Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
વલ્લભરામ ઇચ્છારામ-વસાવડા અશ્વિન
વલ્લભરામ ઇછારામ : પદ્યકૃતિ “વલ્લભગરબાવલી' (૧૮૬૫)ના કર્તા.
ચિત્રથી આસ્વાદ્ય બનવા છતાં અલંકારોના અતિરેક અને ભાષાના આડંબરથી કાવ્યનું કથયિતવ્ય પાંખું પડે છે તેમ જ કથન-વર્ણનનું ઉચિત સંયોજન કરવામાં કવિની મર્યાદા પણ અનુભવાય છે.
વલ્લભવિજયજી : જીવનચરિત્રોને સંગ્રહ ધાર્મિક પુ' (૧૮૯૬) -ના કર્તા.
૨.ર.દ. વશી અંબેલાલ કરશનજી (૨૩-૧૧-૧૯૦૪, ૨૭-૩-૧૯૮૦) : વાર્તાકાર, અનુવાદક. જન્મ તવંગપુર (જિ. સુરત)માં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. ૧૯૨૩માં મેટ્રિક. ૧૯૨૮માં મુંબઈની ખેતીવાડી કોલેજમાંથી બી.એજી. પછી વાડિયા કોલેજ, પૂનામાં ગુજરાતીના માનાર્હ અધ્યાપક તથા લેડી ઠાકરશીના અંગત મદદનીશ. પૂનામાં અવસાન.
એમણે કેટલીક મૌલિક અને અન્ય અનૂદિત વાર્તાઓને સંગ્રહ માલિકા’ આપ્યો છે. આચાર્ય અત્રકૃત મરાઠી નાટક ‘ઉદયાચા સંસારને એમણે ‘આવતી કાલ' (૧૯૩૬) નામે અનુવાદ કર્યો છે.
વસા જયંત : વાર્તાસંગ્રહ રૂપે રંગે રૂડી' (૧૯૬૫)ના કર્તા.
નિ.. વસાણી ટપુભાઈ ત્રિભુવન (૧૯૦૪, ૧૯૨૬) : કવિ. જન્મ
અમરેલીમાં. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ. એલએલ.બી.ની પરીક્ષા દરમિયાન પાંડુરોગથી અવસાન.
‘જવાલા' (૧૯૨૭) એમનાં કાવ્ય, નાટક અને અન્ય લખાણોનું છેલશંકર દયાશંકર વ્યાસ દ્વારા સંપાદિત મરણોત્તર પ્રકાશન છે.
રાંટો.
વશી કાળાભાઈ લલ્લુભાઈ : સર્ગબદ્ધ પદ્યકૃતિ ‘ગૃહિણીગૃહવિલાપકાવ્ય' (૧૯૧૧)ના કર્તા.
વસાણી દલપત રવજીભાઈ, ‘શોભન” (૧૫-૩-૧૯૩૬): કવિ.
જન્મ અમરેલી જિલ્લાના રાયપરમાં. ૧૯૫૯માં આયુર્વેદવિશારદ, ૧૯૬૨ માં આયુર્વેદાચાર્ય. ૧૯૭૨ થી અમદાવાદમાં વૈદકીય વ્યવસાય. ભાવનગર અને અમદાવાદની આયુર્વેદ કોલેજોમાં માનદ પ્રોફેસર.
‘ઉરસંવેદના' (૧૯૬૩), ‘મૌનના ભણકાર' (૧૯૭૬), ‘આયુર્વેદનિનાદ' (૧૯૮૦) એમના કાવ્યસંગ્રહ છે. “ગમતાં ગાઈ ગીત' (૧૯૭૬) એમને બાળગીતોનો સંગ્રહ છે. “અવૃત ઝંખના (૧૯૭૨) એમની ઐતિહાસિક નવલકથા છે. આ ઉપરાંત આયુર્વેદ સંદર્ભે એમનાં કેટલાંક પુસ્તકો પ્રકાશિત થયાં છે.
વસઈગર ફરેદુન ફરામજી : ‘ઉક્કરજી ઉતાવલયા તથા પાનને ભેદ’ (૧૯૦૫) અને ‘ગ્રામોફોનની ગરબડ’ (૧૯૦૫)ના કર્તા.
૨.ર.દ. વસનજી ભગવાનજી: “સતી ચંદનબા તથા વિકમશનની રસીલી વાર્તા' (૧૮૮૭)ના કર્તા.
૨.ર.દ. વરાંત : જુઓ, ગણાત્રા વસનજી દયાળજી. વસંતનંદન: જુઓ, દોશી મણિલાલ નભુભાઈ. વસંતવિજય : ‘કાન્ત’ની તેમ જ ગુજરાતી સાહિત્યની મહત્ત્વની કાવ્યકૃતિ. વિવિધ ઉદ્દીપનસામગ્રીથી ઉદ્દીપ્ત પાંડુ, પોતે અભિશાપિત હોવાથી પત્ની સુખની ક્ષણે અંત પામે છે - એવું કથાનક આ viડકાવ્યમાં અત્યંત આકર્ષક વૃત્તશિલ્પમાં ઢળેલું છે.
૨.ટી. વસંતવિવેદી: જુઓ, દેસાઈ ચંદુલાલ મણિલાલ. વસંતોત્સવ (૧૮૯૮) : ન્હાનાલાલનું ડોલનશૈલીમાં રચાયેલું પ્રથમ પરલક્ષી પ્રસંગકાવ્ય. ખંડકાવ્ય, ગદ્યકાવ્ય અને ગેપકાવ્ય -એ સંજ્ઞાઓથી પણ એને ઓળખવામાં આવ્યું છે. વાસંતી પૂર્ણિમાના દિવસે કંજવાટિકામાં ફૂલ વીણવાની અને ચાંદ્રદર્શનની ઘટનાઓ દ્વારા કવિએ રમણ-સુભગ તથા સૌભાગ્ય-વિલસુ એ યુવાન પ્રણયી યુના પ્રણયોલ્લાસનું એમાં આલેખન કર્યું છે. કાવ્યસ્વરૂપની નિબંધતા, ભાવની મસ્તી, વસંતસમયની ગુજરાતની તળપ્રકૃતિને પરિવેશ તથા પૂર્વ-પશ્ચિમના સમન્વયમાંથી જન્મેલી કવિની સ્નેહલગ્નની ભાવનાને પયગંબરી અદાથી થતા ઉધોષ-એ સહુમાં કવિની રોમેન્ટિક પ્રકૃતિ પ્રગટ થાય છે. કેટલાંક મનહર ઉપમા
વસાણી નીલા : નારીજીવનને કેન્દ્ર ગણીને આલેખાયેલાં પ્રસંગચિત્રોનો સંગ્રહ વાહ રે જીવન વાહ! તારા ફૂલકાંટાળા રાહ!” (૧૯૮૦) અને ચિંતનકણિકાઓનો સંગ્રહ ‘અંતર મમ વિકસિત કરો' (૧૯૮૦)નાં કર્તા.
નિ.વી. વસાણી વત્સલ રવજીભાઈ (૨૨-૨-૧૯૪૬) : નિબંધકાર. જન્મ
અમરેલી જિલ્લાના રાયપર ગામમાં. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરમાંથી એમ.એસ.એ.એમ. (આયુર્વેદપ્રાણાચાર્ય)ની પદવી. એન.ડી (નચરકમૅર). આરંભમાં આયુર્વેદ સહાયક નિધિ, અમદાવાદમાં મેનેજર. નિરામય' માસિકનું સંપાદન. ત્યારબાદ ‘આયુ કિલનિક’ આયુર્વેદિક દવાખાનાને આરંભ અને આયુડાયજેસ્ટ’ નામના માસિક પત્રના તંત્રી.
એમની પાસેથી લલિત અને ચિંતનાત્મક નિબંધેના સંગ્રહ ‘અંતરનાં ઝરણાં'- ભા. ૧ થી ૫ (૧૯૭૬-૧૯૭૮), ‘જાગીને જોઉં તો' (૧૯૮૦) “ઊંઘમાં અટપટા ભોગ ભાસે' (૧૯૮૦) અને ‘સ્નેહ તણી સરવાણી' (૧૯૮૧) મળ્યા છે. “રોગ અને આરોગ્ય’
ભા. ૧, ૨ (૧૯૮૨, ૧૯૮૩), “અનુભૂત ચિકિત્સા' (૧૯૮૪) વગેરે આરોગ્યવિષયક પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
નિ.. વસાવડા અશ્વિન : લઘુકથાઓને સંગ્રહ ‘કિટ્ટા’ના કર્તા.
નિ.વા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654