Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 610
________________ શુકલ ભાનુભાઇ લક્ષ્મીશંકર – શુકલ યશવંત પ્રાણશંકર અને નચિકેતાસંવાદ', “ગુમ વાસવદત્તા', ‘ઉમિલાનું સ્વપ્ન વગેરે એમનાં પ્રસંશા પામેલાં કાવ્યો છે. છેલ્લા સંગ્રહમાં ટાગોર, ગાંધીજી, સ્વદેશભાવના તથા યંત્રદેવ વિશેનાં તેમ જ અનૂદિત કાવ્યો પણ છે. 'કવિતારૂપ હિંદુસ્તાનને ઇતિહાસ’માં હિંદુ રાજવીઓ અને મુસ્લીમોના હુમલાઓનું વર્ણન છે. ‘માયાવિજય નાટકઅને સોમનાથ શતક’ પણ એમની કૃતિઓ છે. નિ.વો. શુકલ ભાનુભાઈ લક્ષમીશંકર, ‘આનંદ’, ‘સુરેશ રત્નાકર (૧૮-૮-૧૯૧૮): વાર્તાકાર, નાટયકાર. જન્મ વઢવાણમાં. એમ.એ., એલએલ.બી. સુધીનો અભ્યાસ. “સમય'ના તંત્રી. ‘શબ્દલોક', સુરેન્દ્રનગરના ટ્રસ્ટી. એમની પાસેથી નવલિકાસંગ્રહ “સગી આંખે' (૧૯૫૮), એકાંકી- સંગ્રહ “એકાંકી : ત્રણ નાટિકા' (૧૯૫૮) તથા નવલકથા હેત સળગ્યું' (૧૯૮૩) મળ્યાં છે. | નિ.વી. શુકલ ભાનુશંકર રણછોડજી : વાર્તાકૃતિ દશકુમારચરિત' (૧૮૮૬) -ના કર્તા. નિ.. શુકલ મધુકર : ચરિત્રલક્ષી કૃતિ ‘લાલબહાદુર શાસ્ત્રી' (૧૯૬૫)ના કર્તા. નિ. શુકલ મયાશંકર જીભાઈ : નવલકથા “રાજબાળા યાને ભાગ્યહીન ભામિની' (બી. આ. ૧૯૧૯) તથા નાટક ભવાઈને ભોમિયો'ના કર્તા. નિ.. શુકલ માણેકલાલ રેવાશંકર : નવલકથા 'કુમુદકુમારી’ (મહેતા કેશવલાલ દુર્ગાશંકર સાથે, ૧૯૦૪)ના કર્તા. નિ.. શુકલ મોતીરામ નરહરિશંકર : પદ્યકૃતિ ‘રસઝરણાં' (૧૯૨૦)ના કર્તા. શુકલ યશેશ હરિહર, ‘પીયૂષ' (૧૩-૩-૧૯૦૯, ૧૩-૧૨-૧૯૮૧): જન્મ વલસાડમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ૧૯૨૬માં મુંબઈથી વાણિજય ડિપ્લોમા. ૧૯૨૭થી ૧૯૩૨ સુધી મુંબઈના ગુજરાતી” સાપ્તાહિકમાં. ૧૯૩૩માં ‘હિન્દરતાન' દૈનિકમાં. ૧૯૩૪ થી ૧૯૪૦ સુધી ‘જન્મભૂમિ' દૈનિકમાં. ૧૯૪૧ થી ૧૯૫૪ સુધી વળે માતરમ'માં. એ દરમિયાન ૧૯૪૭ થી ૧૯૫૦ સુધી ‘વન્દ માતરમ્'ના તંત્રી. ૧૯૫૪ થી “જામે જમશેદ' તરફથી શરૂ થયેલા પ્રજામત' દૈનિક સાથે સંલગ્ન. ૧૯૫૫થી મુંબઈ સમાચાર'ના તંત્રીમંડળમાં. મુંબઈમાં હૃદયરોગથી અવસાન. એમણે ‘ઈર્ષાની આગ' (૧૯૩૧), 'સુનીતા શ્રોફ એમ.એ.” (૧૯૩૫) અને ‘જીવતા સેદા' (૧૯૩૬) જેવી નવલકથાઓ તથા ‘પડશી' (૧૯૩૩), ‘અધું અંગ' (૧૯૩૪), “હૈયાસૂની'(૧૯૩૯), સુધા? ના મારો સુધીર અને બીજી વાતો' (૧૯૮૧) જેવા વાર્તાસંગ્રહો આપ્યાં છે. એમના લાંબા પત્રકારજીવનનો નીચોડ આપતી “એક વ્યવસાયી પત્રકારની ઘડતરકથા' (૧૯૬૯) નામક આત્મકથા તેમ જ પત્રકારત્વની મીમાંસા કરતે “અર્ધશતાબ્દીની અખબારયાત્રા' નામક ગ્રંથ એમનું નોંધપાત્ર પ્રદાન છે. ગિરજાશંકર ભટ્ટને હીરક મહોત્સવ ગ્રંથ “ગિર હીરક ગથિકા તેમ જ અન્ય સાથે તૈયાર કરેલ “શાંતિનિકુંજ' ગ્રંથ એમનાં સંપાદન છે; તે “તૂટેલાં બંધન' (૧૯૨૯), 'ગરીબની ગૃહલક્ષ્મી'ભા. ૧, ૨ (૧૯૩૨, ૧૯૩૩), ‘એ પત્ની કોની?' (૧૯૩૭), ખીલતી કળી' (૧૯૭૭) વગેરે એમના બંગાળી-હિન્દી-મરાઠી નવલકથાઓના અનુવાદો છે. ચંટો. શુકલ યશવંત પ્રાણશંકર, ‘વિહંગમ', 'તરલ', 'સંસારશાસ્ત્રી’ (૮-૪-૧૯૧૫): નિબંધકાર, વિવેચક, અનુવાદક. જન્મ ઉમરેઠમાં. ૧૯૩૮માં સુરતની એમ. ટી. બી. કોલેજ દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૧ દરમિયાન ગુજરાત કોલેજ તથા ઍલ્ફિન્સ્ટન કોલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૨-૪૫ દરમિયાન ભારતીય વિદ્યાભવનમાં પહેલાં રીડર પછી પ્રોફેસર. ૧૯૪૬-૫૫ દરમિયાન ભે. જે. વિદ્યાભવનમાં પહેલાં પ્રોફેસર પછી આસિસ્ટંટ ડાયરેકટર. ૧૯૫૫ થી ૧૯૭૮ સુધી હ.કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં આચાર્ય. દરમિયાન ૧૯૭૪-૭૫ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૮ થી આજ સુધી ગુજરાત વિદ્યાસભામાં સંયોજક. ૧૯૭૩થી ૧૯૮૩ સુધી નેશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને ઍકિઝક્યુટિવ બેર્ડના સભ્ય. ૧૯૮૪-૮૫ માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદચંદ્રક વિજેતા. ‘કેન્દ્ર અને પરિઘ' (૧૯૮૦)માં વ્યાખ્યાને, લેખે, નોંધ વગેરે સ્વરૂપે લેખકનાં બહુ મોડાં પ્રકાશિત થયેલાં ત્રીસેક નિબંધલખાણ છે. એમાં સંસ્કૃતિલક્ષિતા અને માનવીય અભિગમ સ્પષ્ટ છે. કુશળ વકતા હોવાથી લખાણોની તાર્કિકતા અને ચુસ્તતા પણ અનિવાર્યપણે જોવાય છે. તત્ત્વવિચાર અનુસૂતપણે વિષયના ગાંભીર્યને ઉપસાવે છે. અહીં સુશ્લિષ્ટ ગદ્યની, કયારેક તળપદા આવિષ્કારને સમાવી લેતી જીવંતતા નોંધપાત્ર છે. ‘ઉપલબ્ધિ' (૧૯૮૨)માં લગભગ સાડા ચાર દાયકાના સમયગાળામાં સાહિત્યતત્ત્વ વિશેની સમજને સ્પષ્ટ કરવાની મથામણથી સાપ્તાહિકોમાં જે અવલોકનલેખ તરીકે લખાતું રહ્યું તેમાંથી ડું સાચવી લેવાનું બન્યું છે. નવલકથાવિષયક વિચારણાના દશેક લેખમાં કેળવણીકાર, ઇતિહાસકાર, સંસ્કૃતિચિંતક જેવાં આ લેખકનાં વિવિધ પાસાંઓએ એમના વિવેચનને ઘડ્યા કર્યું છે. તાટધ્યપૂર્ણ સત્યશોધન એમના વિવેચનને મુખ્ય ઉપક્રમ છે. શબ્દાન્તરે' (૧૯૮૪)માં પણ લાંબા સમયપટ પર લખાયેલા વિવેચનલેખેનું ચયન છે. એમાં કવિતા, નવલિકા અને નાટકના સાહિત્યપ્રકારો પરત્વે વિચારક-વિવેચક અભિગમ જોઈ શકાય છે. 'દલપતરામ'થી માંડી ‘નિશીથ’ અને ‘ટેનું પર્યત વિસ્તરેલ સહૃદયને વિવેચન-આલેખ હૃદ્ય છે. ‘ક્રાંતિકાર ગાંધીજી (૧૯૮૦)માં ગાંધી જન્મદિન નિમિત્તે ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૯૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654