Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 612
________________ શુકલ રામપ્રસાદ મેહનલાલ– શૂન્યમ પરિચય મળે છે. નવલિકાનાં પચાસ વર્ષ' (૧૯૮૨)માં મેઘાણીઉમાશંકરથી માંડી આજના ઉત્પલ ભાયાણી સુધીના વાર્તાસર્જનને પરિચય મળે છે. ભા.જા. શુકલ રામપ્રસાદ મોહનલાલ (૨૨-૬-૧૯૦૭) : કવિ. જન્મસ્થળ ચૂડા. વતન વઢવાણ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં. ૧૯૨૮માં ગુજરાત કોલેજ, અમદાવાદમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૪૪માં ગુજરાત વિદ્યાસભામાંથી એમ.એ. અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કોલેજમાં ગુજરાતીનું અધ્યાપન. ૧૯૬૩ થી ૧૯૭૩ સુધી આર્ટ્સ કૉલેજ, ખંભાતના આચાર્ય. ૧૯૭૩માં નિવૃત્ત. એમના સૌનેટસંગ્રહ ‘બિન્દુ'(૧૯૪૩)માં જુદા જુદા વિષય પરનાં પાંત્રીસ સૉનેટો ઉપરાંત “વિનાશ અને વિકાસ' પરની પચ્ચીસ સૌનેટની એક શ્રેણી છે, જેમાં બીજા વિશ્વયુદ્ધની વિભીષિકાના આલેખનનું શ્રદ્ધામાં પરિણમન થતું જોવાય છે. આ સર્વ સૌનેટોમાં એમણે અગેયતા અને વિચારપ્રધાનતાને પ્રાસાદિકતા જાળવીને અખત્યાર કરી છે. ‘આપણું સાહિત્ય'- ભા. ૧-૨ (અન્ય સાથે, ૧૯૫૭) એમને ગુજરાતી સાહિત્યને ઇતિહાસ છે. ‘એક બાળકની ઝાંખી' વગેરે પુસ્તકો મળ્યાં છે. ‘હૃદયમંથન (૧૯૩૨)માં એમણે રૉવની વાર્તાઓના અનુવાદ આપ્યા છે. સર્પ વિશેનું મૌલિક પુસ્તક “સાપ” અને અંગ્રેજીમાંથી અનૂદિત ‘ભારતના સર્વો’ તથા ગુજરાતની નદીઓ વિશે રસપ્રદ માહિતી આપતું પુસ્તક ગુજરાતની લોકમાતાઓ' (૧૯૪૯) એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે. આ ઉપરાંત ‘પદ્મ અને પોયણાં' (૧૯૬૧) અને ‘હરિસંહિતાનાં ઉપનિષદો' (૧૯૬૪) જેવાં સંપાદન પણ એમણે આપ્યાં છે. | નિ.. શુકલ શૃંગાર : ‘ટૂંકી કહાણીઓ'- ભા. ૨નાં કર્તા. નિ.વો. શુકલ સેવકરામ નાનાભાઈ : પદ્યકૃતિ “સુધારક સિંહનું ચરિત્રના કર્તા. નિ.વે. શુકલ હરજીવન પુરુષોત્તમ (૧૯ મી સદીને ઉત્તરાર્ધ) : કઠલાલના વતની. આ લેખકે પિસ્તાળીસ પાનાંની ‘ભડવી વાકયો' (૧૮૮૨) નામની પુસ્તિકા આપી છે; એની પ્રસ્તાવનામાં ભડલી વિશેની દંતકથાઓ આપી છે. 'દયારામ ભકિત નીતિ કાવ્યસંગ્રહ' (૧૮૭૬) એમનું સંપાદન છે. ચં.. શુકલ હરિલાલ : અભિનવ નિબંધમાળા' (અન્ય સાથે, ૧૯૬૨)ના કર્તા. નિ.. શુકલ હરેન્દ્ર હ.: બાળપયોગી પુસ્તકો “રેખાચિત્રો' (૧૯૫૯), ‘ભાઈબહેન' (૧૯૬૧), “કામદાન (૧૯૬૧) અને “અટંકી ઇશ્વરભાઈ' (૧૯૭૮)ના કર્તા. નિ.વા. શુકલ હર્ષદરાય : ભારતનાં વિવિધ સ્થળો વિશે રસપ્રદ માહિતી આપનું પ્રવાસેપયોગી પુસ્તક ‘ભારતને ભોમિયો' (૧૯૪૦)ના કર્તા. શુકલ લકમીશંકર રત્નેશ્વર : ‘શ્રી વટસાવિત્રીવ્રતનું ગીત' (૧૯૧૧) -ના કર્તા. મૃ.મ. શુકલ વસંત : લોકકથાઓ પર આધારિત નવલકથાઓ ‘જતીઓ સરદાર' (૧૯૩૮) અને “બાબરા દેવા : ગુજરાતને મશહૂર બહારવટિઓ' (૧૯૩૮)ના કર્તા. નિ.. શુકલ વાસુદેવ શંકરલાલ : પ્રવાસવર્ણનનું પુસ્તક ‘બાલપ્રવાસ’ (૧૯૧૬)ના કર્તા. નિ.વો. શુકલ વિનાયક હરદત્ત: દેહ, જીવ, જ્ઞાન, બુદ્ધિ, ધર્મ વગેરેને પાત્રરૂપે આલેખતી બોધક રૂપકકથા પ્રમુદ વિણા અથવા સ્વાત્મબિન્દુના કર્તા. નિ.વ. શુકલ શંકરલાલ નાથજીભાઈ : કથાકૃતિઓ ‘અમરસિંહ' (૧૯૧૧), સન્મિત્ર કે શયતાન?' (૧૯૧૬), ‘ભેદક ખૂન' (૧૯૧૬) અને ‘પ્રેમપજર કે ખૂની ખંજર (બી.આ. ૧૯૨૦)ના કર્તા. નિ.. શુકલ શિવશંકર પ્રાણશંકર (૨૫-૧૧-૧૯૦૮): નવલકથાકાર, સંપાદક, અનુવાદક. જન્મ ગોધરામાં. ગૂજરાત વિદ્યાપીઠની ‘આર્યવિદ્યાવિશારદ'ની પદવી. સ્વાતંત્ર્ય-આંદોલનમાં સક્રિય. એમની પાસેથી નવલકથા “યુગાંતર', દાંડીકૂચનું જીવંત અને પ્રમાણભૂત વર્ણન આપતી કૃતિ “સરિતાથી સાગર' (૧૯૪૯), ‘ઇંદિરાની આપવીતી' (૧૯૫૩), એક પોપટની યાત્રા' (૧૯૫૯), નિ.. શુકલ હસમુખરાય ભાઈશંકર : નાટક “હાર્દમંગળ' (૧૯૭૯)ના કર્તા. નિ.વો. શુકલ હીરાલાલ નરોત્તમદાસ, “હીર શુકલ’, ‘પગભર’ (૨-૪-૧૯૩૬): કવિ. જન્મ જૂનાગઢમાં.બી.એ., બી.ઍડ. ઈલિશ ટીચિંગ સ્કૂલ, નડિયાદમાં શિક્ષક. ‘પગભર' (૧૯૭૯) તથા “ધરતી અને આકાશને આ તો સંબંધ છે' (૧૯૮૧) એમના કાવ્યસંગ્રહ છે. ચં.ટો. શૂન્ય પાલનપુરી : જુઓ, બલૂચ અલીખાન ઉસ્માનખાન. શૂન્યમ : જુઓ, પટેલ હસમુખ દેસાઈભાઈ. ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૦૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654