Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 588
________________ શાહ જગદીશચંદ્ર પંજાલાલ શાહ ઝવેરભાઈ ડાહ્યાભાઈ સર્જક અને વિવેચક' (અન્ય સાથે, ૧૯૭૩), “સાહિત્યતત્ત્વવિચાર’ (અન્ય સાથે, ૧૯૭૬), “મધ્યકાલીન ગુજરાતી ભકિતકવિતા' (૧૯૮૧) જેવા વિવેચનગ્રંથો ઉપરાંત કવિ વિશ્વનાથ જાનીકૃત ‘પ્રેમપચ્ચીસી' (૧૯૭૩), અખાકૃત અનુભવબિન્દુ'(૧૯૭૫), ‘શામળકૃત ‘મદનમોહના' (અન્ય સાથે, ૧૯૭૫) અને નર્મદવિષયક કાવ્યો-લેખેનું સંપાદન યા હોમ' (અન્ય સાથે, ૧૯૮૪) જેવાં સંપાદન પણ આપ્યાં છે. ૨.ર.દ. શાહ જગદીશચંદ્ર પુંજાલાલ: બોધક ચરિત્રકથાઓને સંગ્રહ “માતૃદેવો ભવ અને ઇતર વાર્તાઓના સહલેખક. ૨.ર.દ. શાહે જગમેહનદાસ નરોત્તમદાસ: પદ્યકૃતિ “શ્રી રાધારમણ પ્રેમભકિત અને કૃષ્ણકીર્તન’ - ભા. ૧-૨ (૧૯૨૩)ના કર્તા. એમણે “રાજા ટોડરમલ' (૧૯૭૩), ‘મોગલ શહેનશાહ બાબર (૧૯૮૦), 'શ્રી સહજાનંદ સ્વામી' (૧૯૮૨) વગેરે ચરિત્ર તથા ‘પ્રાચીન ભારતને ઇતિહાસ' (અન્ય સાથે, ૧૯૬૮), ‘ગુપ્ત સમ્રાટો” (૧૯૭૫), હર્ષકાલીન ભારતની સામાજિક અને ધાર્મિક સ્થિતિ | (૧૯૭૫) અને “અફઘાનિસ્તાન' (૧૯૭૯) જેવાં ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિને નિરૂપતાં પુસ્તકો આપ્યાં છે. ૨.ર.દ. શાહ જી. એમ. : “ભનું હરિ પંચાંકી નાટક' (૧૯૦૫)ના કર્તા. શાહ જયસુખલાલ લક્ષમીરામ : નાટક “સત્યવિજય' (૧૮૮૩)ના કર્તા. શાહ જયંત ન્યાલચંદ : ખેડા વર્તમાન'નું ભેટપુસ્તક નવલકથા ‘જયશ્રી' (૧૯૪૧)ના કર્તા. ૨,૨૮, શાહ જયંતીલાલ: બે નાટકો ‘પૂર્વદૃશ્ય’ અને ‘ભરતી અને ઓટને સંગ્રહ “ભસ્મકંકણ' (૧૯૩૧)ના કર્તા. ૨.૨.દ. શાહ જયંતીલાલ અંબાલાલ: પદ્યકૃતિ “શ્રી વલ્લભ ગહૂલીમાળા’ (૧૯૫૫)ના કર્તા. ૨.ર.દ. શાહ જયંતીલાલ દેવચંદ (૨૧-૯-૧૯૩૬): નાટકકાર. જન્મ સુરેન્દ્રનગરના કારીયાણીમાં. ૧૯૫૬માં મૅટ્રિક. છેલ્લાં ઓગણત્રીસ વર્ષથી અમદાવાદમાં ટેકનિકલ હેડ સરવેયર, એમણે “ભૂમિદાનની ભીતરમાં' (૧૯૭૨)માં પ્રસંગચિત્રો તથા ‘કોના વાંકે' (૧૯૭૪)માં એકાંકીઓ આપ્યાં છે. ચંટો. શાહ જયંતીલાલ નાથજીભાઈ, ‘રસન્ન’ : સ્ત્રીપાત્રવિહોણું નાટક ધરતીને ધણી' તથા ગીતસંગ્રહો ‘સ્વતંત્રતાને સૂર’ અને ‘હૃદયપાંખડી'ના કર્તા. ૨.ર.દ. શાહ જયંતીલાલ બાલાભાઈ : તેર વાર્તાઓને સંગ્રહ 'કામના તણખા' (૧૯૩૭)ના કર્તા. ૨..દ. શાહ જયેશકુમાર મણિલાલ(૧૪-૨-૧૯૩૧): ચરિત્રલેખક. જન્મ ટુણાદરા (જિ. ખેડા)માં. ૧૯૫૭માં બી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૩માં પીએચ.ડી. અમદાવાદ તથા ભરૂચની માધ્યમિક શાળાઓ અને ભરૂચની કોલેજમાં ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિનું અધ્યાપન. શાહ જીવનલાલ હરિવલ્લભદાસ: પદ્યકૃતિ “શ્રી સંગીત વાયુપુરાણ' (૧૯૦૪)ના કર્તા. ૨.ર.દ. શાહ જેઠાલાલ ગેરધનદાસ (૧૦-૧૦-૧૮૯૩): ચરિત્રલેખક, સંશોધક-સંપાદક. જન્મ ખંભાત (જિ.ખેડા)માં. ૧૯૧૭માં બી.એ. ૧૯૨૩માં એમ.એ. અમદાવાદની લા. ઉ. મહિલા વિદ્યાલયમાં અધ્યાપક તથા આચાર્ય. પુષ્ટિમાર્ગના અભ્યાસી. એમણે ‘સૂરદાસ' (૧૯૨૪), ‘રસેશ શ્રીકૃષ્ણ' (૧૯૨૮), ‘ભકત દયારામનું આંતરજીવન' (૧૯૩૧) વગેરે ચરિત્રો ઉપરાંત પુષ્ટિમાર્ગ એટલે શું?' (૧૯૨૪) તથા ‘તત્ત્વદીપ નિબંધ' (૧૯૨૫), “બસ્સો બાવન વૈષ્ણવની વાત' (૧૯૨૬), ‘રાસપંચાધ્યાયી - ભાગવત સુબોધિની'-ભા. ૧-૩ (૧૯૨૭-૧૯૨૮) જેવાં ધર્મવિષયક અનૂદિત-સંપાદિત પુસ્તકો આપ્યાં છે. ૨.ર.દ. શાહ જેઠાલાલ છોટાલાલ, “ઊર્મિલ' (૧૯૧૫): નિબંધલેખક. જન્મ સાવલી (જિ. વડોદરા)માં. અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ. પછી ઘેરબેઠાં, શાસ્ત્રી પાસે સંસ્કૃતને સ્વાધ્યાય. તમાકુનો વ્યવસાય. એમણે નિબંધસંગ્રહ ‘જીવનસંસ્કૃતિ' (૧૯૩૭) તથા અભ્યાસલેખોને સંગ્રહ “સંસ્કૃત વાડમય પ્રદીપ’(૧૯૮૫) આપ્યા છે. ૨.ર.દ. શાહ જેઠાલાલ દલસુખરામ : સચિત્ર ‘તીર્થકર ચરિત્ર' (૧૯૨૦)ના ૨.ર.દ. શાહ જ સ્નાબહેન હરિનભાઈ (૨૧-૧૦-૧૯૨૩) : વાર્તાકાર, જન્મ જૂનાગઢમાં. બી.એ, ડી.એસ.એસ.એ., પીએચ.ડી. ‘તેજછાયા' (૧૯૪૭) અને પ્રેમનાં પિંજર' (૧૯૭૩) એમના વાર્તાસંગ્રહો છે. સમાજની ભીતરમાં' (૧૯૬૩), “ચીનની ઝલક (૧૯૮૪) લેખસંગ્રહો છે. “હેમાળો ગાળ્યો' (૧૯૬૨) એમનું અનુવાદપુસ્તક છે. ચં.. શાહ ઝવેરચંદ પ્રેમચંદ : પદ્યકૃતિ “આગબોટ વીજળી દુઃખદર્શક ગાયન' (૧૮૮૯)ના કર્તા. ૨.ર.દ. શાહ ઝવેરભાઈ ડાહ્યાભાઈ : બ્રહ્મચર્યનું મહત્ત્વ સમજાવતી પદ્યકૃતિ “શીયળ બાવની' (૧૮૯૫)ના કર્તા. ૨.૨,દ. કર્તા. ગુજરાતી સાહિત્યકોશ -૨ :૫૭૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654