Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
શાહ શાંતિલાલ છોટાલાલ – શાહ સાંકળચંદ દેવચંદ
શાહ શાન્તિલાલ છોટાલાલ: ગદ્ય-પદ્યલેખોનો સંગ્રહ ‘શાંતિનિકુંજ' (૧૯૩૦) ના કર્તા.
૨.૨,દ.
શાહ શાન્તિલાલ ફૂલચંદ, ‘દિગંત' (૧૮-૧૨-૧૯૦૯) : કવિ. જન્મ વઢવાણ (જિ. સુરેન્દ્રનગર)માં. સમાજસેવા. શ્રી માનવસેવા સંઘ સાથે સંલગ્ન.
એમણે સ્મરણાંજલિ' (૧૯૫૧), ‘ફૂલદીવા' (૧૯૬૩), ‘રહ’ (૧૯૬૩) વગેરે કાવ્યસંગ્રહ આપ્યા છે.
શાહ શાન્તિલાલ મગનલાલ, પ્રશાંત', ‘ધાત્રી’, ‘લવંગિકા દેસાઈ', ‘વક્રાચાર્ય (૭-૪-૧૯૧૮) : નવલકથાલેખક, વાર્તાલેખક. જન્મ ભરૂચ (જિ. ખેડા)માં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. ૧૯૩૯ -માં વડોદરા કૉલેજથી બી.એ. આમદની શાળામાં શિક્ષક. ૧૯૪૨૪૩ દરમિયાન જેલવાસ. મુંબઈમાં ‘અખંડઆનંદ' માસિકનું સંપાદન. ગુજરાત રાજ્યના માહિતીખાતામાં. પછીથી વિવિધ વર્તમાનપત્રોમાં પત્રકાર.
‘બળતાં પાણી' (૧૯૪૬), ‘ભરતી-ઓટ’ (૧૯૫૨), ‘લગ્નમંડપ' (૧૯૫૨), “અરમાન' (૧૯૫૪) વગેરે વાર્તાસંગ્રહો તથા “રૂપેરી કિનાર'-ભા.૧-૨ (૧૯૬૬), પ્રતિઘોષ'(૧૯૬૬), “શર્વરી - સ્નેહદીવાની'(૧૯૬૬), ચંદનહાર'-ભા. ૧-૨ (૧૯૬૬), “ચેથી જાગીર’ (૧૯૬૬) અને ‘કુંવારી ધરતી' (૧૯૬૭) જેવી નવલકથાઓ એમના નામે છે. આ ઉપરાંત ‘રેડિયોની દુનિયા' (૧૯૬૬) નામની પરિચયપુસ્તિકા તથા અનુવાદ ‘અપરમા (૧૯૪૬) પણ એમણે આપ્યાં છે.
વિષયમાં એમ.એ. ૧૯૬૨-૬૩માં અમદાવાદની એચ. કે. આર્ટ્સ કોલેજમાં વ્યાખ્યાતા. ત્યારબાદ જામનગરમાં એપ્લાયમેન્ટ
ઓફિસર. ‘જનસત્તા', રાજકોટના મૅનેજર તથા 'જનસત્તા', અમદાવાદના જનરલ મેનેજર તરીકેની કામગીરી પછી હાલ વિવેકાનંદ આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં વ્યાખ્યાતા.
એમના ચોવીસ કાવ્યોના સંગ્રહ “એક' (૧૯૬૨)માં શહેરી જીવનની વિસંગતિઓનું વિશિષ્ટ તરેહમાં ચિત્રણ કરતાં મુખ્યત્વે અછાંદસ કાવ્યો છે. નવલકથા “અસ્તી' (૧૯૬૬)નું ઘટનાવિહીન કથિતવ્ય નાયક ‘તેના સાક્ષીભાવે નિરૂપાયું છે. સુરેશ જોશીએ ચાતરેલા ઘટનાહાસના ચીલે ચાલતી આ વિશિષ્ટ અસ્તિત્વવાદી કૃતિ છે. ‘ત્રીજો માણસ' (૧૯૬૫) નવલકથા “નિરંજન સરકારના ઉપનામથી પ્રગટ થયેલી રહસ્યકૃતિ છે. એમના પ્રથમ નાટયસંગ્રહ ‘તીરાડ અને બીજાં એકાંકીઓ' (૧૯૭૧)માં સામાજિક તથા મનેવજ્ઞાનિક અભિગમથી લખાયેલાં મંચનક્ષમ નાટકો છે. સામાજિક આંતરસંબંધોને અસ્તિત્વવાદી અભિગમથી રજૂ કરતાં, ત્રણ પાત્ર ધરાવતા દ્વિઅંકી નાટક ‘નેગેટીવ' (૧૯૭૫)માં સિનેમાની ટેકનિકનો વિનિયોગ થયો છે. કેનવાસ પરના ચહેરા' (૧૯૮૨)નાં સેળ એકાંકીઓ પૈકી ચાર નટીશૂન્ય છે.......અને હું' (૧૯૮૨)નાં કુલ બાર એકાંકીઓ પૈકી દશ મૌલિક છે. લેખકની રંગભૂમિટેકનિકની સૂઝ તથા સંવાદકલાનું પ્રભુત્વ અહીં નોંધપાત્ર છે. એકાંત નંબર ૮૦(૧૯૮૪) પણ એમને એકાંકીસંગ્રહ છે.
પ.ના. શાહ સત્યવતી : સત્યઘટના પર આધારિત સામાજિક રેખાચિત્રોને સંગ્રહ ‘પાનખર અને વસંત' (૧૯૬૫)નાં કર્તા.
૨.ર.દ. શાહ સરલાબહેન વિમલભાઈ : એકવીસ વાર્તાઓને સંગ્રહ
આરાધના' (૧૯૪૦) તથા અનૂદિત પુસ્તકો “આવતીકાલની ગ્રામસંસ્કૃતિ' (૧૯૬૨), ‘સહકારી સમાજ' (૧૯૬૪) અને ‘ગ્રામતપાસ પદ્ધતિ' (૧૯૬૪)નાં કર્તા.
૨.ર.દ. શાહ સરલાબાઈ સુમતિચંદ્ર : સ્ત્રી જીવનની વિપત્તિઓ અને તેનાં નિરાકરણોનું બોધક નિરૂપણ કરતી વાર્તાઓને સંગહ “કચડાતી કળિયો' (૧૯૩૦) તથા નિબંધસંગ્રહ “લખલહરી' (૧૯૪૧)નાં કર્તા.
૨.ર.દ. શાહ સરોજ શંકરલાલ, 'દેવિકા રાજપૂત’: નવલકથાઓ ‘સ્નેહ
અને સંગ્રામ' (૧૯૬૪), ‘લ્પ ઇમ્પાલા' (૧૯૭૧), “રેશમી ખૂન’ (૧૯૭૧) અને હૈયે વરસ્યું વિષ' (૧૯૭૧)નાં કર્તા.
૨.ર.દ. શાહ સવાઈભાઈ રાયચંદ: નવલકથા ‘શ્રીપાળ'ના કર્તા.
૨.ર.દ. શાહ સાંકળચંદ દેવચંદ : પદ્યકૃતિઓ “નૂતન ભજનાવળી', “શીખામણ છત્રીસી' તથા ‘નવીન સ્તવનસંગ્રહના કર્તા.
૨૨.દ.
શાહ શાન્તિલાલ મે.: લગ્નસમસ્યાને નિરૂપતાં ત્રિઅંકી નાટકો ‘બળવાખોર’ (૧૯૩૫) અને ‘આશાની પાંખે' (૧૯૩૯)ના કર્તા.
૨.ર.દ. શાહ શાન્તિલાલ હરજીવન : જીવનચરિત્ર ‘બાણ'(૧૯૧૭)ના કર્તા.
૨.૨,દ. શાહ શાન્તિલાલ હરિલાલ: નવલકથા “ચન્દ્રકળા' (૧૯૫૬) તથા જયોતિષ માર્ગદર્શન' (૧૯૫૬)ના કર્તા.
૨.ર.દ. શાહ (મઢડાવાળા) શિવજી દેવશી (૧૮૮૦,-): કવિ, નવલકથાકાર, નિબંધલેખક. જન્મ નળિયા (જિ. કચ્છ)માં. જૈનધર્મના અભ્યાસી. ગઢડા (જિ. ભાવનગર)માં આશ્રમની સ્થાપના.
એમણે નવલકથાઓ ‘વિઘાચન્દ્ર અને સુમતિ'- ભા. ૧, કૃતજ્ઞી કેસર'(૧૯૩૦), 'નવનીત' (૧૯૫૭); કાવ્યસંગ્રહ “શિવવિનોદ' તથા નિબંધસંગ્રહ ‘શિવબંધ’ અને ‘પુરુષાર્થસિદ્ધિ' આપ્યાં છે.
ર.ર.દ. શાહ શ્રીકાંત વલ્લભદાસ, ‘નિરંજન સરકાર” (૨૯-૧૨-૧૯૩૬) : નાટયકાર, નવલકથાકાર, કવિ. જન્મ બાંટવા (જૂનાગઢ)માં. ૧૯૫૯માં મને વિજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૬૨ માં એ જ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654