Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
બૌદ્ય મણિલાલ
ભાઈ - ધ વિજયરાય કલ્યાણરાય
૧૮ન્મ મુંબઈમાં. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૮ માં બી.એ. ૧૯૫૫ માં એમ.એ. ૧૯૬૦માં પીએચ.ડી. ‘હિંદુસ્તાન' દૈનિકના તંત્રી વિભાગમાં અને ખાકાશવાણીના સમાચાર વિભાગમાં કામગીરી પછી સાહિત્ય અકાદમીના પશ્ચિમ વિભાગીય કાર્યાલય, મુંબઈમાં પ્રાદેશિક સચિવ.
‘રાસ સાહિત્ય' (૧૯૬૬) શોધપ્રબંધ ઉપરાંત ‘કાયા મનના મેળ (૧૯૭૮) નવલકથા, ‘અઢી અક્ષરની પ્રીત' (૧૯૮૦) વાર્તાસંગ્રહ તથા ‘જીવન એક નાટક' (૧૯૮૩) નાટયસંગ્રદ એમણે આપ્યાં છે. ‘પત્તાંના મહેલ' (૧૯૭૧), બ્રાહ્મણકન્યા' (૧૯૭૧) વગેરે એમનાં અનૂદિત પુસ્તકો છે.
ચં.ટ. વૈદ્ય મણિલાલ લલુભાઈ : પદ્યકૃતિ ‘વિશ્વામિત્રી માહાત્મ” (૧૮૯૩) અને કથા કૃતિ ‘સતીચરિત્ર'ના કર્તા.
.િવા. વૈદ્ય મધુરકાન્ત ગુણવંતરાય (૧ ૧ ૧:૧૪) : ચરિત્રકાર. ૪૪મ પ્રભાસપાટણમાં. ઇન્દોરની રેસિડન્સી કોલેસ્ટમાંથી ૧૯૩૫માં બી.એ. હિન્દી અને ઉર્દૂ વ્યવસાયી નાટકમંડળીમાં. પછી માધ્યમિક શાળામાં હેડમાસ્તર, ભારત સરકારને રાજકીય ખાતામાં, ઑલ ઇન્ડિયા રેડિયોના બ્રોડકાસ્ટર અને ટેલિવિઝન મનિટરિંગની કામગીરી. પછીથી નિવૃત્ત.
એમની પાસેથી “અહલ્યાબાઈનું જીવનચરિત્ર' તથા પરિચય પુસ્તિકા “નાગપ્રદેશ' (૧૯૭૬) મળ્યાં છે.
નિ.વા. વૈદ્ય મયારામ સુંદરજી : ‘ધર્મદીપિકા', 'સુખદુ:ખ વિશે નિબંધ', ‘સ્વર્ગવર્ણન” તથા “હિદની દેવતાઈ તપારા'ના કર્તા.
નિ.વા. વૈદ્ય મહેશ ધનવંતરાય, ‘રજિત' (૬-૫-૧૯૨૨) : કવિ. જન્મ
જૂનાગઢમાં. અભ્યાસ ભાવનગરમાં. લક્લ સેલ્ફ ગવર્નમેન્ટ ડિપ્લોમા. એમની પાસેથી કાવ્યસંગ્રહ “સ્વાતિબિન્દુ’ મળ્યા છે.
નિ.વા. વૈદ્ય મંગેશ હ.: બાળવાર્તાનાં પુસ્તક “વેશ ભજવ્યો' (૧૯૬૧)
અને ‘મહેમાનને વિદાય' (૧૯૬૧), પદ્યકૃતિ ‘પથ્થર તરશે રામનામના' (૧૯૬૦), ‘શાણપણની સુવાસ’ અને ‘સજીવન’ થયો’ના કર્તા.
નિ.વા. વેદ્ય મૂળજીભાઈ રામનારાયાણ : પદ્યકૃતિ ‘ઘારતનજી વિરહ' (અન્ય સાથે, ૧૯૩૮)ને કર્તા.
મૃ.મા. વૈદ્ય રણછોડલાલ (આબુવાલા): સ્ત્રીસુબોધક વાર્તા ‘સદ્ગણી સુશીલા' (૧૯૨૮)ના કર્તા.
નિ.વા. વૈદ્ય રણછોડલાલ કુંવરજી : કથાકૃતિ “સ્ત્રીની પસંદગી'ના કર્તા.
નિ..
વૈદ્ય રતિલાલ ત્રિભોવનદાસ : કયાતિ પાપની પૂતળી અથવા પેટમાંના દાંત' (૧૯૨૩)ના કર્તા.
.િવા. વેદ્ય રમેશ જ. : કાવ્યસંગ્રહ ‘માત્રા' (૧૯૭૩)ના કર્તા.
નિ.વા. વૈદ્ય રસિકલાલ જેઠાલાલ : ચરિત્રલક્ષી કૃતિ “રાજવઘ પ્રભાશંકર પી-'ભટ્ટ (૧૯૫૩) "ી કતી.
.િવા. વૈદ્ય રામદાસ માવજી : ‘કી રાજગુર પ્રાર્થ• પારામાણ' (૧૯૧૨) -ના કર્તા.
નિ.લે. વેદ્ય વિજયરાય કલ્યાણરાય, ‘ક્રિટિક’, ‘મયુરા નંદ', “વિનોદકાન', | ‘શિવનન્દન કાશ્યપ (૭૪-૧૮૯૭, ૧૭૪-૧૯૭૪): વિવેચક,
જીવનચરિત્રકાર, નિબંધલેખક, આત્મકથાકાર. જન્મ ભાવનગરમાં. ૧૯૨૦માં મુંબઈની વિલ્સન કોલેજમાંથી અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૨૦-૨૧માં મુંબઈની સર લલ્લુભાઈ શામળદાસ બૅન્કમાં કેશિયર, ૧૯૨૧-૨૨માં મુંબઈના હિંદુસ્તાન સાપ્તાહિકના તંત્રી અને દનિકના સહતંત્રી. આ પછી કનૈયાલાલ, મુનશીના નિમંત્રણથી ‘ગુજરાતના કાર્યકારી તંત્રી અને વ્યવસ્થાપક. ૧૯૨૨-૨૪ દરમિયાન ‘સાહિત્ય સંસદના મંત્રી. ૧૯૩૭ થી ૧૯૫૨ સુધી એમ.ટી.બી. કોલેજ, સુરતમાં ગુજરાતી - ના અધ્યાપક. ૧૯૬૫માં સુરત ખાતે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં વિવેચન વિભાગના અધ્યક્ષ. અખિલ હિંદ પી.ઈ.એન. કેન્દ્રના રસ્થાપક સભ્યો પૈકીના એક. ૧૯૩૧ માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૨માં નર્મદ સુવર્ણચંદ્રક.
એમનું સૌથી મહત્ત્વનું અને ઉજજવળ પ્રદાન સાહિત્યિક પત્રકારત્વનું છે. નવલરામે સેવેલા સમીક્ષાના સ્વતંત્ર સામયિક સ્વપ્ન એમણે અપૂર્વ રીતે સાકાર કર્યું. બટુભાઈ ઉમરવાડિયા જેવા મિત્રોના સહકારમાં એમણે “ચેતન' (૧૯૨૦-૨૩)ના સંપાદનથી
આ દિશામાં પ્રસ્થાન કર્યું. “ચેતન’ના પ્રથમ અંકના સંપાદકીય લેખ “ચેતન : તેની ભાવના અને કાર્યક્રમ” એમણે લખેલે છેજે સાહિત્યિક અને સમીક્ષામૂલક સામયિક વિશેના એમના આદર્શ અને અભિગમને ઘાતક છે. એમના આ વલણને લાભ વચ્ચેના ગાળામાં મુનશીના ‘ગુજરાતને પણ મળ્યો હતો. પરંતુ તેનો પૂર્ણ વિકાસ થયો “કૌમુદી' (૧૯૨૪-૩૫) અને “માનસી” (૧૯૩૫૬૦)માં. “કૌમુદી સેવકગણની યોજનારૂપે સાહિત્યવ્રતના આદર્શને પુરસ્કારી એમણે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિશ્વનાથ ભટ્ટ જેવા અનેક તેજસ્વી વિવેચકોને તેમાં સાંકળી, ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશેની ઊંચી રુચિની કેળવણીમાં અનન્ય ફાળો આપ્યો છે. આ સામયિકો દ્વારા વિવેચનને એક નવો પ્રવાહ ઉદ્ભવ્યો, જે બહુધા રોમેન્ટિક પ્રકારને હતે. કથળતી તબિયત અને નબળી આર્થિક સ્થિતિમાં પણ સંઘર્ષ કરીને એમણે સાક્ષરી સામયિકો ચલાવ્યાં તેમાં એમની સાહિત્યનિષ્ઠાનાં દર્શન થાય છે. આ સામયિકો બંધ કરવાં પડ્યાં પછી પણ એમણે એક સરકાર
૫૪૮: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654