Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
મહેતા ચંદ્રકાન્ત હરિશંકર
મહેતા ચંદ્રવદન ચીમનલાલ
દૃષ્ટિએ ચર્ચા થઈ છે. કથાવિશેષ' (૧૯૭૮)માં મુનશીની અને શિવકુમાર જોષીની નવલકથાઓ પરના લેખે મુખ્ય છે. 'કવિતાની રમ્ય કેડી' (૧૯૭૧)માં મધ્યકાલીન અને અર્વાચીન કવિઓની કવિતા પરના લેખે છે. “અનુકરણન' (૧૯૭૩) માં મુખ્યત્વે ગાંધીયુગીન સાહિત્ય પરના લેખો છે. ‘કાકા કાલેલકર' (૧૯૮૦) એ ગ્રંથકાર શ્રેણીના ઉપક્રમે લખાયેલી અભ્યાસપુરિતકા છે. 'કલાપીની કવિતા', ‘મધ્યકાલીન સાહિત્યસ્વરૂપ' (૧૯૬૬), ‘આનંદશંક્ર ધ્રુવ' (૧૯૭૮) ઇત્યાદિ એમની અન્ય પરિચયપુસ્તિકાઓ છે. ‘સહજાનંદજી' (૧૯૪૭) એમનું ચરિત્રપુસ્તક છે.
બંગાળીમાંથી એમણે કરેલા અનુવાદોમાં વિભૂતિભૂષણ બંદાપાધ્યાયની નવલકથા ‘મારણ્યક તથા ‘ગુરુદેવ ટાગોરનાં એકાંકીના
અનુવાદ નોંધપાત્ર છે. હિંદીમાંથી ડૉ. નગેન્દ્રની ‘રસસિદ્ધાંત' (૧૯૬૯), ભગવતીચરણ વર્માની ‘ભૂલેબિસરે ચિત્ર' (૧૯૭૦) ઇત્યાદિ કૃતિઓના અનુવાદ એમણે કર્યા છે. આ સિવાય અંગ્રેજી અને મરાઠી કૃતિઓના અનુવાદ પણ એમણે કર્યા છે. ‘સિલેકટેડ સ્પીચીઝ ઑવ મેરારજી દેસાઈ’ એ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કરેલા અનુવાદને ગ્રંથ છે.
જ.ગા. મહેતા ચંદ્રકાન્ત હરિશંકર, ‘શશિન્ '(૬-૮-૧૯૩૯) : કવિ, વાર્તાકાર,
સંપાદક. જન્મ અમદાવાદમાં. વતન સરોડા (જિ. અમદાવાદ). હિંદી વિષયમાં એમ.એ., પીએચ.ડી. અમદાવાદની નવગુજરાત આર્સ કોલેજમાં હિંદીના અધ્યાપક. અત્યારે નવગુજરાત મલ્ટિકોર્સ ટ્રેનિગ ઇન્સ્ટિટયુટના માનદ નિયામક
ધીરે વહે છે ગીત' (૧૯૭૩) એમને ગઝલ અને ગીતને સંગ્રહ છે. ‘મન મધુવન” (૧૯૮૦) અને ‘સ્વપ્નલેક’ (૧૯૮૨)માંની વાર્તાઓ મુખ્યત્વે પ્રણય અને દાંપત્યજીવન નિરૂપે છે. સ્વાતંત્ર્યસેનાની ગાનંદ' (૧૯૭૭), 'ડૉ. આંબેડકર' (૧૯૭૯) ઇત્યાદિ એમની કિશોરપગી ચરિત્રપુસ્તિકાઓ છે. ‘કેસરજ્યારી’ (૧૯૮૩) તથા ‘નારી, તારાં નવલખ રૂપમાં પ્રેરક પ્રસંગ છે.
એક જ દે ચિનગારી' (૧૯૮૩) તથા “અંતર્ધ્વર' (૧૯૮૪) એમનાં ચિંતનાત્મક લેખોનાં પુસ્તકો છે. 'ગુજરાત સમાચાર'માં ચાલતી એમની ‘ગુફતેગે” કલમ નિમિત્તે 'ગુફતેગે -યુવાનો અને પરિણય (૧૯૮૫) જેવાં કેટલાંક સાંસારિક બંધનાં પુસ્તકો મળ્યાં છે.
કવિ મીર મુરાદ' (૧૯૭૯) એમને મુસલમાન કવિમુરાદના જીવન-કવનના અભ્યાસને ગ્રંથ છે. મુરાદની અપ્રકાશિત કવિતા પણ આ ગ્રંથમાં ‘મુરાદવાણી' શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ છે. એમણે હિન્દીમાં પણ એક વિવેચનસંગ્રહ પ્રગટ કર્યો છે. આ ઉપરાંત પ્રાકૃત, હિન્દી અને ગુજરાતી કવિતાઓના કેટલાક સંપાદનગ્રંથે પણ એમણે પ્રકાશિત કર્યા છે.
7.ગા. મહેતા ચંદ્રવદન ચીમનલાલ, ‘ચં. ચી. મહેતા' (૬-૪-૧૯૦૧): કવિ, નાટયકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક. જન્મ સુરતમાં. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં. માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૪માં મુંબઈ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી
ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૩ થી ૧૯૩૬ સુધી મુંબઈની ગુએરા હાઈસ્કૂલમાં શિક્ષક. મુંબઈ તેમ જ અમદાવાદ ‘આકાશવાણીના નિયામક. નિવૃત્તિ બાદ મ. સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન. વિદેશના વાસપ્રવાસે અનેક દેશોની નાટયશાળાઓના, રામકાલીન નાટપ્રવૃત્તિના, લેખક, દિગ્દર્શકો અને નાટ્યકલાના તેમ જ નાટ્યતંત્રના નિષ્ણાતોના પરિચયમાં. આજે નાટયકલાના વિશ્વવિખ્યાત તદિ. ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ફૉર્બસ ગુજરાતી સભાના પ્રમુખ. ૧૯૩૬ માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૨
ના નર્મદચંદ્રક. ૧૯૫૦માં કુમારચંદ્રકને અસ્વીકાર. ૧૯૭૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીને પુરસ્કાર.
મંચનક્ષમતા ધરાવતાં નાટકો, હાસ્યકટાક્ષથી સ્વકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક કાવ્યો, ગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથાઓ-એ સર્વ આ લેખકની વિશિષ્ટ વ્યકિત સંપદાને સ્પર્શ પામેલા આવિષ્કારો છે.
રંગભૂમિની સૂઝથી લખાયેલાં, તખતાને જીવંત કરતાં એમનાં નાટકોની સંખ્યા મોટી છે ને એમાં વૈવિધ્ય પણ છે. જડી, કોમેડી, ફાર, ભાંડભવાઈ ઉપરાંત ઐતિહાસિક, સામાજિક, પૌરાણિક તેમ જ જીવનચરિત્રવિષયક સામગ્રીને એમણ ઉપયોગ કર્યો છે. નાટકકાર તરીકેની એમની સિદ્ધિ હાસ્યરસમાં છે અને હાસ્યરસમાં પણ એમને અટ્ટહાસ વિશેષ ફાવે છે. એમણ ઓગણત્રી કાટલા નાટયગ્રંથો આપ્યા છે : “અખા' (૧૯૨૭), ‘મુંગી સ્ત્રી' (૧૯૨૭),
અખા વરવહુ અને બીજાં નાટકો'(૧૯૩૩), ‘આગગાડી'(૧૯૩૩), ‘રમકડાંની દુકાન' (૧૯૩૪) ‘નર્મદ' (૧૯૩૭), ‘નાગાબાવા” (૧૯૩૭), 'પ્રેમનું મોતી અને બીજાં નાટકો' (૧૯૩૭), ‘સીતા’ (૧૯૪૩), ‘શિખરિણી' (૧૯૪૬), ‘પાંજરાપોળ' (૧૯૪૭), ‘મનાપોપટઅથવા હાથીઘોડા' (૧૯૫૧), 'રંગભંડાર (૧૯૫૩), 'સેનાવાટકડી'(૧૯૫૫), ‘માઝમરાત' (૧૯૫૫), ‘મદીરા' (મિડિયા) (૧૯૫૫), ‘કિશોર નાટકો'- ભા. ૧-૨ (૧૯૫૬), ‘હાહાલિકા (૧૯૫૭), ‘કપૂરને દીવા' (૧૯૬૦), પરમ માહેશ્વર' (૧૯૬૦), ‘સતી' (૧૯૬૦), 'કરોળિયાનું જાળું(૧૯૬૧), 'શકુંતલા અથવા કન્યાવિદાય' (૧૯૬૬), “ધરા ગુર્જરી (૧૯૬૮), ‘અંદર અંદર’ (૧૯૬૯), ‘અબેલા રાણી' (૧૯૭૨), 'સંતાકૂકડી' (૧૯૭૨), ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ' (૧૯૭૪), ‘અંતર બહિર અને બીજાં નાટકો' (૧૯૭૫).
એમની કવિતામાં એક બાજુ બળવંતરાય ઠાકારના કાવ્યાદર્શના. સ્વીકાર અને બીજી બાજુ ભગિની પ્રેમને છમ ભાવાવેગની સંદિગ્ધતાને પુરસ્કાર છે. ‘યમલ' (૧૯૨૬) માં ચૌદ સૅનેટોના સંચય છે. “ઇલાકાવ્યો' (૧૯૩૩)માં ‘યમલ'નું પુનઃમુદ્રણ અને કંચનજંઘા'ની સેનેટમાલા સમેત કુલ પાંત્રીસ સેનેટ છે. ‘ચાંદરણાં' (૧૯૩૫) બાલગીતસંગ્રહ છે તે 'રતન' (૧૯૩૭) સળંગ પૃથ્વી છંદમાં ૧,૬૩૬ પંકિતનું કથાકાવ્ય છે. આ કાવ્યમાં બહેન રતનને ત્યાગ અને એનું મૃત્યુ નિરૂપાયાં છે. 'રૂડો રબારી (૧૯૪૦) કથાકાવ્ય પછી ‘ડો રે શિખર રાજા રામનાં' (૧૯૭૫)માં એમનાં વીસ જેટલાં પ્રતિનિધિકાવ્યો છે, જેમાં ‘ઓ ન્યૂયોર્ક',
૪૫૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org