Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
મેઘાણી ઝવેરચંદ કાળીદાસ
વ્યકિત પરત્વે બ. ક. ઠાકોરની કાવ્યશૈલીથી સાવ મુકત રહી ગેયતત્ત્વની પ્રબળતાને લીધે પોતાના અન્ય સમકાલીન કવિઓની કવિતાથી જુદી મુદ્રા ધારણ કરે છે. 'વેણીનાં ફૂલ' (૧૯૨૩) અને કિલ્લોલ' (૧૯૩૦)ની બાળકો વિશેની અને બાળકો માટેની ગીતરચનાઓમાં લોકગીતના લયઢાળીને ઉપડયા છે; તે બંગાળી, અંગ્રેજી, જાપાની કવિતાની છાયા પણ ઝિલાઈ છે. કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર યુગવંદના(૧૯૩૫)માં વીર અને કરુણરસવાળાં, લોકલય અને ચારણી છટાવાળાં રાષ્ટ્રભકિતનાં, પીડિતે પ્રત્યેની અનુકંપાનાં, અન્ય કાવ્ય પરથી રૂપાંતરિત કે સૂચિત એવાં ‘કોઈને લાડકવાયો' જેવાં કથાગીતો અને માત્મસંવેદનનાં કાવ્યો છે. ‘એકતારો' (૧૯૪૭)નાં સુડતાલીસ કાવ્યોમાં કાવ્યત્વ કરતાં પ્રચારલક્ષિતા વિશેષ છે. ‘બાપુનાં પારણાં (૧૯૪૩) માં ગાંધીજીવિષયક કાવ્યો છે. રવીન્દ્રવીણા(૧૯૪૪)માં રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યસંગ્રહ 'પંચયિતા’નાં કાવ્યો પરથી રચાયેલાં રૂપાંતરિત કે અનુસર્જનરૂપ કાવ્યો છે.
એમણે વાર્તાલેખનની હથોટી ટાગોરની ‘કથા ઓ કાહિની'ની કથાઓ પરથી રૂપાંતરિત કુરબાનીની કથાઓ' (૧૯૨૨) તથા લોકકથાઓના સંપાદન નિમિત્તે મેળવી લીધેલી, પરંતુ એમનું મૌલિક વાર્તાસર્જન શરૂ થયું ૧૯૩૧થી. એમની મહત્ત્વની મૌલિક બાસઠ નવલિકાઓ ‘મેઘાણીની નવલિકાઓ'- ભા. ૧, ૨ (૧૯૩૧, ૧૯૩૫) અને “વિલોપન' (૧૯૪૬)માં સંગૃહીત છે. રચનારીતિમાં ધૂમકેતુની વાર્તાઓને વિશેષ અનુસરતી આ વાર્તાઓમાં આપણા રૂઢિગત જીવનનાં મૂલ્યો પર તીખા કટાક્ષ છે; તે સ્વાર્પણ, મર્દાનગી, દિલાવરી જેવાં સેરઠી સંસ્કૃતિનાં વિલીન થતાં મૂલ્યો પ્રત્યેને અહોભાવ છે. ‘જેલ ઑફિસની બારી'(૧૯૩૪)માં જેલની સજા પામેલા ગુનેગારો અને તેમનાં સ્વજનનાં જીવનનું આલેખન છે. “માણસાઈના દીવા' (૧૯૪૫) માં લોકસેવક રવિશંક્ર મહારાજને મોઢે સાંભળેલી ચરોતરની ચોર-લૂંટારુ ગણાતી બારૈયા-પાટણવાડિયા કોમનાં માણસમાં રહેલી માણસાઈને પ્રગટ કરવાની નેમ છે. ‘પ્રતિમાઓ' (૧૯૩૪) અને ‘પલકારા' (૧૯૩૫)માં વિદેશી ચલચિત્રો પરથી રૂપાંતરિત પંદર વાર્તાઓ છે. ‘દરિયાપારના બહારવટિયા' (૧૯૩૨) એસ્ટન વુલફના પુસ્તક “ધ આઉટલૂઝ વ મેડર્ન ડેઝની સત્યઘટનાત્મક વાર્તાઓ પરથી રૂપાંતરિત ચારે બહારવટિયાઓની કથાઓને સંગ્રહ છે.
પત્રકારત્વને વ્યવસાય નિમિત્તે વાર્તાઓ ઉપરાંત નવલકથાઓ પણ એમની પાસેથી મળી છે. એમની પહેલી મૌલિક પાત્રલક્ષી નવલકથા “નિરંજન' (૧૯૩૬)માં નિરંજનને એક તરફ ગ્રામજીવનના સંસકાર પ્રત્યે, તે બીજી તરફ આધુનિક જીવન અને તેની પ્રતિનિધિ સુનિલા પ્રત્યે જન્મેલું આકર્ષણ એ બેની વચ્ચે ઝેલા ખાતો બતાવી અંતે ગ્રામજીવન અને ત્યાંનાં મનુષ્યો તરફ ખેંચાત બતાવ્યો છે. “સોરઠ, તારાં વહેતાં પાણી' (૧૯૩૭) ઓગણીસમી સદીના અસ્ત અને વીસમી સદીના ઉઘાડના સમયની સેરડી જીવનની વાતાવરણપ્રધાન પ્રાદેશિક નવલકથા છે. ‘વેવિશાળ' (૧૯૩૯) ધનિક બની ગયેલા કુટુંબની કન્યાના ગરીબ ઘરે થયેલા વેવિશાળમાંથી ઊભી થતી સમસ્યાની સામાજિક નવલકથા છે.
‘તુલસીકધારો' (૧૯૪૦) જૂની પેઢીની સંરકારિતાને આલેખતી સામાજિક કથા છે. પ્રભુ પધાર્યા' (૧૯૪૩) બ્રહ્મદેશની ભૂમિમાં રોપાયેલી, ગૂર્જર-અમી પ્રજાના સંસ્કારસંપર્કને આલેખતી અને મુખ્યત્વે બ્રાહ્મી પ્રજાનું સમાજચિત્ર રજૂ કરતી કથા છે. 'કાળચક્ર' (૧૯૪૭) ૧૯૪-૫૦ના સમયની સામાજિક સમસ્યાઓને આલેખતી અપૂર્ણ નવલકથા છે.
એમની લોકસાહિત્યના સંસ્કારવાળી ઐતિહાસિક નવલકથાઓ પૈકી ‘સમરાંગણ' (૧૯૩૮) ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફફર ત્રીજાના રાજ્યઅમલના સમયની કથા છે; “રા'ગંગાજળિયો' (૧૯૩૯) પંદરમી સદીને જૂનાગઢને રા'માંડલિક માંડલિકમાંથી મુસ્લિમ ધર્મ કેમ અંગીકાર કરે છે એને આલેખતી કથા છે; તે ‘ગુજરાતને '-ભા. ૧, ૨ (૧૯૩૯, ૧૯૪૨) વિક્રમની તેરમી સદીની છેલ્લી પચીસીમાં વસ્તુપાલ-તેજપાલને હાથે ગુજરાતના પુનરુદ્ધાર માટે થયેલા પ્રયત્નની કથા છે.
એમની રૂપાંતરિત કે અન્ય કૃતિ પરથી પ્રેરિત નવલકથાઓ પૈકી ‘સત્યની શોધમાં' (૧૯૩૨) અપ્ટન કિલરની “સેમ્યુઅલ ૧ રસીકર' કૃતિ પરથી અને ‘બીડેલાં દાર' (૧૯૩૯) એ જ લેખકની ‘લ૮ પિલગ્રિમેઇજ કૃતિને આધારે લખાયેલી છે; તો વસુંધરાનાં વહાલાંદવલાં' (૧૯૩૭) વિકટર ગૂંગાની ‘ધ લાફિંગ મૅન’ પરથી, અને “અપરાધી' (૧૯૩૮) હોલ ફેઈનની ‘ધ માસ્ટર ઑવ મેન’ પરથી પ્રેરિત કથાઓ છે.
વિવિધ રૂપે પાંગરેલી મઘાણીની લેખનપ્રવૃત્તિમાં લોકરાહિત્યનાં સંશોધન, સંપાદન અને સમાલોચનની પ્રવૃત્તિ અતિમહત્ત્વની હતી. ગુજરાતી સાહિત્યમાં લોકસાહિત્યને શિષ્ટભાગ્ય રૂપમાં રજૂ કરવાનું શ્રેય એમને છે. સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દૃષ્ટિને મુખ્ય અને સામાજિક દૃષ્ટિને ગૌણ રાખીને કર્યું છે. ડોશીમાની વાતો' (૧૯૨૩) લોકસાહિત્યના સંપાદનનું એમનું પહેલું પુસ્તક, પરંતુ એમને સાહિત્ય જગતમાં પ્રતિષ્ઠા અપાવી ‘સૌરાષ્ટ્રની રસધાર’ ના પાંચ ભાગ (૧૯૨૩, ૧૯૨૪, ૧૯૨૫, ૧૯૨૭, ૧૯૨૭) અને ‘સેરઠી બહારવટિયાના ત્રણ ભાગ(૧૯૨૭, ૧૯૨૮, ૧૯૨૯) એ ગ્રંથોએ. ‘સૌરાષ્ટ્રની રસધાર’માં સરકી જનસમાજનાં વેર અને પ્રેમની, બંધુતા અને ધિક્કારની, દગા અને દિલાવરીની કોમળ, કરુણ અને ભીષણ લાગણીઓવાળી સેએક વાર્તાઓનું સંપાદન છે. સંપાદિત લોકકથાઓના કમ્મરૂપને યથાતથ જાળવવા બદલે એને અહીં ટૂંકીવાર્તાને ઘાટ અપાય છે. “સોરઠી બહારવટિયા'માં પરિપૂર્ણ નહીં, પણ બહારવટિયાઓના કેટલાક જીવનપ્રસંગોને શકય એટલું દસ્તાવેજી રૂપ અપાયું છે; તોપણ પ્રસંગેની રસભરી રજૂઆત કથાઓને કાલ્પનિક રંગે રંગે છે. કંકાવટી'- ભાગ ૧,૨ (૧૯૨૭,૧૯૨૮)માં ચમત્કારી તત્ત્વવાળી, નૃવંશશાસ્ત્રના અભ્યાસીઓને ઉપયોગી બને તેવી છેતાલીસ વ્રતકથાઓનું, લેખકનાં અન્ય સંપાદન કરતાં વધુ શાસ્ત્રીય એવું, સંપાદન છે. ‘દાદાજીની વાતો' (૧૯૨૭) અને 'ડોશીમાની વાત'ની વાર્તાઓને સમાવી એમાં બીજી વધુ વાર્તાઓ ઉમેરી પ્રગટ કરેલા ‘દાદાજી અને ડોશીમાની વાતો'ની વાર્તાઓમાં તથા ‘રંગ છે બારોટ’
૪૯૪: ગુજરાતી સાહિત્યકાશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org