Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
સરસ્વતીચંદ્ર - સરોદ
સરસ્વતીબહેન : પદ્યકૃતિ “શ્રી ભકિતરસામૃત' (૧૯૩૯)નાં કર્તા.
૨.ર.દ. સરાફ મનમોહનદાસ દયાળદાસ : પદ્યકૃતિઓ ‘નિર્મળ ભજન
માળા' (૧૮૯૦), ‘બાળબોધમાળા(૧૮૯૧) તેમ જ 'કૃષ્ણચરિત્ર' | (૧૯૮૯)ના કર્તા.
સરાયા ગેકુળદાસ મોતીલાલ: ‘શ્રી સદગુરુની સ્તુતિનાં અને શુદ્ધ મુમુક્ષુઓની અભિલધિત પદાર્થોની યાચનાનાં પદો' (અન્ય સાથે, ૧૯૪૩)ના કર્તા.
સરાયા દ્રારકાદાસ લાલજી : ચરિત્ર 'ભૂખણકવિ'(૧૯૨૯) ના કર્તા.
ગુફામાં સરસ્વતીચંદ્ર-કુમુદનાં સહસ્વપ્નોના આલેખન દ્વારા ભવિષ્યના ભારતનું દર્શન કરાવાયું છે. જોકે, આ સમગ્ર ચિંતન કળાકીય દૃષ્ટિએ કૃતિને અંતર્ગત અંશ બની શકતું નથી.
‘ઈવરલીલાનું સદર્ભે ચિત્ર' આપવાના હેતુ અને વ્યાપક જીવનને પકડમાં લેવાનો પુરુષાર્થ મનમાં હોવાને લીધે અહીં જીવનના વિવિધ સ્તરોમાંથી વિપુલ પાત્રસૃષ્ટિ આવે છે. સંક્રાંતિકાળના યુગનું વાસ્તવદર્શી ને ભાવનાલક્ષી ચિત્ર દોરવાની નેમ હોવાને લીધે નવલકથામાં એક જ વર્ગનાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનનાં સારાંમાઠાં પાત્રો મળે છે. આ પાત્રો અગતિશીલ છે; કોઈ ભાવના કે લાગણીનાં પ્રતિનિધિ છે; અને તોપણ એમનાં વ્યકિતત્વમાં જોવા મળતાં સઅસ તો, એમનાં ચિત્તમાં આવતાં મનોમંથન અને નૈતિક દૃષ્ટિએ ઉચ્ચગ્રાહી પાત્રોનું અસથી સ તરફ વળવું—એ સર્વને લેખક પ્રતીતિકર રીતે આલેખે છે કે જેથી આ પાત્ર જીવંત અને હૃદયસ્પર્શી બને છે. સ્ત્રીપાત્રો પુરુષપાત્રોને મુકાબલે સવિશેષ સંકુલ અને આકર્ષક છે. એમાંય નવલકથાનું સૌથી વિશેષ કરુણ પાત્ર કુમુદસુંદરી તે પાત્રચિત્તનાં ઊંડાણમાં અવગાહન કરવાની લેખકની શકિતને ઉત્તમ નમૂને છે.
કથન, વર્ણન, સંવાદ, પત્ર, કવિતા એ સહુને આશ્રય લેતી નવલકથાની શૈલી પ્રસંગ ને પાત્રને અનુરૂપ વિવિધ મુદ્રા ધારણ કરે છે. વિગતપ્રચુર વર્ણને બાબતે બાણ અને બર્કના ગદ્યની યાદ અપાવતી ને છતાં એમના ગદ્યથી જુદી પડતી પ્રલંબ વાક્યોવાળી શૈલી, આવેશસ્પષ્ટ વાર્તાલાપ અને પત્રાલાપમાં જોવા મળતી ઉદ્બોધન શૈલી કે લાગણીના આવેગવાળી કવિત્વમય શૈલી - એમ વિવિધ પિત એમાં જોવા મળે છે. અપરિચિત તત્સમ શબ્દોને પ્રયોજતું, નવા શબ્દો નીપજાવતું, આલંકારિક, મૌલિક તેમ જ અનુદિત કાવ્યો અને અવતરણોને ગૂંથતું ગદ્ય અહીં પાંડિત્યસભર છે; તો અલ્પશકિત, અલ્પચિ અને અલ્પબુદ્ધિવાળાં પાત્રોની વાણીમાં રૂઢપ્રયોગો, કહેવતો તથા ગ્રામ્ય શબ્દોને ગૂંથતું તળપદી ભાષાના સંસ્કારવાળું પણ છે.
આજે આ કૃતિની ઘણી મર્યાદાઓ બતાવી શકાય. કથાના સંયોજનમાં કેટલાક વિસ્તારી ચિંતન-મનનની કળાકીય દૃષ્ટિએ અનુપયુકતતા; આજે કાળગ્રસ્ત લાગે એવી કેટલીક વિચારણા; શૈલીની કેટલીક કૃત્રિમતા વગેરે આ નવલકથાની મર્યાદાઓને સ્વીકાર્યા પછી પણ આ બૃહત્ નવલકથામાં ઓગણીસમી સદીના, અંતભાગમાં જીવનને આટલા વ્યાપક સંદર્ભમાં જોવા-મૂલવવાને અને તેને કળારૂપ આપવાનો જે પુરુષાર્થ એના સર્જકે કર્યો છે તે ઘટના ગુજરાતી સાહિત્યમાં જ નહીં, બલકે સમગ્ર ભારતીય , સાહિત્યમાં અજોડ છે.
જ.ગા. સરસ્વતીચંદ્ર: વ્યકિતપ્રેમની મનોવેદનાને અનેક પ્રલોભને અને કસોટીઓની પાર જઈ સમષ્ટિકલ્યાણના વ્યાપક ફલક પર રોપ, ગોવર્ધનરામ માધવરામત્રિપાઠીની પ્રશિષ્ટ નવલકથા “સરસ્વતીચંદ્ર -નો વિખ્યાત નાયક.
ચં...
સરી જતી રેતી - ભા. ૧, ૨ (૧૯૫૨, ૧૯૫૧): યશોધર મહેતાની, એમાંના ઉન્માદક શૃંગારના અતિચિત્રણને કારણે ટીકાપાત્ર બનેલી નવલકથા. પહેલા ભાગમાં એક બાજુ સુધીર, પદ્મા અને યમુનાની વચ્ચે સર્જાતા પ્રણયત્રિકોણની; તે બીજી બાજુ ડૉ. કલ્યાણના તેના ઇલૅન્ડનિવાસ દરમિયાન પરિચયમાં આવેલી સ્ત્રીઓ હિલ્કા, માર્ગી, સાબીના, મોલી અને લીસલ સાથેના તથા ભારતમાં મેના અને શ્યામા સાથેના કામુક સંબંધની કથા છે. વચ્ચે ઠાકોરદાસના કટુંબમાં નોકર નંદલાલ અને ઠાકોરદાસનાં પત્ની ચંદન અને માળી શ્યામા સાથેના કામુક સંબંધની કથા પણ આલેખાઈ છે. બીજા ભાગમાં યોગીઓના સંપર્કને લીધે કલ્યાણ ધીમે ધીમે, કામુક સંબંધથી મળતા ઇન્દ્રિયસુખમાંથી નિવૃત્ત બનતો જતો નિરૂપાયો છે. નવલકથામાં જાતીય સુખ અને યૌગિક અનુભવ -એ બેનું સંયોજન અસ્વાભાવિક અને અપ્રતીતિકર રહ્યું છે.
જ.ગા. સરૈયા એની ચંદ્રકાન્ત (૯-૧૦-૧૯૧૭) : કવિ, બાળસાહિત્યકાર, જન્મ મુંબઈમાં. ૧૯૩૯ માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ફોર સોશિયલ વર્ક તરફથી કેનેડા અને જાપાનને પ્રવાસ. ‘તારલિયા' (૧૯૫૯), ‘મતીડાં(૧૯૭૧), ‘મોરપીંછ' (૧૯૭૯), ‘ઇન મીન તીન' (૧૯૮૨), ‘અલ્લક દલ્લક' (૧૯૮૩) વગેરે એમના બાળગીતોના સંગ્રહો છે. 'કલકલ કથા'- ભા. ૧-૨-૩માં બાળવાર્તાઓ છે. ‘માધવમાલિકા' (૧૯૮૩), ‘કહાનકનીનિકા” (૧૯૮૩), ‘શ્યામ શણગાર' (૧૯૮૩), ‘ગોપીગુંજન' (૧૯૮૩) વગેરે કૃષ્ણભકિતનાં ગીતોના સંગ્રહો છે. આ ઉપરાંત કેટલીક બાળસાહિત્યકૃતિઓના અનુવાદ પણ એમણે આપ્યા છે.
ચં.ટો. સરૈયા નટવરલાલ : શંકરાચાર્યના જીવન તથા એમણે રચેલા ગ્રંથોની સમીક્ષા દ્વારા શાંકરદર્શનને વિસ્તૃત પરિચય આપતે ગ્રંથ આચાર્ય શંકરનું જીવન અને દર્શન' (૧૯૭૬) ના કર્તા.
૨.ર.દ. સરોદ: જુઓ, ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ.
૬૧૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org