Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 594
________________ શાહ (ચાંદવડવાલા) બાલાંદ હીરાચંદ– શાહ મગનલાલ ઝવેરચંદ માધ્યમિક શિક્ષણ સણસોલીમાં. ઇન્ટર પછી એમ.બી.બી.એ.માં જોડાયા, પણ બીમારીને કારણે અભ્યાસ છોડી અંબુભાઈ પુરાણીની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક. પછીથી અમૃતલાલ પટ્ટણીના અંતેવાસી રૂપે વૈદકને અભ્યાસ. મીઠાના સત્યાગ્રહ દરમિયાન જેલવાસ. હાંસોટ(જિ.ભરૂચ)માં ઓગણીસ વર્ષ સુધી વૈદિકીય ને સામાજિક સેવા. પછીથી સુરતના નાગર આયુર્વેદ મહાવિદ્યાલયમાં ૧૯૬૫ સુધી આચાર્ય. એ દરમિયાન ‘ભિષભારતી’ નામના આયુર્વેદિક માસિકનું સંપાદન. ૧૯૬૫નો રણજિતરામ સુવર્ણચંદ્રક. એમણે જીવનચરિત્ર “વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણભાઈ' (૧૯૩૧) ઉપરાંત નિઘંટુ આદર્શ'- ભા.૧, ૨ (૧૯૨૭, ૧૯૨૮), ‘અભિનવ કામશાસ્ત્ર' (૧૯૩૦), 'ગુજરાતની વનસ્પતિ', 'ઘરગથ્થુ વૈદકી, ‘સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ' (૧૯૫૩) વગેરે પુસ્તકો આપ્યાં છે. ૨.ર.દ. શાહ (ચાંદવડવાલા) બાલચંદ હીરાચંદ, ‘બાલે’: ‘સુબોધ રતવન કુસુમાવલિ' (૧૯૦૮)ના કર્તા. શાહ ભગુભાઈ પ્રેમચંદ : “તારા, વીજળી કટનિવારણ નાટક (૧૮૮૯)ના કર્તા. ૨.ર.દ. શાહ ભરતકુમાર મણિલાલ: ‘બાળવિદ (૧૯૩૦)ના કર્તા. ૨.ર.દ. શાહ ભાઈચંદ ગોવર્ધનદાસ: ત્રિઅંકી નાટક ‘મહિષાસુરમર્દન (૧૮૯૯)ના કર્તા. ર.ર.દ. શાહ ભાઈચંદ્ર પૂજાદાસ (૨૫-૯-૧૮૭૬,-): બાળવાર્તાલેખક, સંપાદક. જન્મ સાદરા (જિ. વડોદરા)માં. અંગ્રેજી બીજા ધોરણ સુધીને અભ્યાસ. તબિયત ઠીક ન રહેતાં અધૂરા અભ્યાસે સાદરાની શાળામાં શિક્ષક. પછીથી ડભડા તાલુકાશાળામાં હેડમાસ્તર. એમણે 'ગુજરાતના ઇતિહાસની સચિત્ર સહેલી વાર્તાઓ (૧૯૨૪) તથા ‘ભૂગોળને પદ્યપાઠ' (૧૯૨૧), ‘ઇતિહાસને પદ્યપાઠ (૧૯૨૧) વગેરે પાઠયપુસ્તકો ઉપરાંત બાળગીતસંગ્રહ'ભા.૧, ૨(૧૯૧૫, ૧૯૨૪), સંવાદસંગ્રહ'-ભા. ૧, ૨,૩(૧૯૨૧, ૧૯૨૨, ૧૯૨૮), 'સંવાદમાળા'- મણકો ૧,૨(૧૯૨૨, ૧૯૨૮) જેવાં સંપાદનો પણ આપ્યાં છે. શાહ ભાઈલાલ મગનલાલ : પદ્યકૃતિ મહમદાવાદની મઝા'ના કર્તા. ૨.ર.દ. શાહ ભીખાભાઈ છગનલાલ : નવલકથા “સતી નર્મદા ચરિત્ર (૧૯૧૩) તથા શ્રીયુત તિલક વિરહ' (૧૯૦૮)ના કર્તા. ૨.ર.દ. શાહ ભીખાભાઈ રણછોડદાસ: “ભકિતમણિકાવ્ય' (૧૯૦૮) ના કર્તા. શાહ બાલાભાઈ છગનલાલ (૧૮૭૩,-): વાર્તાલેખક, સંપાદક. જન્મ અમદાવાદમાં. અંગ્રેજી છ ધોરણ સુધી અભ્યાસ. પુસ્તકો તથા દવાના કમિશન એજન્ટ. એમણે “અંજના સતીને રાસ’, ‘વૈરાગ્યોપદેશપોથી'-ભા. ૧ (૧૮૯૯) તથા માનવજન્મની મહત્તા સમજાવતી બેધક દૃષ્ટાંત- કથાઓને સંગ્રહ “મનુષ્યભવના દુર્લભપણા વિશે દસ દૃષ્ટાંત' જેવાં પુસ્તકો તથા જૈન સક્ઝાયમાળા'-ભા. ૧-૨-૩(૧૯૧૩) અને જેને કથાસંગ્રહ'-ભા.૧ (૧૯૧૫) જેવાં સંપાદનો પ્યાં છે. ૨.ર.દ. શાહ બાલાભાઈ ત્રિકમલાલ: પદ્યકૃતિ જેનગુણપ્રબોધ રન- ચિંતામણિ (૧૯૦૧)ના કર્તા. ૨.ર.દ. શાહ બાલુભાઈ : બાલોપયોગી પુસ્તિકા 'માણસ'ના કર્તા. ૨.ર.દ. શાહ ભગવાનદાસ ચૂનીલાલ : “ધળપદ' (૧૯૩૦) તથા “શ્રી બાળકૃષ્ણલીલામૃત' (૧૯૩૯)ના કર્તા. ૨.ર.દ. શાહ ભગવાનલાલ : ત્રિઅંકી નાટક “ચતુરચન્દ્રિકા (અન્ય સાથે, ૧૯૦૨)ના કર્તા. ૨.ર.દ. શાહ ભગવાનલાલ રણછોડલાલ : ચરિત્રગ્રંથ “ગ્લેડસ્ટન સાહેબનું જીવનચરિત્ર' (૧૮૯૩) અને ‘રા. બ. રણછોડલાલ છોટાલાલ સી.આઈ.ઈ.નું જન્મચરિત્ર' (૧૮૯૯) તથા પદ્યકૃતિઓ ‘વિધાત્રીને વાંક' (૧૮૭૧), 'રાણી વિકટેરિયાને સ્વર્ગવાસ' (૧૯૦૧)અને ‘ રાજ્યાભિષેક અથવા દિલ્હી દરબાર' (૧૯૮૩)ના કર્તા. (દ -દ, શાહ ભીમસિહ માણેક (શાવક) : “ધર્મ બુદ્ધિમંત્રી અને પાપબુદ્ધિ રાજાનો રાસ', 'પરદેશી રાજાને રાસ', ‘મહાબલ-મલયાસુંદરીને રાસ’, ‘વિમલ મંત્રીને રાસ’, ‘હરિશ્ચન્દ્ર રાજાને રાસ', હંસરાજ વચ્છરાજનો રાસ’ વગેરે નાના-મોટા રાસેનાં સંપાદન તથા ચતુવંશતિ જીનસ્તવન’, ‘ચૈત્યવંદનવીશી',જૈન હોરીસંગ્રહ', જીવવિચાર પ્રકરણ’, ‘વિવિધ પૂજાસંગ્રહ' (૧૮૯૫) અને ‘તવનાવલિ” જેવાં મધ્યકાલીન જૈનકૃતિઓનાં સંચય-સંપાદન ઉપરાંત ‘અહંનીતિના અનુવાદના કર્તા. ૨.ર.દ. શાહ ભૂપેન્દ્ર: નવલકથા 'રાધાકિસન' (૧૯૭૬)ના કર્તા. ૨.ર.દ. શાહ ભેગીલાલ મ. : “મારાં જીવનનાં સંસ્મરણો' (૧૯૭૧)ના કર્તા. ૨.ર.દ. શાહ ભેજરાજ નથુભાઈ : પદ્યકૃતિ “આનંદમંગળ’ના કર્તા. ૨.ર.દ. શાહ મગનલાલ ઝવેરચંદ : “યશોમતી'(૧૮૮૧) તથા આત્મબોધ આનંદવીસી(૧૯૧૬)ના કર્તા. ૨.ર.દ. ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૫૮૩ Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654