Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
સુખેશ્વર બાપુજી -સુન્દરમ્
'
શિષ્ટ બાનીમાં યથાવકાશ લોકબેલીનાં તત્ત્વોને સાંકળીને વાર્તા- કથનની વિશિષ્ટ શૈલી વિકસાવવામાં તેમ જ પાત્રનાં ભીતરી વૃત્તિ-વલણ છતાં કરવામાં અને લાગણીઓને વળ આપી તીવ્રતા સાધવામાં એમણે ઊંડી સૂઝ બતાવી છે. સંગ્રહમાં શહેરના શ્રીમંત અને મધ્યમ વર્ગના જીવનને વિષય કરતી કેટલીક વાર્તાઓ પણ
સુથાર નરસિંહરામ જેઠારામ: ‘નરસિહવિલાસ ભજનમાળા'- ભા. ૧ (૧૯૫૪)ના કર્તા.
૨.૨.દ. સુથાર ભગવત નારાયણલાલ (૧૯-૯-૧૯૩૩) : ચરિત્રલેખક, વાર્તાલેખક, નવલકથાલેખક. જન્મ રાજપુર (જિ. મહેસાણા)માં. ૧૯૬૨માં બી.એ. ૧૯૬૫માં એમ.એ. પ્રારંભે માધ્યમિક શાળામાં, પછી ૧૯૬૫થી કોલેજ-સ્તરે ગુજરાતી ભાષાનું અધ્યાપન.
એમની પાસેથી બાલોપયોગી ચરિત્ર ‘વીર નર્મદ' (૧૯૭૬), નવલકથા ‘આ મનને શું કહીએ?' (૧૯૭૭) તથા નવલિકાસંગ્રહ એક એ પળ' (૧૯૮૫) મળ્યાં છે.
પ્ર.પ. સુખેશ્વર બાપુજી : નાટક “મિથ્યાજ્ઞાનખંડન' (૧૮૬૫)ના કર્તા.
સુતરિયા કાંતિભાઈ : બેતાલીસ અભિનયક્ષમ બાળસંવાદોનો સંગ્રહ ‘બલસંવાદો'ના કર્તા.
સુતરિયા ચંદ્રકાન્ત : હાસ્યનિબંધને સંગ્રહ ‘પરપોટા’ના કર્તા.
સુતરિયા દીનશા માણેકજી (૧૮૬૨): કવિ. જન્મ નવસારીમાં.
ગરીબી અને અડચણ છતાં ૧૮૮૦માં મૅટ્રિક. થોડોક વખત શિક્ષક. ૧૮૮૪ માં મુંબઈ પબ્લિક વકર્સ ડિપાર્ટમેન્ટમાં કરી. એ ખાનામાં ઍકાઉટ્સની બધી પરીક્ષાઓ પસાર કરતાં એકાઉન્ટન્ટ સેકંડ ગ્રેડની પદવી. સંસ્કૃતમય ભાષામાં લખાયેલી રૂપકાત્મક પદ્યકથા ‘કુળવંતી અથવા અજ્ઞાનવિલાપ' (૧૮૯૫) એમના નામે છે.
ચં.ટો. સુતરિયા નંદલાલ ઉમરામ : કથાકૃતિઓ ‘બાયડી અથવા સંસારોપયોગી રસીલી કથા’, ‘દલપત તથા ધનલાલની રસિક વાર્તા' (૧૮૮૫), ‘સટોડિયા રંડાયા અથવા સુરતના સટ્ટા કેસની રમૂજી કહાણી’ વગેરેના કર્તા.
૨૨દ. સુતરિયા માણેકલાલ ચુનીલાલ : ચરિત્રલક્ષી કૃતિઓ ‘મીરાંબાઈ
અને “જાડિયાવાળા મહારાજ સૂર્યશંકરનું આખ્યાન' (૧૯૨૭), ત્રિઅંકી નાટક 'લાવણ્યમયી'(૧૯૦૨) અને ‘ચન્દ્રચન્દ્રિકા નાટક' તથા નિબંધસંગ્રહ ‘બેધામૃત'ના કર્તા.
૨.ર.દ. સુતાર રામજી જીવન : પદ્યકૃતિ ‘કશી ભકિતનું હિત' (૧૯૦૫)ના કર્તા.
૨.ર.દ. સુથાર કમલ ગેપાલદાસ (૨૫-૩-૧૯૪૦): નવલકથાકાર. જન્મ
સાબરકાંઠાના તાજપુરી ગામમાં. ૧૯૭૬ માં હિન્દી-ગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૫૯થી ૧૯૬૫ સુધી સેનાસન અને મેઘરજમાં શિક્ષક. અત્યારે હિંમતનગરમાં શિક્ષક.
‘સંઘર્ષઘડી' (૧૯૬૯) અને ‘ઋતંભરા' (૧૯૭૧) એમની નવલકથાઓ છે; તે “સમાધાન' (૧૯૬૭) અને “એક અનેક એક' (૧૯૭૨) એમની લઘુનવલો છે. એમણે અનેક લઘુકથાઓ અને વાર્તાઓ પણ આપી છે.
ચંટો.
સુદર્શન એમ. એ. : જુઓ, રૂપાલ પ્રવીણચંદ્ર જીવણલાલ. સુદર્શન ગદ્યાવલિ (૧૯૧૯) : મણિલાલ ન. દ્રિવેદીના, ‘સુદર્શન'
અને “પ્રિયંવદા'માં પ્રગટ થયેલા નિબંધને બૃહત્ સંગ્રહ. એમાં ધર્મ, ગૃહ, રાજય, સાહિત્ય, કલા એમ લગભગ તમામ ક્ષેત્રના મહત્ત્વના વિષયોની તાત્વિક તેમ જ વ્યાવહારિક વિચારણા છે. વિભિન્ન ચિ અને અધિકારવાળા વાચકોને રસ પડે તેવી વિષયસામગ્રી ધરાવતા આ નિબંધેની મુખ્ય વિશેષતાઓ છે : ઉચ્ચ કોટિની વિચારસંપત્તિ અને વિષયનું સુદૃઢ ગ્રથન તથા નિરૂપણ. તત્વચર્ચા અને સિદ્ધાંતનિરૂપણના પ્રસંગે એમની શૈલી સ્વસ્થતા
અને ગૌરવ સાથે ઊંડી પર્યેષકતા ધારણ કરે છે. આ નિબંધમાં થયેલી વિચારણા અને તેથી ચાલેલા વિવાદને લીધે ગુજરાતી ગદ્યની શાસ્ત્રીય ચર્ચાની ક્ષમતા ઘડાઈ હતી એ કારણે આ ગ્રંથ ‘ગુજરાતી સાહિત્યને સર્વોત્તમ નિબંધભંડાર' ગણાય છે અને એના લેખકને અર્વાચીન યુગના ત્રણ કોષ નિબંધકારમાં સ્થાન મળ્યું છે.
ધી.ઠા. સુદર્શનજી : નવલકથા “અંધારી દુનિયા' (૧૯૩૩)ના કર્તા.
૨.ર.દ. સુદામ: જુઓ, સેની રમણલાલ પીતાંબરદાસ. સુધાંશુ : જુઓ, ભટ્ટ દામોદર કેશવજી.
સુધીર : પુનર્લગ્નની સમસ્યાને નિરૂપતી નવલકથા 'જીવનસ્વપ્ન’ - - ભા. ૧(૧૯૪૭)ના કર્તા.
ર.ર.દ. સનંદાબહેન: છ બાળનાટકોને સંગ્રહ ‘આનંદલહર' (૧૯૬૪) તથા નવલકથા કોશિશ તો કરીશ' (૧૯૭૪) નાં કર્તા.
સુનાવલ ધનાભાઈ રતનજી : નવલકથા ‘સારા સારા પાકો અને કીમતી ઘરેણાં તે જ શું સ્ત્રીને સાચે શણગાર છે?' (૧૯૦૩)ના. કર્તા.
૨.ર.દ. સુન્દરમ્ : જુઓ, લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ.
૬૨૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654