Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 571
________________ વ્યારા માસીલાલ છોટાલાલ વ્યાસ રૂપશંકર ગંગાશંકર વ્યાસ તીલાલ છોટાલાલ : નર્મદ અને બાલાશંકરની શૈલીને અનુસરતી પદ્યકૃતિઓ ‘પ્રેમ સતી સહી' (૧૮૯૯), ‘મરકીની વિટંબા. ને હિદની હાલત' (૧૮૯૯), “કુસુમગુ છે' (૧૯૧), ‘કયુગનાં કૌતક' ભા. ૧ (૧૯૧૩), 'પાંચાળીચરિત્ર' (૧૯૮૩) ઉપરાંત ‘ગેલેકવાસી ગોસ્વામિ શ્રીદેવકીનંદનાચાર્યનું સંક્ષિપ્ત જીવનચરિત્ર અને શા ઉદ્ગાર' (૧૯૧૩) તેમ જ 'ભદ્ર ભદ્રના ભેદુને ભવાડો અને રાધારની ફર(૧૯૦૨), ‘નહાર (૧૯૧૦) (૧૯૧૨), 'દયારામ અને ઊમિલા અથવા રાધાર કે શેતાને (૧૯૧૭) જેવી નવલકથાઓના કર્તા. વ્યાસ યશવંત ઉમિયાશંકર : બાળવાર્તાકૃત ‘તાફાની બારકસે” (૧૯૫૮)ના કર્તા. મૃ.મા. વ્યાસ યોગેન્દ્ર ધીરુભાઈ (૬ ૧૦.૧૯૪૦) : નવલકથાકાર, ભાષા - વિદ. જન્મસ્થળ અમદાવાદ. ૧૯૫૭માં એસ.એમ.સી. ૧૯૬૧ માં ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૩ માં ગુજરાતી અને પાવિજ્ઞાન વિષયોમાં એમ.એ. ૧૯૬૯ માં પીએચ.ડી. ૧૯૬૩થી ૧૯૬૬ સુધી એમ એમ. શાહ મહિલા કોલેજ, સુરેન્દ્રનગરમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને આચાર્ય. '૧૯૬૬ થી ૧૯૬૮ સુધી સરકાપુર મા ઍન્ડ કોમર્સ કોલેજ, અમદાવેદમાં પ્રાધ્યાપક અને ૧૯૬૮-૬૯માં ત્યાં જ આચાર્ય. ૧૯૬૯થી ૧૯૮૦ સુધી ભાષાવિજ્ઞાનના વ્યાખ્યાતા. ૧૯૮૦થી ગુજરાન યુનિવરિટી છે:ષાસાહિત્યભવનમાં ભાષાવિજ્ઞાનના રીડર. ‘બે કિનારાની વચ્ચે' (૧૯૮૨) અને ‘કૃધગજજન્મ' (૧૯૮૩) એમની લઘુનવલ છે. “ભીલીની કિશોરકથાઓ' (૧૯૭૬) અને ‘મને રંજક બોધકથાઓ' (૧૯૭૯) એમનું બાળસાહિત્ય છે. ‘ભાષા અને તેનું ભૌતિક સ્વરૂપ' (૧૯૬૭), ‘બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ' (૧૯°°°), ‘ભાષા, રામાજ અને સાહિત્ય (૧૯૭૫), ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ' (૧૯૭૭), 'ભાષાવિજ્ઞાન અને ભાષાકૌશલ્યોનું શિક્ષણ' (૧૯૭૯), ‘સામાજિક ભાષાવિજ્ઞાન” (૧૯૮૩) વગેરે એમનાં ભાષાશાસ્ત્રને લગતાં પુસ્તકો છે. ચં.ટી. વ્યાસ રજની કૃષ્ણલાલ (૨૩-૯-૧૯૩૩) : બાળસાહિત્યકાર, ચરિત્રકાર. જન્મ ભરૂચમાં. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૫૫માં સર જે. જે. સ્કૂલ ઑવ આર્સ, મુંબઈથી ડી.સી.એ. અમદાવાદમાં ગુજરાત સમાચાર', 'સંદેશ' વગેરેમાં ચિત્રકામ. ૧૯૭૭થી ૧૯૮૦ સુધી ‘બુલબુલ' બાલપાક્ષિકનું સંપાદન. ૧૯૮૧ થી ૧૯૮૪ સુધી ‘રમકડું બાળપાક્ષિકનું સંપાદન. ૧૯૮૬ થી ‘સમભાવ' દૈનિક સાથે સંલગ્ન. ૧૯૮૮માં બ્રિટન-પ્રવાસ. ‘મિજબાની' (૧૯૭૯), ‘સેનેરી વાતો' (૧૯૮૫), ‘રૂપેરી વાતો' (૧૯૮૫), 'પંચતારક કથાઓ' (૧૯૮૭), ‘પંચશીલ કથાઓ (૧૯૮૭) વગેરે એમનું બાલસાહિત્ય છે. ‘અવિસ્મરણીય' (૧૯૮૮) એમને વ્યકિતચિત્રોને ગ્રંથ છે. ગુજરાતની અસ્મિતા' (૧૯૮૮). ગુજરાત અંગેને સચિત્ર સર્વસંગ્રહ છે. એ.ટો. વ્યાસ રણછોડલાલ : પદ્યસંગ્રહ 'મૃતિરેખા' ('૯૯) કર્તા. મૃ.મા. વ્યાસ રણછોડલાલ નાથજી : ‘મદ્રકાળી મકિવિ કાવ્ય (૧૮૮ાા ાાં મૃ.મા. વ્યાસ રમણલાલ એ. : કોયjય ‘રવરલહરી' (૧૯૬૫)ના કર્તા. મૃ.મા. વ્યાસ રમણિકલાલ માણેકલાલ : નવલકથા ‘પિશાચની પ્રમi - લીલા'ના કર્તા. મૃ.મા. વ્યાસ રવિશંકર શિવરામ, ‘રવિશંકર દાદ', “રવિશંકર મહારાજે (૨૫-૨-૧૮૮૪, ૨-૭-૧૯૮૮) : રામાજસેવક. જન્મ ૨૭ (તા. માતર)માં. વતન સરસવણી (મહેમદાવાદ). શિક્ષણ સરસવણીમાં. શરૂઆતમાં ભાડા (તા. દહેગામ)માં શિક્ષક. ૧૯૮૩માં નોધણી કારકુનની ને કરી. ૧૯૯૦૪ થી ૧૮માનવૃ!િ. એ સાથે ૧૯૬૭થી નાસમાજના પ્રચારક. ૧૯૧૮ થી ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં. ૧૯૨૦થી દારૂનિધિ-પ્રવૃત્તિમાં. તિલક સ્વરાજ'! માટે પણ કામ કર્યું. ૧૯૨૨ માં સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી અને તેમાં પટાવાળાથી આચાર્ય સુધીનું બધું કામ જાતે સંભાળ્યું. ૧૯૨૩ માં ઝંડા સત્યાગ્રહમાં ભાગ લેતાં જેલવાસ, દરમિયાન અકોલા જેલમાં વિનોબાજીને સહવાસ. જેલમાંથી છૂટી છાપરા (તા. મહેમદાવાદ)માં સ્થિર થઈ સેવાકાર્ય. ૧૯૩૦ માં મીઠાના સત્યાગ્રહમાં, એ પછી ગાંધીજીના આદેથી રા ગામમાં, વસવાટ અને ગાંધીપ્રેરિત પ્રવૃત્તિ. ૧૯૩૮ માં હરિપુરા કોંગ્રેસમાં. '૧૯૪૨માં ફરી જેલવાસ. પાટણવાડિયા, બારૈયા અને અન્ય પછાત જાતિન: ઉદ્ધાર માટે સતત પરિશ્રમ. આઝાદી પછી ચીન જવાના આમંત્રણથી ૧૯૫૨ માં ચીન D ને સીંગાપુરની : ત્રા. ૧૯૫૩માં વિનેબાજી સાથે ભૂદાનપવૃત્તિમાં કાર્ય. ૧૯૬૮ માં ગુજરાતના સુરત જિલ્લાનાં પૂરપીડિત લોકોની વહારે. ૧૯૬૯ ૧૯૭૦ દરમિયાન બિહારમાં દુકાળરાહતકાર્ય. અમદાવાદમાં અવસાન. એમનાં પુસ્તકો મુખ્યત્વે સ્વાનુભવોના નિષ્કર્મમાંથી રસાયેલાં છે ને તેમાં અંધશ્રદ્ધા, કુરિવાજો આદિ વિશે અશિક્ષિત લેકે માટે કથનાત્મક શૈલીમાં એમણે સહજ-સરળ ભાષામાં લખ્યું છે અને સમાજ, શિક્ષણ, ખેતી, પ્રવાસ વગેરે વિષયોને આવરી લીધા છે. ‘સત્યાગ્રહને વિ ' (૧૯૩૯), 'શિક્ષણ અને સંસ્કૃતિ' (૧૯૪૮), ‘પર્વમહિમા' (૧૯૫૭), ‘લગ્નવિધિ' (૧૯૫૩), ‘મારો ચીનને પ્રવાસ' (૧૯૫૪) અને ‘મહારાજની વાતો' (૧૯૭૨) એમનાં પુસ્તકો છે. ‘મારો ચીનનો પ્રવાસમાં એમણે ચીનનાં સંસ્કૃતિ, સમાજ, શિક્ષણ, ખેતી આદિનું અભ્યાસપૂર્ણ આલેખન કર્યું છે. મૃ.મા. વ્યાસ રૂપશંકર ગંગાશંકર : પદ્યકૃતિઓ ‘શિવસ્તુતિ' (૧૮૭૧), “રસિકરૂપકાવ્ય'-ભા. ૧, ૨ (૧૮૭૨, ૧૮૭૪), વનિતાવિયાગ' (૧૮૮૦) તથા વહેમખંડનગ્રંથના કર્તા. મૃ.માં. ૫૬૦: ગુજરાતી સાહિત્યકાશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654