Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
વડેરા બાવચંદ માવજી –વરેડિયા મોતીભાઈ રામજીભાઈ
જવાલારૂપી વેદનાની ગાથા એ સાધ્વીજીને ડાયરીરૂપે આપે છે. એક નારીના ચિત્તની મનોવ્યથા અહીં કેન્દ્રમાં છે. મનોવૈજ્ઞાનિક કથાવરવાળી નવલકથા તરીકે આ કૃતિ ઉલ્લેખનીય છે.
બ.જા. વડેરા બાવચંદ માવજી : સત્તર વાર્તાઓનો સંગ્રહ ‘ખંડિત માળખાં | (૧૯૪૪)ના કર્તા.
તે ખૂલે જ છે, પણ સાથે વતનની આદિવાસી પ્રજાની ગરીબી, ભૂખમરો, અજ્ઞાન, વહેમ, લાચારી, ઇમાનદારી, એમના પર થતા જુલમ-સિતમ, એમના હરખશોકની આદું-વેદનશીલ હૃદયમાં અંકિત છબિ પણ ઊપસે છે. કૃતિનું સર્જક ગદ્ય નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે.
દ,વ્યા. વનેચર : જુઓ, આચાર્ય હરિનારાયણ ગિરધર, વમળનાં વન (૧૯૭૬) : જગદીશ જોષીને, ‘આકાશને અનુગામી કાવ્યસંગ્રહ. અહીં કુલ ૧૧૪ કૃતિ છે; એમાં સત્તાવન ગીત છે અને બાકીનાં અછાંદસ, ગઝલ અને છંદોબદ્ધ કાવ્યો છે. આધુનિક અને તળપદા સંવેદનનું ક્યાં રસાયણ થયું છે ત્યાં કેટલીક સારી રચનાઓ મળી છે. ગદ્યકાવ્યોમાં પણ ક્યારેક સારું પરિણામ આવ્યું છે. એક હતી સર્વકાલીન વારતા” આ સંગ્રહની નીવડેલી ગીતરચના છે.
ચં.. વરતિયા ગણેશરામ છગનરામ : દલપતશૈલીના વિષયોને નિરૂપતી પદ્યકૃતિ ‘હિતશિક્ષાવળી' (૧૯૧૪) તથા ‘લઘુ પિંગળ પ્રવેશ (૧૯૩૧) ઉપરાંત ગીતાના નવા અધ્યાયોને માત્રામેળ છંદોમાં કરેલ અનુવાદ ‘ગીતા અમૃતસાગર' (૧૯૨૭)ના કર્તા.
વરતિયા બાલુરામ મૂળદાસ: પદ્યકૃતિ 'નવો જમાન અને આત્મજ્ઞાન' (૧૯૩૧)ના કર્તા.
વડોદરિયા ભૂપતભાઈ છોટાલાલ (૧૯-૨-૧૯૨૯) : નવલકથાકાર, નિબંધકાર. જન્મ ધ્રાંગધ્રામાં. ૧૯૪૬માં બી.એસસી. ‘લેકશકિતમાં કામ કર્યા પછી ૧૯૫૫ થી ‘ફૂલછાબ'ના મુખ્ય તંત્રી. ‘સંદેશમાં ન્યૂઝ એડિટર તરીકેની અને ‘ગુજરાત સમાચારમાં સહાયક તંત્રી તરીકેની કામગીરી. ૧૯૮૨થી ૧૯૮૬ સુધી ગુજરાત સરકારમાં માહિતી નિયામક. સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યના એકવારના અધ્યક્ષ. હાલ સમભાવ' દૈનિકના તંત્રી. ‘પ્રેમ એક પૂજા' (૧૯૭૯) જેવી અનેક નવલકથાઓ એમના નામે છે. 'કસુંબીને રંગ' (૧૯૫૨), ‘જીવન જીવવાનું બળ’ (૧૯૫૫), ‘અંતરનાં રૂપ' (૧૯૫૮) એમના વાર્તાસંગ્રહો છે. આ ઉપરાંત ઘરે બાહિરે'- ભા. ૧-૨ (૧૯૭૮-૮૨)માં અને આબાદીની આબોહવા' (૧૯૮૭)માં એમના નિબંધ સંચિત થયા છે.
ચં.ટો. વતનથી વિદાય થતાં : વતનમાં આવીને ફરી વતન છેડવાની ક્ષણે, ખેતરમાં હાથ ઊંચા કરી રિસાળ શિશુને વારતી માતાની ભ્રમણાને પરાકાષ્ઠા પર મૂકતું જયન્ત પાઠકનું વતનના વિયોગનું સૌનેટકાવ્ય.
ચંટો. વન્સલનાં નયન : તોટમાં મનહર નાદસમૃદ્ધિ સાથે કલપન ધરનું ‘કાન્ત’નું નાનું પણ પ્રાણવાન ઊર્મિકાવ્ય.
ચં.ટો. વધામણી : બળવંતરાય ક. ઠાકોરનું સેનેટ. અહીં પ્રસૂતિ માટે પિયર ગયેલી નાયિકા પુત્રપ્રાપ્તિની ખબર કાવ્યાત્મક પત્રથી પહોંચાડે છે.
એ.ટો. વનફૂલ: જુઓ, આચાર્ય હરિનારાયણ ગિરધર. વનમાળી : જુઓ, ધ્રુવ કેશવ હર્ષદ. વનવાસી : જુઓ, શાહ ચંદુલાલ સાકરલાલ. વનવિહારી : જુઓ, દિવેટિયા નરસિંહરાવ ભોળાનાથ. વનાંચલ (૧૯૬૭) : જયન્ત પાઠકની સ્મૃતિકથા. એમાં શૈશવના આનંદપર્વનું વિષાદમધુર સંસ્મરણ છે. બાર પ્રકરણમાં વિસ્તરેલી આ કથાને આરંભ પૂર્વ-પંચમહાલના પ્રાકૃતિક, સાંસ્કૃતિક, ભૌગોલિક પરિવેશથી થાય છે. બાળક બચુના શિશુજીવનમાં એ સઘળું કમેક્રમે અનાયાસ પરોવાનું જાય છે. અંતે સાડા ત્રણ દાયકા પછી ફરી વતનમાં ગયેલા લેખક પ્રકૃતિ પર આધુનિક સભ્યતાની- સંસ્કૃતિની સરસાઈ જુએ છે અને પોતાને પોતાના જ વતનમાં ' અજાણ્યા અનુભવે છે. અહીં શિશુવયના નિર્ભેળ રોમાંચની સૃષ્ટિ
વરતિયા હિરદાસ પાનારામ: પદ્યકૃતિ ‘હિરાસવાણી' (૧૯૮૪)ના કર્તા.
વરતેજવાળા (વરતેજી) ઈબ્રાહિમ જુસબ : પદ્યકૃતિઓ ‘હદર હુલાસ' (૧૯૮૦) અને સુગરા વિલાપ' (૧૯૮૨) ઉપરાંત કથાકૃતિ જમાનાને જાફર’ અને ‘સોનેરી સબકના કર્તા,
નિ.વા. વરસેનાં વરસ લાગે: મને જ ખંડેરિયાની પ્રસિદ્ધ આધુનિક ગઝલ. એની પ્રત્યેક શેરની ચમત્કૃતિ આસ્વાદ્ય છે.
ચં.ટી. વરિયા નારાયણ: પ્રકૃતિ અને ગ્રામજીવનને નિરૂપતાં ચાળીસ બાળગીતોને સંગ્રહ “બાલગીતાવલી' (૧૯૬૨) અને રાષ્ટ્રભકિતનાં ગીતને સંગ્રહ ‘પ્રેરણા' (૧૯૬૫)ના કર્તા.
૨૨.દ. વરુ સુરગભાઈ : પદ્યકૃતિ ‘બંગલાવિજય’(૧૯૭૫)ના કર્તા.
વરેડિયા મોતીભાઈ રામજીભાઈ: ‘ભીલ મહાપુરુષો” - ભા. ૧-૨ (૧૯૧૩)ના કર્તા.
ગુજરાતી સાહિત્કોશ - ૨ : ૫૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org