Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 599
________________ શાહ રસિકલાલ હરજીવનદાસ શાહ રાજેન્દ્ર કેશવલાલ શાહ રિસકલાલ હરજીવનદાસ : પ્રેરક નિબંધિકાઓનો સંગ્રહ ‘એક કદમ આગે’(૧૯૪૪) તથા જાસૂસકો લાલબહાદૂ'ના કર્તા. નિ.વા. શાહ રાજેન્દ્ર કેશવલાલ, 'રામે બુદાયની’(૨૮-૧-૧૯૧૩): કવિ. જન્મ વતન કપડવંજમાં, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ કપડવંજમાં. અંબુભાઈ પુરાણીની વ્યાયામવૃત્તિમાં રસ લીધો. ૧૯૩૦માં રાહકારની લડતમાં જોડાયા. ૧૯૩૨માં મેટ્રિક. ૧૯૩૪માં વડોદરા કોલેજમાં જોડાઈ ૧૯૩૭માં ફિલસુફી વિષય સાથે બી.એ. અમદાવાદની શાળામાં નોકરી. પછી જયોતિસંઘમાં ૧૯૪૨ સુધી કામ કર્યું. ત્યારબાદ અમદાવાદમાં માંદીખાનાની દુકાન. ૧૯૪૫માં મુંબઈ જઈ જંગલામાં લાકડાં કાપવાનો કોન્ટ્રાકટ રાખતી કંપનીમાં નોકરી. ૧૯૫૧થી ૧૯૫૫ સુધી કાગળનો વેપાર. ૧૯૫૫માં *વિધિની પ્રિન્ટરી નામના કૉચનો પ્રારંભ. ૧૯૪૭નો કુમારચંદ્રક, ૧૯૫૬ને રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૬૪ના સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. ૧૯૭૦થી નિવૃત્ત જીવન અને વતનમાં નિવાસ. એમના કાવ્યરાશિ વિપુલ છે તેમ સત્ત્વશાળી પણ છે. ઇયના અને ગુણવત્તાની દૃષ્ટિએ આ કવિ અનુગ/ધીયુગના પ્રમુખ કવિ છે. એમની કવિતામાં પ્રહ્લાદ પારેખની કવિતાનાં કાણો વિચિત રૂપે જેવા મળે છે. પ્રવાદ પારેખ શ્રીધરાણીથી શરૂ થયેલી સૌંદભિમુખ કવિતાની પકાવ આ કવિની કવિતામાં આવી છે; ને ગાંધી-કોર પ્રભાવ ઓસરતો આવે છે. વળી, ચીન્દ્રપ્રભાવ પ્રબળ રૂપમાં અન્ય કાવ્યો કરતાં એમનાં ગીતો પર વિશેષ જણાય છે. ‘ધ્વનિ’(૧૯૫૧)નાં ૧૦૮ કાવ્યામાં પિસ્તાળીસ ગીતો છે. આ સંગ્રહ પ્રગટ થયા પછી થોડાક હિંદના પછી કિવનો રાઠ ગીતોનો સંગ્રહ “આંદોલન’(૧૯૫૧) પ્રગટ થયો છે. તે પછીના સંગ્રહોમાં પણ ગીતો સારી સંખ્યામાં છે. ઉપરાંત ૧૯૭૮માં વિના બીજો ગીતસંગ્રહ 'ગીત' પ્રગટ થયો છે. આમ, આ કવિ, ન્હાનાલાલ પછીના આપણા મોટા ગજાના ગીતવિ છે. એમના પ્રથમ કાવ્યસંગ્રહ “ધ્યાન એ કાવ્યાકિતનાં ઊંચાં શિખરો સર કર્યાં છે. અનવદ્ય પ્રકૃતિકાવ્ય ‘શ્રાવણી મધ્યાહ્ને’, અમઁસઘન ચિંતનપ્રણ કાવ્ય ‘નિરુદ્દેશે’, મૃત્યુના મિલનનું વિરવ કાવ્ય ‘શેષ પ્રસાર’, કોદાયી સોનેટમાળા 'આનુષ્યના અવરોધે’ વગેરેથી આ સંગ્રહ સમૃદ્ધ છે. ૧૯૬૦માં બાળકાવ્યસંગ્રહ ‘મારપિચ્છ' પ્રકાશિત થયા છે. ‘શાંત કોલાહલ’(૧૯૬૨) એમનો બીજો કાવ્યસંગ્રહ છે. એમાં ‘ગિણી’નાં આ શોનેરના ગુચ્છમાં સંગીતના વિવિધ રાગોને અનુલક્ષીને સંપન્ન દામ્પત્મ્યજીવનની પ્રસન્નતા પ્રગટ કરી છે. આવું જ નોંધપાત્ર બીજું ગુચ્છ છે. વનવાસીનાં ગીત. આ બે ગુચ્છો ઉપરાંત ‘નિર્મલ', 'મેડીને એકાંત', ‘સ્વપ્ન’, ‘રિયો અને ફ”, “શાંત કોલાહલ', ધ' જેવાં ઉત્તમ કાવ્યો સંગ્રહની ગુણવત્તા વધારે છે. ‘ચિત્રણા’(૧૯૬૭)માં માધ્યમ કવિનું હોવા છતાં દૃષ્ટિ તો ચિત્રકારની જ છે, એમાં સાળ કૃતિઓ છે, જેમાંની આઠ દૃશ્ય-ચિત્રણોની અને આઠ છિબ પઢ: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education International ચિત્રણાની છે. આ ચિત્રણામાંથી ‘પારિજાત’, ‘દ્વારિકા’, ‘ગાંધી’, ‘. નર્મરા’નાં વિકનો વિશેષ આરાય છે. વિષાદને સાદ' (૧૯૬૮)નાં કાવ્યોમાં સાંપ્રત પરિસ્થિતિની સભાનતા અનુભવાય છે, એમાં બે પ્રકારની રચનાઓ છે : પુરાણના પ્રસંગો વર્તમાનને સ્પર્શતા અર્થઘટન સાથેજ થયા છે તેવી અગ્નિ-તેજ, આગ અને ભગ’, ‘શૈલ’, ‘હિરણ્યકશિપુ', 'પૂતનાનો પ્રેમ' જેવી રચનાઓ અને મનુષ્યની ભાષા તથા તેની કેટલીક પ્રવૃત્તિઓ વિશે સીધેસીધી વાતો કહેતી રચનાઓ.. ‘ક્ષણ જે ચિરંતન’(૧૬૮)નાં ‘મુંબઈમાં’, ‘મધ્યરાત્રીએ શહેર' જેવાં નગાળો નિરજન આદિની નગરકાવ્યોથી ભિન્ન પ્રકારનાં તો છે જ, સાથે આવે વિની વૈતિક મુદ્રાથી અંકિત પણ છે. “મધ્યમા’(૧૯૭૭)માં કવિ નવું કાવ્યરૂપ લઈ ઉપસ્થિત થયા છે. પ્રથમ ખંડ' દૈનંદિની'ની નિશ્ચિત પ્રકારના દુધવાળી એકત્રીસ રચનાઓમાં રોજબરોજની સામાન્ય લાગતી ઘટનાઓમાંથી કાવ્યત્વને કંડારવાના પ્રયાસ થયો છે. ‘દક્ષિણા'(૧૯૭૯)ની કાવ્યકૃતિક રહસ્ય ચિંતન અધ્યાત્મની સૃષ્ટિ છે. અહીં કવિ વૈયકિતક અનુભૂતિનો વૈશ્વિક અનુભૂતિ સાથેનો સંબંધ જોડી આપે છે. પત્રકાવ્યોના સંગ્રહ ‘પત્રલેખા’(૧૯૮૧)માં મુખ્યત્વે ઇહલૌકિક અનુભૂતિઓનું આલેખન સાંપડે છે. કુટુંબજીવન સાથે સંકળાયેલા અનેક ભાવોનું આલેખન અહીં કેટલીક રચનાઓમાં થયું છે. દીકરીને સાસરે વળાવવાના મર્મસ્પર્શી પ્રસંગનું આલેખન કવિએ ‘ગૃહિણીને’ રચનામાં કર્યું છે. ‘પ્રસંગસમક’નાં કાવ્યોમાં એક નાટયમય માકૃતિ રચવાનો કવિનો પ્રયાસ જોઈ શકાય છે; છતાં અહલ્યા', 'ની', 'રજકાનો પુનર્જન્મ', 'પૃયાની ધરપ્રાપ્તિ' વગેરે કાવ્યોમાં શાપ-અભિશાપ અને વરદાન કેન્દ્રમાં રહેલાં છે. ‘સંકલિત કવિતા’(૧૯૮૩) એમનો પૂર્વપ્રકાશિત સંગ્રહોનો સંગ્રહ છે. એમણે ૧૯૮૫માં “આંબે આવ્યા મોર” નામે બીજો બાળકાવ્યસંચય આપ્યો છે. એમની કવિતાના મુખ્ય વિષયો પૈકી એક છે પ્રેમ. એમના પ્રેમન અનુભવ વધુ ને વધુ વ્યાપક થતા ગયા છે એની પ્રતીતિ ‘ધ્વનિ’થી ‘પત્રલેખા’સુધીની પ્રેમકાવ્યોમાં થાય છે. એમાં પ્રણયભાવ ઘણીવાર લૌકિકતાની હદને ઓળંગી અલૌકિકતાના સીમાડાને સ્પર્શી રહે છે. બીજો મહત્ત્વનો વિષય છે પ્રકૃતિ. પ્રકૃતિ જયાં આલંબનવિભાવ તરીકે આવી છે. ત્યાં શુદ્ધ પ્રકૃતિકાવ્યે પ્રાપ્ત થયાં છે, પરંતુ પ્રકૃતિ જયાં ઉદ્દીપનવિભાવ તરીકે પ્રયોજાઈ છે ત્યાં તે પ્રણયના ભાવને પોષક બની છે. પ્રેમકવિતા કરતાં પ્રકૃતિકવિતાનું લક વિસ્તૃત છે, એમની પ્રપ્રેમની, રહસ્યવાદી અને સાંપ્રત પરિસ્થિતિની સભાનતાની ચિંતનકવિતા એકી સાથે અધ્યાત્મની અને કદની એમ વિવિધ પ્રાપ્તિ માટે મથે છે. એમનાં કાવ્યો પરથી એમનું જે કવિવ્યકિતત્વ આપણી સમક્ષ ખડું થાય છેતે ઋતષ્ટિ કવિનું છે. ઊર્મિકવિતાનું અત્યંત મહત્ત્વનું લક્ષણ ‘લિરિસિઝમ' એમની કવિતામાં નૂતનતા અને તાજપ સાથે અભિવ્યકત થાય છે. એમની કવિતા સૌંદર્યાનુભૂતિની પીઠિકા પર આસ્વાદી શકાય છે એનું કારણ છે એમની અપૂર્વ સંવેદનક્ષમતા, કવિમાં સૂક્ષ્મ સંવેદન For Personal & Private Use Only: www.jalnelibrary.org

Loading...

Page Navigation
1 ... 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654