Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 540
________________ લુહાર પરશોત્તમ બુલાખીદાસ- લેકસાગરને તીરે તીરે સબને અને ભાષાકસબને પ્રયોગશીલ રીતે રૂપાંતરિત કરતી તથા વ્યંજનાને વિશેષ આશ્રય લેવા મથતી એમની વાર્તાઓ ગુજરાતી વાર્તાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ‘હીરાકણી અને બીજી વાતો' (૧૯૩૮)માં ૧૯૩૧માં લખાયેલી “લૂટારા' નામની પહેલી વાર્તા ઉપરાંત ‘ગોપી’, ‘પૂનમડી’, ‘આ નસીબ’, ‘ગટ્ટી', “ભીમજીભાઈ’, ‘મિલનની રાત’ અને ‘હીરાકણી’ એમ કુલ આઠ વાર્તાઓ છે. “ખેલકી અને નાગરિકા(૧૯૩૯)માં ‘નાગરિકા', 'નારસિંહ અને “ખેલકી' જેવી વાર્તાઓમાં વિવાદાસ્પદ નીવડેલાં જાતીય નિરૂપણ સૌન્દર્યનિષ્ઠ રેખાને ઓળંગીને નથી ચાલતાં. “ખેલકી'માં તે પતિસમાગમ પર્વત પહોંચતી ગ્રામીણ નારીની ચિક્ષણાનો આલેખ સૂક્ષ્મ રીતે કલાત્મક છે. “પિયાસી' (૧૯૪૦)ની વાર્તાઓમાં ગ્રામીણ નારી કે અકિંચન વર્ગની કોઈ એક ઘટના કે એના પાત્રની આસપાસ કસબપૂર્ણ રીતે વાર્તાવિશ્વ ધબકી રહે છે. માજા વેલાનું મૃત્યુમાં સમાજના અભદ્રકમાં પ્રવેશી અંદરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને તટસ્થ ચિત્ર દોર્યું છે એને કારણે એ સંગ્રહની ઉત્તમ વાર્તા બની છે. ‘માને ખોળે'ની કરુણ વ્યંજકતા અવિસ્મરણીય છે. ઉન્નયન' (૧૯૪૫) વાર્તાસંગ્રહમાં “ખેલકી અને નાગરિકા’ની પાંચ વાર્તાઓને સમાવી બીજી પાંચ વાર્તાઓ ઉમેરેલી છે. એમાં, ‘પ્રસાદજીની બેચેની અન્યાભાસ અને ઈશ્વરનિષ્ઠાના વિરોધમૂલક તંતુઓ પર ચમત્કૃતિ સર્જતી વાર્તા છે. ‘તારિણી' (૧૯૭૮). પાંડિચેરીના સ્થાયી નિવાસ પછી લખાયેલી કુલ ત્રીસ વાર્તાઓને સંગ્રહ છે. એમાં થોડીક અધૂરી વાર્તાઓ પણ છે; નાના નાના ટુકડાઓ પણ છે. આ બધી વાર્તાઓહાથે ચડેલા કસબની સરજત છે. સુન્દરમ્ નું અભ્યાસ પૂર્ણ વિવેચનાનું પાસું પણ ઊજળું છે. ૧૯૩૧ના ગ્રંથસ્થ ગુજરાતી સાહિત્યની સમતલ સમીક્ષા કર્યા પછી ‘અર્વાચીન કવિતા' (૧૯૪૬) એમનો પ્રમાણિત ઇતિહાસગ્રંથ છે. એમણે દલપત નર્મદથી શરૂ કરી અર્વાચીન કવિતાના નાનામોટા ૩૫૦ જેટલા કવિઓની ૧,૨૨૫ જેટલી કૃતિઓને ઝીણવટથી વાંચી, અનેક સેરોમાં ગોઠવી, સહૃદય પ્રતિભાવથી યુકત અને તલગામી ઇતિહાસપ્રવાહ આપ્યો છે. એમનાં કેટલાંક મૌલિક અભિપ્રાયો-તારણો કીમતી બન્યાં છે. “અવલોકન' (૧૯૬૫) એમણે કરેલાં ગ્રંથાવલેકને સંગ્રહ છે. પૂર્વાધ પદ્યનાં અવ- લોકન અને ઉત્તરાર્ધ ગદ્યનાં અવલોકને આપે છે. આ સર્વ નો અવલોકનો આપે છે. આ સવ અવલોકને પાછળ એમનું સર્જક વ્યકિતત્વ, એમની સૌન્દર્યદૃષ્ટિ અને એમનું વિશિષ્ટ સંવેદન પડેલાં છે. એમાં પુલમાં અને બીજાં કાવ્યોથી માંડી હિડોલ સુધીને તેમ જ ‘સોરઠી બહારવટિયા’ - ભા રથી માંડી ‘ઈશાનિયો દેશ' (‘ભાંગ્યાના ભેરુ) સુધીને અવલોકન-પટ વિવિધ વિવેચનમુદ્રા દર્શાવે છે. એમને વિચારસંપુટ રજૂ કરતા ત્રણ ગદ્યગ્રંથો પૈકી “સાહિત્યચિંતન' (૧૯૭૮) અને સમર્થના (૧૯૭૮) સાહિત્યવિષયક છે. “સાહિત્યચિંતન'માં વિવિધ તબક્કો લખાયેલા સાહિત્ય અંગેના ચિંતનલેખો છે, જેમાં લેખકના ચિત્તના વિકાસની છબી ઉપસે છે અને વિચારદર્શનનું વિસ્તરતું વર્તુળ જોઈ શકાય છે. એમના સાહિત્યચિંતન પાછળ સત્ય અને સૌંદર્યના નિર્માણને પ્રાણપ્રશ્ન પડેલ છે. ‘સમર્ચના'માં સાહિત્યિક વ્યકિતઓને કેન્દ્રમાં રાખી લખાયેલા લેખો છે; જેમાં સાહિત્ય- વિભૂતિઓને ભિન્નભિન્ન રૂપે અંજલિઓ અપાયેલી છે. આ લેખમાં અંગત ઉમાં અને ભાવ આસ્વાદ્ય છે. દયારામ, દલપત, કલાપી, કલાન્તથી માંડીને ગાંધીજી, કાલેલકરને એમાં સમાવેશ છે. વાસની પૂણિમા' (૧૯૭૭) લેખકની ગંભીર અગંભીર ભાવ લખેલી નાની-મોટી નાટદ્યરચનાઓને સંગ્રહ છે. આમાંની ઘણી રચનાઓ સ્ત્રીસંસ્થા માટે લખાયેલી છે; એમાં હાસ્યની સાથે વિવિધ ભાવો ગૂંથ્યા છે. છેલ્લું મુકાયેલી બે અનૂદિત નાટકૃતિઓમાંથી એક તે આયરિશ કવિ ડબ્લ્યુ.બી. યેટ્સની કૃતિને પદ્યાનુવાદ છે. ‘પાવકના પથ' (૧૯૭૮)માં વાર્તામાં કે કવિતામાં કે નિબંધમાં જે આવી શકે તેવું ન હતું તેને લેખકે અહીં ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. વ્યાધિથી સમાધિ સુધીની પાંખા કથાનકની આ કથા બે ભાગમાં વહેંચાયેલી આત્મવૃત્તાંતરૂપે છે. કેટલાક ગદ્યખંડે આસ્વાદ્ય બન્યા છે. ‘દક્ષિણાયન' (૧૯૪૧) દક્ષિણ ભારતના પ્રવાસનું પુસ્તક છે. સ્થલ સામગ્રી, સંસ્કૃતિ સામગ્રી અને સમાજ સામગ્રીનો ઉપયોગ કરતા આ પ્રવાસના આધારે કંતાયેલા કેટલાક રમ્ય ગદ્યતંતુઓ મહત્ત્વના છે. ‘ચિદંબરી' (૧૯૬૮) લેખકના વિવિધ વિષયના અને વિવિધ અનુભવના ગદ્યલેખેને તથા અનૂદિત કૃતિઓને સંગ્રહ છે. તંત્રી, વાર્તાત્મક લેખે અને ચિંતનપ્રધાન નિબંધોની આ પ્રકીર્ણ સામગ્રીમાં ગુણસંપત્તિ છે. “શ્રી અરવિંદ મહાયોગી' (૧૯૫૦) ટૂંકું જીવનચરિત્ર છે. ગોવિંદસ્વામીની રચનાઓને કાવ્યસંગ્રહ 'પ્રતિપદા' (અન્ય સાથે, ૧૯૪૮) એમનું સહસંપાદન છે. | ‘ભગવાજકીય (૧૯૪૦), 'મૃછકટિક' (૧૯૪૪), “અરવિંદ મહધિ' (૧૯૪૩), “અરવિંદના ચાર પત્રો' (૧૯૪૬), “માતાજીનાં નાટકો' (૧૯૫૧), “સાવિત્રી' (૧૯૫૬), “કાયાપલટ' (૧૯૬૧), ‘પત્રાવલિ' (૧૯૬૪), ‘સુંદર કથાઓ' (૧૯૬૪), 'જનતા અને જન' (૧૯૬૫), ‘સ્વપ્ન અને છાયાઘડી' (૧૯૬૭), ‘પરબ્રહ્મ અને બીજાં કાવ્યો' (૧૯૬૯), ઐસી હૈ જિદગી' (૧૯૭૪) વગેરે એમણે કરેલા અનુવાદો છે. ચ.ટી. લુહાર પરત્તમ બુલાખીદાસ : ભકતની વાણી'- ભા. ૧, ૨ (૧૯૨૨, ૧૯૨૮)ના કર્તા. નિ.વા. લેક એડવર્ડ: ‘ગુજરાતી વ્યાકરણના સિદ્ધાંતો' (૧૮૭૫)ના કર્તા. નિ.વી. લેબિરિન્થ: ઘટનાને નહીંવત્ કરી વિચ્છિન્ન વાસ્તવિકતા પર ભાષાસંદર્ભ રચતી કિશોર જાદવની ટૂંકીવાર્તા. ચંટો. લેલે લક્ષમણ ગણેશ : કાવ્યસંગ્રહ ‘પદ્યમંજરી'ના કર્તા. નિ.વા. લેકસાગરને તીરે તીરે (૧૯૫૪) : સમાજમાંથી મળેલાં યાત્રા અને પ્રસંગોને રજૂ કરતું ઈશ્વર પેટલીકરનું પુસ્તક. પહેલો ખંડ સત્તર પાત્રોને છે; એમાંથી ઘણાંખરાં સ્ત્રીપાત્ર છે. એનું લેખન ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૨૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654