Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 633
________________ સાંડેસરા ભેગીલાલ જયચંદભાઇ – સિદ્ધાન્તસારનું અવલોકન શીખદર્શન (૧૯૭૬) જેવી શીખ ધર્મની લાક્ષણિકતાઓ નિરૂપતી પુસ્તિકાઓ પણ આપી છે. સાંડેસરા ભેગીલાલ જયચંદભાઈ (૧૩-૪-૧૯૧૭) : વિવેચક, સંપાદક. જન્મ પાટણ તાલુકાના સંડેરમાં. ૧૯૩૫ માં મૅટ્રિક. ૧૯૩૫-૩૭ દરમિયાન ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ'ના તંત્રીખાતામાં. ૧૯૪૧માં ગુજરાત કોલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૩ માં ગુજરાત વિદ્યાસભાના અનુ નાતક વર્ગમાંથી એ જ વિષયોમાં એમ.એ. ૧૯૪૩ થી ૧૯૫૦ સુધી ભો. જે.વિદ્યાભવન, અમદાવાદમાં અર્ધમાગધીના અધ્યાપકસંશોધક. ૧૯૫૦માં પીએચ.ડી. ૧૯૫૦થી ૧૯૭૫ સુધી મ.સ. યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ. ૧૯૫૮ થી ૧૯૭૫ સુધી પ્રાચ્યવિદ્યામંદિરના નિયામક. ‘સ્વાધ્યાય સૈમાસિકના સંપાદક. ૧૯૫૫માં નડિયાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯મા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ. ૧૯૫૯માં ભુવનેશ્વરમાં મળેલ અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદમાં પ્રાકૃત ભાષાઓ તેમ જ જૈન ધર્મના વિભાગના પ્રમુખ. ૧૯૬૨-૬૪ દરમિયાન ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ. ૧૯૫૬-૫૭માં પશ્ચિમ અને પૂર્વના દેશોને પ્રવાસ. ૧૯૫૩માં રણજિતરામ સુવર્ણચન્દ્રક. ૧૯૬૨માં નર્મદ સુવર્ણચન્દ્રક. ૧૯૮૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. પ્રાચ્યવિદ્યા, ભારતીય વિદ્યા, ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત-પ્રાકૃતઅર્ધમાગધી સાહિત્યરબંદર્ભ, જૂની ગુજરાતી, મધ્યકાલીન સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ અને એની સંસ્કૃતિ વગેરે વિષયોમાં વ્યાપક વિદ્રત્તાથી આ લેખકે કાર્ય કર્યું છે. જરૂરી સારદર્શન દ્વારા, જરૂરી અનુવાદો અને ટિપ્પણો દ્વારા શાસ્ત્રીય રીતે સંકલિત અને સંપાદિત કરેલી સામગ્રી સંદર્ભે સ્પષ્ટ અભિપ્રાયો તેમ જ ગુણદર્શો પ્રતિભાવ આપતું એમનું લેખન મુખ્યત્વે વસ્તુલક્ષી ગદ્યનો આશ્રય લે છે. પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યની વૃત્તરચનાથી આગળ વધતું “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના' (૧૯૪૧), ઐતિહાસિક શબ્દાર્થશાસ્ત્ર પરનાં પાંચ વ્યાખ્યાન આપતું ‘શબ્દ અને અર્થ” (૧૯૫૪), શોધપ્રબંધ ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેને ફાળ' (૧૯૫૭), પશ્ચિમ અને પૂર્વની વિદ્યાયાત્રા વર્ણવતું પ્રદક્ષિણા' (૧૯૫૯), 'દયારામ” (૧૯૬૦), લેખસંગ્રહ સંશોધનની કેડી' (૧૯૬૧), ‘ઇતિહાસ અને સાહિત્ય' (૧૯૬૬), ઇતિહાસ અને સાહિત્યવિષયક લેખસંગ્રહો અન્વેષણા' (૧૯૬૭) અને ‘અનુસ્મૃતિ' (૧૯૭૩), ‘મુનિ જિનવિજયજી : જીવન અને કાર્ય' (૧૯૭૮) વગેરે એમનાં મૌલિક પુસ્તકો છે. વાઘેલાઓનું ગુજરાત' (૧૯૩૯), ‘ઇતિહાસની કેડી' (૧૯૪૫), જયેષ્ઠીમલ્લ જ્ઞાતિ અને મલ્લપુરાણ'(૧૯૪૮), ‘જગન્નાથપુરી અને ઓરિસાના પુરાતન અવશેષ' (૧૯૫૧), 'જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' (૧૯૫૨) વગેરે એમનાં ઇતિહાસ-સંસ્કૃતિ- વિષયક પુસ્તકો છે. એમનાં સંપાદનમાં સંઘવિજયકૃત ‘સિંહાસનબત્રીસી' (૧૯૩૩), ‘માધવકૃત રૂપસુન્દરકથા' (૧૯૩૪), ‘વીરસિંહકૃત ઉષાહરણ” (૧૯૩૮), ‘મતિસાર કપૂરમંજરી' (૧૯૪૧), સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્ય' (૧૯૪૮), મહીરાજકૃત નલદવદંતીરાસ” (૧૯૫૪), 'પ્રાચીન ફાગુ સંગહ' (૧૯૫૫), ‘વર્ણકસમુચ્ચય'-ભા. ૧, ૨ (૧૯૧૬, ૧૯૫૯), 'શ્રી સોમેશ્વરદેવરચિતં ઉલ્લાસરાઘવનાટકમ્ '(૧૯૬૧), ‘યશોધીરકૃત પંચાખ્યાન બાલાવબેધ'-ભા. ૧ (૧૯૬૩), ‘મલ્લપુરાણ' (૧૯૬૪), 'શ્રી સોમેશ્વરદેવરચિત રામશતકમ્ ' (૧૯૬૫), ‘ગંગાધરપ્રણીત ગંગાદાસપ્રતાપવિલાસનાટકમ્ (૧૯૭૩) અને ‘અમૃતકલશકૃત હમ્મીર પ્રબંધ' (૧૯૭૩) મહત્ત્વનાં છે. ‘સંઘદાસગણિકૃત વસુદેવદિડી' (૧૯૪૬) પ્રાકૃતમાંથી એમણે આપેલો અનુવાદ છે. ચં.ટો. સાંદીપની : જુઓ, રૂપાવાળા રતિલાલ મૂળચંદ. સાંસારિકા (૧૮૯૮) : બહેરામજી મહરવાનજી મલબારીના, સંસારના અવલોકને સૂચવેલા વિચારો દર્શાવતાં પ્રસંગાનુસારી પાંત્રીસ કાવ્યો ધરાવતા સંગ્રહ. આ પારસી કવિને હાથે અહીં નૈતિક, સાંસારિક અને ઐતિહાસિક વિષયો ગુજરાતી પિંગળની જાણકારી સાથે સરલતાથી રજૂઆત પામ્યા છે. સંસારસુધારો અહીં મુખ્ય સૂત્ર છે. 'કજોડું-સ્વભાવનું અને કજોડું ઉંમરનું, ‘સુઘડ-ફૂવડના ઘરસંસાર’, ‘પારકા પૈસા નસાથી બૂરા’, ‘પારકી સ્ત્રી મરકીથી બૂરી” વગેરે રચનાઓ આનાં ઉદાહરણ છે. “સુરતી લાલા સહેલાણીમાં નફરા નકટા સુરતી લાલાઓને પડતીને પાર કરવાને ઉપદેશ છે. ‘ઇતિહાસની આરસી'માં રહેલી ભાષાની પ્રૌઢિ એને આ સંગ્રહની ઉત્તમ રચના ઠેરવે છે. ‘મીનની મઝા'માં છેડાતો મૌન જેવો વિષય એ જમાનામાં અરૂઢ છે. છેલ્લી ત્રણેક પદરચનાઓમાંની વ્રજછાંટ ધ્યાનાર્હ છે. ચુંટો. સિતાંશુ યશશ્ચન્દ્ર: જુઓ, મહતા સિતાંશુ યશશ્ચન્દ્ર. સિદ્ધાન્તસાર (૧૯૯૯): મણિલાલ ન. દ્વિવેદીના મૌલિક ધર્મચિંતનના આ ગ્રંથમાં, આરંભે એક સર્વમાન્ય ધર્મભાવના નક્કી કરવાની આવશ્યકતા સ્થાપીને છેવટે અદ્ર મૂલક આર્યધર્મ એ માટે યોગ્ય છે એમ સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. વચ્ચેનાં પ્રકરણોમાં વેદ, ઉપનિષદ, સૂકત, સ્મૃતિ, પદર્શને, બૌદ્ધ-જૈન-ચાર્વાક મતે, પુરાણ, તંત્ર અને વિવિધ પંથ-સંપ્રદાયોને તુલનાત્મક પરિચય આપ્યો છે. આ ગ્રંથે “સુધારક વર્ગમાં ભારે ઊહાપોહ જગાવેલ. આ ગ્રંથમાં લેખકે કરેલા પુરાણોના અર્થઘટને સ્ટોકહોમની ઓરિએન્ટ કોંગ્રેસમાં મેકસમૂલરના મતનું ખંડન કરેલું; તે બીજી તરફ “ભદ્રભદ્રમાં એને ઉપહાસ થયેલ છે. ધી.ઠા. સિદ્ધાન્તસારનું અવલોકન (૧૯૨૦): મણિલાલ ન. દ્રિવેદીકૃત “સિદ્ધાંતસાર’નું કાને કરેલું અવલોકન. મૂળે “જ્ઞાનસુધા'માં ૧૮૯૪-૯૬ દરમિયાન પ્રગટ થયેલું આ અવલોકન કાન્તના એક વિધવા સ્ત્રીકાન્તા ઉપરના પત્રો તથા કાન્તાના કાન્ત પરના એક ૬૨૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654