Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
વ્યાસ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ નિર્વાણ
વ્યાસ દયાશંકર ભ. : ચદ હાસ્યનિબંધને સંગ્રહ ‘હાસ્યધાર' (૧૯૩૧) ના કર્તા.
વ્યાસ દલસુખરામ દલપતરામ : પદ્યકૃતિઓ દલપત-અકળકળા' (૧૯૧૪), ‘મનહરવાણી' ભા. ૧ (૧૯૬૩), ‘ભવતારણ ભવના - વલી' (૧૯૮૮) વગેરેના કર્તા.
૨.૨.દ. વ્યાસ દશરથલાલ નં. : નાટક ‘કેશરીચરિત્ર (૧૮૮૬) તથા પદ્યકૃત્તિ યશોગાન' (૧૯૧૧)ના કર્તા.
વ્યાસ ત્રિભુવન ગૌરીશંકર (૨૨-૫-૧૮૮૮, ૪-૭-૧૯૭૫) : કવિ. જન્મ રોંજળ (જિ. ભાવનગર)માં. પ્રાથમિક શિક્ષણ જૂના સાવરમાં. શાળાંત સુધી અભ્યારા. પિતાના અવસાનને કારણે નાની ઉંમરે શિક્ષકની નોકરીમાં જોડાયા. આ દરમિયાન વડોદરા ની શ્રેનિંગ કૉલેજમાંથી ટ્રેઇન્ડ થવાની તક મળી. સ્વાતંત્રય આંદોલનને કારણે નોકરી છોડી. ખાદીપ્રચાર તેમ જ “સૌરાષ્ટ્ર પત્ર અને ‘નવજીવન’માં કાર્ય કર્યું. પછી અમદાવાદથી રાજકોટ જઈ રાષ્ટ્રીય. શાળામાં જોડાયા. નોકરીનાં શેપ વર્ષોમાં કિશોરસિહજી તાલુકાશાળાના આચાર્ય. રાજકોટમાં અવસાન.
લયનું માધુર્ય, ભાવની ત્રતા અને સહજસિદ્ધ અલંકારથી યુકત એવાં માહિતી, ઉપદેશ, જ્ઞાન, જિજ્ઞાસા વગેરે ગુણલક્ષણોને લીધે એમનાં કાવ્યો બાળજગત ને બાળશિક્ષણ માટે નોંધપાત્ર છે. ‘નવાં ગી'- ભા. ૧-૨ (૧૯૨૫), ‘ગુંજારવ' (૧૯૪૧) જેવા બાળકાવ્યોના સંગ્રહ એમણે આપ્યા છે. આવર્તન' (૧૯૮૮) એમની જન્મશતાબ્દી નિમિત્તે ઉમાશંકર જોશી, મકરંદ દવે અને નાથાલાલ દવેની પ્રસ્તાવનાઓ સાથેના સંપાદિત કાવ્યગ્રંથ છે. ‘બે દેશગીતા' (૧૯૨૮) અને ‘નવી ગરબાવલી' (૧૯૪૨)માં લેકબોલીની બળકટના છે. ખાનખાનાન’ (૧૯૪૬) એમને બાળવાર્તાઓનો સંગ્રહ છે. ‘મેઘદૂત' (૧૯૩૭), ‘ઋતુસંહાર' (૧૯૪૬) વગેરે સંસ્કૃત ખંડકાવ્યોના એમના પદ્યાનુવાદ છે; તો નિષ્કુળાનંદકૃત ધીરજ આખ્યાન’નું એમણે ગદ્યરૂપાંતર આપ્યું છે.
આ ઉપરાંત ગુરુ ચરિત' (૧૯૨૪), ‘સર લાખાજીરાજનાં સંસ્મરણો’, ‘સ્વામીનારાયણ સંપ્રદાયની ઐતિહાસિક આલોચના” (૧૯૧૬) જેવા સમાજોપયોગી ગદ્યગ્રંથ પણ એમણે આપ્યા છે.
વ્યાસ દીનાનાથ સોમેશ્વર (૭-૧૧-૧૯૨૭) : કવિ. જન્મસ્થળ
અરસવણી (જિ.ખેડા). બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી એમ.એ. શિક્ષણકાર્ય. ‘વમંગલ' (૧૯૬૮) એમના કાવ્યસંગ્રહ છે.
વ્યાસ દુર્લભરાય તુલસીરામ : નરસિંહ મહેતાના નાટકનાં ગાયના ' (૧૯૮૫) તથા ‘અભાગી સુંદરીના નાકનાં ગાયન' (૧૯૧૫)ના
કિર્તા.
વ્યાસ દેવશંકર : એતિહાસિક નવલકથા ‘
તિગુપ્ત યાને કંવલકામને શરણે' (અન્ય સાથે, ૧૯૨૩)ના કર્તા.
વ્યાસ દક્ષા બળવંતરાય (૨૬-૧૨-૧૯૪૧) : વિવેચક. જન્મ વ્યારામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વ્યારામાં. ૧૯૬૨માં સુરતથી બી.એ. ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૮માં પીએચ.ડી. ૧૯૬૭થી ૧૯૭૩ સુધી ગુરકળ મહિલા કોલેજ, પોરબંદરમાં અને ૧૯૭૩ થી વ્યારા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા : પરિદર્શન' (૧૯૮૧) એમને શોધપ્રબંધ છે; તે ભાવપ્રતિભાવ' (૧૯૮૧), ‘સૌંદર્યદર્શી કવિઓ' (૧૯૮૪) એમના સંશોધન-વિવેચનના ધ્યાનપાત્ર ગ્રંથ છે. ઉકત શોધપ્રબંધમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાને પામવાની એમની સમગ્રદર્શી શકિત જોવા મળે છે; ભાવપ્રતિભાવના લેખમાં એમની અભ્યાસપૂત દૃષ્ટિનું પ્રતિબિબ ઝિલાયેલું જોવા મળે છે; “સૌંદર્યદર્શી કવિઓ'માં પાંચમા દાયકાના ચાર પ્રમુખ કવિઓ રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ઉશનસ અને જયંત પાઠકની કાવ્યપ્રવૃત્તિનો ઉપરાંત પાછલા ત્રણની વિવેચનાને પણ સવીગત આલેખ મળી રહે છે.
પ્ર.દ. વ્યાસ દયારામ રતનશી : પઘકૃતિ ભજનભૂષણ તથા ભકિતભૂષણ’ (૧૯૧૨) તથા યશચન્દ્રિકા યાને શ્રીમાન શેઠ તુલશીદાસ સુરજી વર્માનાં ધાર્મિક સુકાર્યોનું સંક્ષેપ વર્ણન' (૧૯૦૯)ના કર્તા.
૨.૨.દ.
વ્યાસ ધીરજકુમાર વલ્લભજી (૧૬-૧૧-૧૯૪૭) : નવલકથાલેખક. જન્મ ભાવનગર જિલ્લાના વીજપડીમાં. અમ.એ., પીએચ.ડી. સાવરકુંડલાની કે. કે. હાઈસ્કૂલમાં શિક્ષક. “ઊર્મિ અને પડઘા' (૧૯૭૯) એમની નવલકથા છે.
ટા. વ્યાસ નવલકિશોર હરજીવન (૧૩-૧૧-૧૯૨૯) : નવલકથાકાર, વાર્તાકાર. જન્મ કુંકાવાવમાં. બી.એ. સુધીનો અભ્યાસ. શિક્ષણ ખાતા સાથે સંલગ્ન.
એમણે ‘કેસરકારી' (૧૯૬૪), ‘સ્નેહલક્ષ્મી' (૧૯૬૬), ‘રંગ - મંડપ' (૧૯૬૭), ‘પિંજરનું પંખી' (૧૯૬૯), ‘વરસી પ્રેમઘટા ઘનઘોર' (૧૯૭૪), ‘મસમભીનાં મન' (૧૯૭૮), ‘લાગણીનાં પડળ' (૧૯૭૯) વગેરે પચાસેક લોકપ્રિય નવલકથાઓ આપી છે. આ ઉપરાંત પચીરા વાર્તાઓને સંગ્રહ ‘કુમકુમ પગલે (૧૯૮૦) પણ એમણે આપ્યો છે.
વ્યાસ નિર્ભયરામ મંછારામ : પદ્યકૃતિ “કુરુક્ષત્ર, નાટક ‘સુંદરમાધવ' (૧૮૯૩) તથા 'ચતુરવિજય” (૧૮૯૫)ના કર્તા.
વ્યાસ નિર્વાણ : અંગ્રેજી પરિવેશ ધરાવતાં ત્રણ એકાંકીઓને સંગ્રહ ‘નવા પ્રયોગો' (૧૯૭૨), પ્રેમકથા “ઋતંભરા પ્રજ્ઞા' (અન્ય સાથે, ૧૯૭૪) તથા “આત્મભોતિકા' (૧૯૭૯)ના કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654