Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 609
________________ શુકલ નર્મદાશંકર દાદર – શુકલ ભાઈશંકર કુબેરજી બાજને વિષય બનાવતી ઐતિહાસિક નવલકથા “નાઈલની નાગિણી' (૧૯૬૨), પૌરાણિક નવલકથા “અંગુલિમાલ' (૧૯૫૯), કથાત્મક કૃતિ 'મૃત્યુ પરાજય તેમ જ ‘વસંતસેના' (૧૯૫૯) એમના નામે છે. એમણે કેટલાંક છંદોબદ્ધ કાવ્યો અને ગઝલ પણ રચ્યાં છે. નિ.. શુકલ નર્મદાશંકર દામોદર : વાર્તાસંગ્રહ ‘એકાકી' (૧૯૩૮)ના કર્તા. નિ.. શુકલ નવનિધરાય જયંતીલાલ (૨૨-૯-૧૯૩૬) : નવલકથાકાર. જન્મ વિરમગામમાં. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૮૫માં બી.એ. ૧૯૬૦માં એમ.એ. ૧૯૮૦માં એમ.ફિલ. અત્યારે પાલનપુરની કોલેજમાં પ્રાધ્યાપક. ‘કેવડાના ડંખ' (૧૯૮૪) એમની લઘુનવલ છે. . ચં.ટો. શુકલ નંદકુમાર સી.: ભજનસંગ્રહ ‘નંદકુમાર ભજનમાલિકાના કર્તા. નિ.. શુકલ નિર્ભયરામ પુરુરામ : નાટયકૃતિઓ “પતિવ્રતા ગુણસુંદરી’ (૧૮૯૧) અને ‘ગોરક્ષપદેશક નાટક' (૧૮૯૨) ના કર્તા. નિ.. શુકલ પરરીતમ વાલજી : કથાકૃતિ લાલજી લુંટારો' (૧૮૮૩)ના કર્તા. શુકલ પૃથલાલ હરિકૃષ્ણ, તુરાબ' (૧૯-૯-૧૮૯૫, ૧૫-૧૧-૧૯૩૧): વતન નડિયાદ. પ્રાથમિક કેળવણી ચીખલી અને ગણદેવીમાં. અંગ્રેજી છ ધોરણ સુધીના અભ્યાસ બાદ પિતાનું અવસાન થતાં મદ્રાસ, કલકત્તા, રંગૂન, રામેશ્વર વગેરે સ્થળે નોકરી માટે ભ્રમણ. ફરી નડિયાદમાં. ૧૯૧૮માં ‘ભારત’ પત્રના તંત્રી. ૧૯૨૬ માં સ્ટીમરના વાયરલેસ વિભાગમાં. ૧૯૨૮માં ‘સાંજ વર્તમાન’ સાથે સંલગ્ન. ન્યૂમોનિયાથી મુંબઈમાં અવસાન. ફૂલપાંદડી' (૧૯૨૪) અને “આરામગાહ (૧૯૨૮) એમની મુખ્ય કૃતિઓ છે; જેમાં ગદ્યકાવ્યના નમૂનાઓ જળવાયેલા છે. ‘ચિનગારી' (૧૯૩૮) એમને મરણોત્તર ગદ્યકાવ્યકંડિકાઓને સંગ્રહ છે. ચં.. શુકલ પોપટલાલ રેવાશંકર : નાટક ‘ચંદ્રતા 'ના કર્તા. નિ.. શુકલ પ્રબોધિની જ. : કાવ્યસંગ્રહ 'કાવ્યરજ (મુગ્ધા વી. શુકલ સાથે)નાં કર્તા. નિ.. શુકલ પ્રભાશંકર ગોવિંદરામ: “સચિત્ર સંગીત ગર્વમેચન નાટક' (૧૯૧૭) તથા નવલકથાઓ “પ્રભાતચંદ્ર (૧૯૧૫) અને ‘સતી દેવાંગના' (૧૯૧૮)ના કર્તા. નિ.. શુકલ પ્રવીણચંદ્ર ઊ. : નવલકથા “સર્જન-વિસર્જન' (૧૯૬૨)ના કર્તા. નિ.. શુકલ બચુભાઈ પ્રભાશંકર (૪-૧૦-૧૯૦૫, ~): નવલકથાકાર, નાટકકાર, અનુવાદક. જન્મ વતન વઢવાણમાં. ૧૯૧૯માં મૅટ્રિક. શાંતિનિકેતનમાં અભ્યાસ. “ વિશ્વભારતી'ના સ્નાતક. અનુસ્નાતક કક્ષાએ ભાષાશાસ્ત્રને વિશેષ અભ્યાસ. એકંદરે બારેક ભાષાઓની જાણકારી. વધુ અભ્યાસ માટે જર્મનીની બેન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યા પછી અંગત કારણસર સ્વદેશ પુનરાગમન. શાંતિનિકેતનમાં ત્રણ વર્ષ શિક્ષક. વિલેપાર્લેની પ્યુપિલ્સ ઑન સ્કૂલના આચાર્ય. અધૂરું સ્વપ્ન'- ભા. ૧-૨ (૧૯૪૨), ‘અધૂરી વાત' (૧૯૪૫), અધૂર જીવન’(૧૯૪૬) અને “અધૂરો આદર્શ (૧૫૬) એમની નાટયાત્મકતા અને રજૂઆતથી જુદી ભાત પાડતી મૌલિક નવલકથાઓ છે. શુકશિક્ષા' (૧૯૩૪), “મંડૂકડ' (૧૯૩૬) અને "હરિરથ ચાલે’ (૧૯૫૫) એમનાં નાટકો છે. ‘ભાષાવિજ્ઞાન પ્રવેશિકા (૧૯૩૪) એમનો અભ્યાસગ્રંથ છે. એમણે બંગાળીમાંથી ઘણું સાહિત્ય ગુજરાતીમાં ઉતાર્યું છે. ‘રાજધ' (૧૯૪૧), 'વહુરાણી વિભા' (૧૯૪૧), ‘ચાર અધ્યાય અને માલી’ વગેરે રવીન્દ્રનાથ ટાગોરની નવલકથાઓના તથા ‘અપૂર્વ ભારતી'(૧૯૩૮), ‘વિપ્રદાસ' (૧૯૪૭), 'દુર્ગા' (૧૯૫૩), ‘નવી વહુ'- ભા. ૧-૨ (૧૯૫૩) વગેરે શરદચન્દ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથાઓના અનુવાદો છે. ઉપરાંત, બંકિમચન્દ્રની નવલકથાને કૃષણકાન્તનું વીલ' (૧૯૪૦) તેમ જ શશધર દત્તની નવલકથાને શ્રીકાન્ત શેષપર્વ' (૧૯૪૬) નામે અનુવાદ એમણે આપ્યો છે. આ સિવાયના અનેક નાટકોના અને નવલકથાઓના અનુવાદ પણ એમણે કર્યા છે. ચં.ટો. શુકલ બંસીધર છગનલાલ, ‘ચિત્રગુમ', 'ફ્રેન્ક વ્હાઇટ’, ‘હરિહર’ (૧૧-૧૧-૧૯૩૪) : જન્મ અમદાવાદમાં. બી.કૉમ. સુધીને અભ્યાસ. જીવન વીમા નિગમ, અમદાવાદમાં કેશિયર. વિરાટને હિંડોળ' (૧૯૬૭), “છેતરાતી નજર' (૧૯૬૮), ‘વિજ્ઞાનયાત્રા' (૧૯૬૮), ‘જ્ઞાનસંહિતા (૧૯૭૬) અને પ્રસન્નકા જ્ઞાનકોશ' (૧૯૭૬) વગેરે એમનાં પુસ્તકો છે. ચં.ટો. શુકલ ભાઈશંકર કુબેરજી (૧૮-૧-૧૮૭૯) : કવિ. જન્મ મોરબીમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મોરબીમાં. રેલવેમાં નોકરી. એમની પાસેથી દલપતરામ અને નરસિંહરાવની અસર ઝીલતી કવિતાના સંગ્રહ ‘હૃદયરંગ’ - ભા. ૧, ૨, ૩ (૧૯૦૪, ૧૯૦૭, ૧૯૧૦) તેમ જ ‘રસમંજરી' (૧૯૨૦), 'કાવ્યવિલાસ' (૧૯૩૦), વિવાહસંગીત' (૧૯૩૪) તથા ‘મિલાનું સ્વપ્ન અને બીજ કાવ્યો'(૧૯૪૭) મળ્યાં છે. સંસ્કૃત વૃત્તોના સુઘડ ઉપયોગથી એમનાં કેટલાંક કાવ્યો નોંધપાત્ર બન્યાં છે. નાના અગિયાર સર્ગોમાં વહેંચાયેલી સુદીર્ઘછંદોબદ્ધરચના અનઉર્વશીસંવાદ' તથા યમ ૫૯૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654