદાસ રણછોડદાસ, ‘ધૂળધોયા' (૧૯૮૬) : કવિ. જન્મ કુકરવાડા (જિ. મહેસાણા)માં.
એમણ નાટક ‘અમરકુમાર અને મયણસુંદરી' (૧૯૬૦), કાવ્યસંગ્રહ “ઓરતા' (૧૯૬૬), પદ્યનાટક “સતી ચંદનબાલા અને કેશરબંધ' (૧૯૭૭) આપ્યાં છે. એમણે લગ્નગીતાને સંગ્રહ ‘લગ્ન, યાત્રા અને અજવાળી રાત' (૧૯૫૮) પણ આપ્યો છે.
સોરઠિયા ગોરધનદાસ જીવરાજ (૧૨-૨-૧૯૩૨) : ચરિત્રલેખક. જન્મ કુંકાવાવ (જિ. અમરેલી)માં.
એમણે સ્વામીનારાયણ સંપ્રદાયનો વિસ્તૃત પરિચય આપતા ચરિત્રલક્ષી ઓગણત્રીસ ગ્રંથો આપ્યા છે; એમાં ‘પ્રેમસખી પ્રેમાનંદસ્વામી, ‘નિષ્કુળાનંદ સ્વામી’, ‘મુકતાનંદ સ્વામી', ‘બ્રહ્માનંદ સ્વામી’ વગેરે સવિશેષ ઉલ્લેખનીય છે.
સેલકી પુરુષોત્તમ બાવાભાઈ (કકલ), મૃણાલ' (૧૦-૧૧-૧૯૩૬) : બાળસાહિત્યલેખક. એસ.એસ.સી. સુધી અભ્યાસ. પે સેન્ટર શાળા, ખીચામાં શિક્ષક.
‘દીવડા' (૧૯૬૭) એમનું બાળસાહિત્યનું પુસ્તક છે. ‘લેકમાતાઓ' (૧૯૭૨), 'લોકવાર્તાઓ' (૧૯૭૪), 'જય બાલવી માં (૧૯૮૪) વગેરે એમનાં લોકસાહિત્યનાં પુસ્તકો છે.
એ.ટો. સેલંકી પ્રમોદ પ્રભુલાલ (૧૨-૧૨-૧૯૩૩) : નવલકથાલેખક, એકાંકીલેખક. આકાશવાણીના રાજકોટ કેન્દ્રમાં સંપાદક.
એમણે “જો દેખા સપના થા' (૧૯૬૨), ‘સમણાં તે ચંપાનાં ફૂલ', અંતર તરસે પારાવાર(૧૯૮૨) વગેરે નવલકથાઓ તથા એકાંકીસંગ્રહ “હેરા વગરનો માણસ' (અન્ય સાથે) આપ્યાં છે.
સોરઠી બહારવટિયા -ભા. , ૨, ૩ (૧૯૨૭, ૧૯૨૮, ૧૯૨૯) : ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની ભૂમિમાં બહારવટે ચઢેલા નરબંકાઓનાં આલેખેલાં ચરિત્રચિત્રોનાસંગ્રહો.દોઢસો-બસે વર્ષ પૂર્વેનાં લોકમાનસ, રાજમાનસ અને પ્રજામાનસનું દસ્તાવેજી ચિત્રણ આપતી આ કથાઓમાં સ્થાનિક રાજા, મરાઠા કે અંગ્રેજો દ્વારા થયેલા અન્યાય સામે ઝૂઝનારા સ્વમાની પુરુષનાં શૌર્ય-પરાકમ-ટેકને. નિરૂપવામાં આવ્યાં છે. આ ચિત્રો કેપ્ટન બેલ, બીમન નેકિનકેઇડ જેવાઓની ઇતિહાસને, બહારવટિયાઓનાં સગાંસંબંધીઓ, પેલિસ અધિકારીઓ, ગ્રામજને, ખુદ બહારવટામાં સામિલ થયેલાઓ, નજરોનજર સાક્ષીઓ વગેરેને આધારે તૈયાર થયાં છે. જોગીદાસ ખુમાણ, જોધો માણેક, મૂળુ માણેક, કાદુ મકરાણી, રામવાળ, ચાંપરાજવાળ, વાલો નારી જેવી વીરમૂર્તિઓ મરણીય બની છે.
એ.ટી. સોરાબશા ડોસાભાઈ: ‘અંગ્રેજી અને ગુજરાતી શબ્દસમૂહ (૧૮૪૧)ના કર્તા.
સેલંકી મેરી સેમ્યુઅલ (૨૧-૧૨-૧૯૦૩) : બાલસાહિત્યલેખક.
જન્મ સુરતમાં. ૧૯૨૪માં મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાંથી સિનિયર ઇન્ડ. દક્ષિણામૂર્તિના મેન્ટરી અધ્યાપનમંદિરનો એક વર્ષને તાલીમી અભ્યાસક્રમ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાલમંદિરમાં શિક્ષિકા.
એમણે “મધુરાં ગીતો' (૧૯૨૬), “કેટલીક જૂની વાર્તાઓ (૧૯૩૧) તથા ‘બટુકવાર્તાઓ' (૧૯૩૧) વગેરે પુસ્તકો આપ્યાં
સેલંકી કિશોરસિંહ હેંદુજી (૧-૪-૧૯૪૯) : કવિ, નવલકથાકાર.
જન્મ બનાસકાંઠાના મગરવાડામાં. ૧૯૬૯ માં એસ.એસ.સી. ૧૯૭૩માં બી.એ. ૧૯૭૫માં એમ.એ. પહેલાં મોડાસા કોલેજમાં, પછી ૧૯૭૯થી મહુધા કોલેજમાં અધ્યાપક.
૨.ર.દ. સોલંકી શંકર ભગવાન (૨૧-૩-૧૯૨૧): કવિ, નાટયલેખક, આત્મકથાલેખક. જન્મ જૂનાડીસા (જિ.બનાસકાંઠા)માં. ગુજરાતી ચાર ધોરણના અભ્યાસ પછી પ્રયાગથી હિન્દી વિશારદ. વેપાર,
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૬૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654