Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
સંજણા જહાંગીર બરોરજી–સંપટ પુરુષોત્તમ વિશ્રામ માવજી
આ ઉપરાંત “અનાર્યનાં અડપલાં' (૧૯૫૫)માં એમના ખાખા- બેલા વકતૃત્વને ઝીલતા લેખે સંગૃહીત થયેલા છે.
૨.૨.દ.
સંજાણા જહાંગીર બરજોરજી (૧૮૬૩, ૧૯૩૭) : પદ્યકૃતિઓ ‘ગુલઝારે પારસ’ અને ‘કાવ્યસંગ્રહ', ગદ્યગ્રંથ ‘મહાન જરથોસ્તી ધર્મ' તેમ જ અનુવાદ ‘અદ્ઘવિરાફ (૧૯૨૮)ના કર્તા.
૨૨,. સંજણા પી. બી.: જીવનચરિત્ર પૈગમ્બર જરથોરતના જન્મારાને
અહવાલ' (૧૯૮૩) ના કર્તા.
સંત ખુરશીદાસ: જુઓ, પુરોહિત વેણીભાઈ જમનાદાસ. રાંત છાયા : સૌરાષ્ટ્રના લોકજીવનને નિરૂપતી નવલકથા 'માથાં માણે' (૧૯૭૮)ના કર્તા.
નિ.વા. સંતબાલ : જુઓ, દોશી શિવલાલ નાગજીભાઈ. સંતસાહિત્ય શબ્દકોશ (૧૯૮૪) : જેઠાલાલ ત્રિવેદી સંપાદિત આ કોશમાં ગુજરાતી સંતવાણી મુખ્ય વિષય હોવા છતાં કેટલાક હિંદી, રાજસ્થાની શબ્દો પણ ઉપયોગી માનીને સામિલ કર્યા છે. શબ્દ, એને અર્થ, ઉદાહરણ અને સાથે અંગ્રેજી પર્યાય આપવાને અહીં પ્રયત્ન છે. આ કોશનું મહત્ત્વ માત્ર ગુજરાતી માટે નહિ, પણ ભારતની અન્ય ભાષાઓ માટે પણ છે. ભારતીય આર્યભાષાઓના સંતસાહિત્યના રહસ્યને સમજવામાં આ કોશ ઉપયોગી છે.
ચં... - સંતુ રંગીલી : ચુનીલાલ મડિયાએ પોતાના જ એકાંકી ‘કંકુના થાપા' પરથી લખેલી નવલકથા “લીલૂડી ધરતી'ની નાયિકા. ગોબરથી ગર્ભ રહ્યા બાદ ગેબરનું અકસ્માતમાં મરણ થતાં ગામવાસીઓ અને દુરાચારિણી માને છે અને દુકાળનું કારણ ગણે છે. મૃત બાળક અવતરતાં અંતે સંતુ પાગલ થઈ જાય છે.
ચં.ટો. સંતોક નોશીરવાન આદિલ : નવલકથા ‘જસ્ટીસ યાને ન્યા’ના કર્તા.
ચં.ટો. સંતોકબાઈ કુબેરજી: પદ્યકૃતિ ‘સતી શિરોમણિ સુકન્યા આખ્યાન અને કેશરકુમારી' (૧૮૯૬)નાં કર્તા.
નિ.વ. સંતના અનુજ (૧૯૭૧): સ્વામી આનંદનું પુસ્તક. અંજલિઓ દ્વારા આદરણીય ગુરુજને કે સાથી સૃહદોનાં અહીં લેખકે સ્મૃતિતર્પણા કર્યા છે. એમાં વિષય બનનાર વ્યકિત પરત્વેને પૂજયભાવ મુખ્ય છે. કળાકારીગરીના કોઈ ધ્યેય વગર લખાયેલાં આ લખાણો હૃદયસ્પર્શી છે. વામનદાદાથી શરૂ કરી બદરીશા, ડે. માયાદાસ, તાતારામજી, કિશોરલાલભાઈ, મહાદેવભાઈ, નરહરિભાઈ, વૈકુંઠભાઈ મહેતા વગેરેનાં વ્યકિતચિત્રણોમાં પોતાના અનુભવે સાંપડેલે સંતેને મહિમાં નિરૂપાયો છે.
ચંટો.
સંધી મામદ મનુભાઈ : ભજનસંગ્રહ ‘પ્રેમને પ્રવાહ' (૧૯૨૨)ના કર્તા.
નિ.. સંપ વિશે : રૂપકાત્મક અને ઉર્બોધન શૈલીમાં સંપની ઉત્પત્તિ અને સ્વરૂપની ચર્ચા કરતો નર્મદનો નિબંધ.
ચં.. સંપટ ચંદુલાલ કરશનદાસ, ‘બા': નિબંધગ્રંથ ‘બાઘાન; બખેડા (૧૯૨૮)ના કર્તા.
નિ.વે. સંપટ જમનાદાસ મોરારજી, ‘જામન' (૧૮૮૮, ૧૯૫૫) : નાટલેખક.
‘ભૂલનો ભાગ’ (૧૯૨૨), ‘એમાં શું?' (૧૯૨૩), ‘લગ્નબંધન' (૧૯૩૨), ‘ગુનેગાર દુનિયા' (૧૯૩૪), પશ્રિમને પવન' (૧૯૩૪), ‘નગદ દો', “અધૂરાં અમૃત', કોલેજિયન’,‘રાજરમત', અંધારી ગલી', 'કોનો વાંક?”, “શેતરંજન દાવ’ વગેરે એમનાં સામાજિક વિષયવસ્તુને આલેખતાં નાટકો છે. ખાસૂઝ અને સાહિત્યિક ગુણવત્તાની દૃષ્ટિએ એમનાં નાટકો નોંધપાત્ર છે.
નિ.વા. સંપટ ડુંગરશી ધરમશી (૧૮૮૦, ૧૨-૧૦-૧૯૬૭) : પ્રવાસલેખક, ચરિત્રકાર, જન્મ અંજારમાં. અંગ્રેજી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ. મુંબઈની શેઠ અમરચંદ માધવજીની કંપનીનું સંચાલન. કરાંચી શાખાના માલિક. ૧૯૪૭ સુધી ત્યાં વ્યવસાય. ભાગલા થતાં મુંબઈમાં વસવાટ. મુંબઈમાં અવસાન.
પ્રવાસગ્રંથ “હિમાલયના પુણ્યપ્રદેશમાં', ચરિત્રગ્રંથ ‘જીવનસાથી' (૧૯૪૪), વાર્તાસંગ્રહ “સાગરકથાઓ (૧૯૪૭) ઉપરાંત એમણે 'કચ્છી વહાણવટાનો જૂનો ઇતિહાસ', 'કચ્છનું વેપારતંત્ર’, ‘જાપાન' (૧૯૪૨), હદ:વિશ્વયુદ્ધના વમળમાં' (૧૯૪૩), ‘વ્યાપારી સર્વસંગ્રહ' (૧૯૪૫), ‘આરોગ્ય સાધના' (૧૯૪૫) જેવાં પ્રકીર્ણ પુસ્તકો આપ્યાં છે. ભકત સુરદાસનાં પદો' (૧૯૪૭), ધીરા ભગતનાં પદો' (૧૯૪૭), ‘ભેજા ભગત ના ચાબખા' (૧૯૪૭) એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે.
ચં.ટો. સંપટ નરોત્તમ જેઠાભાઈ, નરમણિ' (૨૯-૧-૧૮૮૦, ૧૯૬૭) : કવિ. જન્મ મુંબઈમાં. માધ્યમિક શિક્ષણ મોરબીમાં. ૧૮૯૬ માં મૅટ્રિક. વડોદરા કોલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યા બાદ શિક્ષકની
કરી. સંસ્કૃત ભાષાને વધુ અભ્યાસ. ૧૯૦૫થી ૧૯૩૨ સુધી રૂનો વેપાર. ૧૯૩૨ થી ૧૯૩૭ સુધી તિબેટ, નેપાળ, બ્રહ્મદેશ, સિલોન વગેરેને પગપાળા પ્રવાસ. ત્યારબાદ મુંબઈમાં નિવાસ.
એમની પાસેથી ભજનસંગ્રહ “નવમણિનાં કીર્તન' (૧૯૬૦), ચરિત્રલક્ષી કૃતિ “શેઠ હંસરાજ પ્રાગજી ઠાકરસીનું જીવનચરિત્ર' (૧૯૨૧) તથા પદ્યકૃતિ “ભાનુપ્રકાશ' (૧૯૦૮) મળ્યાં છે.
નિ.. સંપટ પુરુષોત્તમ વિશ્રામ માવજી (૧૧-૧૧-૧૮૭૯, ૩-૭-૧૯૨૯): નવલકથાકાર. જન્મ દ્વારકા પાસેના વરવાળા ગામમાં. મૅટિક થયા
ગુજરાતી સાહિત્યકોશ - ૨: ૬૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654