Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 516
________________ ૉંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા (૧૯૭૫) : નિરંજન ભગતનો વિવેચનનબંધ. આ નિબંધના પેલા કુલ સાત ખંડોમાંથી પૂર્વાર્ધ રૂપે પાંચ ખંડોને વસ્તુવિષયની એકતા જળવાય એ રીતે લીધેલા છે. ટેકનોલૉજિકલ યુગમાં કવિતાની મૂલ્યવિચારણાને અહીં ઉપકમ છે. ઔદ્યોગિક મનુષ્ય, ઔદ્યોગિક સમાજ, ઔદ્યોગિક સંસ્કૃતિ અને ઔદ્યોગિક યુગના સંદર્ભમાં કવિતાના સ્થાનને તપાસવાનો ઉદ્દેશ છે. આ તપાસમાં દલપતરામકૃત ‘હુન્નરખાનની ચઢાઈ', ગાંધીજીકૃત ‘હિન્દુસ્વરાજ', રણજિતરામની વાર્તા 'માસ્તર નંદનપ્રસાદ', બળવંતરાય ઠાકોરકૃત ‘ઇતિહાસદિગ્દર્શન'નો ત્રીજો ખંડ અને ઉમાશંકરની સોનેટમાલા માનાં ખંડેર' એ ગુજરાતી ભાષાની પાંચ સંઘપકૃતિઓનું મિનાક્ષરી વિષ્લેષણ અને વિવેચન થયું છે. વિશદતા અને અભિનિવેશ આ નિબંધનાં બે મહત્ત્વનાં લક્ષણો છે. ચં.ટો. યાસિક અમૃતલાલ ભગવાનજી(૮-૮-૧૯૧૩): વિવેચક, ચરિત્રકાર, નિબંધક્કર, સંપાદક, અનુવાદક. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં. પ્રાથમિકથી મૅટ્રિક સુધીનો અભ્યાસ ધ્રાંગધ્રામાં. ૧૯૩૨માં શામળદાસ કાવામાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૩૯માં ત્યાંથી જ એ જ વિષયોમાં એમ.એ. ૧૯૩૯૪૦માં રામનારાયણ રુઈયા કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૦થી ૧૯૬૦ સુધી ત્યાં જ ગુજરાતીના મુખ્ય અધ્યાપક, ૧૯૬૦-૬૧માં કે. જે. સોમૈયા કૉલેજ, ઘાટકોપરના સ્થાપક આચાર્ય. ૧૯૬૧ થી ૧૯૭૮ સુધી મીઠીબાઈ કૉલેન્ટ ઑવ આર્ટ્સ ઍન્ડ સાયન્સ, વિલેપાર્લેના આચાર્યં આ લેખકની શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારજગતની ત્રિવિધ સેર એમના વાડમયવ્યકિતત્વનાં અનેક પાસાંઓને સ્પર્શે છે. સહૃદય સ્વાધ્યાયના નમૂના જેવા એમના વિવેચનલેખો ચિદ્ઘોષ' (૧૯૭૯)માં સંગુહીત છે. મુખ કા દેખો દરપનાં (૧૯૩૯)માં શિક્ષણ અને સમય વિશેના ચિત્રને આથે સાહિત્ય ચિંતનનો વિભાગ મુાયેલા છે, ગુજ્યની રાષકાર શ્રેણીનાં એમનાં પુસ્તકો ‘કિશોરલાલ મશરૂવાલા'(૧૯૮૨) અને 'ગુલાબદાસ બ્રોકર’ (૧૯૮૩) નિષ્ઠાપૂર્વકનાં છે. સ્વાનુભવ વર્ણવતું ‘ગગંગાનાં વહેતાં નીર’(૧૯૭૦), શિક્ષણસમાજ વિષયક ‘આત્મશ્રીનાં મુદ્રિત ૨'(૧૯૭૪), સ્વાનુભવકથિત પ્રસંગઘટનાઓ આપતું ‘જાગીને જોઉં તો’ (૧૯૭૬), શિક્ષણસમાજને ચીંધતું ‘સમાજગંગાનાં વહેણા’ (૧૯૮૧), સમાજના ઘટકરૂપ કુટુંબચિંતન આપતું ‘કુટુંબજીવનનાં રેખાચિત્રો’, ‘વિદ્યાસૃષ્ટિના પ્રાંગણમાં’(૧૯૮૭) -આ સર્વ સત્ત્વાગ્રહી પુસ્તકોના ચિંતનાત્મક નિબંધોનું સરલ ગદ્ય ધ્યાનાર્હ છે. 'લોક્સાહિત્યનું સમાલોચન'(૧૯૪૬), 'ગુજરાતમાં ગાંધીયુગ : ઐતિહાસિક અને સાહિત્યિક અવર્ધન’(૧૯૬૮) એ એમનાં સંપાદનોછે; તો 'કાવ્યસુષમા' (૧૯૫૯), 'વાઙમયવિહાર’(૧૯૬૪), ‘આહાર આરાધના’અને 'ઇન્દિકા (૪) એમનાં મહત્ત્વનાં સહસંપાદનો છે. Jain Education International મંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા યાત્રિક ઇન્દુલાલ કનૈયાલાલ 'ધૈર્યશીઓની વીરકથાઓ' (૧૯૫૯), ‘શણ અને ક્લેશાહી' (૧૯૬૪), ‘અમેરિકાની સંસ્કૃતિની રૂપરેખા’(૧૯૬૪), ‘કુમારન આશાન ’(૧૯૭૯) વગેરે એમના અનુવાદો છે. ... યાત્રિક અંબાશંકર કાળિદાસ : 'સ્વદેશપ્રેમ અને મભૂષણ’ના કર્તા, મુ.મા. પદ્યકૃતિ ‘યોર્જ કંપતાકા’ યાજ્ઞિક બાશંકર હરિશંકર : (૧૯૧૧)ના કર્તા. [મા. ધામિક ઈન્ડસાલ કનૈયાલાલ, પામદત્ત', માસી' ૨૨-૨-૧૮૯૨, ૧૭-૭-૧૯૭૬): આત્મક્યાકર, નાટ્યકાર, નવલકથાકાર. જન્મ વતન નડિયાદમાં. પ્રાથમિ' માધ્યમિક શિક્ષણ ત્યાં જ, ૧૯૦૬માં મૅટ્રિક. ૧૯૧૦માં પદાર્થવિજ્ઞાનરસાયણશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૧૨માં એલએલ.બી. ૧૯૧૩થી ૧૯૧૫ સુધી વકીલાત. તે દરમિયાન ‘હિંદુસ્તાન’ દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત. ૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય. ‘નવજીવન અને સત્ય’ માસિકના તંત્રી. ૧૯૨૨માં ‘યુગધર્મ’ની શરૂઆત. દેશસેવાનું કામ છેોડી થોડો વખત ફિલ્મક્ષેત્રમાં. ‘પાવાગઢનું પતન' ફિલ્મ ઉતારી. બીજી ફિલ્મ ખારવાનો પ્રયત્ન અધુરો છોડવો. ૧૯૩૦થી ૧૯૩૫ સુધી વિદેશમાં. ૧૯૩૬માં ભારત પાછા આવી વિવિધ રાજકીય આંદોલનોમાં સક્રિય. ૧૯૪૨માં તેને ગુજરાત'ના તંત્રી ૧૯૬૪માં તેનપુરમાં આમ ખાલી રચનાત્મક પ્રવૃત્તિઓ રાખી. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી મહાગુજરાત આંદોલનના સેનાની. ઘણાં વર્ષ સુધી લોકોમના સભ્ય. અમદાવાદમાં અવસાન. ‘વનવિકારા', ‘ગુજગતમાં નવજીવન', 'કારાવાસ’, ‘જીવનસંગ્રામ', 'કિસાનકથા' અને મરણેત્તર) છેલાં વહેણ' નામક પેશીર્ષકો નીચે પ્રગટ ચહેરા ‘આત્મકળા'ના છ ભાગ પળ, ૧૯૫૫, ૧૯૫૬, ૧૯૬૯, ૧૯૭૧, ૧૯૭૩) એમનું ગુજરાતી સાહિત્યને મહત્ત્વનું પ્રદાન છે. આત્મકથાકારનું ભાવનાશાળી, બુદ્ધિવાદી, પુરુષાર્થી, નિખાલસ, નીડર, સ્વમાની, અધીર ને તરવરિયા સ્વભાવવાળું વ્યકિતત્વ એમાંથી સુપેરે પ્રગટ થાય છે. લેખકનું સમગ્ર જીવન જાહેર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોવાને લીધે સિત્તેરેક વર્ષના ગુજરાત અને ભારતના રાજકીયસામાજિક જીવનમાં ઉદ્ ભવેલાં સંચલનનું જેચિત્ર એમાં ઊપસી આવે છે તે દૃષ્ટિએ આ ગ્રંથનું દસ્તાવેજી મૂલ્ય પણ ઘણું' છે, ‘આશા-નિરાશા’(૧૯૩૨), ‘રણસંગ્રામ’(૧૯૩૮), ‘શોભારામની સરકારી’(૧૯૩૮), ‘વરઘોડો’(૧૯૪૩), ‘અક્કલના દુશ્મન' (૧૯૫૪), ભોળાશેઠનું ભૂદાન’(૧૯૫૪) વગેરે રાજકીય વિષયવાળાં ભાવનાલક્ષી અને પ્રચારલક્ષી નાટકો એમણે લખ્યાં છે; તો એમની નવલકથા 'માયા’(૧૯૬૫) એક સ્ત્રીની મહાગુજરાતના રાજકીય આંદોલનની પૃષ્ઠભૂમાં આકાર લેતી પ્રક્ષા છે. ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૦૫ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654