Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
શુકલ યોગેન્દ્રપ્રસાદ નાથાલાલ -શુકલ રામચંદ્ર દામોદર
ગાંધીવિચાર અંગે લેખકે આપેલાં બે વ્યાખ્યાનો સંગૃહીત છે. ગાંધીવિચાર પરનું પ્રભુત્વ અને શૈલીની પ્રભાવકતા એમાં અછતાં નથી રહેતાં.
એમના અનૂદિત ગ્રંથોમાં હેબ્રિક ઇન્શનની કૃતિના અંગ્રેજી અનુવાદ ‘ધ લેડી ફ્રોમ ધ સી’ને અનુવાદ “સાગરઘેલી' (૧૯૬૪), મેકવાલીકૃત “ધ પ્રિન્સીને અનુવાદ ‘રાજવી' (૧૯૬૯) અને બન્ડ રસેલકૃત ‘પાવરને અનુવાદ ‘સત્તા' (૧૯૭૮) મુખ્ય છે. ‘ઉમાશંકરની વાર્તાઓ (૧૯૭૩) અને સ્તયની વાર્તાઓ’ (૧૯૩૫) સંપાદન છે; તો “મેઘાણીની નવલિકાઓ' (૧૯૭૨), ગુજરાતી કાવ્યસંગ્રહ' (૧૯૭૩), ‘ગુજરાતી વાર્તાઓ' (૧૯૭૫) અને ‘સમાજઘડતર' (૧૯૭૭) એમનાં અન્ય સાથેનાં સહસંપાદન
છે.
ચંટો. શુકલ યોગેન્દ્રપ્રસાદ નાથાલાલ, 'ગુસ્તાખ' (૧૩-૧૧-૧૯૩૧): જન્મ કલમાં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ કલેલમાં. એમ.એ., એમ.ઍડ., ડી.પી.ઍડ, સાહિત્યરત્ન. વિસનગરની એસ. ટી. ટી. કોલેજમાં વ્યાખ્યાતા.
એમની પાસેથી નવલિકાસંગ્રહ ‘ચા(હ)ના ડાઘ’(૧૯૮૧). મળ્યો છે.
નિ.વો. શુકલ રઘુરામ ખીમજી : ‘બૌચરકાવ્ય” (ત્રવાડી લક્ષ્મીશંકર ભાગવત સાથે, ૧૮૮૫)ના કર્તા.
નિ.વે. શુકલ રમેશચંદ્ર મહાશંકર (૨૭-૧૧-૧૯૨૯): વિવેચક, સંશોધક, સંપાદક. જન્મ સુરતમાં. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૭૮માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૫૪-૮૦ દરમિયાન સર કે. પી. કૉલેજ ઑફ કોમર્સ, સુરતમાં; લાલન કોલેજ, ભુજમાં; શામળદાસ કોલેજ, ભાવનગરમાં; એમ.પી. શાહ કૉલેજ, સુરેન્દ્રનગરમાં અને બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢમાં અધ્યાપન. ૧૯૮૦થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષાસાહિત્યભવનમાં રીડર.
‘પ્રેમાનંદ - એક સમાલોચના' (૧૯૬૫), 'નર્મદ - એક સમા- લેચના (૧૯૬૬), “અનુવા' (૧૯૭૬), 'કુન્તકને વક્રોકિતવિચાર' (૧૯૭૮), “અનુસર્ગ' (૧૯૭૯), “અન્વથ (૧૯૮૧), નવલરામ' (૧૯૮૩), “અનુમોદ’ (૧૯૮૪), ‘સંભૂતિ' (૧૯૮૪) અને ‘નર્મદદર્શન' (૧૯૮૪) એમના વિવેચન અને સંશોધનના ગ્રંથ છે. પ્રેમાનંદ, નર્મદ અને નવલરામ વિશેનાં સમગ્રલક્ષી મૂલ્યાંકન આપવાને તેમ જ કેતકના વક્રોકિતવિચારને ગુજરાતી કવિતામાંથી ઉદાહરણ શોધી બતાવીને સમજાવવાને એમને પ્રયત્ન ધ્યાનાર્હ છે. 'કલાપી અને સંચિત' (૧૯૮૧) અને ‘સ્નેહાધીન સુરસિંહ' (૧૯૮૫) એમના સંશોધનમૂલક ગ્રંથો છે.
પ્રેમાનંદ કૃત ‘દશમસ્કંધ' (૧૯૬૬), ભાલણકૃત ‘કાદંબરી' (૧૯૬૭), 'વસંતવિલાસ' (૧૯૬૯; બી. આ. ૧૯૮૨) એમનાં મધ્યકાલીન કૃતિલક્ષી સંપાદન છે. ‘ચંદ્રહાસ આખ્યાન' (૧૯૬૧),
અખાના છપ્પા' (૧૯૬૩), કુંવરબાઈનું મામેરું' (૧૯૬૪) અને અભિમન્યુ આખ્યાન' (૧૯૬૭) એમનાં અન્ય સાથેનાં વિદ્યાર્થીભોગ્ય સંપાદન છે. “ન્હાનાલાલ અધ્યયન ગ્રંથ' (૧૯૭૭) અને ‘પ્રાંબિતા' (૧૯૮૧) પણ એમનાં સંપાદનો છે. “ટૂંકીવાર્તા : સ્વરૂપ અને સાહિત્ય' (૧૯૬૭) અને “સાહિત્યનો આસ્વાદ અને છંદઅલંકાર ચર્ચા' (૧૯૭૪) અન્યના સહયોગમાં તૈયાર થયેલા ગ્રંથા છે. ગુજરાતનું સંસ્કૃતિદર્શન’ (૧૯૬૪)માં એમણે ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ રસળતી શૈલીમાં નિરૂપ્યો છે.
બ.કા. શુકલ રાજેન્દ્ર અનંતરાય (૧૨-૧૦-૧૯૪૨): કવિ. જન્મ વતન
જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે. માધ્યમિક શિક્ષણ વતનમાં. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૫માં અમદાવાદની એલ.ડી. આ કોલેજમાંથી સંસ્કૃત-પ્રાકૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૮૨ સુધી વિવિધ કોલેજોમાં અધ્યાપનકાર્ય. ૧૯૮૦-૮૧નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. સ્વેચ્છાએ નિવૃત્તિ પછી અત્યારે પોતાનાં બાળકો માટે શાળાહીન તાલીમને પ્રયોગ.
એમના કાવ્યસંગ્રહ કોમલ રિષભ' (૧૯૭૮) અને ‘અંતર બંધાર' (૧૯૮૧)માં ગ્રામજીવન અને નગરજીવનના સ્વાનુભવથી, મનુષ્યને પૂરા રસથી ચાહવાની વૃત્તિથી અને સાહિત્ય ઉપરાંત સંગીત, જયોતિષ, ઇતિહાસ, તત્વજ્ઞાનાદિ વિષયોના અધ્યયનથી કેળવાયેલી એમની કવિ તરીકેની સજજતા જોઈ શકાય છે. એમની કવિતામાં અદ્યતન ભાવ-વિભાવને તેમ જ કલાતિ, નૈરાશ્ય અને વિચ્છિન્નતાના અનુભવને સ્પર્શ પમાય છે. કૃતિનિમિતિમાં ઝીણું નકશીકામ કરવાને કલા-કસબ, કલા-આકૃતિ અંગેની સભાનતા અને પ્રયોગશીલ વલણને લીધે એમની કવિતા તાજગીસભર છે. એમના પ્રયોગોને આપણી બધી પરંપરાઓની સમૃદ્ધ ભૂમિકા સાંપડી છે. આધુનિક જગતને પૂરો પરિવેશ આ કવિ પાસે છે; પણ એમનું માનસ, એમનું કવિસંવિત નર્યું ભારતીય છે. એ જેટલું પ્રશિષ્ટ છે તેટલું જ તળપદ છે. એમણે છાંદસ-અછાંદસ કાવ્યો અને ગીતે રચ્યાં છે, પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે.
હે.દ.
શુકલ રામચંદ્ર દામોદર (૮-૭-૧૯૮૫): સંપાદક, વિવેચક. જન્મ શહેરામા (જિ. પંચમહાલ)માં. ૧૯૨૧ માં દાહોદથી મૅટ્રિક. ૧૯૨૫માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૩૦ માં એલએલ.બી. ૧૯૩૧માં અંગ્રેજી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૨૬ થી ૧૯૩૧ સુધી દાહોદમાં શિક્ષક. ૧૯૩૧ થી અદ્યપર્યત દાહોદમાં વકીલાત. ‘ સ્વિટ્ઝર્લેન્ડની સ્વતંત્રતા' (૧૯૨૪) એમનું પહેલું પુસ્તક છે. ‘નવલિકાસંગ્રહ' (૧૯૨૮) માં ૧૯૧૨થી ૧૯૨૭ સુધીની મૌલિક નવલિકાઓનું સંપાદન છે. “પશ્ચિમની કલાકૃતિઓ' (૧૯૩૬)માં ફ્રેન્ચ, રશિયન તથા ઇંગ્લિશ નવલિકાઓ તથા ગાલ્યવર્ધાના ‘ધ મૉબ અંગ્રેજી નાટકનું ભાષાંતર સમાવિષ્ટ છે.
ગુજરાતી સાહિત્ય : એનું મનન અને વિવેચન(૧૯૩૬)માં એમની પૃથક્કરણાત્મક અને નિર્ણયલક્ષી વિવેચનપદ્ધતિને
૬૦૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org
Loading... Page Navigation 1 ... 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654