Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
મહેતા દલપતરામ જગન્નાથ- મહેતા દીપક ભૂપતરાય
મહેતા દલપતરામ જગન્નાથ : ‘ભારતયાત્રા' (૧૯૬૦) પ્રવાસપુસ્તક ઉપરાંત સવરૂપવિચાર' (૧૯૪૬) તથા ‘ચમત્કારિક દૃષ્ટાંત સાગર' (૧૯૭૨)ના કર્તા.
‘પરિધિ' (૧૯૭૬) એમની અભ્યાસનિકાને ઘોતક વિવેચન સંગ્રહ છે. વિદેશના કેટલાક સર્જકોની મહત્ત્વપૂર્ણ કૃતિની વિચારણા, કેટલાક સૈદ્ધાંતિક મુદ્દાઓની વિશદ ચર્ચા તથા ગુજરાતી સર્જક કે ગુજરાતી કળાકૃતિ ઉપરના આ લેખમાં એમની નિજી દૃષ્ટિને પરિચય થાય છે.
એમણે અંગ્રેજીમાં ‘શીમદ રાજચંદ્ર (૧૯૮૬) નામક લઘુચરિત્રપુસ્તક લખ્યું છે.
મહેતા દિનકર (૧૭-૧૦ '૯૦૭, ૩૦ ૮-'૧૯૮૯) : અાત્મકથાકાર. જન્મ સુરત જિલ્લાના ચીખલીમાં. સુરતમાં માધ્યમિક શિક્ષણ લઈ, મૅટિક થઈ મુંબઈની વિલ્સન કોલેજમાં પ્રવેશ. ત્યાંથી પછી ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી અને ત્યાં જ અધ્યાપક. ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહમાં સક્રિય. ૧૯૩૬ માં ગુજરાતમાં માકર્સવાદી સામ્યવાદી પક્ષના મંત્રી. ૧૯૬૪ માં મિલકામદારોના પ્ર9 આંદોલન અને જેલવાસ. ૧૯૬૬માં અમદાવાદના મેય. માકર્સવાદી સામ્યવાદી પક્ષના મુખપત્ર ‘હાકલ'નું તંત્રીપદ. અમદાવાદમાં અવસાન.
‘પરિવર્તન’ અને ‘ક્રાંતિની ખાજમાં’ એમની આપવીતી છે. ‘પલટાતાં ગામડાં’ એમનું અન્ય પુસ્તક છે.
ચં.ટો.
મહેતા દામુભાઈ ડાહ્યાભાઈ (૧૮૬૨,-): કોશકાર. ૧૮૮૩માં
બી.એ. ૧૮૮૫માં એમ.એ.બી.એસસી. ૧૮૮૭માં એલએલ.બી. પહેલાં વડોદરા ટ્રેનિંગ સ્કૂલના હેડમાસ્તર, ત્યારબાદ ન્યાયખાતામાં. અમરેલી પ્રાન્તના જ. ‘ગૂજરાતી કહેવતોને સંગ્રહ’ એમના નામે છે.
.ટી. મહેતા દારબશા હેરમસજી, ‘ડેજર સીઝનલ લકબે સુખડનું પેરીયું: પારસી કોમેડી રમુજે મનપસંદ' (૧૯૨૬)ના કર્તા.
- મૃ.માં. મહેતા દારબશાહ બી. દારાં: એકાંકી પારસી કોમેડી ‘મડમની મહિનીનાં ગીત' (૧૯૪૧)ના કર્તા.
મૃ.મા. મહેતા દિગીશ નાનુભાઈ (૧૨-૭-૧૯૩૪) : નિબંધકાર, નવલકથાકાર, વિવેચક. જન્મ પાટણમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાં. ૧૯૫૩ માં અંગ્રેજી-મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ. ૧૯૬૮માં યુનિવર્સિટી ઑવ લિસમાંથી એમ.એ. અત્યારે ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં અંગ્રેજીના પ્રાધ્યાપક.
આપણો ઘડીક સંગ' (૧૯૬૨) એમની વિનોદશૈલીની એક પ્રયોગસભર લઘુનવલ છે. ૧૫૮ પૃષ્ઠ અને બાવીસ પ્રકરણમાં વહેચાયેલી આ કથાના તાણાવાણા ગૂંથાયા છે અર્વાચીના અને ધૂર્જટિના ત સાદાસીધા પ્રણય વડે; પણ લેખકે આ કથાને રૂઢ રૂપે નહિ, અરૂઢ રૂપે રજૂ કરી છે. અહીં ઘટનાઓ ઓછી છે, પણ જે કંઈ કથાંશ છે તેને તેઓ સચોટ પાત્રનિરૂપણ દ્વારા અને એ પાત્રોના આંતરજગતને કળામય રીતે અભિવ્યંજિત કરતા પદાર્થોપરિસ્થિતિઓ દ્વારા સઘન કરે છે. હાસ્ય-મજાકવાળી વિલક્ષણ શૈલી વડે એમણે જીવનના અનેક મને અહીં લીલયા ઉદ્દઘાટિત કરી આપ્યા છે. એક લાક્ષણિક પ્રયોગ લેખે આ લઘુનવલનું ઐતિહાસિક મૂલ્ય ગણાયું છે. ‘દૂરના એ સૂર' (૧૯૭૦)ની લલિતનિબંધની ચૌદ રચનાઓમાં એમની લેખિની ‘મનુષ્યને, તેના મનહિવતેને, તેના સ્વભાવની વિસંગતિઓ અને વિચિત્રતાઓને તાગવા-તાકવાનું વલણ વિશેષ ધરાવે છે. પ્રસંગનું માત્ર નિરૂપણ કરવાને બદલે તેને અનેક સંદર્ભ વચ્ચે ખીલવીને મનુષ્યચિત્તના કોઈક ને કોઈક ખૂણાને અનાવૃત્ત કરી આપો- એ પ્રકારની એમની રીત વિશિષ્ટ છે. વસ્તુ કે પાત્રને ચિત્રાત્મક ઉઠાવ આપવાની શકિત એમની કલમમાં છે. ‘પાત્ર', લોક’ કે ‘દો” જેવી રચનાઓમાં એમની આ શકિત વિશેષ ખીલેલી જોવાય છે. નિબંધકારનાં અભ્યાસ, અનુભવ, કલ્પના અને તીવ્ર નિરીક્ષણમાંથી પ્રકટતી ઉપમાઓ-ઉન્મેક્ષાઓ એમના નિબંધેને અનન્ય સૌંદર્ય અર્ધી રહે છે.
મહેતા દીપક ભૂપતરાય (૨૬-૧-૧૯૩૯) : વિવેચક, અનુવાદક,
જન્મસ્થળ મુંબઈ.૧૯૫૭માં મુંબઈની ન્યુ ઇરા સ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.એ. ૧૯૬૩ માં એમ.એ. ૧૯૬૩ થી ૧૯૭૪ સુધી કે, જ.
મૈયા કૅલેજ, મુંબઈમાં ગુજરાતીનું અધ્યાપન. ૧૯૭૪-૧૯૭૬ દરમિયાન પરિચય ટ્રસ્ટમાં સહાયક સંપાદક. ૧૯૭૬ થી ૧૯૮૨ સુધી યુ. એસ. લાયબ્રેરી આંવ કોંગ્રેસ, નવી દિલ્હીના ગુજરાતી અને મરાઠી ભાષાના વિશેષજ્ઞ અને પછીથી કાર્યકારી અધ્યક્ષ. ગુજરાતી સાહિત્ય સભા, દિલ્હીના સંવાહક.
એમણે ‘નવલકથા : કસબ અને કલા' (૧૯૭૬) તથા કથાવલકન' (૧૯૭૮) એ બે વિવેચનગ્રંથો ઉપરાંત ‘રમણલાલ વ. દેસાઈ' (૧૯૮૦) નામક લઘુપ્રબંધ આપ્યો છે. ‘પરીકથામાળા' (અન્ય સાથે, ૧૯૮૦), ‘સબરસ કથામાળા' (અન્ય સાથે, ૧૯૭૭) એમનું બાળસાહિત્ય છે. ‘શામળની કવિતા' (૧૯૭૨), ‘જગતની શ્રેષ્ઠ નવલકથાઓ' (૧૯૭૫) અને રમણલાલ વ. દેસાઈ' (૧૯૭૯) તથા 'કનૈયાલાલ મુનશી’ જેવી પરિચય-પુસ્તિકાઓ એમણે લખી છે. આ ઉપરાંત ૧૯૬૦થી ૧૯૮૦ દરમિયાન પ્રગટ થયેલી નવલકથાઓની શીર્ષકસૂચિ 'કથાસંદર્ભ' (અન્ય સાથે, ૧૯૮૪), ‘સમિધ' (અન્ય સાથે, ૧૯૬૫) અને “માતૃવંદના'- ભા. ૧-૨ (૧૯૮૩) જેવાં સંપાદન પણ આપ્યાં છે. મરાઠીમાંથી ‘માહીમની ખાડી' તથા અંગ્રેજીમાંથી “એક કોડીનું સ્વપ્ન' (૧૯૭૯) અને ‘સરદાર પટેલનો પસંદ કરેલે પત્રવ્યવહાર’: ૧-૨ (૧૯૭૭) એ એમના અનુવાદો છે.
૪૫૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org