Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
સત્યકામ – સધરા જેસંગ
સત્યમ્ : જુઓ, શાહ શાન્તિલાલ નાગરદાસ. ‘સત્યવકતાને માલિક : નવલકથા પ્રમદા' (૧૮૮૭) ના કર્તા.
કારત્વની એકનિષ્ઠ સેવા.
એમણે અંગ્રેજી નવલકથાનાં અનુકરણો દ્વારા જનાનખાનાની બીબીઓ' (૧૮૮૯), “ચાંદબીબી' (૧૮૯૪), “અઢારમી સદીનું હિન્દુસ્તાન અથવા સૂર્યને અસ્ત અને ચંદ્રને ઉદય'(૧૮૯૬), ‘શાહજાદો અને ભીખારી' (૧૮૯૮) વગેરે રફળ ઐતિહાસિક નવલકથાઓ આપી છે. આ ઉપરાંત, ‘અકબર બીરબલનો વિનોદી વાર્તાસંગ્રહ' (૧૯૨૭), ‘બીરબલને હાસ્યભંડાર' (૧૯૨૮),
અંકલ ટોમ્સ કેબીન યાને ગુલામી બજાર અને તવંગરની તલવાર’ (૧૯૩૦) વગેરે પુસ્તકો પણ એમના નામે છે.
ચં... સત્યકામ : મનુભાઈ પંચોળી, ‘દર્શક’ની પ્રસિદ્ધ નવલકથા 'ઝેર તો પીધાં છે જાણી જાણી'ના નાયક જયોતિષની આગાહીને કારણે રોહિણીને સુખી કરવા રોહિણીથી દૂર ગયેલે સત્યકામ શીતળાથી આંખ ગુમાવે છે, પણ ભારતીય પરંપરાનાં ઉત્તમ મૂલ્યોથી ઘડાયેલું એનું વેદનાગ્રસ્ત ચિત્ત યુરોપની બીજા વિશ્વયુદ્ધની યાતનાઓની સાક્ષીએ અંતે ઉદાર કરણાને પામે છે.
રાંટો
સત્યના પ્રયોગો અથવા આત્મકથા - ભા. ૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯) : ગાંધીજીની આત્મકથા. મૂળે ૨૯-૧૧-૧૯૨૫ થી ૩-૨-૧૯૨૯ દરમિયાન ‘નવજીવન’માં હપતે હપતે છપાયેલી આ આત્મકથામાં લેખકનું જીવન ઓતપ્રોત હોવા છતાં સત્યના પ્રયોગો જ બહાર તરી આવ્યા છે. રાજયપ્રકરણી ક્ષેત્રના નહીં, પણ અધ્યાત્મક્ષેત્રના આ પ્રયોગોની પાછળ નમ્રતાની વૃદ્ધિ અને આત્મદર્શન એવા બે મુખ્ય હેતુ રહ્યા છે, તેથી કથા તટસ્થભાવે નિરભિમાનપણે લખાયેલી છે. એમાં સિદ્ધાંતનું વર્ણન નથી, પરંતુ સિદ્ધાંતો પર રચાયેલાં કાર્યોનો ઇતિહાસ છે. મુખ્ય સિદ્ધાંત છે સત્યને. લેખકને મન સત્ય સર્વોપરિ છે. એમાં જ સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઇત્યાદિ નિયમના પ્રયોગો પણ આવી જાય છે. આથી, સત્ય જ છે અને એ સિવાય બીજું કંઈ આ જગતમાં નથી એવા દિનપ્રતિદિન વધતા જતા વિશ્વાસની આ વિકાસકથા બની છે. લેખકે કહેવા યોગ્ય એક પણ વાત છપાવી નથી અને પોતાના દોનું ભાન વાંચનારને પૂરેપૂરું થાય તે પ્રમાણે નિર્ભીકપણે નિરૂપણ કર્યું છે. આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરૂપણ, નિર્વ્યાજ સરલતા ને સહૃદયતાથી ઊઘડતી જતી વાત, પ્રસંગે પ્રસંગે વણાટમાં સત્યસૂત્રનો પ્રભાવ, પ્રકરણે પ્રકરણનું શ્લિષ્ટ કલેવર, વિનોદ અને નર્મવૃત્તિને વિવેકપુર:સર વિનિયોગ, માર્મિક અનુભવસારને ઉપસાવતી દૃષ્ટિ, સુચિની સીમાને ક્યારેય ન અતિક્રમતી અભિવ્યકિત - આ બધાંથી શ્રેષ્ઠ આત્મકથાનો આદર્શ અહીં સ્થાપિત થયો છે. ભારતની જ નહીં, જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આ આત્મકથાનું મોખરે સ્થાન છે.
ચંટો. સત્યપ્રસાદ હરિલાલ : પદ્યકૃતિ “હારું મોતી' (૧૯૧૩) ના કર્તા.
૨.ર.દ.
સત્યવીર મીરાં, ‘સ્વપ્નસેવી' (૧૯૧૯): વાર્તાકાર, નવલકથાકાર. જન્મ નડિયાદ (જિ. ખેડા)માં. મુંબઈ યુનિવર્સિટીની સ્નાતકપૂર્વેની ટ્રેનિંગ કોલેજમાંથી સિનિયર ઇન્ડ.
એમણે “જીવનના રંગ’, ‘વ’, ‘કમળનાં ફૂલ', 'રુદ્રમંગલ’ અને ધરા ગુર્જરી' જેવી નવલકથાઓ તથા વાર્તાસંગ્રહો પ્રેમનાં આંસુ” અને “છીપનાં મોતી' આપ્યાં છે.
૨.ર.દ. સથવારા રતિલાલ ગોવિંદરામ (૧૦-૧-૧૯૪૨) : નવલકથાલેખક, કવિ. જન્મ વિજાપુર તાલુકાના સેજામાં. એમ.એ., બીઍડ. માણસાની બી. એલ. ડી. સાર્વજનિક હાઈસ્કૂલમાં શિક્ષક.
‘ફૂલ ખીલ્યું વેરાનમાં' (૧૯૭૮) નવલકથા ઉપરાંત એમણે “છાલક' (૧૯૭૫) કાવ્યસંગ્રહ પણ આપ્યો છે.
.ટો. સદાવ્રતી નરભેરામ માધવજી (૧૪-૧૦-૧૯૨૦) : પ્રવાસકથાલેખક.
જન્મ મરમઠ (જિ. જૂનાગઢ)માં. ૧૯૪૦માં મૅટ્રિક. વડોદરાની કોલેજમાં બે વર્ષ અભ્યાસ કરી ‘હિંદ છોડો'ની લડતમાં જોડાતાં જેલવાસ. પછી મુંબઈમાં શિક્ષક. દરમિયાન બી.એ., એમ.એ. ૧૯૪૮થી જન્મભૂમિ’ અને ‘જનસત્તા'માં પત્રકારત્વ.
એમણે ગુજરાતની પર્વતારોહક ટુકડીએ કરેલા હિમાલયપ્રવાસની, ‘જન્મભૂમિ'માં ક્રમશ: પ્રગટ થયેલી પ્રવાસકથા ‘શ્રી કૈલાસદર્શન' (૧૯૬૪) આપી છે.
૨.૨,દ. સત ચંદ્રશીલાને (૧૯૫૯): સુંદરજી બેટાઈ રચિત દી શેક
પ્રશસ્તિ. નાના-નાના નવ ભાગોમાં વહેંચાયેલું, વિવિધ છંદોમાં લખાયેલું આ કાવ્ય અભિવ્યકિતની તીવ્રતા, સૂક્ષ્મતા, ભાવની આદ્રતા અને સંતતા, છંદ અને ભાષાની ભાવાર્થપૂર્ણ વિશદતા ધરાવે છે. પત્નીના અવસાનથી જન્મેલે શોક વર્ણવીને કવિ છત્રીસ વર્ષના દામ્પત્યજીવનની અનેક મધુર ક્ષણોને નિરૂપે છે. માથેરાન, ગોદાવરી, ગંગા-જમનાને તટ, પૂનમની રાતો ને હૂંફાળી બપોરે આદિ સ્થળકાળ-સંદર્ભિત વિશેષ સંવેદનને કવિ યાદ કરે છે. આ સૌની ઉપર તરી આવતો પ્રેમ કરુણના આવરણમાં વધુ ને વધુ સ્પર્શક્ષમ બને છે. વર્ણનમાં ક્યાંક સ્થૂળતા કે સામાન્યતા. આવી ગઈ છે, એ સિવાય કવિએ છંદોને સફાઈદાર રાખી તમ પદાવલિ વડે ભાવાર્થની વ્યંજનાને જાળવી છે.
મ.૫. સદ્ગત મોટાભાઈને: મોટાભાઈના મૃત્યુનિમિત્તે અનુભૂત વિશિષ્ટ સંવેદનાને મૂર્ત કરતું ઉમાશંકર જોશીનું કરુણપ્રશસ્તિકાવ્ય.
ચં... સધરા જેસંગ: રાજનૈતિક ભ્રષ્ટાચારના પ્રતીક જેવ, ચુનીલાલ મડિયાની હાસ્યનવલકથા સધરા જેસંગનો સાળો’ને નાયક.ગમાર
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org