Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 603
________________ શાહ સાંકળચંદ પીતામ્બરદાસ - શાહ સુમન ગોવિંદલાલ શાહ સાંકળચંદ પીતામ્બરદાસ : પદ્યકૃતિઓ ‘વૈરાગતરંગ ભકિતમાળા' (૧૯૦૫), ‘મનસુખભાઈ વિરહ' (૧૯૧૩) અને “વિવાહની વધાઈ' (૧૯૧૩) તથા જીવનચરિત્ર ‘ગુગ્ગણમાળા'(૧૯૧૬) ના કર્તા. ૨.ર.દ. શાહ સી. એમ.: ચરિત્ર “એડોલ્ફ હિટલર' (૧૯૪૧)ના કર્તા. શાહ સુકુમાર : દૃષ્ટાંતકથાઓને સંગ્રહ ‘અધિક માસની અમૃતવાણી” તથા “સિંદબાદની સફર’ના કર્તા. શાહ સુભાષ રસિકલાલ (૧૪-૪-૧૯૪૧) : કવિ, નાટકાર, નવલકથાકાર. જન્મ ખેડા જિલ્લાના બોરસદ ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ બોરસદમાં. ૧૯૫૯માં વડોદરાથી એસ.એસ.સી. ૧૯૬૨માં આંકડાશાસ્ત્ર-ગણિતશાસ્ત્ર વિષયો સાથે એમ. એસ. યુનિવર્સિટીમાંથી બી.એસસી. ૧૯૬૪માં આંકડાશાસ્ત્ર વિષયમાં એ જ યુનિવર્સિટીમાંથી એમ.એસસી. ૧૯૬૪થી ૧૯૮૩ સુધી સીટી કોમર્સ કૅલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૮૪-૮૫ માં ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ફોર ડેવલપમેન્ટલ કૅમ્યુનિકેશનમાં કો-ઓર્ડિને. હાલમાં અમદાવાદમાં હઠીસીંગ વિઝયુઅલ આર્ટ સેન્ટરના ડાયરેકટર, ૧૯૭૨ માં વી-થિયેટરની સ્થાપના. ‘સુભાષ શાહનાં કાવ્યોની ચોપડી' (૧૯૬૫) ગુજરાતીને પ્રથમ હાઈકુસંગ્રહ છે. સુરતે સારાક્ષરીને સ્થાને લઘુરવરૂપની ચેટ એની મુખ્ય નેમ છે. એક ઊંદર અને જદુનાથ' (૧૯૬૭) લાભશંકર ઠાકર સાથે લખેલું એમનું ઍબ્સર્ડ ત્રિઅંકી નાટક છે. બહારનાં પિલાણા' (૧૯૬૯) ની સાત નાટિકાઓમાં આધુનિક ઍબ્સર્ડ રંગમંચની સભાનતા ઊતરેલી જોઈ શકાય છે. “સુમનલાલ ટી. દવે' (૧૯૮૨) એમનું દ્વિઅંકી નાટક છે. “મેકબિલીવ : પાંચ નાટકો'(૧૯૬૭) માં અન્ય ચાર સાથે આ લેખકનું નાટક પણ સંચિત થયેલું છે. ‘નિર્ધાન્ત' (૧૯૮૬) નવલકથા, વધુ પડતી સભાનતા વેદના ભણી નહીં પણ આનંદ ભણી લઈ જાય છે એવા ગૃહીતથી નાયિકા સની ભ્રાંતિનાં પડળને એક પછી એક અનાવૃત્ત કરી વેદનાના શમનનું વિશ્વ ઉપસાવે છે. ‘અકથ્ય' (૧૯૮૬) લઘુનવલમાં સ્ત્રીપુરુષ વચ્ચેના અદ્વૈતના અકથ્ય અનુભવને કથ્ય કરવાનો પુરુષાર્થ છે. એમાં શ્યામા સાથેના અદ્રત અને તનુશ્રી સાથેના દ્રત વચ્ચેના તીવ્ર તણાવ પર ઊભેલા છે. અનંતપ્રસાદની આંતર-સ્મૃતિકથા છે. ‘વેંત છેટી મહાનતા' (૧૯૮૮) અને “અનાથ' (૧૯૮૮) એમની અન્ય નવલકથાઓ છે. ચં.. શાહ સુમતિચંદ્ર: કિશારોપયોગી સાગરકથા ‘સાગરરાજની સંગાથે' (અન્ય સાથે, ૧૯૬૨)ના કર્તા. ૧૯૫૬ માં મૅટ્રિક. ૧૯૬૨ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૪માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૭૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૪ થી ૧૯૬૬ સુધી ઉપલેટાની અને ૧૯૬૬ થી ૧૯૭૨ સુધી કપડવંજની કોલેજમાં અધ્યાપક. ૧૯૭૨ થી ૧૯૭૭ સુધી બોડેલી આર્ટ્સ કૉલેજમાં આચાર્ય. ૧૯૭૭થી આજ સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં રીડર. અવરશુંકેલુબ' (૧૯૭૬) વાર્તાસંગ્રહની, પ્રયોગશીલતાથી બોધ. કથાને વાર્તાસ્વરૂપમાં ઊંચકતી એમની વાર્તાઓ ભાષાસંવેદનની મુદ્રા ઉપસાવવામાં વધુ સક્રિય છે. “ખડકી (૧૯૮૭) પરંપરા અને પ્રયોગના સંયોજન પર ઊભેલી, જાતીયતાને પડછે પ્રણયને મૂલવતી એમની નવલકથા છે. ‘બાજબાજી' (૧૯૮૯) નવલકથામાં કરામત અને પ્રયોગશીલતાથી બચીને એમણે પ્રેમમાં વહેમ શક, અને શંકાની જગજૂની કરણ વાર્તા કહ છે. 'બાયલાઈન' (૧૯૯૦) માં વિચારનાંધે છે. આધુનિક કથાસાહિત્યને તીવ્ર સંવેદન રાયે ગ્રહીને એની અર્થવત્તાને પ્રગટાવવામાં આ વિવેચકે પ્રત્યક્ષવિવેચનના મૂલ્યવાન નમૂનાઓ આપ્યા છે. ‘ચંદ્રકાન્ત બક્ષીથી ફેરો’(૧૯૭૩) આ વાતની પ્રતીતિ આપે છે; એમાં આધુનિક નવલેને ઓછામાં ઓછા શાસ્ત્રીય સ્તરે સંવેદનપરક અભ્યાસ છે. ‘નવ્ય વિવેચન - પછી’ (૧૯૭૭) માં મહત્ત્વના અમેરિકન સાહિત્યવાદ પછીની દિશાઓની ચર્ચા છે. ‘સુરેશ જોશીથી સુરેશ જોશી' (૧૯૭૮) સુરેશ જોશી પરને શોધપ્રબંધ છે. સુરેશ જોશીનાં સર્જન અને વિવેચનને સહૃદય સમીક્ષક અને સમભાવશીલ નિરીક્ષકને લાભ મળ્યો છે. સાહિત્યસંશોધન વિશે' (૧૯૮૦) અને ‘સત્રને સાહિત્યવિચાર' (૧૯૮૦) અભ્યાસના તારણો છે. ‘નિરંજન ભગત'(૧૯૮૧) અને ‘ઉમાશંકર : સમગ્ર કવિતાના કવિ - એક પ્રોફાઈલ' (૧૯૮૨)માં અનુક્રમે બંને કવિઓની સર્જકતાની સર્વગ્રાહી ચર્ચા કરવાને ઉપક્રમ છે. “ખેવના' (૧૯૮૫) સાહિત્ય અને શિક્ષણ તેમ જ સાહિત્યિક પ્રવૃત્તિઓ પરના વિવિધ સમયે લખાયેલા લેખેને સંચય છે. અહીં લેખેની વિચ્છિન્નતા છતાં સજજ વિવેચકનાં ઓજારો ખપ લાગેલાં જોઈ શકાય છે. “સંરચના અને સંરચન' (૧૯૮૬) સંરચનાવાદી અને ઉત્તરસંરચનાવાદી વિવેચનભૂમિકાને વિસ્તારથી રજૂ કરતું સળંગ પહેલું ગુજરાતી પુસ્તક છે. ‘સાહિત્યમાં આધુનિકતા' (૧૯૮૮), આધુનિક ગુજરાતી કવિતા અને સર્જક ચેતના'(૧૯૮૮), ‘કથાપદ'(૧૯૮૯) અને 'કવિ વિવેચક ઍલિયટ’(૧૯૮૯) એમના અન્ય વિવેચનગ્રંથ છે. ‘સુરેશ જોશીથી સત્યજિત શર્મા’ (૧૯૭૫), ‘આઠમા દાયકાની કવિતા' (૧૯૮૨),‘સંધાન’ - ૧(૧૯૮૫) અને ‘સંધાન’-૨(૧૯૮૬), આત્મપદી' (૧૯૮૭) “સંધાન’ - ૩-૪(૧૯૮૮) એમનાં સંપાદને છે. આ ઉપરાંત, એમણે સંપાદિત કરેલી સ્વરૂપશ્રેણી હેઠળ આત્મકથા, જીવનકથા, નવલકથા, ટૂંકીવાર્તા, સેનેટ, ખંડકાવ્ય, નિબંધ ઇત્યાદિ પરનાં વિવિધ લેખકોનાં વિશિષ્ટ ભાત પાડતાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. એન્તન ચૅખવકૃત “શ્રી સિસ્ટર્સ’ને અનુવાદ ‘ત્રણ બહેને' ૨.૨.દ. શાહ સુમન શેવિંદલાલ (૧-૧૧-૧૯૩૯): વાર્તાકાર, વિવેચક, સંપાદક. જન્મ ડભોઈમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ડભોઈમાં. પ૯૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨ - For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654