Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 617
________________ શેઠના એન. પી.-શેષનાં કાવ્યો શેઠના એન. પી. : કથાકૃતિ ‘તરુલત્તા'(૧૯૧૧)ના કર્તા. નિ.. શેઠના એરચશાહ એદલજી : કથાકૃતિ ‘નામે આદમ યાને આદમચિતાર’ - ૧(૧૮૮૫)ના કર્તા. નિ.વો. શેઠના નવરોજજી કે. : કથાકૃતિ જલ્મી થાય જબે' (૧૮૭૮)ના કર્તા. નિ.વ. શેઠના ફરામજી હેરમસજી : ચરિત્રલક્ષી કૃતિ ‘મહાપુરના જન્મારાનો અહેવાલીના કર્તા. નિ.વો. શેઠના યાહ્યા એ.: ગઝલસંગ્રહ ‘ગુલિસ્તાને ગઝલ અથવા દીવાને ફઝલ' (૧૯૩૩)ના કર્તા. નિ.વા. શેઠના રતનજી ફરામજી (૧૮૭૨, ૧૯૬૫): જ્ઞાનકોશકાર, નાટકકાર. જન્મ થાણા જિલ્લાના ભીવંડીમાં. પ્રારંભમાં થોડાં ગુજરાતી અને મરાઠી ધોરણોને અભ્યાસ. મુંબઈમાં અંગ્રેજીને અભ્યાસ. સૂતર અને દોરડાં બનાવતા કારખાના સાથે સંલગ્ન. ૧૮૯૫માં મુંબઈની અંજુમને ઇસ્લામ લાઇબ્રેરીના ઓનરરી બુક કમિશનર, ૧૮૯૭માં ‘ગુલ અફશાનના અધિપતિ. એમણે “એશિયાની સગુણી બાનુઓ'ના બે ભાગ પૈકી ભાગ પહેલામાં ઓગણત્રીસ બાનુઓનાં ગદ્યચરિત્રો અને ભાગ બીજામાં ત્રણ બાનુઓનાં પઘ કે બેતમાં ચરિત્રો આપ્યાં છે. નૂરજહાંથી બિકાનેરની રાણી લાલિમા સુધીનાં પાત્રો એમાં આવરી લેવાયાં છે. ‘સુંદર હેલન’માં હેમરને આધારે મહાયુદ્ધની કથા આલેખાયેલી છે; તો ગુલખુશરો’ પારસી ભાષામાં લખાયેલું એમનું દ્વિઅંકી રમૂજી ફારસ છે. આ ઉપરાંત “ખુદા પર સબર’, ‘પાક જાત પરીન, ‘જલનું જીગર’, ‘સહનશીલ પીરજા', ‘રોશન ચિરાગ’ વગેરે એમનાં સામાજિક-ઐતિહાસિક નાટકો છે. નવ ખંડો ધરાવતો ‘જ્ઞાનચક્ર યાને ગુજરાતી ઍન્સાઇકલપીડિયા’(૧૮૯૯) એ ગુજરાતીમાં જ્ઞાનકોશને અવતારવાને માણેકજી એદલજી વાચ્છા અને અરદેશર ફરામજી સલાનના જ્ઞાનકોશ ‘સર્વવિદ્યા' (૧૮૯૧) પછીનું મહત્ત્વને પ્રયત્ન છે. આ ઉપરાંત અંજ્ઞાદર્શક કોશ અથવા સંખ્યાત શબ્દાવધિ’ પણ એમને ગ્રંથ છે. ચંટો. શેઠના સુરેશ મ. - ૧૦-૧૦-૧૯૮૪): પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોનાં ચરિત્રોને સંગ્રહ ‘મહાન વૈજ્ઞાનિકો'- ભા. ૧-૨ (અન્ય સાથે, ૧૯૬૯) તથા વિવિધ વૈજ્ઞાનિક સંશોધનની માહિતી આપતે ગ્રંથ “શોધ અને સિદ્ધિ' (અન્ય સાથે, ૧૯૪૯)ના કર્તા. નિ.. શેલત કાલિદાસ : રામાયણ પર આધારિત કથાકૃતિ રામાયણની રસધાર’ના કર્તા. નિ.વો. શેલત ચુનીલાલ રામચંદ્ર: ચરિત્રલક્ષી કૃતિઓ રામકૃષ્ણ પરમહંસ (૧૯૨૪), “મહાન શીખ ગુરુઓ' (મહેતા કલ્યાણજી વિઠ્ઠલભાઈ સાથે, ૧૯૬૬); બાળપયોગી પુસ્તિકા “બાળઉખાણાં'(૧૯૨૨); સંપાદિત કાવ્યસંગ્રહ ‘ગોપકાવ્યો' (૧૯૧૪) અને કાવ્યોદ્યાન તેમ જ અનૂદિત પુસ્તક “આત્મવિલાસ' (૧૯૪૫) ના કર્તા. નિ.. શેલત જમિયત ગ.: નાટયકૃતિ ‘વીર કોલેજકુમાર' (૧૯૩૪)ના કર્તા. નિ.વા. શેલત નાનુભાઈ ગૌરીશંકર (૧૧-૬-૧૯૦૮): નિબંધકાર. જન્મ ઉમરેઠમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ઉમરેઠમાં. વડોદરા કૉલેજમાંથી બી.એ. ૧૯૩૦માં એલએલ.બી. ૧૯૩૬ માં સબ-જજ તરીકેન્યાયખાતાની નોકરીને આરંભ. ૧૯૬૫ થી ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ. પછી નિવૃત્ત. ‘ઉદય' માસિકના તંત્રી. સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ. ૧૯૬૭ થી શ્રી બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદના પ્રમુખ અને કુલપતિ. એમની પાસેથી કેટલાક લેખ' (૧૯૭૦) પુસ્તક મળ્યું છે. નિ.વા. શેલત મણિલાલ શિવશંકર : નવલકથાઓ ‘વિશ્વજિત : વિશ્વાસઘાત' (૧૯૦૯) અને “વિશ્વપ્રભા : ભેદભરેલું ખૂન' (૧૯૦૯)ના કર્તા. નિ.. શેલત વાસુદેવ રામચંદ્ર (૨૩-૯-૧૯૦૨): કવિ. જન્મ ઉમરેઠમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વડોદરામાં. ૧૯૧૯ માં મૅટ્રિક. ૧૯૨૩ -માં બી.એ. ૧૯૩૨માં મુંબઈ બાર કાઉન્સિલની ઍડવોકેટની , પરીક્ષામાં ઉત્તીર્ણ. બોરસદમાં વકીલાત. એમની પાસેથી કવિ બોટાદકરનાં રાસ-કાવ્યોની અસર ઝીલતો કાવ્યસંગ્રહ “ફૂલવાડી' (૧૯૩૧) મળ્યો છે. નિ.. શેલત હિમાંશી (૮-૧-૧૯૪૭): વાર્તાકાર. જન્મ સુરતમાં. અંગ્રેજી વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક. ‘વિદ્યાધર નાયપાલની નવલકથા” પર પીએચ.ડી. ૧૯૬૮ થી એમ. ટી. બી. આર્ટ્સ કોલેજ, સુરતમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા. “અન્તરાલ' (૧૯૮૭) એમની સર્જકપ્રતિભા અને તાજગીને પ્રગટ કરતી ટૂંકીવાર્તાઓને સંગ્રહ છે. ચંટો. શેષ: જુઓ, પાઠક રામનારાયણ વિશ્વનાથ. શેષનાં કાવ્યો (૧૯૩૮): રામનારાયણ વિ. પાઠક, ‘શેષને કાવ્ય સંગ્રહ. એમાં તોતેર જેટલી વિષય, સ્વરૂપ અને વૃત્તના વૈવિધ્યવાળી કૃતિઓ છે; જે ગાંધીયુગનું પ્રતિનિધિત્વ તે કરે જ છે, સાથે નિજી વિશિષ્ટતાને પણ પ્રગટ કરે છે. અભિવ્યકિતમાં ઠાકોરશાઈ રહેવા છતાં કવિએ અહીં સૌનેટ ઉપરાંત મુકતકો, ગીતે, ભજન આપ્યાં છે; મધ્યકાલીન સ્વરૂપને પણ અર્વાચીન રીતે પ્રજયાં ૬૦૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654