Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 608
________________ શુકલ દિવ્યાક્ષી દિવાકર – શુકલ નરન્દ્રકુમાર બાલકૃષ્ણ ચકલાંને માળા’ (કુમુદબહેન શુકલ સાથે, ૧૯૬૪) વગેરે એમના વાર્તાસંગ્રહો છે. આ ઉપરાંત “ચાર મરચાની કેળવણી' (૧૯૫૨), ‘યોગાસનો' (૧૯૫૫), ‘શિવમ્ પત્થા:” (૧૯૬૮), 'વિદ્યાર્થીઓની ગીતા' (૧૯૭૬) વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે. પ.ના. શુકલ દિવ્યાશ્રી દિવાકર (૨૮-૧૧-૧૯૪૧) : વિવેચક, કવિ. જન્મ અમદાવાદમાં. ૧૯૬૧માં બી.એ. ૧૯૬૩ માં એમ.એ. ૧૯૭૦માં ‘ગુજરાતી સાહિત્યમાં ઊર્મિપ્રધાન કાવ્યો’ પર પીએચ.ડી. અત્યારે સામૈયા કૉલેજ, મુંબઈમાં ગુજરાતીનાં વ્યાખ્યાતા. એમણે વિવેચનસંગ્રહ “હમદીપ' (૧૯૮૬) તથા કાવ્યસંગ્રહ ‘છાલક' (૧૯૮૮) આપ્યા છે. ચં.. શુકલ દુર્ગેશ તુલજાશંકર, ‘નિરંજન શુકલ' (૯-૯-૧૯૧૧) : નાટ્યકાર, વાર્તાકાર, કવિ. જન્મ અમદાવાદ જિલ્લાના રાણપુરમાં. વતન વઢવાણ. ૧૯૩૦માં મૅટ્રિક. ૧૯૩૫ માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે ભાવનગરની શામળદાસ કોલેજથી બી.એ. ૧૯૩૮૧૯૪૯ દરમિયાન મુંબઈની શાળાઓમાં શિક્ષક, પછી લેખનને મુખ્ય વ્યવસાય. ‘પૃથ્વીનાં આંસુ' (૧૯૪૨), ‘ઉત્સવિકા' (૧૯૪૯) અને ‘ઉલ્લાસિકા' (૧૯૫૬) એમના એકાંકીસંગ્રહો છે. પહેલા સંગ્રહમાં સમાજના નીચલા સ્તરનાં માનવીઓમાં રહેલી માનવતાને પ્રગટ કરતાં વારતવલક્ષી અને કાવ્યત્વના અંશેવાળાં ભાવનાપ્રધાન એકાંકીઓ છે. બીજા બે સંગ્રહોમાં કિશોરોને ભજવવા લાયક એકાંકીઓ છે; જેમાંનાં કેટલાંક મૌલિક, તો કેટલાંક સૂચિત કે રૂપાંતરિત છે. “કબૂતરનો માળો(૧૯૬૨) અને 'જળમાં જકડાયેલાં (૧૯૬૪)માં બાળકો માટેની નૃત્યનાટિકાઓ છે. ‘પૂજાનાં ફૂલ' (૧૯૩૪), 'છાયા' (૧૯૩૭), પલ્લવ' (૧૯૪૦) અને ‘સજીવન ઝરણાં(૧૯૫૭) એમના વાર્તાસંગ્રહ છે. તેમાં મુખ્યત્વે સમાજના નીચલા સ્તરનાં અને ગ્રામવાસી માનવીઓનાં જીવનને લક્ષ્ય કરી લખાયેલી ધૂમકેતુશૈલીની વાર્તાઓ છે. એમાંની “કદમડીને કરમે, “જીવલીનું જીવતર” અને “અન્નપૂર્ણા’ નોંધપાત્ર વાર્તાઓ છે. ‘વિભંગકલા' (૧૯૩૭) પ્રણયવિકૃતિનો ઉપહાસ કરતી અને નિર્મળ ઉદાત્ત પ્રેમને પુરસ્કાર કરતી એમની નવલકથા છે. ‘ઉર્વશી અને યાત્રી' (૧૯૪૪) માંનું ‘ઉર્વશી' ઉર્વશી અને પુરુરવાના પ્રણયનું અભ્યસ્ત પૃથ્વીમાં રચાયેલું સંવાદકાવ્ય છે. પૃથ્વી છંદને પદ્યરૂપકમાં છેક ૧૯૩૩માં કવિએ પ્રયોજયે એ દૃષ્ટિએ એનું મહત્ત્વ છે. રાંગ્રહની બીજી કૃતિ “અનાદરાનો યાત્રી' બે પાત્રોના પ્રણયને આલેખતી પૃથ્વી છંદમાં રચાયેલી સૉનેટમાળા છે. ‘ઝંકૃતિ' (૧૯૪૯)માં પ્રારંભમાં ત્રીસ કાવ્યો અવસરેનાં મરાઠી કાવ્યોને અનુવાદ છે, તો બાકીનાં કાવ્ય કવિનાં મૌલિક છે. ‘તટે જુહૂના' (૧૯૮૩) એમનો ત્રીજો કાવ્યસંગ્રહ છે. ‘ડોલે છે મંજરી' (૧૯૫૭), ‘ડોસીમાનું તંબડું' (૧૯૫૭), ‘મૃગાંક (૧૯૫૭), 'છમછમાછમ' (૧૯૫૭), 'કલાધામ ગુફાઓ(૧૯૫૭), ‘શિશુ સાહિત્ય સૌરભ'- ભા. ૧-૨ (૧૯૬૫) ઇત્યાદિ એમની બાળસાહિત્યની પુસ્તિકાઓ છે. ‘સુંદરવન’ (૧૯૫૩), પલ્લવી પરણી ગઈ' (૧૯૫૭), 'રૂપમ્ પ્રથમમ્ '(૧૯૫૮), 'રૂપે રંગે રાણી' (૧૯૬૦) અને ‘અંતે ઘર ભણી' (૧૯૬૮) અંગ્રેજી નાટકો પરથી રૂપાંતરિત સામાજિક પ્રહસને છે; તે ‘પિયરજીન્ટ’(૧૯૫૩) હેબ્રિક ઇન્સનના નાટકનો અનુવાદ છે. જ.ગા. શુકલ નથુરામ સુંદરજી (૧૮-૩-૧૮૯૨, ૧૮-૪-૧૯૨૩): કવિ, નાટકકાર. જન્મ વાંકાનેરમાં. પ્રાથમિક કેળવણી ગામઠી શાળામાં. ૧૮૮૧માં ભુજ ગયા અને ત્યાં લખપતની પાઠશાળામાં કાવ્યશાસ્ત્રોને અભ્યાસ. પછી ધ્રાંગધ્રાનરેશની સહાયથી વ્રજભાષાના અભ્યાસ માટે કાશીવાસ. ભાવનગરમાં પ્રાણજીવન મોરારજી પાસે સંસ્કૃતને અભ્યાસ. ૧૮૯૧ માં શ્રી વાંકાનેર વિદ્યાવર્ધક નાટક મંડળી નામની નાટયસંસ્થાની સ્થાપના. ૧૯૦૨ માં આ નાટયસંસ્થા બંધ થઈ. ભાવનગર, પોરબંદર, વાંકાનેર રાજયના રાજકવિ, વાંકાનેરમાં નિસરણીએથી પડતાં અવસાન. દલપતશૈલીના આ સિદ્ધ કવિએ સંસ્કૃત અને વ્રજભાષાના સંસ્કારથી રસાયેલી કવિતા અને તખ્તાલાયક ધાર્મિક તેમ જ ઐતિહાસિક નાટકો આપ્યાં છે. ‘ઋતુવર્ણન' (૧૮૮૮), શૃંગાર સરોજ' (૧૯૦૪), 'કવિતાસંગ્રહ'- ભા. ૧(૧૯૧૬) જેવા મુખ્ય કાવ્યગ્રંથો; “તખ્તવિરહબાવની' (૧૮૯૬), ‘ત્રિભુવનવિરહશતક, ‘ભાવવિરહબાવની' જેવી વિરહરચનાઓ, વિવેકવિ' (૧૯૧૫) જેવી વેદોતના તત્ત્વવિચારને નિરૂપતી કૃતિ તથા કૃષ્ણબાળલીલાસંગ્રહ' (૧૯૦૭) જે પદોને અનુવાદસંગ્રહ નોંધપાત્ર છે. ‘નાટયશાસ્ત્ર' (૧૯૧૧) ગુજરાતી ભાષામાં પહેલીવાર ભરતના નાટયશાસ્ત્રને પરિચય કરાવતો ગ્રંથ છે. આ ઉપરાંત ગુજરાતી રંગભૂમિને થયેલું એમનું પ્રદાન પણ મહત્ત્વનું છે. એમનાં વીસેક નાટકોમાંથી નરસિંહરાય', સૌભાગ્યસુંદરી’, ‘સુરદાસ’, ‘કુમુદચંદ્ર' જેવાં નાટકો અત્યંત લોકપ્રિય બન્યાં હતાં. ચં.ટ. શુકલ નરહરિપ્રસાદ ભીખાભાઈ, ‘પૂર્ણમ્' (૨૪-૭-૧૯૧૨) : જન્મ ભરૂચ પાસેના ઝાડેશ્વર ગામમાં. ઇન્ટર સુધીનો અભ્યાસ. ૧૯૪૭માં ટી.ડી.ની પરીક્ષામાં ઉત્તીર્ણ. વડોદરાની એમ. કે. હાઈસ્કૂલ, અલકાપુરીમાં શિક્ષક અને પછી આચાર્ય. પછીથી નિવૃત્ત. એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘અકુર' (૧૯૭૬) મળ્યો છે. નિ.વી. શુકલ નરેન્દ્રકુમાર બાલકૃષ્ણ, ‘ગોરખ' (૫-૮-૧૯૧૯) : નવલકથાકાર. વતન ખેડા જિલ્લાનું કઠલાલ. ચૌદ વર્ષની વયે સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે સંસ્કૃત વૈદિક મહાવિદ્યાલય, સિદ્ધપુરમાં જોડાઈને પરીક્ષાઓ પાસ કરી. કર્મકાંડ અને જયોતિષશાસ્ત્રમાં પદવીધર પંડિત. મિસરની મહારાણી કિલઓપેટ્રાના બહુરંગી જીવનની કરુણ ગુજરાતી સાહિત્યકોશ- ૨:૫૯૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654