Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
બૂચ હીરાલાલ જાદવરાય – બે સંસ્કૃતિઓ
ઇતિહાસના સાધનરૂપે સાચવી લેવાનો પ્રયત્ન આ સંપાદને પાછળ મુખ્ય છે. લોકપ્રિય કાવ્યો સુલભ થાય અને સારા સંગ્રહા બહાર આવે એવા હેતુથી થયેલાં આ સંપાદનને અંતે કઠણ શબ્દોને કોશ પણ આપવામાં આવ્યો છે. મીરાંબાઈ, નાકર, દયારામ, પ્રીતમ વગેરે અંગેના વિસ્તૃત લેખે આ સંગ્રહો સાથે સંકળાયેલા છે.
ટો.
રચનાની સુગેયતા, પ્રાસાદિકતા અને ઊમિપ્રધાનતા એ એમની કવિતાનાં લક્ષણો છે.
એમણે નવલકથા, ટૂંકીવાર્તા અને એકાંકી જેવાં સ્વરૂપે પણ ખેડયાં છે. “ચલ અચલ' (૧૯૬૮), ‘આભને છેડે (૧૯૭૦) અને મેઘના (૧૯૭૯) એ એમની નવલકથાઓ છે, જે પૈકી બીજીને. હિંદીમાં અનુવાદ થયો છે. આ નવલકથાઓમાં ઝીણી વિગતોનાં આલેખન સહિતનાં આસ્વાદ્ય વર્ણન-ચિત્રાંકન છે. ‘આલંબન' (૧૯૬૮), ‘વાદળી ઝર્યા કરતી હતી' (૧૯૭૬) અને ‘તાણે વાણ (૧૯૮૧) એમના વાર્તાસંગ્રહો છે. ‘શુભસ્ય શીઘમ' (૧૯૫૮)માં સંગૃહીત એમનાં એકાંકીઓમાં સાંપ્રત સમસ્યાઓ નર્મમર્મ અને કટાક્ષના વિનિયોગથી આલેખાયેલી છે. એમનાં બીજા અભિનય એકાંકીઓ ‘નવાં નવાં નાટકો' (૧૯૭૭) અને ‘કિશોરોનાં નાટકો (૧૯૭૭) માં સંગ્રહાયાં છે. વડોદરા, આ વડોદરા' (૧૯૮૪) એ એમને વડોદરા વિશેના નિબંધોને સંગ્રહ છે. ‘દલપતરામ - એક અધ્યયન' (૧૯૫૫) સ્વાધ્યાયગ્રંથ ઉપરાંત અન્વય' (૧૯૬૯) તથા “તભવ' (૧૯૭૬) એ બે વિવેચનસંગ્રહો એમણે આપ્યા છે. ગુજરાત સાહિત્ય સભા દ્વારા કરાવાયેલી ‘ગ્રંથસ્થ વાડમય સમીક્ષા' (૧૯૬૩), ગુજરાતી ગ્રંથકાર શ્રેણી માટે તૈયાર કરાયેલી પુસ્તિકા “મીરા' (૧૯૭૮) તેમ જ ગુજરાતી કવિતાના આસ્વાદ-લેખેને સંગ્રહ ક્ષણે ચિરંજીવી' - ભા. ૧-૨ (૧૯૮૧) વગેરે ગ્રંથે એમની પરિશ્રમભરી અભ્યાસપરાયણતાને, ખ્યાલ આપે છે.
એમણે ચરિત્રાલેખન, અનુવાદ સંપાદનનું કાર્ય સ્વતંત્રપણે તેમ જ સહયોગમાં કર્યું છે. સિદ્ધરાજ' (૧૯૪૮) અને 'હરિકિરણ” (૧૯૬૩) જ સ્ના હ. બૂચના; તો 'ધમ્મપદ’(૧૯૫૪), “સિદ્ધહેમ' (૧૯૫૭), જાદવાસ્થળી' (૧૯૬૧) અને પ્રસાદ (૧૯૬૩) જા.કા. પટેલના સહયોગમાં સંપાદિત થયેલા એમના અન્ય ઉલ્લેખનીય ગ્રંથ છે.
બૃહત્ પિંગળ (૧૯૫૫): રામનારાયણ વિ. પાઠકના છંદશાસ્ત્ર પરનો શાસ્ત્રીય ગ્રંથ. પંદર પ્રકરણ અને વીસ પરિશિષ્ટમાં વહેંચાયેલ, લગભગ સાત પૃષ્ઠોમાં વિસ્તરેલ આ ગ્રંથ ગુજરાતી કવિતામાં છેક દલપતરામથી રચાવા શરૂ થયેલા છંદશાસ્ત્રના ગ્રંથોમાં નિરૂપણની દૃષ્ટિએ સહુથી વિશેષ સર્વગ્રાહી અને વૈજ્ઞાનિક દૃષ્ટિવાળે છે. ગાંધીયુગ સુધીની ગુજરાતી કવિતામાં થયેલા છંદવિષયક બધા પ્રયોગની શાસ્ત્રીય વિચારણા અહીં થઈ છે. કાવ્યમાં છંદનું સ્થાન, ગુજરાતી ઉચ્ચારણોના સંદર્ભમાં લઘુગુરુની ચર્ચા, અક્ષરનું સ્વરૂપ, વૈદિક છંદોનું સ્વરૂપ અને તેમના પ્રકારો, અક્ષરમેળ છંદોનું સ્વરૂપ અને તેમનાં મેળ મિશ્રણો, માત્રામેળ છંદો, સંખ્યામેળ છંદો, મરાઠીમાંથી આવેલા વિ-અભંગ આદિ છંદ, હિંગલના છંદ, દેશી, પદ,ગઝલનું સ્વરૂપ તેમ જ પ્રવાહી છંદ કે સાંગ પદ્યરચનાના પ્રયોગ – એ સર્વની ઝીણવટભરી ચર્ચામાં પોતાના પુરોગામી પિંગળશાસ્ત્રીઓએ આપેલા મંતવ્યોની ફેરતપાસ છે અને ઘણી જગ્યાએ પોતાનાં મૌલિક પ્રતિપાદન છે. સંધિ અને પદ્યભાર વચ્ચેના સંબંધ તપાસી ભારતત્વને લક્ષમાં રાખ્યા વગર સંધિઓનું કરેલું પૃથક્કરણ; માત્રામેળ છંદોના સંધિઓના તાલ અને સંગીતના તાલ વચ્ચે બતાવેલ સંબંધ; ગઝલના છંદોને માત્રામેળ છંદો જેવા આવૃત્તસંધિ છંદો બતાવવા; ઘનાક્ષરી, મનહર અને અનુરુપની સંખ્યામેળ છંદો તરીકે ગણના કરવી અને આ છંદોનું અક્ષરમેળ કરતાં માત્રામેળ છંદો સાથેનું મળતાપણું બતાવવું; માત્રામેળ છંદોમાં બ્લેન્કવર્સ જેવો પ્રવાહી છંદ બનવાની અક્ષમતા, પૃથ્વીમાં પ્રવાહી છંદ બનવાની આંશિક ક્ષમતા અને વનવેલીમાં પ્રવાહી છંદ બનવાની વધુમાં વધુ ક્ષમતા બતાવવી – વગેરે છંદશાસ્ત્ર વિશેનાં એમણે કરેલાં નિરીક્ષણો મૌલિક અને માર્મિક છે.
6.ગા. બે જગજીવનરામને સાક્ષાત્કાર : જયોતિષ જાનીની ટૂંકીવાર્તા. એમાં એકને એક દીકરો પશલે સાધુ થઈ ગયો છે એ પ્રસંગને અનુલક્ષીને જગજીવનરામનાં, મગની બે ફાડ જેવાં રૂપો વચ્ચેનો વિવાદ નર્મવિનોદમાં જીવંત રીતે નિરૂપાય છે.
રાંટો. બે નદીઓની વાર્તા: તાપી અને સાબરમતી નદીનાં ઉદાહરણ પડે છે, ડહોળાયેલી અને સ્વસ્થ જીવનશૈલી તથા લેખનશૈલીની ચર્ચા કરતે ચી. ન. પટેલને ચિંતનાત્મક નિબંધ.
એ.ટ. બે સંસ્કૃતિઓ : સભ્યતાના વિકાસ માટે કુરસદ પર ભાર મૂકતી ભદ્રલેકની સંસ્કૃતિ અને પરિશ્રમ પર ભાર મૂકતી સંત અથવા ઓલિયા સંસ્કૃતિ વચ્ચેનાં વિરોધલક્ષણો ચર્ચત કિશોરલાલ
બુચ હીરાલાલ જાદવરાય: ભકિત અને તત્ત્વજ્ઞાનવિષયક કાવ્યકૃતિઓના સંગ્રહો “વેદતાત્પર્યબોધિની' (૧૯૦૭), “સાચાં મોતી'ભા.૧ (૧૯૧૨) અને ભાગ્યોદય ભૂમિકા'-ભા.૧ (૧૯૧૯)ના કર્તા.
નિ.. બૂરાઈના દ્વાર પર : ઝવેરચંદ મેઘાણીની ટૂંકીવાર્તા. અહીં સ્ત્રીના કોમળ વ્યકિતત્વના સ્પર્શે પુરુષની હતાશાને અને દુર્બળતાને હણનું કોળી કોમનું પ્રસન્ન દાંપત્ય વાર્તાના કેન્દ્રમાં છે.
ચં.ટી. બૃહત્ કાવ્યદોહન- ભાગ ૧-૮ (૧૮૮૬-૧૯૧૨) : ઇચ્છારામ
સૂર્યરામ દેસાઈએ સંપાદિત કરેલા મધ્યકાલીન સાહિત્યકૃતિઓના સંગ્રહો. મધ્યકાલીન કૃતિઓને એકઠી કરવાનું, એના પાઠ તૈયાર કરવાનું અને એને પ્રકાશિત કરવાનું પ્રારંભિક છતાં ભગીરથ કાર્ય અહીં થયેલું છે. સાહિત્યિક મૂલ્યથી નિરપેક્ષ રહી જે કાંઈ મધ્યકાલીન સાહિત્યસામગ્રી ઉપલબ્ધ બની તેને ગુજરાતી સાહિત્યના
૩૯૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org