Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
લીલેરો ઢાળ – લુહાર ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ
આ હીં સંતુ ગાબર માંડણની મુખ્ય કથા જન્મી છે; પરંતુ ગુંદાસર ગામના પરિવેશ ફતે અનેક ગણકથાઓને તેમ મોટા પાત્રસમુદાયને વ્યાપમાં લતી આ કથા કાલપરાયણ નવલકથા બનવાની નમ ધરાવે છે. અલબત્ત, વ્યંજનાની અને સંકુલતાની માત્રા વધુ વાત તા સૌરષ્ટ્રના તળપદા ગ્રામજીવનના સમગ્ર અસબાબ સાથે ધબકતા એને તત્કાલીન કાલખંડ મર્યાદિત રીતે સામાજિક ન રહેતાં વૈશ્વિક બની રહ્યા હતા. તેમ છતાં આ લખનપ્રયાગ નવલકથાકારની નવલકથામાં રહેલી અપરંપાર શકયતાઓના ખ્યાલ આપ્યા છે.
.ટી. લીલા કાળ (૧૯૭૯) : પ્રિયકાંત મણિયારના મરણા ાર પ્રકાશિત
ગીતસંગ્રહ. ઇતર ગીતામાં ઘા" રાધાકૃપણને મિશ મુખ્યત્વે 'પ્રણયભાવ વ્યકત થયા છે; એમાં ઉમેપ કરતાં હથોટીને અનુભવ વધુ છે. આમ છતાં લયનું નામ અને રંગદશી ઉર્દકને કારાગ ગીતાને કયાંક બળ મળ્યું છે.
એ.ટી. ઉલુહાર કરસનદાસ ભીખાભાઈ, ‘નિરંકુશ’ (૧૨ ૮-'૧૯૪૨) : કવિ. વમ ભાવનગર જિલ્લાના રાણીવાડામાં આઠ ધોરણ સુધીને: અભ્યાસ. ૧૯૬૧-૬૨ માં જનિયર પી.ટી.સી. અત્યારે કાટકડા (જિ. ભાવનગર)માં પ્રાથમિક શિક્ષક.
લીલે અભાવ' (૧૯૭૪) એમના કાવ્યસંગ્રહ છે. ‘જય જવાન’ (૧૯૬૮) માં શૌર્યગીતો, “અરદાર રમૃતિ સૌરભ' (૧૯૭૭)માં સરદાર પટેલને અપાયેલી સ્મરણાંજલિઓ અને ‘હામ સ્વીટ રામ' (૧૯૮૩)માં ઘરવિષયક કાવ્યો છે; તો ‘હાંકારો' (૧૯૮૫) માં બાળકાવ્યો છે. “એક મૂઠી આકાશ (૧૯૮૫)માં અન્ય કવિઓની રચનાઓનું એમણે સંપાદન કર્યું છે.
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર એવા લિટરેચરની માનદ ઉપાધિ. ૧૯૩૪ માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૧ માં મહીડા પારિતોષિક, ૧૯૧૫ માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૮ માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૭થી ૩પુરીની નગરરચનામાં કાર્યરત.
એક છેડે ગાંધીભાવનાને સ્પર્શે નર્યા વાસ્તવ કે ત્રિાત વાસ્તવને ભાવનિક ભાંય પર ઉતારતા અને બીજે છેડે અરવિંદવિચારના સ્પર્શ અધિવાસ્તવને તત્વનિષ્ઠ ભોંય પર ઉતારતા એક સફળ કવિ તરીકે, સુન્દરમ્ નું સથાન નિશ્ચિત છે. ઉપરાંત ભાષા અને અભિવ્યકિતની નવી ગુંજાશથી ગ્રામ કે નગરની ચેતનાને પ્રતિભાપૂર્ણ પાત્ર તથા પરિસ્થિતિથી સાકાર કરતા પ્રયોગશીલ વાર્તાકાર તરીકે અને મામિક દૃષ્ટિબિ૬ થી સાહિત્યને કે સાહિત્યના ઇતિહાસને ગ્રહતા સહૃદય વિવેચક તરીકે પણ એમનું સ્થાન ગાંધીયુગના સર્જકોમાં પ્રથમ પંકિતમાં છે. ગાંધીયુગના સાહિત્યને સૌન્દર્યનિષ્ઠ વિશપ સૌથી ઉત્તમ સ્વરૂપમાં એમના સાહિત્યમાં પગો છે.
‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો' (૧૯૩૩) સુન્દરમ્ ને પહેલો કાવ્યસંગ્રહ છે. એમાં ગાંધીરૌનિક તરીકે રસમાજના ઉત્થાન માટે સુધારાને આક્રોશ જોવાય છે. સમાજ ભણીના સંદેશ વિશે તે પ્રતિબદ્ધ હોવા છતાં કોયા ભગતના પ્રહારો રૂપે એમનાં ભજનોના ઢાળમાં કયાંક કયાંક સૌન્દર્યપ્રતિષ્ઠાની ચમત્કૃતિ આહલાદક છે. “કાવ્યમંગલા' (૧૯૩૩)માં વૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટો અને ગીતો છે. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરાણીના સંયુકત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મે અહીં પ્રગટયા છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિતપીડિત પરત્વેને સમભાવ પ્રગટ છે; ને છતાં, કાવ્યોમાં કલાનિક વાસ્તવાભિમુખતા આકર્ષક છે. “વસુધા' (૧૯૩૯)માં કવિ સામાજિક વાસ્તવથી આગળ વધી વધુ અંતરંગતા અને સ્વાયત્તતા તરફ વળે છે, અને કવિતાનાં ઉત્તમ પરિણામ લાવે છે. '૧૩-૭ ની લોકલ' આ સંગ્રહની સિદ્ધરચના છે. ઇન્દ્રિયાનુરાગી અભિવ્યકિતમાં પ્રણયરસ અને શરણરસને વ્યંજિત કરતી કેટલીક કૃતિઓ પણ નોંધપાત્ર છે. 'યાત્રા' (૧૯૫૧) અરવિંદવિચાર અને દર્શનનું કવિતાની દૃષ્ટિએ સંસ્કૃત અને પ્રાકૃત બંને સ્વરૂપ દર્શાવે છે. આધ્યાત્મિક ઊર્ધ્વતા કાવ્યપરક ઊર્ધ્વતા સાથે સમાંતર રહી ન હોવાથી કૃતિઓનું વિષમ સ્તર ઊભું થયું છે; છતાં કેટલાંક સૉનેટ, ગીતે અને પ્રાર્થનાગીતમાં કવિની મુદ્રા અંકિત છે. 'કાવ્યમંગલા'ના 'કહીં ધુવપદ?'ને જવાબ “યાત્રા'માં “આ ધ્રવપદ' કાવ્યથી અપાયો છે; પરંતુ એમાં કવિ કરતાં વધુ શ્રદ્ધાવાન મનુષ્યનું ધ્રુવપદ હાથ ચડવું હોય એવું લાગે છે. ‘રંગ રંગ વાદળિયાં'(૧૯૩૯)માં એમનાં બાળકાવ્યો સંગૃહીત છે. આમ, એકંદરે વૈશ્વિક સમભાવની સામગ્રી અને અર્થપ્રધાન અભિવ્યકિતના વિશેષથી ગાંધીયુગની પ્રયોગશીલતા પ્રગટ થઈ એમાં આ કવિની કવિતાનું વિશિષ્ટ વ્યકિતત્વ છે. - સુન્દરમ્ ની ટૂંકીવાર્તાઓ સર્જનની ઊંચી ગુંજાશ પ્રગટાવે છે. ગાંધીવાદ અને પ્રગતિવાદની મિશ્ર ભોંય પર ગ્રામચેતના અને નગરચેતનાની કલાત્મક માંગણી કરતી, પુરોગામી વાર્તાના કલા
લુહાર ચીમનલાલ : એતિહાસિક નવલકથા 'મગધપતિ' (૧૯૩૮). અા નવલિકાસંગ્રહ ‘ગામધણી' (૧૯૪૨)ના કર્તા.
નિ.વા. લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ, 'કોયા ભગત’, ‘ત્રિશૂળ',
મરીચિ', ‘સુન્દરમ્' (૨૨-૩-૧૯૮૮): કવિ, વાર્તાકાર, વિવેચક. જમ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં. સાત ચોપડી સુધી માતરની લેકલ બોર્ડની શાળામાં અભ્યાસ કર્યો. પછી અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમદની શાળામાં અને એક વરસ ભરૂચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇગ્લિશ સ્કૂલમાં ગાળી, ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ'ની ઉપાધિ પ્રાપ્ત કરી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી
નાતક થયા. એ જ વર્ષે સેનગઢ ૨કળમાં અધ્યાપન. ૧૯૩૫ થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જયોતિસંઘમાં કાર્યકર્તા તરીકે. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ
સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા'ના તંત્રી. ૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ. ૧૯૭૫માં
પ૨૮: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org