Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 634
________________ સિરવાળા મગનલાલ વિશ્વનાથ - સુખ:દુખનાં સાથી પત્ર રૂપે છે. મણિલાલના વેદાનવિચારની તીક્ષ્ણ પરીક્ષા કરતા આ લઘુગ્રંથમાં કાન્તના તર્કપાટવને તથા એમની વિનોદશકિતને હૃદ્ય પરિચય થાય છે. એમાં ઉપહાસ-વ્યંગના શસ્ત્રો ધારદાર ઉપયોગ થયો છે. ધર્મને બુદ્ધિ કરતાં વિશેષે હૃદયની લાગણી સાથે સંબંધ સ્થાપતા અને તત્ત્વજ્ઞાન કરતાંધર્મમય જીવન નીપજાવવામાં એની સફળતા લેખો, બુદ્ધ-ઈશુ-મહંમદ વગેરે પ્રભાવક વ્યકિત નું આકર્ષણ વ્યકત કરતો તથા વાસ્તવનિષ્ઠ કહી શકાય એવો. કાન્તને ધર્મવિચાર પણ આ અવલોકનમાંથી પ્રગટ થતો જોવાય જ.કો. સિનેગરવાળા મગનલાલ વિશ્વનાથ: રમૂજી ફારસ ‘કાકા કાવસનું ખૂન’ (૧૯૮૬) ના કર્તા. ૨.રદ, સિન્ધવ ગણેશ ગોવિદ, બાદલ' (૧-૮-૧૯૪૧): બાળસાહિત્યકાર, જન્મ સુરેન્દ્રનગરના મુંજપર ગામમાં. એસ.એસ.સી. સુધીને અભ્યાસ. પ્રાથમિક શિક્ષક. “ગાવ રે ગીત' (૧૯૬૬) એમનો બાળગીતોને સંગ્રહ છે; તો પપ્પાને થપ્પો(૧૯૭૬) જોડકણાં સંગ્રહ છે. “વણ વાગી રે (૧૯૭૧) અને ‘ગીત લેજો રે ગીત' (૧૯૭૭) એમના ગીતસંગ્રહો થાતે જાઉં છું, ‘ગંગાકિનારો’, ‘અટકળ બની ગઈ જિદગી’ વગેરે ગઝલો એમની વિચાર અને વાણીની ચમત્કૃતિ બતાવે છે. એમનાં સૌનેટ અને છંદોબદ્ધ દીર્ધપ્રવાહી રચનાઓમાં ભાવ અને ભાષાની વિશદતા જોવા મળે છે. પ્રકૃતિ, પ્રણય અને પ્રભુભકિતની સાથે રાષ્ટ્રીય અસ્મિતા અને સમાજની વાસ્તવદર્શિતા પણ અહીં કવનવિષય બન્યાં છે. નિ.વે. સિધી અમીરમહમ્મદ દીનમહમ્મદ, મુસાફિર પાલનપુરી’, ‘મસ્ત કલંદર (૨૧-૬-૧૯૪૩): કવિ. જન્મ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં. વ્યવસાયે શિક્ષક. એમણે પાલનપુરી લેકબેલીમાં લખાયેલાં કાવ્યોને સંગ્રહ ‘કલંદરમાળા'- ભા. ૧ (૧૯૭૩), મુકતક-ગઝલ-નઝમને સંગ્રહ ‘ચિત્કાર' (૧૯૭૮) અને તઝમીનસંગ્રહ ‘આગવી ઊર્મિઓ” (૧૯૮૬) જેવા કાવ્યસંગ્રહો આપ્યા છે. ૨.ર.દ. સી.આઈ.ડી. : જાસૂસી વાર્તા ‘અદૃશ્ય હત્યારો' (૧૯૬૯)ના કર્તા. ૨.ર.દ. સી. એમ. ટી.: ‘મુનિશ્રી છગનલાલજી : એમનું જીવનચરિત્ર' ' (૧૯૧૨)ના કર્તા. એવી જાણીતું કા ચં.ટો. સિન્ધનું નિમંત્રણ: સિબ્ધ અને પરમતત્વ બંનેને એકસાથે લાગુ પડી શકે એવી સમાન્તરતાની ચમત્કૃતિથી રચાયેલું રામનારાયણ વિ. પાઠક, ‘શેષ’નું જાણીતું કાવ્ય. એ.ટ. સિસોદિયા (રાણા) દોલતસિંહ: નવલકથાઓ ‘સાક્ષર અને તેની સ્ત્રી'(૧૯૧૩) અને “ઉદયકાન્ત’ તથા પદ્યકૃતિ ‘નવગીતા' (૧૯૨૧)ના કર્તા. ૨.૨,દ. સિંકલર સ્ટીવનસન : ગુજરાતી ભાષા-શિક્ષણ માટે ઉપયોગી પુસ્તિકા ‘ગુજરાતી ફર્સ્ટ સ્ટેપ'(૧૯૧૩)નાં કર્તા. ૨.૨,દ. સિંજારવ (૧૯૫૫) : વેણીભાઈ પુરોહિતને બેનેર કાવ્યોનો સંગ્રહ. અહીં એમને ગીતકવિ અને ગઝલકવિ તરીકે મળેલી સફળતા નોંધ ' પાત્ર છે. 'તારલિયા’, ‘દીવડાને દરબાર’, ‘ઝરમર વગેરે પ્રકૃતિવિષયક ગીતે છે; તો ‘કેસરિયો રંગ’, ‘પરોડિયાની પદમણી', ‘વિછવ’, ‘વિજોગણ” વગેરે યૌવનના રંગ-ઉમંગની સાથે વિરહની વેદના નિરૂપતાં પ્રણયકાવ્યો છે. જોકે એમની આગવી વિશેષતા વ્યકત કરતાં ‘અમલકટોરી’, ‘રામઝરખે', 'સુખડ અને બાવળ' વગેરે ભકિત-ઉલ્લાસ ગાતાં ગીત-ભજન ભકતકવિને મિજાજ અને અનુભૂતિની સચ્ચાઈ દાખવતાં હોઈ વિશેષ ધ્યાનાર્હ છે. ‘પંચામૃતને મુખરિત પારાવાર છલકાવતા આ કવિ પ્રભુભકિતની સાથે તત્ત્વાનુભૂતિની વાતને પણ વણી લે છે. પ્રાચીન પરંપરાનાં ભજનનાં લયઢાળ એમને સહજસિદ્ધ છે. આ ઉપરાંત દસ્તૂર સીતારામ મહારાજ: પદ્યકૃતિઓ સીતારામ કાવ્ય'- ભા. ૧-૨ અને ‘સીતારામ સૉંધ પદમાળા' (૧૯૪૪)ના કર્તા. ૨.ર.દ. સુઈ હરદાસ : ‘રામાયણના ચન્દ્રાવળાના કર્તા. ૨.ર.દ. સુકાની : જુઓ, બૂચ ચંદ્રશંકર અમૃતલાલ. સુદીત : જુઓ, પટેલ રામચંદ્ર બબલદાસ. સુખડવાળા વાઘજી કલ્યાણજી : અડધાથી વાળ9 Sલ નવલકથા “સત્યશોધકચન્દ્ર (૧૮૯૬)ના કર્તા. ૨.ર.દ. સુખડિયા નારાયણલાલ પુરુષોત્તમ : ચરિત્રકૃતિઓ ‘સંતરાવાસ (૧૯૭૧) અને ‘બે રાષ્ટ્રીય સંતો' (૧૯૭૧) તથા પદ્યકૃતિ 'કમળદળ' (૧૯૩૭)ના કર્તા. ૨.ર.દ. સુખદુ:ખનાં સાથી (૧૯૪૦): પન્નાલાલ પટેલને પ્રથમ વાર્તાસંગ્રહ. એમની સર્જકશકિતના વધુ લાક્ષણિક ઉન્મેષો અહીં તળગામડાનાં દીનહીન લોકોની કથા આલેખતી વાર્તાઓ ‘રેશમડી, ધણીનું નાક’, ‘ધડા તલાટી’, ‘દાણીનું ઘડિયાળ', 'સુખદુ:ખનાં સાથી” વગેરેમાં જોવા મળે છે. આ પ્રકારની વાર્તાઓમાં વિશેષપણે લગ્નજીવનની ગૂંચ, કૌટુંબિક વેરઝેર, વહેમ અને અંધશ્રદ્ધા જેવાં અનિષ્ટોમાંથી જન્મતી વિષમતા તથા ગ્રામીણ સમાજની રંક દશા અને પરવશતા જેવી પરિસ્થિતિ વગેરેનું આલેખન થયું છે. સરળ ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૬૨૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654