Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 632
________________ સાહિત્યસમીક્ષા- સાંડેસરા ઉપેન્દ્રરાય જયચંદભાઈ જીવનચરિત્ર ‘શહીદ વીર કિનારીવાળા’ સાંગણકર બિપિન : (૧૯૬૦) ના કર્તા. કલાદૃષ્ટિ યોગ્ય રીતે પ્રગટ થયાં છે. લેખક સાહિત્યસંજ્ઞાને વિશાળ અર્થમાં પ્રયોજે છે. એમના મતે ભાષા, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન - રાઘળાં શાસ્ત્રોનું પર્યવસાન સાહિત્યમાં થાય છે. એમની માન્યતા છે કે આત્માના લાગણી, બુદ્ધિ, જાતિ ને આધ્યાત્મિકતા એ ચારેય અંશે કાવ્યમાં અનિવાર્યપણે જોવા મળે છે ' સાહિત્યસમીક્ષા (૧૯૩૭) : વિશ્વનાથ મગનલાલ ભટ્ટને ચૌદ વિવેચનલેખેને સંગ્રહ. પ્રમાણમાં ટૂંકા હોય, વૈવિધ્ય જળવાયું હોય અને લેખકને જે ઉત્તમ લાગ્યા હોય તેવા આ લેખને વ્યવસ્થિત કમમાં ગોઠવવાને અહીં પ્રયત્ન થયો છે. પહેલે ગુચ્છ સિદ્ધાંતચર્ચાને, બીજો ગુચ્છ નર્મદયુગીન સાહિત્યના અભ્યાસનો, તો ત્રીજો ગુચ્છ સમકાલીન સાહિત્યનાં અવલોકન છે. નર્મદ, દલપતરામ, નંદશંકર, નરસિંહરાવ, બેટાદકર, બળવંતરાય ઠાકોર, હરગોવિંદદાસ કાંટાવાળા વગેરે સાહિત્યકારો વિશે એમાં દ્યોતક રામીક્ષા છે. “વિવેચનને આદર્શમાં સત્યનિષ્ઠા, સ્વાતંત્ર્ય, તાટસ્ય અને સમભાવના - એ ચાર અગત્યનાં લક્ષણો એમણે દર્શાવ્યાં છે તને વિનિયોગ આ ગ્રંથમાં જોઈ શકાય છે. ‘સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય’માંની રાહિત્યવલણોની વિસ્તૃત ચર્ચા ધ્યાન ખેંચે છે. ચં... સાહિત્યહિતચિંતક : જુઓ, વૈદ્ય વિજયરાય કલ્યાણરાય. સાંકળચંદ વાડીલાલ: ‘ડિકશનરી : ગુજરાતી ઍન્ડ ઇંગ્લિશ” (૧૮૮૫) ના કર્તા. સાંગાણી ચંદ્રકાન્ત : નવલકથાઓ ખેળાને ખૂંદનાર' (૧૯૬૦), સૂની પડી રે સિતાર' (૧૯૬૨) તથા “પ્રીતમ આન મિલ’ (૧૯૬૪)ના કર્તા. ૨.૨.દ. સાંગાણી દામુભાઈ માવજીભાઈ (૨૦-૧૧-૧૯૧૨) : નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર. જન્મ જામનગર જિલ્લાના રારોવર ગામમાં. પાંચ ધોરણ સુધીનો અભ્યાસ. એમનાં વ્યવસાયી રંગભૂમિનાં નાટયલેખનમાં “મટા ઘરને જમાઈ' (૧૯૫૭), ‘શું હતા, શું થઈ ગયા?' (૧૯૬૦), ‘આવ્યા એવા ગયા' (૧૯૬૨) અને ‘નટીશૂન્ય નાટકો(૧૯૬૭) મુખ્ય છે. ‘ઈશ્વરે ઘર બદલ્યું એમનું દ્વિઅંકી નાટક છે. સામાન્ય રીતે તેઓ લગ્નજીવનની આસપાસની પરિસ્થિતિઓનું નિરૂપણ કરે છે અને સ્થળ પ્રસંગે તેમ જ ઘટનાઓમાંથી હાસ્યની નિષ્પત્તિ કરે છે. ‘જીવનના પડછાયા' (૧૯૩૩), ‘હું અને મારી શ્રીમતી' (૧૯૬૧) અને “બારમે ચન્દ્રમા’ એમના હાસ્યપ્રધાન નવલિકાસંગ્રહો છે. ‘મારે નથી પરણવું' (૧૯૫૫), ‘પસંદગીને પતિ' (૧૯૫૮), ‘હું એક મૂરતિયો' (૧૯૬૦), ‘પરણ્યા છતાં કુંવારાં' (૧૯૬૦), ‘રતીમાં વહાણ' (૧૯૬૧) અને ‘લાગી મને લગની' (૧૯૬૨) એમની હાસ્યરસિક નવલકથાઓ છે. સાંગાણી પોપટલાલ : “શિશુ સંવાદમાળા'- ભા. ૧ ના કર્તા. સાંકળિયા ધીરજલાલ વ્રજદાસ : નવલકથા ‘પરમાનંદની પ્રાપ્તિ’ (૧૯૪૪)ના કર્તા. ૨.ર.દ. સાંકળિયા હસમુખ ધીરજલાલ (૧૦-૧૨-૧૯૦૮, ૨૮-૧-૧૯૮૯): આત્મકથાલેખક, પુરાતત્ત્વવિદ, જન્મ મુંબઈમાં ઉચ્ચશિક્ષણ મુંબઈ તથા ઇલૅન્ડમાં. ૧૯૨૯ માં બી.એ. ૧૯૩૨માં એમ.એ. ૧૯૩૩ -માં એલએલ.બી. ૧૯૩૪માં ઇંગ્લેન્ડમાં સર મોર્ટિમર વ્હીલર પાસે તાલીમ પામી ૧૯૩૬માં “આર્કિયોલૉજી ઑફ ગુજરાત પર મહાનિબંધ લખી પીએચ.ડી. ૧૯૩૭થી પૂનાની ડેક્કન કૉલેજમાં પુરાતત્ત્વ વિભાગમાં અધ્યાપક. ભારતભરની નાનાવિધ શોધખેળ અને ઉખનનના માર્ગદર્શક. ૧૯૬૬ માં રણજિતરામ સુવર્ણચન્દ્રક. એમણે પોતાની આત્મકથા ઉપરાંત ‘રામાયણ’ પર વિમર્શ કરતા ગ્રંથે પુરાતત્ત્વ અને રામાયણ' (૧૯૭૩), 'પુરાતત્ત્વમાં ગુજરાત (૧૯૮૩), 'નવપુરાતત્વ' (૧૯૮૩), ‘અયોધ્યાકાંડ: રામાયણનું હાર્દ (૧૯૮૪) આપ્યા છે. આ ઉપરાંત યુનિવર્સિટી ઓફ નાલંદા’ (૧૯૩૪), ‘ઇન્ડિયન આર્કિયોલૅજી ટૂડે' (૧૯૬૨), “એસ્કવેશન ઍટ લાંઘણેજ’ (૧૯૬૫) વગેરે અંગ્રેજી પુસ્તકો પણ એમણે આપ્યાં છે. ૨.૨.દ. સાંગાણી પ્રતાપ : લગ્નજીવનની નિષ્ફળતાના કાર્યને નિરૂપનું દ્વિઅંકી નાટક“માંડવાની નીચે' (૧૯૬૯)ના કર્તા. ૨.ર.દ. સાંડેસરા ઉપેન્દ્રરાય જ્યચંદભાઈ (૩૦-૭-૧૯૨૧) : ચરિત્રલેખક. જન્મ અમદાવાદમાં. નાદુરસ્ત તબિયતને કારણે માત્ર દસ ધારણ સુધીનો અભ્યાસ. ૧૯૪૨ થી શેરબજારમાં સબબ્રોકરને વ્યવસાય. ૧૯૭૦માં નિવૃત્ત. વ્યવસાય દરમિયાન નિસર્ગોપચારને શાસ્ત્રીય અભ્યાસ અને ચિકિત્સા. તુલસીપત્ર દ્વારા વિવિધ અસાધ્ય રોગોનું નિવારણ. એમણે “ધર્મસંસ્થાપક શ્રીકૃષ્ણ', પૂજયતમ શ્રીકૃષ્ણ’, ‘શ્રીમદ્ કૃષ્ણ’, ‘સારથી શ્રીકૃષ્ણ' (૧૯૬૭), શ્રીકૃષ્ણ પુરુષોત્તમ અને અન્તર્યામી’: પૂર્વાર્ધ, ઉત્તરાર્ધ (૧૯૭૩, ૧૯૭૮), “ધર્મરક્ષક શ્રીકૃષ્ણ' (૧૯૭૬), ‘મંત્રી શ્રીકૃષ્ણ’, ‘શકુંતલા અને સાવિત્રી’ (૧૯૭૭), 'યયાતિ' (૧૯૭૭), 'જનક અને સુલભા' (૧૯૭૮), અભિમન્યુ' (૧૯૭૮), ‘નચિકેતા' (૧૯૮૨) જેવાં ચરિત્ર આપ્યાં છે. “વેદવ્યાસ અને મહાભારત' (૧૯૭૬), ‘મહાભારત-અદ્યતન સંદર્ભમાં' (૧૯૭૬), ‘મહાભારતમાં ધર્મસંવાદ' (૧૯૭૮), ધૃતરાષ્ટ્રનું શેકનિવારણ' (૧૯૭૮) વગેરે એમનાં પુરાણવિષયક પુસ્તકો છે. આ ઉપરાંત એમણે ‘શીખ ધર્મ દર્શન' (૧૯૭૩) અને ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654