Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
મહેતા રણછોડજી પરાગજી – મહેતા રતિલાલ વાસુદેવ
મહેતા રણછોડદાસ : જીવનપ્રસંગકથી ‘બાળ ટિળક' (૧૯૫૮)ના. ક.
મહેતા રણછોડલાલ સાંકળચંદ (૧૮૮૦, ૧૯૫૭) : પદ્યકૃતિ ‘કીકૃષ્ણસ્તુતિ અથવા સાકાર કીર્તનાવલિ' તથા ‘ર મિયો-જુલિયેટના ગુજરાતી સંપના કર્તા.
ઔદ્યોગિક નગર બનાવનાર ઉદ્યોગપતિ રણછોડલાલના જીવનને આલેખનું ચરિત્રલક્ષી નાટક છે. “સમર્પણ' (૧૯૫૭) ઐતિહાસિક રેડિયો નાટક છે. ‘મંબે.જંબ' (૧૯૫૧) અને ‘ઘેલે બબલ' (૧૯૫૨) પ્રહરાનો છે. ‘સરી જતી રેતી'- ભા. ૧, ૨ (૧૯૫૦, ૧૯૫૨) નવલકથા વૈધ જાતીય સંબંધો અને ઉઘાડાં કામુક નિરૂપણોને લીધે એક સમયે સમાજમાં ચર્ચાસ્પદ બનેલી. એમની એ પછીની ઐતિહાસિક નવલકથાઓ ‘વહી જતી જેલમ' (૧૯૫૫), ‘તુંગનાથ' (૧૯૫૭), ‘સંથારાગ' (૧૯૬૩) અને 'મહમદ ગઝની' (૧૯૬૬)માં પણ કામુકતાનું નિરૂપણ ઓછેવત્તે અંશે ચાલુ રહે છે; પરંતુ એની સાથે ઐતિહાસિક પરિબળોમાંથી જન્મતાં ઘર્ષણને અધ્યાત્મનાં તો પણ ભળે છે. ‘મહારાત્રિ' (૧૯૫૪) એમની આધ્યાત્મિક અનુભવને આલેખતી નવલકથા છે. નવું વર્ષ'-ભા. ૧, ૨, ૩, ૪ (૧૯૭૪, ૧૯૭૭, ૧૯૭૯, ૧૯૮૩) એ ૧૮૫૭થી ૧૯૪૭ સુધીના, નેવું વર્ષના ગુજરાતના જાહેર સાંસ્કૃતિક જીવનને આલેખતી દીદ નવલકથા છે.
‘પ્રેમગંગા' (૧૯૫૪) ઐતિહાસિક પ્રેમકથાઓના સંગ્રહ છે. ‘રસનંદા' (૧૯૫૪)માં યૌગિક સિદ્ધિના અનુભવની વાત છે. ‘કિમિયાગરો' (૧૯૫૧)માં જાનતા અને રાષ્ટ્ર પર અસર કરી ૦૮નાર અઢાર વ્યકિતવિશષોનાં ચરિત્ર છે. ‘નવ સંતા' સંતના જીવન પરનું ચરિત્રપુસ્તક છે.
‘શ્રી નંદા' (૧૯૫૮) અને ‘૪૪ રાત્રિઓ' (૧૯૬૦) એમનાં પ્રવાસવર્ણનનાં પુસ્તકો છે. ‘સરી જતી કલમ' (૧૯૫૪), યશોધારા' (૧૯૫૬), ‘શિવસદનનું સ્નેહકારણ' (૧૯૫૯) એમનાં હળવા નિબંધનાં પુસ્તકો છે. ‘નદી-નગરો' (૧૯૫૮)માં રેડિયોવાર્તાલાપ છે. “અગમનિગમ' (૧૯૫૯), 'શૂન્યતા અને શાંતિ' (૧૯૬૨), ‘ઋષિઓનું સ્વરાજ' (૧૯૬૭), ‘શ્રદ્ધાની રાત્રિ' (૧૯૬૯), ‘આનંદધારા' (૧૯૬૯), ‘સાક્ષાત્કારને રસ્તે' (૧૯૭૨), ‘શ્રદ્ધા અને અનુભૂતિ' (૧૯૭૫) તથા ‘સમાપ્તિ' (૧૯૭૭) મુખ્યત્વે આધ્યાત્મિક લેખોના ગ્રંથો છે. ‘ભાવિના ભેદ'(૧૯૫૪), ‘ભાવિના ગગનમાં' (૧૯૬૬), ભાવિના મર્મ' (૧૯૭૮) ઇત્યાદિ એમના જયોતિષવિદ્યાના ગ્રંથો છે. ‘નર્મદાશંકર મહેતા - સ્મારકગ્રંથ' (૧૯૬૮) એમના સહસંપાદનને ગ્રંથ છે. આ ઉપરાંત અંગ્રેજીમાં પણ એમના કેટલાક ગ્રંથો પ્રકાશિત થયા છે.
જ.ગા. મહેતા રણછોડજી પરાગજી : બુદ્ધિજીવનની ૧૧૫ પ્રસંગકથાઓને સંગ્રહ ‘ચમત્કાર કે સદાચાર' (૧૯૬૨) તથા સંપ, સાદગી, પરોપકાર, સ્વમાન, નીડરતા જેવા ગુણોને નિરૂપતી બધપ્રધાન કથાઓને સંગ્રહ સુબોધકથાઓ' (૧૯૬૨)ના કર્તા.
મહેતા રણજિતરામ વાવાભાઈ (૨૫-૧૦-૧૮૮૧, ૫-૫ ૧૯૧૭) : નિબંધકાર. જન્મસ્થળ સુરત. શિક્ષણ અમદાવાદમાં. ૧૯૩૦માં ગુજરાત કોલેજમાંથી બી.એ. આઠેક માસ ત્યાં ફેલો. ૧૯૦૫ માં ઉમરેઠની હાઈસ્કૂલમાં આચાર્ય. ૧૯૦૬ થી ૧૯૧૭ સુધી પ્રા. ગાજર અને પ્રભાશંકર પટ્ટણીના અંગત મદદનીશ તથા શેઠ નરોત્તમદાસના પુત્રના ખાસ શિક્ષક. ગુજરાતી પ્રજા અને સાહિત્યના વિકાસ તેમ જ ગૌરવ માટે સાક્ષરજયંતીની ઉજવણી તથા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન જેવાં નાનાવિધ ધ્યેયો અને તજજન્ય કાર્યોના આયોજનપૂર્વકના અમલ અર્થ ૧૯૦૪માં ગુજરાત સાહિત્યસભાની સ્થાપના ને તેનું સંચાલન. એમની સાહિત્યસેવાના ઉપલક્ષ્યમાં ગુજરાતી સાહિત્યકારોને તેમના સાહિત્યસર્જન માટે ગુજરાત વિદ્યાસભા દ્વારા દર વર્ષે એમના નામને રણજિતરામ સુવર્ણચન્દ્રક અપાય છે. છેતાલીસ વર્ષની વયે મુંબઈમાં જૂહુના દરિયામાં તરતાં શીખતાં અવસાન.
એમણે લખેલાં નિબંધ, ટૂંકીવાર્તા, નાટક તથા અધૂરી નવલકથાઓનાં બે મરણોત્તર પ્રકાશને થયાં છે. પરિષદ દ્વારા પ્રકાશિત ‘રણજિત કૃતિ સંગ્રહ' (૧૯૨૧)માં ચારસો પૃષ્ઠોમાં, કનૈયાલાલ મુનશીના ઉપઘાત સાથે ‘સાહેબરામ’, ‘સાહેલીઓ અને ‘મંગળ’ નામની અધૂરી નવલકથાઓ; હીરો', 'દોલત’, ‘ખવાસણ અને ‘માસ્તર નંદનપ્રસાદ' જેવી ટૂંકીવાર્તાઓ તથા ‘તેન્દ્રસિંહ નાટક સંચિત છે; તો ‘રણજિતરામના નિબંધ' (૧૯૨૩)માં સવાબ પૃષ્ઠોમાં ‘ઈશુનું વરસ ૧૯૦૮' ઇત્યાદિ નોંધપાત્ર તેત્રીસ નિબંધે છે. આ ઉપરાંત એમણે શોખથી એકઠાં કરેલાં ગુજરાતી લોકગીતનું પ્રથમ શાસ્ત્રીય અને શકવર્તી સંપાદન ‘લોકગીત' (૧૯૨૨) પણ પ્રગટ થયું છે. ગુજરાતી સાહિત્ય પરિષદે એમની જન્મશતાબ્દી નિમિત્તે એમની સઘળી ગદ્યકૃતિ ઓનું રણજિતરામ ગદ્યસંચય' : ૧-૨ (૧૯૮૨) નામના ગ્રંથરૂપે પુનર્મુદ્રણ કર્યું છે.
મહેતા રતનજી લીલાધર : દાહરાબ પદ્યકૃતિ ‘તાવને તડાકો’ (૧૮૯૨)ના કર્તા.
મહેતા રણછોડજી હીરાલાલ: “રત્નગ્રંથિ અથવા ટૂંકી વાર્તાઓ' (અન્ય સાથે, ૧૯૦૩) તથા નવલકથા “સંસાર સાર કે અસાર?” (અન્ય સાથે, ૧૯૦૩)ના કર્તા.
૨.ર.દ.
મહેતા રતિલાલ વાસુદેવ: જીવનચરિત્ર ‘ સ્કી' (૧૯૩૭)
અને “સદ્ગત ગોવર્ધનરામભાઈ' (૧૯૪૪) તથા અનુવાદગ્રંથ પડકાર' (૧૯૫૯), 'સ્વજનોની સુવર્ણભૂમિ' (૧૯૫૯) અને ‘લેકશાહી વિશે જેફર્સન' (૧૯૬૨)ના કર્તા.
૨.૬.૮.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org