Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 638
________________ સેજપાલ દમયંતી વાલજી–સૈયદ અબ્બાસ સેજપાલ દમયંતી વાલજી : ચરિત્રકૃતિ ‘મારા ગુરુદેવ (૧૯૭૩) તથા પ્રસંગપ્રધાને ચરિત્ર “રણછોડદાસજી મહારાજ - જીવન અને કવન' (૧૯૮૩)નાં કર્તા. મૃ.મા. સેનગુપ્તા શાહ પ્રીતિ, ‘અશકય', ‘નામુમકિન' (૧૭-૫-૧૯૪૪) : જન્મ અમદાવાદમાં. અંગ્રેજી વિષયમાં અનુસ્નાતક. હ. કા. આર્ટ્સ કોલેજમાં થોડો સમય અંગ્રેજીનું અધ્યાપન. અત્યારે ન્યૂયૉર્કમાં નિવાસ. એમના કાવ્યસંગ્રહ ઈનું ઝુમખું' (૧૯૮૨)માં મુખ્યત્વે ગીત-ગઝલ સાથેની ચોવીસ રચનાઓ છે; તો ખંડિત આકાશ (૧૯૮૫)માં રંગદર્શી મિજાજનું આધુનિક કલેવર બતાવતી ગદ્યરચનાઓ છે. પૂર્વા' (૧૯૮૬) અને ‘દિગદિગન્ત'(૧૯૮૭) એમના પ્રવાસગ્રંથ છે. (૧૯૭૫), 'દર્પભંગ'(૧૯૭૬), ‘દેહોત્સર્ગ' (૧૯૭૭), 'કૃષ્ણસુદામા' (૧૯૭૭), ‘ખાંડવદહન” (૧૯૭૯), ‘કિરાતાર્જુન (૧૯૮૦) વગેરે ઐતિહાસિક-પૌરાણિક નવલકથાઓ; “સમુદ્રના સાવજ (૧૯૬૦), “વેરના વટેમાર્ગ' (૧૯૭૯) વગેરે દરિયાઈ અને રબલકથાઓ ઉપરાંત એમણે “ચોરસ ચહેરા’ નામને એકાંકીસંગ્રહ પણ આપે છે. ચં.. સેવક હરિહર પુરુષોત્તમ, ‘દિવાના' (૧૮૮૧, ૧૯૪૧): કવિ, નાટક કાર. દિવાનાનું પાત્ર ભજવેલું ત્યારથી એમણે “દિવાના' સંજ્ઞા લેખક તરીકે વાપરવા માંડેલી. સૌરાષ્ટ્રના માધવપુરના વતની. આઠ વર્ષની વ વતન છોડી મુંબઈ જઈ રંગભૂમિ સાથે સંકળાયા. ગુજરાતી ઉપરાંત ઉર્દૂ ભાષામાં પણ નાટકો લખ્યાં. ઊંચી કોટિના નટ અને દિગ્દર્શક, ‘સંસારદર્પણ' (૧૯૧૭), 'પંડલિક' (પાં. આ. ૧૯૧૮), 'સૌદર્યવિજય' (૧૯૨૫) વગેરે નાટકો એમણે આપ્યાં છે. આ ઉપરાંત એમનું નાટક બિલનો કાગળ' અત્યંત લોકપ્રિય રજુઆત પામેલું; એમાં નાટકનાં પાત્રોના સંવાદ ઉ૬ શૈલીએ ગઝલના બંધારણની પંકિતઓમાં ગુજરાતી નાટકમાં ઉતારનાર તેઓ પ્રથમ ચં.ટો સેવકરામ: જુઓ, પટેલ પીતાંબર નરસિંહભાઈ. સેવકરામ રૂપરામ (૧૯ મી સદીના મધ્યભાગ) : કવિ. જન્મ અમદાવાદમાં. એમણે ‘બાપનું આખ્યાન' (૧૮૬૮) ઉપરાંત ‘બંસી' નામની રચના આપી છે. ૨૨.૬. સેલારકા ચંદુલાલ ભગવાનજી, 'ચહા શેલન' (ર૯-૮-૧૯૩૧) : વાર્તાકાર, નવલકથાલેખક, કવિ. જન્મ વેકરિયા(જિ.જૂનાગઢ)માં. ૧૯૫૩ માં બી.કૉમ. ૧૯૧૫ માં બી.એ. ૧૯૧૫માં એલએલ.બી. તથા સી.એ. ૧૯૫૬ થી ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટનો સ્વતંત્ર વ્યવસાય. એમણ દૂરના ડુંગરા' (૧૯૫૯), ‘મીની મોસમ' (૧૯૬૩), ‘હુલિંગ' (૧૯૬૪), ‘આઠમો શુકવાર' (૧૯૬૫), ‘આકાર વગરને સંબંધ' (૧૯૭૫), જિદગીના ધબકારા' (૧૯૭૫) વગેરે દસ વાર્તાસંગ્રહો ઉપરાંત ‘એકલપંથ પ્રવાસી' (૧૯૬૨), ‘ઉર ઉદાસી મનડું ખાસી' (૧૯૬૨), “ભીતર સાત સમુંદર' (૧૯૬૫), 'સર્પ અને સીડી' (૧૯૬૭), ‘ફરી મળાય ન મળાય' (૧૯૭૬), ‘વિકલ્પ’ (૧૯૭૮), ઉઘડતી સાંજને અજંપ(૧૯૮૦), 'ભીનાં વાદળ, સૂકી સાંજ' (૧૯૮૩), 'સુખનાં પગલાં સાત’, ‘નામ તા ઓગળી ગયું' (૧૯૮૩) વગેરે નવલકથાઓ આપી છે. એમની કથાત્મક કૃતિઓમાં મુખ્યત્વે, સામાજિક વાસ્તવવાદી તરીકેની એમની નિસ્બત છતી થાય છે. ‘તારણનાં મોતી' એમનો રેખાચિત્રોનો સંગ્રહ છે. હત્રિ . સેવક ગીતા : નવલકથા “અંગારપંથનાં કર્તા. મૃ.માં. ' સેવક નવનીત (૮-૧૨-૧૯૩૧, ૧૩-૩-૧૯૮૦): નવલકથાકાર. જન્મ રેટિયામાં. બી.એ. સુધીને ગુજરાતી વિષયમાં અભ્યાસ. આજીવિકા માટે વાર્તાલેખનના વ્યવસાયનો સ્વીકાર. રકૂટરઅકસ્માતમાં અમદાવાદમાં અવસાન. એમણે વિપુલ સંખ્યામાં સામાજિક, પૌરાણિક, ઐતિહાસિક નવલકથાઓ તેમ જ સાગરકથાઓ, ચંબલકથાઓ, રહસ્યકથાઓ અને બાળકથાઓ સામાન્ય વાચકવર્ગના આકર્ષણ માટે લખી છે. ‘રંજના'(૧૯૭૨),જલજવાલા' (૧૯૭૪), ‘અભિમાન' (૧૯૭૬), માનસરોવર' (૧૯૭૭), ‘ભવભવ' (૧૯૭૯) વગેરે સામાજિક નવલકથાઓ; દેશવટો', ‘અનિરુદ્ધ' (૧૯૭૨), 'જરાસંધ’ સેવાનંદ : જુઓ, પંડયા નર્મદાશંકર. સેહેની : જુઓ, ઠાકોર બળવંતરાય કલ્યાણરાય. સૈફ પાલનપુરી : જુઓ, ખારાવાળા સૈફુદ્દીન. સૈફી મણિલાલ ઘેલાભાઈ : નવલકથા “મદનચન્દ્ર અને નવનીતકળા' (અન્ય સાથે, ૧૯૦૬)ના કર્ના. ૨.ર.દ. સૈયદ અઝગરઅલી : નાટક ‘કમી દિલેર યાને વતન બંસરી’ (૧૯૨૬)ના કર્તા. ર.ર.દ. સૈયદ અઝીમુદ્દીન ફખરુદ્દીન, ‘મુનાદી': જીવનચરિત્ર મુહમ્મદ અલી' (૧૯૩૧) ઉપરાંત કેદીનાં કાવ્યો', 'કર્તવ્યભાન' તથા અનુવાદ ‘તબલીગ સંદેશ’ના કર્તા. ૨.ર.દ. સૈયદ અબદુલ : શબ્દની ઉત્પત્તિની ચર્ચા કરતી પુસ્તિકા શબ્દનાં મૂળ(અન્ય સાથે, ૧૮૬૯)ના કર્તા. ૨.ર.દ. સૈયદ અબ્બાસ : હસન અને હુસેનની કરુણપ્રશસ્તિ “માતમે હસનેન (૧૮૮૦)ના કર્તા. ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૨૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654