Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
શ્રી કલાપીની પત્રધારા- શ્રીધરાણી કૃષણલાલ જેઠાલાલ
લક્ષિતા રહી છે અને તેથી જ સામાજિક સમસ્યાનું, સમાજવ્યવસ્થાની કઠોરતા કે સમાજ-વિષમતાનું ચિત્રણ કરવામાં એક સંયત અને પ્રશિષ્ટ અભિગમ જોવાય છે. વાર્તાઓમાં માર્મિક સંવાદો અને સ્ત્રીપાત્ર વધુ પ્રભાવક છે. “છેલું છાણુ’, ‘મારી ચંપાને વર’, ‘પગલીને પાડનાર’, ‘શ્રાવણી મેળે' જેવી અતિ પ્રસિદ્ધ વાર્તાઓ આ સંગ્રહમાં છે.
ચંટો. શ્રી કલાપીની પત્રધારા (૧૯૩૧): કલાપીના પત્રોનું, જોરાવરસિહજી સુરસિંહજી ગોહિલ દ્વારા સંપાદિત આ પુસ્તક છે. એમાં જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી, “સાગર” સંશોધક તરીકે રહ્યા છે. અહીં, મણિલાલ નભુભાઈ દ્વિવેદી પરના ૧૦૮ પત્રો, શોભના પરના ૮ પત્ર, કોટડાવાળાં બા પરના ૮૪ પત્ર, દરબાર વાજસુરવાળા પરના ૧૦૭ પત્ર, રૂપશંકર ઉદયશંકર ઓઝા-‘સંચિત’ પરના ૪૩ પત્ર, કંથારીઆના રાણા સરદારસિંહજી પરના ૯૯ પત્ર, આનંદરાય હિંમતરાય - દવે ‘આનંદ’ પરના ૨૩ પત્ર, જન્મશંકર મહાશંકર બુચ-લલિત’ પરના ૧૧ પત્ર, ગોવર્ધનરામ ત્રિપાઠી પરના ૧૧ પત્રો, ગિરધરદાસ મંગળદાસ દેસાઈતાત્યાસાહેબ પરના ૯ પત્ર, કેપ્ટન એ ઓલ્ડફીલ્ડ સાહેબ પર ૧ ૫ત્ર, હરિશંકર નરસિંહરામ પંડ્યા પરના ૬ પત્ર, વિજયસિંહ તખ્તસિંહજી ગોહિલ પરને ૧ પત્ર, રમા પરના ૧૬ પત્ર, મોરબીના લખધીરસિંહજી સાહેબ પરના ૮ પત્રો- એમ કુલ ૫૩૫ પત્રો સંચિત થયા છે. લેખનનાં સરલતા અને લાલિત્યથી યુકત આ પત્રો કવિજીવનની મહદંશે ઝાંખી કરાવે છે.
ચં.. કીતિમુનિજી (૧૮૯૪): જન્મ ફત્તેહપુર (સીકર-રાજસ્થાન)માં. પઘકથાકૃતિ દેવદત્તકુમારને રાસ' (૧૯૪૩) એમના નામે છે.
મૃ.મા. શ્રીકૃપાલુ ગીવર્ય: શ્રીકૃષ્ણની બાળલીલાને વર્ણવતાં ભજને અને તેમને રસાસ્વાદ કરાવતી કૃતિ ‘ગોપીભાવનાં ભજનનું ભાવદર્શન' (૧૯૬૯)ના કર્તા.
નિ.. શ્રીગેપાલદાસજી: ‘શ્રી વલ્લભાખ્યાન' (૧૯૧૧)ના કર્તા.
ધરાસણા જતાં કરાડીમાં એમની ધરપકડ થતાં સાબરમતી અને નાસિકમાં કારાવાસ. વિદ્યાપીઠનું શિક્ષણકાર્ય સ્થગિત થવાથી ૧૯૩૧માં વિશ્વભારતી - શાંતિનિકેતનમાં દાખલ થયા. ૧૯૩૩માં ત્યાંથી સ્નાતક. બીજે વર્ષે કવિવર ટાગોર તેમ જ એક અમેરિકન શિક્ષકની સલાહથી વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયા. ૧૯૩૫માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એ. ૧૯૩૬ માં કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑવ જર્નાલિઝમમાંથી એમ.એસ. ચાર વર્ષ પછી એ જ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને રાજકીય તત્ત્વજ્ઞાનના વિષયમાં અભ્યાસ કરી પીએચ.ડી. દરમિયાન અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની લડતને મેર રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી લોકમત જાગ્રત કર્યો. ૧૯૪૫ પછી “અમૃતબઝાર પત્રિકા' માટે લખવાનું શરૂ કર્યું. ૧૯૪૬ માં ભારત આવ્યા પછી પત્રકારત્વ એમની મુખ્ય પ્રવૃત્તિ. ૧૯૪૬ માં રાજકોટ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ. ૧૯૫૮ ને રણજિતરામ સુવર્ણચંદ્રક એમને મરણોત્તર એનાયત થયેલ. હૃદય બંધ પડવાથી દિલ્હીમાં અવસાન.
‘કોડિયાં' (૧૯૩૯)માં સંગૃહીત એમની કવિતા કપ્રિય બની છે. બાળકાવ્યો અને પ્રણયકાવ્યોમાં કવિના સંવેદનની વૈયકિતકતા જણાઈ આવે છે. યુગની મહોર વાગી હોય એવાં અનેક કાવ્યોમાં વિચાર કે અર્થના પ્રાધાન્યને બદલે રસ અને સૌન્દર્યની ચમક દેખાય છે. અગેય પદ્યરચનાને બહુ આદર નથી. શ્લોકબંધ, પ્રાસ જાળવવાનું વલણ તેમ જ ગેયતા તરફને પક્ષપાત રહ્યો છે; તેથી, રૂપમેળ વૃત્તો કરતાં માત્રામેળ છંદોમાં રચાયેલાં કાવ્યોમાં તેમ જ સૌનેટ કરતાં ગીતમાં સિદ્ધિ વિશેષ છે. સંવેદનમાં ઇન્દ્રિયસંતર્પકતા છે; ભાષામાં ઓજસ અને વ્યંજના છે; તેમ જ નાટયાત્મકતા વિશેષ ગુણલક્ષણ બની રહે છે. અનુગાંધીયુગમાં રવીન્દ્રનાથને પ્રભાવ વિશેષ કાર્યાન્વિત થઈ રહ્યો હતો અને શુદ્ધ કવિતાની જિકર વધતી હતી ત્યારે એમણે રવીન્દ્રભાવને પર્યાપ્ત રીતે આત્મસાત કરી કેટલીક ઉત્તમ કાવ્યકૃતિઓનું સર્જન કરેલું.
રાજકારણ અને સમાજકારણ સાથેના ઘનિષ્ઠ સંપર્કને કારણે નિર્કાન્ત બનેલા આ કવિ ૧૯૪૮ પછી પુન: કાવ્યલેખન આરંભે છે. કોડિયાં'(૧૯૫૭)- નવી આવૃત્તિમાં ઉમેરેલાં અગિયાર જેટલાં કાવ્યો તેમ જ મરણોત્તર પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ 'પુનરપિ' (૧૯૬૧)માં સંગૃહીત બાવીસ રચનાઓમાં ઊપસતું ઉત્તરશ્રીધરાણીનું કવિવ્યકિતત્વ વિશિષ્ટ છે. કવિના ઊંડા વાસ્તવદર્શન અને વેધક કટાક્ષનિરૂપણની દૃષ્ટિએ ‘આઠમું દિલ્હી' અત્યંત નોંધપાત્ર કાવ્ય ગણાય. કટાક્ષ અને હાસ્ય એમની નવતર રચનાઓનાં સંઘટક તત્ત્વ છે. તાજગીભર્યા કલ્પને અને પ્રતીકો ઉપરાંત ભાષાની સખાઈ પણ ધ્યાન ખેંચે છે. સવૈયા અને ચોપાઈ જેવા છંદોને પરંપરિત કરવામાં તેમ જ એમાં ગદ્યના અધ્યાસે જગવી પ્રયોગ લેખે પદ્યમુકિતની દિશા ચીંધવામાં એમની વિશેષતા છે. આ સંદર્ભમાં, ૧૯૫૬માં રચાયેલાં બે કાવ્યો ઉમાશંકરકૃત ‘છિન્નભિન્ન છું અને આ કવિનું આઠમું દિલહી' ગુજરાતી કવિતાક્ષેત્રે નવપ્રસ્થાન બનેલાં છે.
શ્રી મેટા: જુઓ, ભગત ચુનીલાલ આશારામ. શ્રીરામચન્દ્ર સ્વામી : ‘પૂજયશ્રી અજરામર સ્વામીજીનું જીવનચરિત્ર' (૧૯૧૩) ના કર્તા.
નિ..
શ્રીકંઠ: રહસ્યકથા ‘ઠંડે કલેજે ખૂન' (૧૯૬૬)ના કર્તા.
નિ.. શ્રીધરાણી કૃષ્ણલાલ જેઠાલાલ (૧૬-૯-૧૯૧૧, ૨૩-૭-૧૯૬૦): કવિ, નાટયકાર. જન્મ ઉમરાળા (ભાવનગર)માં. પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં. માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ - વિનયમંદિરમાં. ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા. ૧૯૩૦ની ઐતિહાસિક દાંડીકૂચના એક સૈનિક તરીકે એમની પસંદગી થઈ.
૬૦૮: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org