Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
મુનશી ઉમરજી મહમ્મદભાઈ – મુનશી કનૈયાલાલ માણેકલાલ
એકાંકીલેખક. જન્મ અમદાવાદમાં. એમ.એસસી., પીએચ.ડી. ગુજરાતની વિવિધ વિજ્ઞાન કોલેજોમાં આચાર્ય. શ્રમિક વિદ્યાકેન્દ્ર, અમદાવાદના માનદ નિયામક.
એમણે નવલકથાઓ “શરમાળ' (૧૯૭૪) અને ‘ગુલાબચક્ર (૧૯૭૫); કાવ્યસંગ્રહ “મૌનની વાણી' (૧૯૮૨) તથા એકાંકીસંગ્રહો ‘દિલ' (૧૯૬૨), ‘પડદો ઊપડે ત્યારે' (૧૯૭૪) અને ‘નટી વિનાનાં નાટકો' (૧૯૭૬) આપ્યાં છે. આ ઉપરાંત એમણે કુદરતની કરામત' (૧૯૬૪), ‘ચાંદો' (૧૯૬૫), તાઈકો' (૧૯૬૫), "છૂક છૂક છૂક' (૧૯૬૯) અને અમારાં ગીત' (૧૯૮૩) જેવી બાળસાહિત્યની પુસ્તિકાઓ પણ આપી છે.
૨.ર.દ. મુનશી ઉમરજી મહમ્મદભાઈ : ચરિત્રલક્ષી કૃતિ “પીરઝાદા બાપામીયા' (૧૯૩૦) તથા અનૂદિત કાવ્યપુસ્તક ‘કરીમાની ગુજરાતી કવિતા અથવા ઇસ્લામનાં મોતી'ના કર્તા.
નિ.વ. મુનશી ઉમેદઅલી કરીમમોહમ્મદ : રાવસાહેબ દીવાન પ્રિભદાસના મૃત્યુ નિમિત્તે લખાયેલી કરુણપ્રશસ્તિ “પ્રિભવિરહબેતાળીસી’ (૧૮૮૫)ના કર્તા.
| નિ.. મુનશી એમ. એસ. : નાટયકૃતિ “અસીરે હિર્સના કર્તા.
નિ.. મુનશી કનૈયાલાલ માણેકલાલ, ઘનશ્યામ વ્યાસ'(૩૦-૧૨-૧૮૮૭,
૮-૨-૧૯૭૧): નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર. જન્મ ભરૂચમાં. ૧૯૦૧માં મૅટ્રિક. ૧૯૦૨માં વડોદરા કોલેજમાં પ્રવેશ. ઓગણીસમે વર્ષે એલિસ પ્રાઈઝ સાથે બી.એ. ૧૯૧૦માં એલએલ.બી. ૧૯૧૩માં મુંબઈમાં વકીલાતને પ્રારંભ. ૧૯૨૨ માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ. ૧૯૩૭માં મુંબઈ રાજયના ગૃહપ્રધાન. ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણસભાના સભ્ય.
એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન. ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજયપાલ તરીકે નિયુકિત. ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના અને જીવનના ઉત્તરાર્ધમાં તેની પ્રવૃત્તિઓના વિકાસ પાછળ પ્રવૃત્ત. ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં પ્રમુખ. મુંબઈમાં અવસાન.
સાહિત્યસર્જક મુનશીને વિશેષ ખ્યાતિ નવલકથાકાર તરીકે મળી છે. “વેરની વસુલાત'(૧૯૧૩)માં જગતકિશોર અને તનમનની કરુણાન્ત પ્રેમકથા અંતર્ગત એમણે રત્નગઢની રાજખટપટો, જાસૂસી, ભેદભરમ ઇત્યાદિ ગૂંથી લીધાં છે. ‘કોનો વાંક? (૧૯૧૫)માં બંડખેર સમાજલક્ષિતા આગળ તરી આવે છે. ‘સ્વપ્નદ્રષ્ટા' (૧૯૨૪)માં વીસમી સદીના પ્રથમ દશકની આપણી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ અને અરવિંદ, ટિળક વગેરે નેતાઓના પ્રભાવ તળે આવેલા નવયુવકોના માનસને ચિતાર અપાયો છે. “સ્નેહસંભ્રમ' (૧૯૩૧) માણસની નબળાઈ અને બેવકૂફી પર વ્યંગકટાક્ષ કરતી સફળ ફાર્સકૃતિ છે. “તપસ્વિની'-ભા. ૧-૨ (૧૯૫૭),
ભા.૩ (૧૯૫૮)માં લેખકની નેમ ગુજરાતી જીવનના ૧૯૨૦ થી ૧૯૩૭ સુધીના સામાજિક તેમ જ રાજકીય પ્રવાહોને પ્રતિબિંબિત કરવાની છે; જોકે નવલકથાની વસ્તુસંકલના વિશૃંખલ છે. પોતાની આ પાંચેય સામાજિક નવલકથાઓમાં જયાં એમણે વિનોદઉપહાસને આશ્રય લીધે છે ત્યાં એમને સારી સફળતા મળી છે.
ઐતિહાસિક નવલકથાઓમાં તેઓ ઐતિહાસિક સત્યનું ગૌરવ કરતા નથી. એમના મતે ઇતિહાસ સાહિત્યમાત્રની જેમ “સરસતા'ને કારણે આસ્વાદ્ય છે. એમની ઐતિહાસિક નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર ઍલેકઝાન્ડર ડયૂમાને પ્રભાવ સ્પષ્ટ છે. 'પાટણની પ્રભુતા' (૧૯૧૬) એમની સેલંકીયુગની નવલત્રયીની પ્રથમ કડી છે. તેનું વસ્તુ સંકલિત-સુગ્રથિત છેને તેમાં સત્તાસંઘર્ષની કથાની સાથે જ મીનળ-મુંજાલ,ત્રિભુવન-પ્રસન્ન અને હંસા-દેવપ્રસાદની પ્રણયકથાઓ ગૂંથાયેલી છે. મીનળ-મુંજાલ ઐતિહાસિક પાત્ર હોવા છતાં તેમની વચ્ચે પ્રેમ અનૈતિહાસિક-કાલ્પનિક છે. તેમાંનું પાત્ર આનંદસૂરિ પણ કાલ્પનિક છે. ગુજરાતનો નાથ' (૧૯૫૮)'પાટણની પ્રભુતા'ના કથાતંતુને આગળ વધારે છે. પાટણ પર આક્રમણ કરનાર અવંતીના સેનાપતિ ઉલક સાથે સંજોગવશાત કરવામાં આવતી સંધિ, પાટણની ડામાડોળ દશાને લાભ લઈ ભીંસ દેવા મથતા જૂનાગઢના રા'નવઘણની હાર એ આ નવલની મુખ્ય રાજકીય ઘટનાઓ છે; પણ વાસ્તવમાં કૃતિ કાકની પરાક્રમગાથા છે. રાજાધિરાજ' (૧૯૨૨) નવલત્રયીની છેલ્લી કડી છે. જયસિંહ દેવને જૂનાગઢનો વિજય કૃતિનું મુખ્ય વસ્તુ છે. વર્ણનાત્મકતા, પથરાટ અને કથનપ્રાધાન્યનું પ્રમાણ અહીં વધ્યું છે ને નાટયાત્મક પ્રસંગો ઘટયા છે. રાણકને સતી થવાનો અને મંજરીના મૃત્યુનો - બંને પ્રસંગ રસાવહ બન્યા છે. પ્રબળ કાર્યવેગ ને રહસ્યમયતાનું અસરકારક નિરૂપણ કથાત્રયીને વાચનક્ષમ બનાવે છે. ગાંધીયુગના આરંભે આવતી આ કૃતિઓમાં જીવનમૂલ્યોનો અભાવ વરતાય છે. કૌતુકપ્રિયતા અને બૌદ્ધિકતાનું લેખકે કરેલું મિશ્રણ કારગત પુરવાર થયું છે. ત્રણે કૃતિઓ નાટયાત્મકતા ધરાવે છે.
પૃથિવીવલ્લભ' (૧૯૨૦) એમની પાત્રપ્રધાન ઐતિહાસિક લઘુનવલ છે. રસજ્ઞ માલવપતિ મુંજનું, તેના હાથે સોળ-સેળવાર પરાજય પામેલા તૈલંગણના ચાલુક્યરાજ તૈલપ દ્વારા કેદ પકડાવું અને કેદમાંથી ભાગી છૂટવાના વિફળ કાવતરાની સજારૂપે હાથીના પગ તળે કચરાવું એ કથાની પ્રમુખ ઘટનાઓ છે; સાથોસાથ કેદી મુંજ અને તૈલપની કઠોર વૈરાગ્યવ્રતી વિધવા બહેન મૃણાલને પ્રેમપ્રસંગ કથાને રસાવહ બનાવે છે. નિજોના ‘સુપરમૅનને સંપ્રત્યયને મુંજના પાત્ર દ્વારા મૂર્ત કરવાને લેખકનો પ્રયાસ છે. ‘ભગવાન કૌટિલ્ય'(૧૯૨૪)માં આચાર્યવિષષ્ણુગુપ્ત ચાણકય ચંદ્રગુપ્ત મને બ્રાહ્મણદ્વૈપી મહાપદ્મ નંદની કેદમાંથી છેડાવી નસાડે છે એ કથા કહેવામાં આવી છે. કૌટિલ્યનું પ્રભાવક વ્યકિતત્વ નવલકથાનું પ્રભાવકેન્દ્ર છે. જય સેમનાથ' (૧૯૪૦)માં મહંમદ ગઝનીએ સોમનાથના સંસ્કૃતિકેન્દ્ર પર આક્રમણ કર્યું ત્યારે દેશની અને ગુજરાતની શી સ્થિતિ હતી તે દર્શાવવાનો લેખકને પ્રયાસ છે. અલબત્ત, કૃતિને સબળ અંશ છે-વિશાળ ફલક પર આલેખાયેલાં ‘રણ અને આંધી' જેવાં શનચિત્રો અને કવિત્વપૂર્ણ સ્મરણ
૪૮૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org