Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 533
________________ રાવળ રસિકચંદ્ર - રાવળ સુમંત બળવંતરાય કલમ' (૧૯૫૬) અને ભારતની સંસ્કૃતિના પૂજક જેમ્સ કઝીન્સ’ (૧૯૫૯) જેવાં પુસ્તકો આપ્યાં છે. ઉપરાંત એમણે અજંતાની શિલ્પચિત્રસમુદ્ધિનું નિરૂપણ કરતું, રંગીન ચિત્રોથી યુકત પુસ્તક ‘અજંતાના કલામંડપ' (૧૯૩૬) ઉપરાંત કલાનું સ્વરૂપ, તેનું મહત્ત્વ અને મૂલ્ય સમજાવતાં કલાવિષયક લખાણો અને ભાપણાને સંગ્રહ 'કલાચિંતન' (૧૯૪૭) તેમ જ‘સેળ સુંદર ચિત્રો' (૧૯૨૫) જેવાં કલાવિવેચન પણ આપ્યાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદના કરાંચીમાં મળેલા અધિવેશનમાં કલા વિભાગના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન ‘ચિત્રસૃષ્ટિ' (૧૯૩૭), મુનશી ષષ્ઠિપૂતિ નિમિત્તે દોરેલાં તેમની કથાસૃષ્ટિનાં પાત્રાનાં કાલ્પનિક રંગીન ચિત્રો ‘ક. મા. મુનશીની પાત્રસૃષ્ટિ (૧૯૫૩), ચરોતર ચિત્રશિક્ષક સંઘ અજિત વિદ્યાર્થી ચિત્રપ્રદર્શનના ઉદઘાટન નિમિત્તે કરેલ પ્રવચન ‘ચિત્રશિક્ષા' (૧૯૩૯) વગેરે એમનું તદ્વિષયક પ્રકીર્ણ પ્રદાન છે. રાવળ રસિકચંદ્ર : ગરાસંગ્રહ ફૂલડાંની માળ' (અન્ય સાથે, ૧૯૩૩) -ના કર્તા. રાવળ શકુન કરુણાશંકર (૧૪-૧-૧૯૧૩, ૬-૭-૧૯૮૦) : આત્મકથાલેખક. જન્મ ઠળિયા (જિ. ભાવનગર)માં. પ્રાથમિક શિક્ષણ કળિયા, પાદરી અને મુંબઈમાં. ટુડન્ટ લીગના કાર્યકર. ‘જનશકિત'માં પત્રકાર. અમાણે આત્મકથા સ્વરાજની વાત (મરણ જોર પ્રકાશન, ૧૯૮૧) તથા ચરિત્રકથાઓનો સંગ્રહ ‘આઝાદીના શહીદા' (અન્ય સાથે, ૧૯૪૯) તેમ જ પ્રેમાં કંટકકૃત નવલકથાને અનુવાદ ‘કામ અને કામિની'-ભા. ૧-૨ (૧૯૩૮) આપ્યાં છે. ૨.ર.દ. રાવળ શંકરપ્રસાદ છગનલાલ (૨૬-૧-૧૮૮૭, ૨૪-૪-૧૯૧૭) : સંશાધક, વિવેચક, અનુવાદક. જન્મ વડોદરામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભરૂચમાં. ૧૯૦૯માં ભરૂચની અંગ્રેજી શાળામાં શિક્ષક. પછીથી મુંબઈની કબીબાઈ હાઈસ્કૂલમાં. ત્યાંથી નિવૃત્ત થઈ ફૉર્બસ ગુજરાતી સભામાં સહમંત્રી અને ગ્રંથપાલ. એમની કૃતિઓમાં ‘દયારામનું જીવનચરિત્ર' (૧૯૧૯) સવિશેષ ઉલ્લેખપાત્ર છે. ચરિત્રનાયકના સમયનું સામાજિક, રાજકીય, અને શૈક્ષણિક વાતાવરણ તથા તેમનું સર્જનકાર્ય માં થથાચિત. નિરૂપાયાં છે. ‘પ્રબોધબત્રીશી' (૧૯૩૮), નરપતિકૃત ‘પંચદંડ', હંસાવતી વિક્રમ ચરિત્ર અને કવિ શ્રીધરકૃત 'રાવણ-મંદોદરી સંવાદ' તમ ૧૪ ‘દયારામકાવ્યસુધા’ એમનાં સંપાદનો છે. ફૉર્બસ ગુજરાતી રસભાની હસ્તપ્રતાની નામાવલી પણ એમણ તૈયાર કરી હતી. એમણ ગોલ્ડરિમથના જાણીતા કાવ્ય ડેઝર્ટ વિલેજ'- ભાંગેલું ગામ' (૧૯૧૫) નામે ભાષાંતર કર્યું છે. અનુવાદ માટે એમાં ‘ઓખાહરણને ઢાળ પસંદ કર્યો છે. પ્ર.દ. રાવળ શાન્તિલાલ દેવશંકર, ‘શૈલન રાવળ' (૧૯-૧૨-૧૯૪૭) : કવિ, નવલકથાકાર. જન્મ લજાઈ (તા. મોરબી)માં. ૧૯૬૪માં એલએલ.બી. ઇન્ડિયન સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ, વાંકાનેરમાં મૅનેજર. એમણે ગઝલસંગ્રહ ‘વીણાના સૂર' (૧૯૭૧) તથા લઘુનવલ | ‘લીલાછમ ગુલમહારની મૂરઝાતી છાયા' (૧૯૭૭) આપ્યાં છે. રાવળ રાજેન્દ્ર: જીવનચરિત્ર ‘જગતના પ્રથમ વિમાની રાઇટ બંધુ' (૧૯૫૮)ના કર્તા. રાવળ રામસિહ: ચરિત્રલક્ષી કૃતિ “નેતાજી સુભાષચંદ્ર બોઝ (૧૯૬૦)ના કર્તા. નિ.વા. રાવળ રામેશ્વર હરદેવ: પદ્યકૃતિ 'તિમિરપ્રકાશ' (૧૮૭૬)ના કર્તા. રાવળ રેવાશંકર પ્રભુરામ : ‘ગારવામી તુલસીદાસજીનું જીવન ચરિત્રના કર્તા. રાવળ રેવાશંકર મયાશંકર : “એક રમૂજી વાત' (૧૮૯૪)ના કર્તા. રાવળ લલ્લુભાઈ ગોરીશંકર : પદ્યકૃતિ 'માતાજીને ગરબા' (૧૯૩૩) -ના કર્તા. ૨.ર.દ. રાવળ લાભશંકર વેણીશંકર, ‘શાયર' (૧૬-૫-૧૯૩૧) : કવિ. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડુમાં. ૧૯૪૮માં મૅટ્રિક. ૧૯૫૯માં બી.એ. ૧૯૬૨માં એમ.એ. પહેલાં શિક્ષક, ત્યારબાદ ૧૯૬૨ થી જામનગરની ડી. કે. વી. કૅલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. કસુંબો' (૧૯૫૫) કાવ્યસંગ્રહ અને શિવાયન' (૧૯૮૧) ભકિતકાવ્યોને સંગ્રહ ઉપરાંત એમણે “જીવનનાં વહેણો' (૧૯૫૧) વાર્તાસંગ્રહ તથા આજે મેરા દેશ' (૧૯૬૨)લઘુનવલ આપ્યાં છે. ર.ટી. રાવળ શિવશંકર રામચંદ્ર : “સવંત-રાવલના નાકનાં ગાયને (૧૯૯૬) ના કર્તા. ૨૨.દ. રાવળ શ્રીકાન્ત : કિશોરકથા ‘રાક્ષસી વાંદરો' (૧૯૫૨)ના કર્તા. ૨.૨,દ. રાવળ સુમંત બળવંતરાય, ‘નિખાલસ’ (૧૪-૧૧-૧૯૪૫) : વાર્તાકાર. જન્મ ભાવનગરના પાળિયાદમાં. ૧૯૬૨ માં એસ.એસ.સી. ૧૯૬૮ માં બી.એ. હાલ લીંબડી તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી. ‘શિલાલેખ' (૧૯૮૧) એમને વાર્તાસંગ્રહ છે. ચં.. ૫૨૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654