Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
ન્યૂઝ પેપર્સ ઍસેાસિયેશનની સ્થાપના અને તેના પ્રમુખ, એમની પાસેથી નાટક ‘નામદાર વાઈસરૉય સાહેબની મુંઝવણ’ મળ્યું છે.
મુમ્મા.
શેઠ ઉભા રમેશભાઈ (૯-૬-૧૯૩૮): નવદ્યકથાકાર, વાર્તાકાર. જન્મ મુંબઈમાં. ૧૯૫૭માં વિલ્સન કોલેજ, મુંબઈમાંથી અર્થશાસ અને આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૮ થી મુંબઇની વિવિધ સંસ્થાઓમાં મહિલા ઉત્કર્ષ તેમ જ બાળવિકાસનાં સામજિક કાર્યો સાથે સંક્ળાયેલા છે.
પોતાની બાર વર્ષની પુત્રીને થયેલા અસાધ્ય અને પીડાકારી વ્યાધિ સામે બળપૂર્વક ઝઝૂમતાં પુત્રી અને પોતે અનુભવેલા મન:કાર્યની સત્યઘટનાત્મક નવલકથા 'મૃત્યુ મરી ગ]'(૧૯૭૯) -ના આલેખનમાં અનુભૂતિની સચ્ચાઈનું સંવેદન તેમ જ કથાપ્રવાહની સહજત નોંધપાત્ર છે. મારા ઘરને ઉબરો નથી* (૧૯૮૫) અને કળા ભીતરની’(૧૯૮૬)માં એમના સ્વાનુભવપ્રસંગોનું નિરૂપણ છે.
કૌ.બ્ર. શેઠ એ. એફ., ‘સુદર્શક': જાતીય સંબંધોનું નિરૂપણ કરતી નવકથા ‘આકૃતિ’(૧૯૬૭)તથા રસિક મહેતાકૃત નવલકથા ‘ગગન સમાયે નયનમાં’નું નારૂપાંતર ‘વિંગના' (૧૯૭૩)ના કર્તા.
૨.ર.દ.
શેઠ એચ. એમ. : ત્રિઅંકી ‘સતી રાણકદેવીનું નાટક’(૧૯૦૪)ના કર્તા.
મુ.મા.
શેઠ કંચનલાલ વીરપાળ : 'આધારકોશ'(૧૯૨૧-૧૯૩૫)ના કર્તા. મુ.મા.
શેઠ કુમુદબક્કેન અમૃતલાલ : જન્મ રાણપુરમાં શિક્ષણ બી.એ. સુધી. મુંબઈમાં અવસાન.
એમની પાસેથી લેખસંગ્રહ ગૃહજીવનનાં દૃશ્યો'(૧૯૪૫) મળ્યા છે.
યુ... શેઠ દેશરા હારજ (આલપાઈવાળા) : નિબંધ “મુંબઈમાં દેશીઓની કેળવણી'(૧૯૫૫)ના કર્તા. મુ.મા. શેઠ કેશવ જ. : ચરિત્ર ‘જીવન સ્મરણા’- પૂર્વાર્ધ(૧૯૨૮)ના કર્તા. મુ.મા.
શેઠ કેશવલાલ હરગોવિંદદાસ (૨૦-૧૧-૧૮૮૮, ૧-૧૧-૧૯૪૭) : કવિ, અનુવાદક. જન્મ ઉમરેઠ (જિ. ખેડા)માં. પ્રાથમિક શિક્ષણ ઉમરેઠમાં. વધારે અભ્યાસ આપમેળે અમદાવાદમાં. ખડાયતા મુદ્રણકલા મંદિરના સ્થાપક. ‘ખડાયતા મિત્ર'ના તંત્રી,
એમની પાસેથી પોમાં 'લગ્નગીત'(૧૯૧૬), 'સ્નેહરાંગીત' (૧૯૧૯), ‘પ્રભુ ચરણે પ્રાર્થના’(૧૯૧૯), ‘રાસ’(૧૯૨૨), ‘અંજલિ’(૧૯૨૬), ‘રાસમંજરી’(૧૯૨૯), ‘કેસરિયાં’(૧૯૩૦),
Jain Education International
શેઠ ઉષા રમેશભાઈ – શેઠ ચંદ્રકાન્ત ત્રિકમલાલ
‘રણના રાસ’(૧૯૩૦), ‘રાસનલિની’(૧૯૩૨), ‘વીરપસલી’ (૧૯૩૩), ‘બાળગીતાવી'(૧૯૩૮), 'મહાગુજરાતનો મહાકિવ' (૧૯૨૭) વગેરે પદ્યગ્રંથો મળ્યા છે. હાનાલાલનું અનુકરણ કરતી એમની કવિતાશૈલી ક્રમશ: અભિવ્યકિતની પોતીકી મુદ્રા તરફ વળેલી જોઈ શકાય છે; છતાં વાગાડંબરમાં વિવેક અને પ્રમાણભાન જળવાયાં નથી. ગૃહજીવન અંગેના તેમ જ રાષ્ટ્ર અંગના ભાષામાં એમની ગતિ પ્રમાણમાં નોંધપાત્ર છે.
‘કોન્સટેન્ટિનોપલની કથા’(૧૯૨૧) અને ‘શંભાજીનું રાજ્યારોબ’(૧૯૨૨) જેવા અનુવાદ પણ એમણે આપ્યા છે.
મુ.મા.
શું ગુલાબચંદ્ર નાનમંદ : 'નીર્ધચરિત' તા. ૧ થી ૩ ૧૯૫૭૧૯૬૦)ના કર્તા. મૃ.મા. શેઠ ચંદ્ધાન્ત ત્રિકમલાલ, ‘આર્યપુત્ર', 'નંદ સામવેદી’, ‘બાલચંદ્ર’ (૩-૨-૧૯૩૮) : કવિ, નિબંધકાર, વિવેચક, સંપાદક. જન્મ કાલોલ (જિ. પંચમ)માં, પેન ઠાસરા (જિ. ખેડા). ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૭૯માં ‘ઉમાશંકર જોશીસર્જક અને વિવેચક' વિષય પર ગુજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૧-૬૨માં સૅન્ટ ઝેવિયર્સ કાલેજ, અમદાવાદમાં ખંડસમયના અધ્યાપક. ૧૯૬૨-૬૩માં કપડવંજ કૉલેજમાં, ૧૯૬૩ થી ૧૯૬૬ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં, ૧૯૬૬ -થી ૧૯૭૨ સુધી ભકત વલ્લભ ધાળા કૉલેજમાં અને ૧૯૭૨ થી ૧૯૭૯ સુધી પુન: ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૭૯થી ૧૯૮૪ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. વા. સ્વાધ્યાયમંદિરમાં નિયામકપદે. અત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૬૪ માં કુમારચંદ્રક. નર્મદચંદ્રક-વિજેતા. ૧૯૮૪-૮૫ નું ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક. ૧૯૮૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીને એવડ
સાતમા દાયકામાં પ્રભાવક બનેલા ‘રે મઠ’ના કવિઓના સંપર્કને કાણે એમના 'પવન રૂપેરી’(૧૭) કાવ્યસંગ્રહ વૈદન અને અભિવ્યક્તિ પરત્વે આધુનિક મિજ દાખવે છે. જીવનની કૃતકતામાંથી જન્મતો ખાલીપા, સાચું ૫ન ન જીવી શકવાને લીધે અનુભવાતી ગૂંગળામણ, મથામણાની વંધ્યતા, ચૈતન્યહ્રાસ જેવાં સંવેદનો તથા ભાષા અને કલ્પનાની તાજપ, આકારની સુરેખતા, કટાવના લય આદિ અભિવ્યકિતગત લાક્ષણિકતાઓથી યુકત સંગ્રહની આધુનિક મુદ્રાવાળી કવિતામાંથી કેટલીક નીવડેલી ધ્યાનાર્હ રચનાઓ છે. અલબત્ત ગીત, ગઝલ, સૉનેટ જેવા કાવ્યપ્રકારોનો આશ્રય લઈ પુરોગામી સૌંદર્યલક્ષી કવિઓની કવિતાને અનુસરવાનું વલણ પણ અહીં છે. ‘ઊઘડતી દીવાલા’(૧૯૭૪) ની રચનાઓમાં શબ્દની વ્યર્થતાનો અનુભવ, જીવનની ગતિકતામાંથી જન્મતા વિષાદ, નિરૂપણમાં હળવાશ, અછાંદસ તરફની ગતિ આદિ લાક્ષણિકતાઓથી આધુનિક વલણ બળવત્તર બન્યું છે. ‘ચાંદલિયાની ગાડી’(૧૯૮૦) બાળકો માટે, તે ‘પ્રૌઢશિક્ષણ ગીતમાળા’(૧૯૮૬) પ્રૌઢા માટે રચાયેલાં ગીતોના સંગ્રહો છે.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૦૩
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654