Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
માણાવદરવાળા ઇસ્માઈલ ઈબ્રાહીમ જસબ – માણેકલાલ જયશંકર
જીવન પર આધારિત પ્રસંગચિત્રોનો ગ્રંથ. આ પ્રસંગો-ઘટનાઓ લેખકે ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજના સ્વાનુભવ પરથી અને તેમના મુખેથી સાંભળીને આલેખ્યાં છે. મહારાજની ભાષા-શૈલીને પ્રસંગ-આલેખનમાં વણી લઈ અને પોતાના અંગત સંવેદનાને આલેખનમાં ભળવા ન દઈને લેખકે આ પ્રસંગચિત્રોને શક્ય તેટલું દસ્તાવેજી રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. ગુનેગાર ગણાતી આ કોમની અંદર પણ માણસાઈનું તત્ત્વ કેવું પડેલું છે એ પ્રગટ કરવા તરફ જેમ લેખકનું લક્ષ્ય છે તેમ એ કોમની માણસાઈને પ્રગટ કરતા મહારાજનું – ગાંધીપ્રભાવિત અહિંસક ને નિઃસ્વાર્થ લોકસેવકનું – વ્યકિતત્વ ઉપસાવવા તરફનું પણ રહ્યું છે.
જ.ગા. માણાવદરવાળા ઇસ્માઈલ ઈબ્રાહીમ જુસબ: વૈવિધ્યપૂર્ણ ગદ્યપદ્યસંગ્રહ ‘અમૂલ્ય જવાહર' (૧૯૩૯)ના કર્તા.
મૃ.માં. માણિકસિહ સૂરીશ્વરજી મહારાજ : જૈનધર્મવિષયક ‘ગવૅલી સંગ્રહ (૧૯૨૫)ના કર્તા.
- મૃ.મા. માણેક કરસનદાસ નરસિહ, “પમ', 'વૈશંપાયન', ‘વ્યા?” (૨૮-૧૧-૧૯૦૧, ૧૮-૧-૧૯૭૮): કવિ, વાર્તાકાર, નિબંધકાર. જામનગર જિલ્લાના હડિયાણાના વતની. જન્મ કરાંચીમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. અસહકારની ચળવળ વેળાએ કરાંચીથી ઈન્ટરને અભ્યાસ છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા, પણ પરીક્ષા આપ્યાવિને ૧૯૨૩માં ફરી કરાંચીની ડી. જે. કોલેજમાં દાખલ થઈ ૧૯૨૭માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૩૯ સુધી ત્યાંની બે હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે કામ કર્યું અને એ દરમિયાન એક વર્ષ 'ડેઈલી મિરર’ નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું તેમ જ ૧૯૩૦ અને ૧૯૩૨માં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૯થી ' જન્મભૂમિ'ના તંત્રીવિભાગમાં. વસવાટ મુંબઈમાં. ૧૯૪૮ થી જન્મભૂમિ ટ્રસ્ટના 'નૂતન ગુજરાતના તંત્રી. ૧૯૫૦માં એ સામયિક બંધ પડતાં ૧૯૫૧થી ‘સારથિ' સાપ્તાહિક અને પછી ‘નચિકેતા' માસિક શરૂ કર્યું. વડોદરામાં અવસાન.
એમની લેખનપ્રવૃત્તિને આરંભ ૧૯૨૪માં એમણે કરેલા ટાગોર કૃત ‘મુકતધારા’ અને ‘બે બાળનાટકો' ('શરદુત્સવ’, ‘મુકુટ')ના અનુવાદોથી થયો. ‘ખાખનાં પોયણાં' (૧૯૩૪) ખંડકાવ્ય એમની આરંભની કાવ્યશકિતનો ખ્યાલ આપે છે. “આલબેલ' (૧૯૩૫)માં મુકત પ્રણય, સામ્યવાદી મિજાજથી રંગાયેલી રાષ્ટ્રભકિત અને ઈશ્વરભકિતનાં કાવ્યો છે. ‘મહોબતને માંડવે' (૧૯૪૨)માં ધીંગા પ્રણય-શૃંગારને વાચા મળી છે. “વૈશંપાયનની વાણી'-ભા. ૧, ૨ (૧૯૪૩, ૧૯૪૫)માં સમકાલીન રાજકારણ, સામાજિક કુરિવાજો ઉપર ઘેરા કટાક્ષ કરતી આખ્યાનશૈલીની રચનાઓ ગ્રંથસ્થ થઈ ' છે. ‘પ્રેમધનુષ્ય' (૧૯૪૪)માં મુગ્ધ પ્રણયનાં અને “અહો રાયજી સુણિયે' (૧૯૪૫)માં સમાજવાદી વિચારસરણી અને રાષ્ટ્રભકિતનાં કાવ્ય સંગૃહીત છે. ગાંધીજી ઉપર લખાયેલી પદ્યકૃતિ કલ્યાણ યાત્રી' (૧૯૪૫) પ્રશસ્તિપૂર્ણ રચના છે. “મધ્યાહન' (૧૯૫૮)માં
મુગ્ધ પ્રણય અને સમકાલીને જીવનની વિષમતા, રામ તારો દીવડો' (૧૯૬૪)માં ભકતની આરત તથા “શતાબ્દીનાં સ્મિતે અને અશ્રુઓ' (૧૯૬૯)માં શતકનાં હાસ-શોક કાવ્યબદ્ધ થયાં છે. એમની બે દીર્ઘરચનાઓ ‘હરિનાં લોચનિયાં' (૧૯૬૯) અને ‘લાક્ષાગૃહ' (૧૯૭૬) અનુક્રમે ગાંધી-કૃષ્ણનાં જીવનની કરુણતા અને મહાભારતકર્મમાં વ્યાસનાં કનૃત્વ-વેદનાને આલેખે છે.
જીવનની સમસ્યાઓ અને મંગળતત્ત્વને નિરૂપતી એમની વાર્તાઓ ‘માલિની' (૧૯૪૪), 'રામ ઝરૂખે બૈઠકે' (૧૯૬૬) અને ‘તરણા ઓથે' (૧૯૭૫)માં; તે ધર્મકથાઓ, પુરાણકથાઓ અને બોધકથાઓને પોતાની શૈલીમાં વાર્તારૂપે ઢાળી છે તે કથાઓ ‘પ્રકાશનાં પગલાં' (૧૯૪૫), ‘દિવ્ય વાર્તાઓ' (૧૯૫૫), અમર અજવાળાં' (૧૯૫૯) અને રઘુકુળરીતિ' (૧૯૬૩)માં સંચિત થઈ છે. સિંધની કથાઓ,દંતકથાઓ પર આધારિત સિંધુની પ્રેમકથાઓ' (૧૯૫૩)માં અને બે લઘુનવલ ‘સિંધુનું સ્વપ્ન અને પ્રીતના દાર” (૧૯૬૫)માં ગ્રંથસ્થ થઈ છે.
એમના ગંભીર પપણાત્મક નિબંધો કળીઓ અને કુસુમા' (૧૯૪૯)માં, ચિંતનાત્મક નિબંધો “ગીતાવિચાર'માં અને ધર્મઅધ્યાત્મના નિબંધો હરિનાં દ્વાર' (મરણોત્તર, ૧૯૭૯)માં સંચિત છે. સંસ્કૃત સાહિત્યમાં ડોકિયું' (૧૯૫૯) નામક પરિચયપુસ્તિકા એમને વિવેચક તરીકેનો પરિચય કરાવે છે. મહાભારતકથા'- ભા. ૧, ૨, ૩ (૧૯૭૨, ૧૯૭૩, ૧૯૭૪)માં એમણે મહાભારતને રસળતી શૈલીમાં નિરૂપ્યું છે. “આઝાદીની યજ્ઞજવાળા' (૧૯૪૩) ૧૮૫૭ -થી ૧૯૪૨ સુધીના ભારતના આઝાદીજંગનો ચિતાર આપે છે. ‘સાહિત્ય અને પ્રગતિ' (અન્ય સાથે, ૧૯૪૫) એમનું ઉમાશંકર જોશી આદિના સહયોગમાં થયેલું સંપાદન છે; તે વિનોબા અને શિવાનંદજીના વિચારોનું એમણે “અધ્યાત્મદર્શન (૧૯૬૩) -માં સંકલન કર્યું છે. “ભતૃહરિનિર્વેદ' (૧૯૫૮) એ હરિહર ઉપાધ્યાયના સંસ્કૃત ગ્રંથને એમણે કરેલ અનુવાદ છે.
બા.મ. માણેકચંદજી મોતીચંદજી : ગદ્યપદ્યમિશ્ર કૃતિ ‘ઘ તે દુ:ખદર્શક નાટક' (૧૮૮૭)ના કર્તા.
મૃ.મા. માણેકડું: કાળિયા કુંભારનું અડિયલ માણેકડું માં આગળ લાકડીએ લટકાવેલા ગાજરની લાલચે કામગરું બને છે, એ ઉદાહરણથી મનુષ્ય પર કટાક્ષ કરતું મનહર છંદમાં હળવી શૈલીએ લખાયેલું વિનોદ અધ્વર્યુનું ગંભીર કાવ્ય.
.ટા.
માણકદાસ; માણક સિધુરને ભજનમાળા' (૧૯૬૦)નાં કર્તા.
મુ.માં. માણેકલાલ કેશવલાલ: ચરિત્રકૃતિ “લક્ષ્મીપ્રસાદનું ટૂંક જીવનચરિત્ર (૧૯૨૨)ના કર્તા.
મૃ.મા. માણેકલાલ જયશંકર: ભકિતગીતકૃતિ “મીનીમ્ફર” - ભા. ૭ (૧૯૫૭)ના કર્તા.
મુ.મા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૪૭૭
Jain Education Interational
For Personal & Private Use Only
www.ainelibrary.org