Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
મારફતિષા સુભદ્રા રવિવદનમારુ રમણિકલાલ છગનલાલ
કબૂલાત કરતા સંવેદનશીલ રીતે જીવતા કિશોરનું વ્યકિતત્વ તો ઊપસે જ છે, સાથે સાથે તત્કાલીન રાજકીય, સામાજિક અને શૈક્ષણિક વ્યવસ્થાનો અણસાર પણ સાંપડે છે; તેમ જ એમની કેટલીક કૃતિઓના જીવનસંદર્ભોની સામગ્રીને પરિચય થાય છે. ‘મારી દુનિયા” ૧૯૨૦ની આસપાસ અસહકારની લડત આગળ શાળાજીવનની વિદાય સાથે પૂરી થાય છે; તે ‘સાફલ્યટાણું” અસહકારના આહ્વાનથી શરૂ થઈ ૧૯૩૩ની આસપાસ સમાપ્ત થાય છે. તેર વર્ષની આ કથામાં ગાંધીજીને, ગાંધીજીપ્રેર્યા વાતાવરણને, ગાંધીજીની આસપાસની વ્યકિતઓને અને આઝાદીની લડતને દસ્તાવેજી પ્રત્યક્ષ ચિતાર છે. સ્નેહરશ્ચિમના ઘડતરનાં આ વર્ષોમાં ગૂજરાત વિદ્યાપીઠને જીવંત ઇતિહાસ ધબકે છે. લેખકની તકેદારી અને સમજદારીને સતત વ્યકત કરતી પ્રવાહી ગદ્યશૈલી આસ્વાદ્ય છે. એમની આત્મકથા આ પછી “ઊઘડે નવી ક્ષિતિજ' અને દિવસ ઊગ્યો અને ના વધુ ભાગોમાં આગળ ચાલ
નાટકકારને ફાળે જાય છે. પાંચ અંકનું આ નાટક દ્વિઅંકી અને ત્રિઅંકી નાટકોને ભેગાં કરીને બનાવ્યું હોય એવી છાપ પડે છે. બેની વચ્ચે ‘કરસને પ્રયોગ પણ લેખકે મૂક્યો છે. વહીવટની બદીઓને તાકતે એક તંતુ અને ભેગીલાલ-ગુલાબના પ્રણયને તાકત બીજો તંતુ સંકલિત થતા ન હોવા છતાં અંગ્રેજી નાટયબંધની ખાસિયતો, સુરતી બોલીની લિજજત અને વૃત્તપ્રચુર લખાવટને કારણે આ મૌલિક નાટક ઐતિહાસિક રીતે નોંધપાત્ર બન્યું છે. એમણે આ ઉપરાંત બુદ્ધિવર્ધક ગ્રંથમાં પ્રગટ થયેલું “માણેક નાટક લખ્યું છે. મુંબઈનું સર્વ વિદ્યોત્તેજકાલય' નામને નિબંધ તેમ જ 'ડાંડિયો'નાં કેટલાંક લખાણે પણ એમનાં છે.
ચં.ટો. મારફતિયા સુભદ્રા રવિવદન, ‘સુરમા (૩૦-૧૨-૧૯૧૭): ચરિત્રલેખક, એકાંકીકાર. જન્મસ્થળ સુરત. એમ.એ., પીએચ.ડી. ઝેડ.એફ.વાડિયા વિમેન્સ કોલેજ, સુરતનાં આચાર્યા. પછી નિવૃત્ત.
એમની પાસેથી ચરિત્રલક્ષી પુસ્તકપુરુષાર્થની પ્રતિમા' (૧૯૭૫) અને એકાંકીસંગ્રહ“તુલસી ઈસ સંસાર મેં' (૧૯૮૩) મળ્યાં છે.
નિ.. મારા નામને દરવાજે (૧૯૭૨): ભાષાસંયોજને અને ભાષા
સંવેદનાની બળુકી અભિવ્યકિતઓ દર્શાવતે લાભશંકર ઠાકરને બાસઠ રચનાઓને સમાવતે પ્રયોગશીલ કાવ્યસંગ્રહ. ભાષાની પ્રત્યાયનશીલતાને વિરોધ કરતી ભાષાની ક્રાંતિકારક વિભાવના અહીં રચનાઓ પાછળ કાર્યરત છે. અસંગતતા અને અસંબદ્ધતાને કેન્દ્રમાં રાખી જોડાતા શબ્દસંદર્ભોની ચમત્કૃતિ આધુનિક ચેતનાની વિચ્છિન્નતા અને અર્થહીનતાને વ્યકત કરવા મથે છે. મુખ્યત્વે
અચેતનના સ્તરેથી આવતી હોય એવી પ્રતીક-કલ્પનની સામગ્રી વાસ્તવિકતાને તારસ્વરે વિરોધ કરે છે. પારંપરિક કાવ્યલયોની તે અહીં ઠેર ઠેર વિડંબના છે. આધુનિક મનુષ્યની વિડંબના જેવાં લઘરાનાં કાવ્યો પણ ખાસ ઉલ્લેખપાત્ર છે. અવાજને ઊંચકી શકાતા નથી ને ઊંચકી શકાતું નથી મૌન' જેવી જાણીતી રચના પણ અહીં છે.
ચંટો. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા: આભાસી મૃત્યુની સંવેદનાને ઇન્દ્રિયની અવળવળ અનુભૂતિઓથી પ્રત્યક્ષ કરતી રાવજી પટેલની અત્યંત લોકપ્રિય ગીતરચના.
ચં.. મારી ચંપાને વર : જમાઈ પૂનમલાલ તરફના વિધવા લક્ષ્મીના
ખેંચાણ દ્વારા દમિત મને ગ્રંથિની કોઈ સામાજિક તરેહ શોધતી ઉમાશંકર જોશીની જાણીતી ટૂંકીવાર્તા.
- ચં.ટી. મારી દુનિયા(૧૯૭૭)/સાફલ્યટાણું (૧૯૮૩): ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્ચિમની આત્મકથા. વતન ચીખલીથી આરંભાતી આકથાને પ્રથમ ખંડ માતા,પિતા, મામા, ગામને નદીને પરિવેશ, શાળાઓ- શિક્ષકોના અનુભવની દુનિયાનું આલેખન કરે છે. એમાં નિખાલસ
એ.ટી. મારી હકીકત (૧૯૩૩): મૂળે નર્મદે 'નર્મગદ્ય'- પુસ્તક ૨ના બીજા અંક તરીકે પોતાના આ આત્મચરિત્રની બે-પાંચ નકલો જ છપાવેલી અને પોતાના મરણ બાદ પ્રગટ કરવાની વિનંતી કરેલી. કવિના છેક જન્મશતાબ્દી વર્ષમાં પુસ્તકાકારે આ ચરિત્ર પછી બહાર આવ્યું. એમાં ૩ જી સપ્ટેમ્બર ૧૮૩૩થી ૧૮મી સપ્ટેમ્બર ૧૮૬૬ સુધીનું સ્વાત્મચરિત્ર છે. દુર્ગારામ મહેતાના રોજનીશી રૂપે લખાયેલા આત્મચરિત્ર પછીનું વ્યવસ્થિત રૂપનું આ પહેલું આત્મવૃત્તાંત છે. એમાં જન્મથી શરૂ કરી ઘરડાં વડીલે અને માબાપની ઓળખથી માંડી શિક્ષણ, ઊંચું શિક્ષણ, મંથનકાળ, પ્રયત્નકાળ, સુધારાને પવન અને કવિનો યશકાળ તથા મધ્યકાળ નિરૂપાયેલાં છે. અહીં નિખાલસ કબૂલાત, રુચિને ભેગે પણ પ્રામાણિક કથનની ખેવના અને આત્મનિરીક્ષણને સજગ પ્રયત્ન - આ ત્રણે વાનાં આત્મકથાકારની સભાને લખાવટ સાથે ગૂંથાયેલાં માલૂમ પડે છે. ઘડાતા આવતા ગદ્યમાં ઊતરેલી ભાષાની કેટલીક જીવંત લઢણા આ આત્મકથાની નિજી પૂંજી છે.
ચં.ટા. મારી હૈયાસગડી-ભા. ૧-૨ (૧૯૫૦): નારીના અણપ્રીછયા કરુણ
જીવનને ખ્યાલ આપતી ઈશ્વર પેટલીકરની સમસ્યાપ્રધાન નવલકથી. ચિત્રલેખા પુરુષત્વહીન ગડા પતિ અને કામી જેઠ વચ્ચે ઝઝૂમી છેવટે સુધારક જયંતિલાલ સાથે પરણે છે અને એમ છેવટ સુધી પુરુષનું રમકડું નહીં બનીને સળગતી હૈયાસગડીમાં લાંબા સમય શેકાય છે એની આ કથા છે. બાળલગ્ન અને નારી તરફની ચોક્કસ સમાજવૃત્તિમાંથી જન્મતા અનિષ્ટનું અહીં નિરૂપણ છે. કથા નાયિકામુખે કહેવાયેલી છે છતાં લેખકને અવાજ એમાં સ્પષ્ટ વર્તાય છે. માવજત સાદી, સરલ અને દસ્તાવેજી છે.
ચં.ટા. મારુ રમણિકલાલ છગનલાલ, ‘રાકેશ” (૨-૧૧-૧૯૩૭) : વિવેચક. જન્મ રાજકોટમાં. એમ.એ., બી.ઍડ, પીએચ.ડી. ‘પ્રકાશપુંજ'
૪૭૬: ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org